તમે કોઇના પ્રેમમાં પડ્યા છો? તો પ્રેમમાં પડવું કેવું લાગ્યું? February 14, 2008
Posted by ઊર્મિ in સર્જનક્રિયા.trackback
મિત્રો, ફરીથી પ્રેમનાં આ દિવસ માટે મારી હાર્દિક શુભકામનાઓ…
પ્રેમ… માત્ર અઢી અક્ષરનો જ આ શબ્દ છે… પરંતુ એને સાંભળતા જ આપણને જાણે ગલગલિયા થવા માંડે છે… અને આપણા મન-હૃદયની બેકઅપ રીલ્સમાંથી કોઈ એક ખાસ ચહેરો એની મેળે જ રીટ્રીવ થઈને આપણી નજર સમક્ષ તરવરી ઉઠે છે. પ્રેમ વિશે જગતમાં લાખો-કરોડો પુસ્તકો અને કવિતાઓ લખાયા હોવા છતાં આજે પણ લેખકોનો અને કવિઓનો કદાચ સૌથી પ્રિય વિષય પ્રેમ જ છે. ‘સંદેશ’નાં આજના જ એક લેખમાં મેં હમણાં જ વાંચ્યું કે રસાયણ વિજ્ઞાનની દૃષ્ટિએ “પ્રેમ જાગતાં જ શરીરમાં ચોક્કસ રાસાયણિક ફેરફારો થવા લાગે છે. તે ફેરફારોથી તનમનમાં જે ઝણઝણાટીનો કે વીજળી વહેતી હોય જેવો અનુભવ થાય છે તે એટલો બધો અજબ અને સમજાવી ન શકાય તેવો હોય છે કે બીજા વધારે યોગ્ય શબ્દ ન મળવાથી આપણે તેને ‘પ્રેમ’ નામ આપ્યું છે.“ આખો રસપ્રદ લેખ વાંચવા જેવો છે હોં! ચાલો, હવે વધુ વાતો કરી કરીને તમને બોર કરવાનું બંધ કરું અને સીધી આજનાં વિષય ઉપર જ આવું છું…
કારણ કે પ્રેમ વિશે આમ પણ શ્રી સુરેશ દલાલ કહે છે કે,
રાત દિવસનો રસ્તો વાલમ ખૂટે નહિ તો કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ…
પ્રેમનાં આજનાં આ ખાસ દિવસ નિમિત્તે મને થયું કે ચાલો આજે હું તમને બધાને જરા પૂછી લઉં કે તમે કદી કોઇના પ્રેમમાં પડ્યા છો ખરા? અને જો પડ્યા હોવ તો પ્રેમમાં તમને કેવું કેવું લાગ્યું? શું શું અનુભવ થયો? ………… હમ્મ્મ્મ… બોલતી બંધ થઈ ગઈ ને તમારી?! :-) ખરેખર, પ્રેમની અનુભૂતિનો વિષય જ કંઈક એવો છે કે એનાં પર જો લખવું હોય (અને પ્રેમનું ચાલે તો જ) તો આખેઆખું પ્રેમપુરાણ પણ લખાઈ શકે, નહીંતર તો ઘણીવાર બસ મૌન જ થઈ જવું પડે… અને તમારે મને જવાબમાં નિબંધ લખીને નથી આપવાનો હોં, પરંતુ કવિતા લખીને આપવાની છે! તમને યાદ તો હશે જ કે ગયા વર્ષે વેલેંટાઇંસ ડે ઉપર આપણે “તમારે માટે પ્રેમ એટલે શું?“ વિષય પર ઘણા કાવ્યો લખ્યા હતા… અને એ બધા કાવ્યો પ્રેમની સુંદર સુંદર વ્યાખ્યારૂપે હતા… પણ આ વખતે તમારે મારા આ સવાલનાં જવાબરૂપે જ કવિતા લખવાની છે: “તમે કોઇના પ્રેમમાં પડ્યા છો? તો પ્રેમમાં પડવું કેવું લાગ્યું? “ એ જરૂર યાદ રાખીએ કે અહીં આપણે ‘પડવાની’ એટલે કે નીચા ઉતરવાની વાત નથી કરતાં, પરંતુ આપણી બોલચાલની ભાષા પ્રમાણે પ્રેમમાં પડવાની વાત કરીએ છીએ… નહીંતર આ ‘પ્રેમમાં પડવા’ વિશે તો કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોર પણ ટકોર કરે છે કે પ્રેમ કદી પાડે નહીં, પ્રેમ તો ઉન્નત બનાવે !
મિત્રો, આજે આપણે પ્રેમની વ્યાખ્યા વિશે નહીં પરંતુ આપણે કોઈને કરેલા પ્રેમનાં અનુભવ વિશે લખવાનું છે… ખાસ તો એ કે, પ્રેમમાં પડ્યા પછી તમને કેવું લાગ્યું? શું પાનખરમાં જ વસંત આવી ગઈ હોય એવું લાગ્યું ખરું? તમારી દુનિયા જ ઉલટી-પુલટી થઈ ગઈ હોય એમ લાગ્યું? કે પછી બાકીની આખી દુનિયા? 24 કલાકનો દિવસ થઈ ગયો હોય એવું લાગ્યું (નિંદર ન આવવી) કે પછી 24 કલાકની રાત (આખો વખત સ્વપ્નમાં)? કોઈ જેનો ઉપચાર ન કરી શકે એવો કોઈ રોગ ભરાઈ ગયો હોય એવું લાગ્યું કે પછી કોઈ રોગનો તમને ઉપચાર મળી ગયો હોય એમ લાગ્યું? તમારા પગ નીચેથી ધરતી સરકી ગયાનો અનુભવ થયો કે હવામાં ચાલી કે ઉડી શકવાનો? કંઇક અણમોલ મળી જવા જેવો અનુભવ થયો કે પછી ખુદ ખોવાઈ જવાનો? હા, તમને આ બધા કરતાં કોઈ જુદો જ અનુભવ થયો હોય એવું પણ બની શકે… મારું તો માનવું છે કે પ્રેમમાં ક્યાં કદી કોઈ પડતું હોય છે?!… એ તો બસ, પડી જવાય છે… અને એકવાર જો પડી ગયા તો પછી મન-બુદ્ધિને બાજુએ મૂકી માત્ર વહેવાનું જ હોય છે અને એ પણ તરવાનો પ્રયત્ન કર્યા વગર…!
પ્રેમમાં પડવાનાં અનુભવ વિશેની કવિતાનાં આપણે થોડા ઉદાહરણો જોઈએ…
પ્રેમમાં પડવાની વાત આવે એટલે મને આ બે ગીતો વગર વિચાર્યે જ યાદ આવી જાય… તુષારભાઈ તો કહે છે કે પ્રેમમાં પડવાની આપણને ખબર પણ ક્યાં પડતી હોય છે!
ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,
ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
ના તને ખબર પડી -તુષાર શુક્લ (સાંભળો)
અને ત્યારે મુકેશભાઈ આપણને ‘પ્રેમ થઈ ગયો છે’ ના ભ્રમથી સાવધ રહેવાનું પણ સૂચવે છે… કહે છે કે સંભાળજો મિત્રો, તમને જે પ્રેમ લાગતો હોય, ખરેખર એ તમારો માત્ર વ્હેમ તો નથી ને ??
હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છે પ્રેમમાં,
કે પછી એવું નથી બંને છીએ કોઇ વ્હેમમાં…
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ? – મુકેશ જોષી
અખિલ શાહની કવિતા ‘લયસ્તરો’ પણ મૂકતી વખતે ધવલભાઈએ લખ્યું હતું કે “પ્રેમ કરવો અને પ્રેમ-કવિતાઓ લખવી એ અલગ બાબત છે.” અને સાથે સાથે કોમેંટમાં પંચમભાઈએ પણ એ વિશે ખૂબ સુંદર વાતો લખી હતી જે વાંચવા લાયક છે. એ કવિતામાં કવિ પહેલાં એમને શું શું થયું એમ કહે છે, પછી અંતમાં જણાવે છે કે આ બધું થયું એનું કારણ એ છે કે મને
“…
બીજું કાંઈ થયું
નથી,
મને પ્રેમ થયો છે.”
પ્રેમ અને કવિતા – અખિલ શાહ
અને આ પ્રસંગે પ્રેમની પરિભાષા જેવાં પેલા હરણ-હરણીને તો કેમ ભૂલાય?
લગે પ્રીત કે બાણ -સંકલિત
રીડગુજરાતી પર મેં એક રસપ્રદ લેખ પણ વાંચ્યો હતો, જે તમને પણ જરૂર ગમશે…
તમે કોઈને પ્રેમ કર્યો છે ? – જયવદન પટેલ
હમણાં જ મિત્ર વિવેકે પ્રથમ પ્રેમને અનુભવતી એક નારીની સૂક્ષ્મ સંવેદનાનું ખૂબ જ સુંદર શબ્દ-ચિત્ર દોર્યુ છે… મેળામાં ઉભેલી વિવેકનાં ગીતની નાયિકા પ્રથમ દૃષ્ટિનાં પ્રેમને અનુભવતા કહે છે કે-
ખૂંટે ખોડાઈ ઊભી ઠેરની ઠેર હું,
ભીતર તો થઈ ગ્યું ચકડોળ;
ધ્રમ્મ-ધ્રમ્મ ચહુ ઓર લોહીમાં ઢબુકે
’વાંહે આવ્યો તું’નો ઢોલ.
નજર્યુંની વાગી ગઈ ફાંસ…
આમ તો મેં પણ ગયા મહિને જ ગઝલરૂપે એક પ્રેમપત્ર લખ્યો હતો, પરંતુ કદાચ એમાં પ્રેમમાં પડવાનાં અનુભવની વાત ન્હોતી… અને પ્રેમમાં પડેલી સખીનાં એકરાર વિશેની ’હું છલકાઈ ગઈ‘ ગઝલ પણ લખી હતી, પરંતુ છતાંયે હજી મને લાગે છે કે મારે જે વાત કહેવાની હતી એ તો રહી જ ગઈ! (પ્રેમની બાબતમાં પણ શું આવું જ નથી હોતું?!) મતલબ કે મિત્રો, હું પણ આ વખતે તમારી સાથે જ છું હોં… તમારી સાથે જ પ્રેમમાં પડવાનાં અનુભવને લખવાનો પ્રયત્ન કરીશ (વળી, દરેકની જેમ આ તો મારો પણ પ્રિય વિષય છે) !
તો મિત્રો, ચાલો ઘણા વખતે ફરી કલમ ઉઠાવીએ… આઈમીન કી-બોર્ડ પણ આંગળીઓ મૂકીએ (પરંતુ હા, એ પહેલાં થોડું મગજને… આઈમીન હૃદયને પણ દોડાવીએ હોં) અને શરૂ કરી દઈએ પ્રેમનાં અનોખા અનુભવની મોઘમ વાતોને કાવ્યમાં વર્ણવવાનું… છાંદસ-અછાંદસ કોઈ પણ રચનાઓ… તો તમે બધા લખવાનું શરૂ કરો છો ને?!!

[...] પ્રેમનાં સુંદર વિષયથી જ શરૂઆત કરીએ: તમે કોઇના પ્રેમમાં પડ્યા છો? તો પ્રેમમ… (આખી પોસ્ટ વાંચલા લિંક પર ક્લિક [...]
હાર્દિક શુભેચ્છાઓ…
બે હોઠો માઁ તમારુ મલકાઇ જવુ યાદ છે મને
મલકાઇ ને પાછુ શરમાઇ જવુ યાદ છે મને
લાગણિ ના પુર માઁ તણાઇ જવુ યાદ છે મને
પહેલિ નજર મા દિલ નુ ચોરાઇ જવુ યાદ છે મને
મે સવાલ કર્યો હતો કે શુ તુ મને ચાહે છે ?
સાઁભળિ સવાલ ,તારુ મુઝાઇ જવુ યાદ છે મને
વાસઁતિ વાયરો, છેડતિ કરે તારિ રેશમિ ઝુલ્ફોનિ,
ને સ્ક્ન્ધ પરથિ દુપ્ટા નુ લહેરાઇ જવુ યાદ છે મને
ચહ્રેરા પરથિ લટ ને પાછળ કરિ આઁખ નુ ઉલાળવુ તારુ
ને ‘ઇશ્ક’નિ કલમ થિ ગઝલનુ લખાઇ જવુ યાદ છે મને
‘ઈશ્ક’પાલનપુરી
ચાલ પાછો પ્રહાર કર આજે,
ને સળગતો વિચાર કર આજે.
ફૂલનો હાર ગૂંથી બેઠો છું,
પ્રેમનો એકરાર કર આજે.
રેતથી ઘર બનાવીને જો તું,
કાલનો એતબાર કર આજે.
આમ તારા નયનને ના ભીંજવ,
સાંજને તું સવાર કર આજે.
હાથમાં તો મહેંદી લાગી છે,
પ્રીત છે, તો *કરાર કર આજે.
(ગાલગા ગાલગાલ ગાગાગા)
સુનીલ શાહ
(*કરાર–કબૂલાત)
Prem ni Vato ma- Patni Sathe no Prem GaNay kharo?
લાગણીના ભીના સ્પંદનો
સ્પર્શે છે અંતરની ભીનાશને
ઊઠે છે પ્રણયની મીઠી લહેરો
આંબવાને હૈયાની હળવાશને
થાય છે અચાનક મળવાને મન
ભૂલાય છે બધું પામવાને તન
આવે છે રાત્રિ દિવસ બની
પિયુને મળવાની ઘેલછા બની
મીણબત્તીના ઝાંખા અજવાળે
ખોવાય છે નજરો એકમેકની દ્રષ્ટિમાં
રહી જાય છે ભોજન એમનું એમ થાળીમાં
થાય છે એકરાર પ્રણયનો સંયોગ સ્પર્શ થકી
Harnishbhai e sivay bijo anubhav n hoy to e chale
Lata Hirani
સમયનું ગાંડિવ
હાથમાંથી સરી પડે
કંપ અને વ્યાકુળતા
રોમેરોમ ફરી વળે
ત્યારે મારા રથની ધુરા તું સંભાળજે
અઢળક હેતથી
મારા શ્વાસ છલકાય
ત્યારે તું જ વાયુની લ્હેર થઇને વાય
મારી તમામ શંકાઓના સુર્ય
તારા વડે જ પળમાં
અસ્તાચળ ભણી દોરવાય
પછી તું જ મને પ્રબોધજે
સંબંધોના મહાભારત મધ્યે
પરમ પ્રેમની ગીતા.
લતા હિરાણી.
લતાબેન હિરાણીની રચના વાંચીને મને દિવ્ય-ભાસ્કરમાં પ્રકાશિત થતી એમની ટૂંકી વાર્તાઓ યાદ આવી ગઈ. એમનું ઈ-મેલનું સરનામું મારી પાસે નહિ હોવાથી ઊર્મિની આ સુંદર પોસ્ટ પર એમની સુંદર કવિતાના જવાબરૂપે લખું છું. એમની વાર્તાઓ વેબ સાઈટ પર અથવા બ્લોગ પર વાંચવા મળે તો મારા જેવા ઘણા ટૂંકી વાર્તાના રસિકોને એનો આસ્વાદ ચાખવા અને માણવા મળશે. જય
mara prem no anubhav…….
pehla dil ma thai avdhav
pchi thi sambhlyo pagrav
ne chelle…. be haiya no kalrav
e mara prem no anubhav!!!!!!!
