jump to navigation

સંકલિત – રાઝ-તઝમીન-2 :- આપ મોંઘા થઇ ગયા ફેબ્રુવારી 26, 2007

Posted by ઊર્મિ in તઝમીન, સંકલિત.
2 comments

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

સર્જનમાં ભાગ લેવાં માટે સૌ મિત્રોનો ઘણો આભાર…

સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો

(વધુ…)

તમારો ‘પરિચય’ આપશો? ફેબ્રુવારી 23, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
16 comments

આપણને કોઇ અજાણ્યું મળે, અને ‘કેમ છો?’ તો પુછે (જે આપણે આગળ પુછી લીધું છે!), પણ એનાથી ય આગળ વધીને એમ પુછે કે ‘તમારો પરિચય આપશો?’  તો આપણે શું કહેશું?  સ્વાભાવિક રીતે જ આપણે આપણું નામ, ગામ ને ઠામની વિગતો આપવા લાગી જશું… પરંતુ એજ સવાલ જો કોઇ કવિને પુછીશું તો આપણને એકદમ અલગ જ જવાબ મળશે! 

કવિ ‘સૈફ’ પાલનપુરી પોતાનો પરિચય એમની ગઝલમાં આવી રીતે આપે છે…

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે.

કવિ ‘શૂન્ય’ પાલનપુરી પણ એમની ગઝલમાં પોતાનો પરિચય આપતા જણાવે છે કે…

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.

(કોઇ બીજા કવિની પણ આવી પરિચય આપતી રચના હોય તો અહીં જરૂર જણાવશો!) 

આપણે પણ આવી જ રીતે આપણો પરિચય આપવાનો પ્રયત્ન કરીએ તો? 
અહીં આપણે કોઇ નામ, ગામ કે ઠામની માહિતી આપવાની જરૂર નથી, માત્ર કાવ્યાત્મક પરિચય આપીએ…

એક વખત કાવ્યમાં પરિચય આપવાની કોશિષ કરવા જતાં મારાથી એક મુક્તક લખાઇ ગયેલું…

એમ તો કોઇનેય મારો પરિચય નથી આ જગમાં,
તારા સ્મરણોને મારું સરનામું ક્યાંથી મળતું હશે?


પણ છતાં પરિચય તો ન જ આપી શકાયો… હવે ફરી તમારી સાથે જરૂર કોશિષ કરીશ!

તો ચાલો, આપણે કાવ્યમાં એકબીજાનો પરિચય મેળવીએ!

એક શેર, મુક્તક, ગઝલ, કાવ્ય કે ગીત… કોઇ પણ રીતે…

* * *

‘ધારો કે…’ ફેબ્રુવારી 16, 2007

Posted by સુરેશ in સર્જનક્રિયા.
12 comments

શ્રી જગદીશ જોશી કહે છે કે:

ધારો કે એક સાંજ આપણે મળ્યા, અને આપણે હળ્યા
પણ આખા આ આયખાનું શું?

આખી રચના વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

વળી શ્રી ભાગ્યેશ જહા કહે છે :

ધારો કે ફૂલ કો’ક ચૂંટે ને સાચવે, ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક દિ’ની જિંદગીમાં મળવાનું, થોડું લખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા, તો મળવાનાં ખ્વાબોનું શું?

આખી રચના વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

ધારો કે, આ ઇંટરનેટ ની શોધ ના થઇ હોત… ધારો કે, આ બ્લોગો બનાવાય એવું કોઇને સુઝ્યૂં જ ન હોત… ધારો કે ‘ઊર્મિ’ ને આ ‘સહિયારું સર્જન’ નો બ્લોગ બનાવવાનો વિચાર જ ન આવ્યો હોત… અથવા ધારો કે, આપણી મનમાનિતી વ્યક્તિ આપણી જીવનસાથી બની જાય… અથવા ધારો કે, આપણું વાંછિત આપણને મળી જાય… અથવા ધારોકે આપણા હાથમાં આકાશના તારાઓ આવી જાય તો…?!

ઘણું બધું આપણે ધારી શકીએ. પણ એ ધારેલું ન થાય તો મુંઝાઇએ નહીં, વળી નવું બીજું કંઇ ધારી લઇએ!  નવા સપનાં અને નવા પ્રયત્નો….

આ અઠવાડીયામાં આપણે મોકળું મન રાખીને આપણી ધારણાઓને છૂટ્ટો દોર આપવાનો છે.  ભલે ને તે ધારણાઓ સફળ ન થાય!!

માત્ર ધારવાની જ મજા માણીએ,
ચાલો સહિયારું સર્જન કરીએ…
“ધારો કે…”  થી શરુ કરીએ !!!

ચાલો, હું જ શરુઆત કરું છું – મારી એક તરોતાજા, ખુશનૂમા રચનાથી –

( શાર્દૂલ વિક્રીડિત )
ધારો કે, ધરી પાંખ હું ઊડી શકું આકાશમાં શાનથી;
ધારો કે, બની મસ્ત હું ઘુમી શકું, જ્યાં ચાહું ત્યાં તાનથી;
કિલ્લોલું, સરતો રહું, ગણગણું, ગીતો મઝાનાં વળી;
પ્હાડો, જંગલ, કંદરા, સરવરો, સરિતા તટો મોજથી.

જેને જેમ અને જે લખવું હોય તે લખવાની છૂટ છે. પણ બની શકે તો સંસ્કૃત છંદમાં લખવા પ્રયત્ન કરીને આપણી મહાન પરંપરાઓને ઉજાગર કરવાની ધારણા રાખીએ તો?

* * *

સંકલિત: પ્રેમ એટલે- ફેબ્રુવારી 14, 2007

Posted by ઊર્મિ in કાવ્યો, ગઝલો, પંક્તિ/શેર, મુક્તકો, મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત, સૉનેટ, હાઇકુ.
14 comments

પ્રિય મિત્રો,

heartballoonpreview.gif

પ્રેમનો આ દિવસ મુબારક હો સૌને!
ઇચ્છાઓ ફળે સૌ તમારી તમોને!
એક જ દિવસ તે વળી હોતો હશે પ્રેમનો?
જરૂરત આ દિ’ની છે હર દિન અમોને!
 

થોડા દિવસ પહેલાં અમે અહીં વિષય આપ્યો હતો- પ્રેમની કાવ્યાત્મક વ્યાખ્યા કરવાનો… જેમાં ભાગ લેનારા સર્વ મિત્રોનો ખુબ ખુબ આભાર… 

આવો, આપણે માણીએ પ્રેમની અલગ અલગ વ્યાખ્યાઓ…
(હજી પણ બીજા મિત્રોએ અહીં ભાગ લેવો હોય તો કોમેંટ-વિભાગમાં પોતાની રચના રજૂ કરી શકે છે.)

સર્જનક્રિયાની આગળની પોસ્ટ:  તમારા માટે ‘પ્રેમ એટલે’ શું?

* * * (વધુ…)

તમારા માટે ‘પ્રેમ એટલે’ શું? ફેબ્રુવારી 9, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
34 comments

મિત્રો, વેલેન્ટાઇન્સ ડે હવે થોડા જ દિવસમાં દેખા દેશે… અને ત્યારે સૂકાયેલા ઝાડ પર વસંતમાં જેમ કૂંપળો ફુટી નીકળે એમ ફુટી નીકળશે ચોતરફ બસ જ પ્રેમ જ પ્રેમ… કંઇ કેટલાયે રૂપોમાં… જ્યાં જ્યાં નજર આપણી ઠરે, ત્યાં ત્યાં બધું જ પ્રેમનાં લાલ રંગે રંગાઇ ગયું હશે… કેટલાંયે બિચારા દિલો તો પ્રદર્શનમાં પણ ટીંગાઇ જશે!!  પણ મને હંમેશા એમ લાગેલું કે વર્ષનો માત્ર આ એક જ દિવસ પ્રેમનો દિવસ કેમ?  અને પ્રેમનો તે વળી દિવસ નક્કી થતો હશે?  એ વાત કોઠે બહુ જચતી નહીં… એટલે મેં એ દિવસનો ઇતિહાસ પણ વાંચી નાંખેલો.   તોયે એમ તો થાય જ છે કે કાશ, આ વેલેન્ટાઇન્સ ડે રોજ નહીં (અતિ લોભ પણ સારો નહીં ને!) તો કમ સે કમ અઠવાડિયામાં બે-ત્રણ વાર… કે પછી એકાદ વાર તો જરૂર આવવો જોઇએ, બરાબરને?!!   ખેર, આપણે તો આપણા વિષયની વાત કરીએ…

tf-7915-389×199-599.gif  heartshaperose.gif  tf-7915-389×199-599_flip.gif

પ્રેમ એ એક અનુભૂતિ છે, અને એને કોઇ પણ વ્યાખ્યામાં બાંધવું શક્ય જ નથી… પ્રેમની અનુભૂતિ વર્ણવતા શબ્દો પણ અંતે તો સઘળાં મૌનમાં જ સમાઇ જાય છે.  મને લાગે છે કે આપણા કવિઓએ પણ પ્રેમનું વર્ણન કરતાં કરતાં ક્યારેક તો કલમને જરૂર મુકી દેવી પડી હશે!   અને તેમ છતાં, આજે આપણે પ્રેમની વ્યાખ્યા કરવાની ગુસ્તાખી કરીએ! 

આજે આપણે સૌ પ્રેમ વિશેની પોતપોતાની વ્યાખ્યાઓ અહીં રજૂ કરીશું… હા, કાવ્યાત્મક રીતે જ તો… પણ કોઇ પણ સ્ટાઇલમાં ચાલશે…  શર્ત માત્ર એટલી જ કે તમારી રચનામાં ‘પ્રેમ એટલે’ અથવા ‘પ્રેમ છે’ શબ્દ અવશ્ય આવવો જોઇએ!  મઝાની વાત તો એ છે પેલી ગાણિતીક વ્યાખ્યાઓની જેમ અહીં રજૂ થયેલી પ્રેમની કોઇ પણ વ્યાખ્યાઓ ખોટી નહીં પડે!!

પ્રેમની વ્યાખ્યા શ્રી મુકુલ ચોકસી શું કરે છે, તે આપણે જોઇએ…

પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો !

આ આખું ગીત વાંચો અને સાંભળો… ટહુકા પર…

તો વળી, પન્નાબેન નાયક તો પ્રેમ વિશે એકદમ ટૂંકમાં જ કહી દે છે કે…


મને શી ખબર
કે
પ્રેમ એટલે
આંખોથી એકમેકને પુછાયેલા
ખારા ખારા પ્રશ્નો !
 

(સાભાર… અમીઝરણું પરથી)

તમારા માટે પ્રેમ એટલે… ?  તમારો જવાબ તો તમારે જ આપવાનો છે…!!

તો મિત્રો, ચાલો… અહીં આપણે સૌ ભાગ લઇએ, લખીએ અને માણીએ પ્રેમની અલગ અલગ વ્યાખ્યાઓ!!  

* * *

રદીફ-કાફીયાને એક જ રાખી, ગઝલ લખીએ ‘પ્રકારે પ્રકારે’! ફેબ્રુવારી 2, 2007

Posted by સુરેશ in સર્જનક્રિયા.
10 comments

ગઝલમાં આ એક ખાસ રચના છે અને ગવાય ત્યારે તેની એક અનેરી ઝલક હોય છે. આમાં એક જ શબ્દ  રદીફ અને કાફીયામાં દોહરાવવામાં આવે છે.  શેરે શેરે આ શબ્દ જુદો હોય છે, પણ તેનો છેલ્લો અક્ષર એક સરખો હોય છે.

ગુજરાતના ગાલીબ ‘મરીઝ’ની બહુ જ જાણીતી રચનાના બે શેર જોઇએ:-

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોંઘમ ઇશારે ઇશારે,
ગમે ત્યાં હું ડુબું , ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા  કિનારે કિનારે.


જીવન કે મરણ હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન તો ગયું છે, સહારે સહારે.

હવે આપણે પણ આ પ્રકારથી ગઝલ લખવા પ્રયાસ કરીશું.  જો બીજા કોઇ જાણીતા શાયરની રચના આ પ્રકારની મળી આવે તો તે પણ અહીં રજુ કરી શકાશે.

ચાલો ગઝલ લખીએ આ જ પ્રકારે પ્રકારે !!!! 

* * *