jump to navigation

મા મે 11, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

રવિવારે મધર્સ ડે છે… બધાને એડવાન્સમાં ‘હેપી મધર્સ ડે!’

આ દિવસ આપણે આખું અઠવાડિયું જ મનાવીએ તો? તો ચાલો તૈયાર થઇ જાવ પોતપોતાની મમ્મીને માટે કવિતા લખવા…  ‘મા’ – આ એક જ શબ્દ જો આપણે હૃદયથી ઉચ્ચારીયે તો એક પ્રકારની ઠંડક મહેસૂસ થાય છે, ક્ષણભર માટે જાણે આપણી સમગ્ર પીડા હરી લે છે એ ‘મા’… આપણે ગમે તેટલા મોટા અને મહાન થઇ જઇએ, માથી આગળ તો કોઇ જઇ શકતું નથી… રાજા ય નહીં અને રંક પણ નહીં… પછી ભલે એ ‘મા’ કોઇ રાજરાણી હોય કે પછી કોઇ ઝૂંપડીમાં રહેનારી એક અભણ અને ગરીબ હોય… અને એક નાના બાળક માટે તો મા એટલે એની આખી દુનિયા… ‘મા વિના સૂનો સંસાર (હા, જેમ ખાંડ વિના મોળો કંસાર)’!  મા એ દેવકીની જેમ જનની પણ હોય શકે, અને મા એ યશોદા પણ હોય શકે… અને વળી, ‘મા’ ને ક્યાં જાત-પાત હોય છે?!! એ તો બસ, માત્ર ‘મા’ જ છે!!  જેને માટે ખુદ શ્રી ગણેશજી પણ પોતાનું માથું ધરી દે છે….!

આજે આપણે મા-માવડી-મમ્મી-જનની-જનેતા-બા વિશે કંઇક લખીએ… માતા-પુત્ર કે માતા-પુત્રી વિશે.. અથવા તમારી ‘મા’ તરીકેની આસ્થા જે કોઇ વ્યક્તિમાં પણ હોય એના વિશે પણ તમે લખી શકો છો… તમારી ‘મા’ની અનુભૂતીને વાચા આપતી કોઇ પણ વાત આપ અહીં કાવ્યમાં રજૂ કરી શકો છો…

મને તો મા કે મમ્મી શબ્દ આવે એટલે પહેલું ગીત આ જ યાદ આવે… મને ખાતરી છે તમને પણ મોટેભાગે તો આ જ ગીત યાદ આવતું હશે…k-yasoda.jpg

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે…  
જનની રે જોડ સખી, નહીં જડે રે લોલ…

થોડા વખત પહેલાં જયશ્રીએ ‘ટહુકા’ પર કવિશ્રી ઈન્દુલાલ ગાંધીનાં બે કાવ્યો રજૂ કર્યા હતા, જે મને ખૂબ જ ગમ્યાં હતાં…

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.

આખું ગીત અહીં વાંચો અને સાંભળો…  આંધળી માનો કાગળ

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

આખું ગીત અહીં વાંચો અને સાંભળો…  દેખતા દીકરાનો જવાબ

 બીજી ‘મા’ વિશેની કોઇ પણ રચના હોય તો આપ અહીં મુકી શકો છો…

તો ચાલો, આપણી મમ્મીને આ વખતે મધર્સ ડે ગીફ્ટ આપવા આપણે બધા એક-એક કવિતા જ લખી નાંખીએ…  આનાથી સુંદર ગીફ્ટ વળી બીજી કઇ હોય શકે?  ખરુને મિત્રો?! 🙂

* * *

Advertisements

Comments»

1. સુરેશ - મે 12, 2007

મેલ સૌના કાપતી, નીર નિર્મળ રાખતી,
સરિતા આ કલકલતી, માતા ગણાતી થઇ.