મારા પ્રેમ નો અનુભવ………
પહેલા દીલની એ અવઢવ
પછી સામ્ભળ્યો એક પગરવ
ને છેલ્લે…. બે દીલ નો કલરવ
આ મારા પ્રેમ નો અનુભવ !!!!!
એ તારી જીદ કે ફરી શરુ શબ્દોની રમત કરું
મારી ક્યાં હેસીયત કે તુજથી હું મમત કરું
શબ્દોને પામવા સધિયારાની જરુર હોય છે
રટણ તારા નામનું એથીજ તો સતત કરું
એ તારો આદેશ કે પ્રસ્તાવ કે યાચના હોય
હું શબ્દોથી કલમથી કાગળથી શરત કરું
બદલામાં આખી તનેજ માંગી લેવાનો છું
તને શું લાગે છે કે આ કામ હું મફત કરું?
પ્રેમની લેતીદેતીનો વ્યવહાર અજબ છે
તું આપે એથી બમણું હું તને પરત કરું
જીદંગીમાં બે કામ ઇમાનદારીથી કર્યા છે
એક તો તને યાદ અને બીજું તને પ્રેમ
દીવાલોની શુન્યતા સભર થઈ જાય એથી
લટકે એની ઉપર જ્યારે તારી ફોટોફ્રેમ
હું
અને તું,
એક રેતીની ઓટલી,
સંભાળી બેસવુ સાથે,
તુ ન પડે! ડર છે મને,
હુ ન પડુ ખબર તને,
છતા એક રેખા વચ્ચે છે,
ક્યારેય નથી સ્પર્શી તે-મે,
હવે!!!
તારા અછડતા શ્વાસ સાથે,
સરતી જતી રેતને પકડવા,
મારો મિથ્યા પણ પ્રયાસ નથી.
મારા પગના અંગુઠા વડે,
ખોતરાતી જતી રેત,
તારુ ધ્યાન પણ નથી.
રેતી સરે નહી ને ઓટલી તુટે નહી,
વળી પેલી મિથ્યાભિમાનની રેખા,
તે કોંણ લુછી આપશે?
જો સમયની ડાળે બેસી,
ક્ષણોને બુમો પાડીએ!
ચંદન સ્નેહ
નથી મીનારા નથી ઝરુખા નથી મેડી મેહલાત
નાના ખોરડે શોભે આંગણીયે આંગળીયારી ભાત
પંખીના કલરવ કામણગારા,નાચે છાપરીએ મોર
લીલા પોપટડા પારેવા સંગ ઝીલે કોયલ કલશોર
રાત ઢળે ને ઢળે ઢોલીયા,હરખે આભલે રમતા તારા
પડવો પાંચમ ગણતા ગણતા,થાયે પુનમના અજવાળા
વહેલી પરોઢે સૂરના તાલે, પ્રભાતિયાં મીંઠાં ગૂંજે
કુદરતના ખોળે રમતાં ભમતાં સ્નેહ બંધને ઝૂલે
ભોળા દિલના ભોળા માનવી ભોળી ભોળી રીતો
નદીના તટે મેળામાં મ્હાલે જીવનભરની પ્રીતો
હરતાં ફરતાં વાટે વિચરતાં,નયનોમાં વરસે મેહ
છાનાં છપનાં મલકી મલકી, અંતરમાં ઝીલે સ્નેહ
ઉષાના રંગે સલૂણી સંધ્યાએ, કોઈ શમણામાં રમતું
પ્રીતના પાનેતર ઓઢી હોંશે કંકુ પગલે પધારતું
છલકાવી સાચો સ્નેહ સાગરસો,કુંદન જેમ રે તપીયાં
લોહીની સગાઈથી સવાયાં થઈ આયખે રે ઘોળાયાં
એકબીજા સંગ પ્રેમ પરમશ્વરે, દિધા મન મોટપ સથવારા
દિધા દાતાએ રોટલા ઓટલા, ને સાચા સુખના ઝબકારા
જીવન પતંગ ઝૂલાવ્યો લોટાવ્યો અનંત અધ્ધર આભે
આયખે ઘસી ચંદન સ્નેહને જઈ ચમકાવ્યો ચાંદે
રમેશ પટેલ(આકાશદીપ)
લાગણીના ભીના સ્પંદનો
સ્પર્શે છે અંતરની ભીનાશને
ઊઠે છે પ્રણયની મીઠી લહેરો
આંબવાને હૈયાની હળવાશને
પ્રેમને રે પંથ
એકવાર ભૂરા આકાશ નીચે,
એકાંતમાં ઘૂઘવ્યુંતું પૂર
ભૂરી આંખોમાં ભાળીને હેત
ઉમટ્યાતા વાદળના નૂર
પ્રથમ નઝરે બંધાણી પ્રીતડીને,
ભાગ્યે દિધી અણમોલ ભેટ
પગલામાં માણ્યા મીઠા રણકારને
નયનોમાં ચમક્યા રે હેત
વસંતને બોલાવવા ગોત્યાં રે ગીતડાં
મન મંદિરમાં વાગ્યા રે ઘંટ
દુનિયાને સજાવી લઈ રંગોળીને
અમે દોડ્યા રે પ્રેમને રે પંથ
આંખોમાં નાચ્યો કળાયેલ મોરલો
વિના મેઘે ગાજ્યા ગગન
ઉરના ગોખેથી બોલી કોયલડી
ને ભાન ભૂલ્યા પ્રેમે સજન
આવ્યા શ્રાવણ આભલે હરખતા
ભીંજાયા જોડવા રે નાતો
સાત જનમનો શોધ્યો સથવારો
તોય લોકમુખે વહી ભૂંડી વાતો
રમેશ પટેલ(આકાશદીપ)
પ્રેમ એટલે પ્રેમ,
એની વ્યાખ્યા કરવી કેમ?
રોજ મળવાના વાયદા
ને સાથે રહેવાની નેમ
પ્રેમ એટલે પ્રેમ,
એની વ્યાખ્યા કરવી કેમ?
આંખોમાં ઉંઘ તો ના ડોકાય,
પણ તોય…સપનાં આવે સેમ
પ્રેમ એટલે પ્રેમ,
એની વ્યાખ્યા કરવી કેમ?
આખા સમાજની ય સામે પડે એ
જાણે લૈલા-મજનૂની જેમ
પ્રેમ એટલે પ્રેમ,
એની વ્યાખ્યા કરવી કેમ?
ચેટિંગ ને ડેટિંગ, મેઈલ ને મોબાઈલ,
થઈ મોડર્ન આ પ્રેમ કેરી ગેમ
પ્રેમ એટલે પ્રેમ,
એની વ્યાખ્યા કરવી કેમ?
પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આખો થી થતો મલવાનો વાયદો.
યાદ છે આપને
આપણે બંને મળતા હતા,
ગુંજારવ કરતા પ્રેમનોને
એકમેકમાં ખોવાતા હતા,
સ્પર્શ્ કરતો હું આપને ને
તમે રોમાંચિત થઈ જતા હતા,
પ્રેમના એક મીઠા ચુંબનને
ભરબજારે ચોડતા હતા,
બેસતા હતા એકજ બાંકડે ને
સમયને અવગણતા હતા,
ક્યા ગયુ મારુ એ સ્વપ્ન
એ સ્વપ્ન દેખાડનાર આપજ હતા,
દુનિયાના હજારોની વચ્ચે
ફક્ત મને આપ ચાહતા હતા,
હતુ ફક્ત નાનકડુ હ્રદય
પણ કેટલો પ્રેમ સમાવતા હતા,
અનેક એવા રસ્તા હતાજ્યા
ફક્ત હુ અને આપજ હતા,
એવીતો અનેક જગ્યાઓ છે
જ્યા આપ ને હુ સમય વીતાવતા હતા,
હર એક એજ જગ્યા છે પણ
અત્યારે આપની યાદોની રાખ છે .
“કોઇક”
The test of platonic love can hardly be describe in words.Can anyone describe sweetness of sugar ? that!s it.
kaushik
આજે એ ફોર એપલ ને બી ફોર બોલનો જમાનો છે.હું જ્યારે ૧૯૫૩માં ત્રીજા ધોરણમાં હતો ત્યારે કે ૧૯૫૪માં ચોથા ધોરણમાં હ્તો(વાત ૫૪ કે ૫૫ વરસ પહેલાંની છે એટલે બરોબર યાદ નથી) ત્યારે અમને એક કવિતા ચાલતી હતી “એક જ દે ચિનગારી મહાનલ” જે અમારા વર્ગ શિક્ષક પહેલાં પોતે ગાતા અને પછી અમને ગવડાવતા.એ મને બહુ પ્રિય છે અને આજે પણ અક્ષરશ યાદ છે.મારી પત્નિને પત્રનો જવાબ લખવો હ્તો,(૧૯૬૬) ત્યારે કોઇ કવિતા લખાય તો કેવું એ વિચાર કરતા હું એક જ દે ચિનગારી ગણગણતો હ્તો, એ જ રાગમાં શબ્દ રચના કરીને જ્વાબી પત્રમાં લખી. બે ત્રણ વખત વાંચ્યા પછી લાગ્યું કે હું પણ કાવ્ય લખી શકું.બસ ત્યાર બાદ કોઇ સારી તરજ મળે અને શબ્દો મળે અને કાવ્ય રચના કરવાનું શરૂ કર્યું એ શરૂઆત પણ મારા વ્હાલા આત્મસ્વરૂપ એક ચિનગારી જ હ્તી ને?
બસ હાલ એટલું જ,
-પ્રભુલાલ “ધુફારી”
પ્રેમમા
ઝનુને પ્રેમમા કઇ કહેવાય ગયુ
જાહેર મા I LOVE YOU કહેવાય ગયુ
તુ ટૉકસે એવો હતો ડર પણ,
તારાથી પણ I LOVE YOU કહેવાય ગયુ
આજકાલ હુ ચાલતો નથી જમીન પર
સુ તમે જોયો મને આકાસ મા?
હાથમા જો હાથ હોય તારો
સ્વર્ગ ની છે ક્યા જરુર !!!!!!!!!!!!!!
હુ ઉડૂ જને આકાસ મા?
ભરત સુચક
prem atale prem che ane prem ma kai pane thai dhi koivar bum marawnu pane mane thai tamri kavita bahu gami
તારા વગર
આજકલ લાસ ફરે છે મારી,અને જીવ છે તારા મા,
હોઠ હસે છે મારા,પણ ખુશીતોતે સોધે છે તારા મા,
ઉઘમા પણ હસે છે સ્વપ્ન જોઈ એ તારા,
જો તુ નદી તો હુ સમુદ્ર રાહ જોવ છુ તારી,
લાસ પણ શ્વાસ લે ગુમસુમ,વિશ્રામ નથી ,તારા વગર,
જેમ આત્મા ભુત બનીને ભટકે,ચેન વગર,આરામ વગર,
એમ ભરત લાસ બનીને ભટકે,ચેન વગર, તારા વગર
શુ જિન્દગી?,શુ ખુશી ?શુ પ્રેમ્?તારા વગર,તારા વગર,
ભરત સુચક
prem prem sab koi kare prem na jane koi…… jo jane is jag me prem ko vo kabhi juda na hoi……… prem a bhagvan sree krishna nu svarup chhe. ane te sarv vyapt chhe tethi samgra jagat ne prem karo………. bhagvan sree krishna tamne jarur malshe…………….. jay sree krishna
Hi,
After read this article about “Love”,just want to say that “One of the best ever article i read online in Gujarati”
Also you got some admirable & valuable comments for that.
Really Nice work done by you!!
Health Fitness Care Tips | Health Fitness Tips | Fitness Facts | Gir National Park
-Best of Luck for your better blogging work.
-Paavan Japan
Software Developer