આખી કવીતા વાંચો –
http://kaavyasoor.wordpress.com/2006/07/04/sau_maat/

2. સુરેશ જાની - મે 13, 2007

આરતી ઉતારો આજ દીવડા પ્રગટાવો આજ,
આજ મારે આંગણે પધારશે મા અંબાજી.
———
માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો.
– અવીનાશ વ્યાસ
———-
મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે
– વલ્લભ ભગત

3. amitpisavadiya - મે 13, 2007

મા તે મા બીજા વગડાના વા…

અહીં તો બધા દિવસ મર્ધસ ડે …

4. સુરેશ જાની - મે 13, 2007

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ.
– ઝવેરચંદ મેઘાણી
——
માતાજીના ઉંચા મંદીર ઉંચી મેડીઓ
ઝરુખે દીવા બળે રે લોલ !
– અજ્ઞાત
——————–
જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શુર
નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નુર.
– લોકસાહીત્ય

5. સુરેશ જાની - મે 13, 2007

મારા ઉરે કોઇ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવાં નવાં.
તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું,ને મને
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું,
રહે અધૂરાં અવ ગાન મારાં
ફરીફરી જન્મ લઇ કરું પૂરાં.
– હરિશ્ચન્દ્ર ભટ્ટ

6. pravinash1 - મે 14, 2007

મા
નજર્યું ઠરે જ્યાં મારી
ઝાંખી માવલડી તારી
આ જિંદગી છે સારી
કૃપા માવલડી તારી

ખોળો મેં તારો ખુંદ્યો
જિવને પ્યાર માણ્યો
તારી યાદ છે સુહાની
માવલડી તું મઝાની

સ્વાર્થ તુને ના લગીરે
પરમાર્થની તું છબી રે
બસ હાથ તારો થામ્યો
જિવનને રાહ લાધ્યો

શ્રદ્ધા છે તુજમાં દિલથી
ડોલે કદી ના મુશ્કિલોથી
દિનરાત તારું સુમિરન
માવલડી તું ભગવન

7. Mohammedali'wafa' - મે 15, 2007

માંની ગોદમાં_મોહમંદાલી,વફા’
મમતા બધી લહેરાય છે જુઓ માંની ગોદમાં.
સ્વર્ગ પણ મ્હેકાય છે જુઓ માંની ગોદમાં

કરામત બધી સર્જાય છે જુઓ માંની ગોદમાં
પયંબરો બધા અંકાય છે જુઓ માંની ગોદમાં

ગાંડો હથીલો બાળ ને હમેશા અસ્તવ્યસ્ત
કેવો જઈ એ લપાય છે જુઓ માંની ગોદમાં

સંતો વલીને ભકતજન બન્યા એની હુંફથી
દાતાને શૂર પોંખાય છે જુઓ માંની ગોદમાં

કોણ અહીં અર્પી શકે નિર્મળતા એનાં પ્રેમની
સ્નેહ કળી ગુંથાય છે જુઓ માંની ગોદમાં

આંસુઓ નાં ફૂલ લઈને ફાતિહા હું પઢું
મારા ગુના ધોવાય છે જુઓ માંની ગોદમાં

કદમો તળે મા’ના જન્નત છૂપાઈ છે.વફા’
જિંદગી સહુ સચવાયછે જુઓ માંની ગોદમાં
_મોહમંદઅલી’વફા’

8. Harnish Jani - મે 15, 2007

Mari Ma Mane Aavta Janme Male To Bhagvan Paase Mox PaN n Magu.

9. પિતા, પપ્પા, જનક, તાત, બાપુ, … બાપ રે!!! « સહિયારું સર્જન - પદ્ય - June 16, 2007

[…] આગળથી જ પિતૃદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ!  માતૃદિન વખતે આપણે આપણી મમ્મીને યાદ કર…, તો પછી પિતૃદિન પર પિતાને ભૂલી જઇએ તો […]

10. AC.navin dedhia Gadhsisawala - February 25, 2008

Good Maza Avi Ma Ma Ma Kutchi Ma Bai Atale Ma

11. gujaratikavita - June 3, 2008

khub saras

12. NIKUNJ KANSARA - April 13, 2010

santan mate ni anokhi dhaal te maa.maani hayati maa samaj na pade te dhaal hati.parantu kachi umare te santane suna muki avsan pame.tyare j santan ne khabar pade ke maa etle suraksha ni dhaal..

JAWAN SANTANO NE VINANTI! PATNI ETLE NASHO MAA ETLE MAMATA.

PATNI E PAYELO SHARAB GANDHAY NAHI MAA NI MAMTA LAJVAY NAHI


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: