jump to navigation

દીકરી જૂન 1, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

આજે કાવ્યસર્જન માટે કયો વિષય મુકવો એ મને સવારથી સુઝતું જ ન્હોતું… એટલામાં એક ઈમેલનાં જવાબમાં જુગલકાકાની એક સ્નેહભરી ઈમેલ મારી મદદે આવી પહોંચી… જુગલકાકાની આ પ્રેમાળ પંક્તિ મારા હૃદયને ખૂબ જ સ્પર્શી ગઈ…  (આભાર જુકાકા!)  

દીકરીની લાગણી જરી ના ચોળાય–
દીકરી તો આંખની પાંપણ કહેવાય !!

અને પછી મને થયું કે વાહ, આ તો મને કેવો સરસ વિષય મળી ગયો આજના કવિતાસર્જન માટેનો…!!  આપણે ત્યાં દીકરીને તો કાયમ પારકી થાપણ જ માનવામાં આવી છે… છતાં મારી નિજ અનૂભુતિથી કહું તો દીકરી (જેને હોય એને માટે) જેટલું પોતાનું અને અંગત (ખાસ કરીને પિતા માટે તો) કદાચ બીજું કોઇ નહીં હોય… દીકરો પણ નહીં!!

ચાલો, આપણે સૌ પણ જુગલકાકાની જેમ દીકરી વિશે કાવ્યાત્મક અનૂભુતિઓ લખીએ… 

girl_in_park.jpg

હા, એ પહેલાં થોડી દીકરી વિશેની રચનાઓ જોઈએ… અને તમને બીજી બીજા કવિઓની દીકરી વિશેની રચનાઓની જાણ હોય તો અહીં જણાવી શકો છો!

પૂજ્ય સંત શ્રી મોરારીબાપુ કહે છે કે દીકરી દેવો ભવ! (રીડગુજરાતી પર આ લેખ ખાસ વાંચવા જેવો છે!) 

કવિ મકરંદ દવે કહે છે કે…

વિધાતાએ દીકરી ઘડીને, ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ!

કવિ ઉદયન ઠક્કર દીકરી વિશેની એમની ત્રિપદીની એક રચનામાં આમ કહે છે…

દીકરીએ  પ્હેરતાં  પ્હેરી  લીધાં
મારાં ચંપલ, માપ ખોટું નીકળ્યું
એનું પગલું, સ્હેજ મોટું નીકળ્યું
 

આપણા નીલમબેન દોશીએ તો દીકરી વિશેની એમની અનૂભુતિમાંથી આખું ભાવવિશ્વ રચી નાંખ્યું!!  તમે જો વાંચ્યુ ના હોય તો જરૂર વાંચજો… અને એમનાં ભાવવિશ્વની દરેક ગલીમાંથી પસાર થતાં જો તમે ભીંજાયા વિનાના રહો તો જ નવાઈ લાગશે!! 

અને ‘દીકરી વ્હાલનો દરિયો’ પુસ્તક તો ખાસ વાંચવા જેવું છે! 

તો ચાલો મિત્રો… લખવા માંડીએ આપણે દીકરી વિશે…!! 

હું ચાલું કરું??   દીકરી એટલે દીકરી એટલે… બસ દીકરી !!!  🙂
(હા, હું પણ તમારી સાથે જ છું… એટલે આનાથી વધુ પ્રયત્ન જરૂર કરીશ!)

* * *

ટિપ્પણીઓ»

1. પંચમ શુક્લ - જૂન 2, 2007

સવારની તાજપ જો દીકરો,
દીકરી સાંજની કુમાશ.

દિવસ રાતનાં બન્ને છેડા,
બંન્નેનો સરખો સમાસ.

2. Chirag Patel - જૂન 2, 2007

ક્યાં છે તું ઓ સ્વરાંજલિ? આભાસી બની ગઇ કેમ તું?
થોડા સમયમાં નવી ખુશી આપી, રૂઠી ગઇ કેમ તું?

ઘણાં કષ્ટો વેઠી તને પામ્યાંનો હરખ માતો ન્હોતો ‘ને,
ઝાકળવત સુવાસ પ્રગટાવી અનંતમાં સમાઇ ગઇ જોને.

ચિરાગે પ્રગટાવી પારૂલની પ્રતિકૃતિ સમ અંતરથી ખરી,
વૃન્દનાં સોનેરી સ્વપ્નોની મૂર્તિ, અલબેલી નાની-શી પરી.

માંગી હતી તને જગત્જનની પાસેથી કાલાંવાલાં કરી,
એનો જ અંશ સમ ભાસતી, સમાણી તું એમાં જ ફરી.

નાની હતી મારી અપેક્ષા એક, પામું કન્યાદાનનું પુણ્ય,
મારા અસ્તિત્વના અંશ દ્વારા, નહિ પામું કદીયે એ પુણ્ય.

જન્મ-મૃત્યુ, એ બે સનાતન સત્ય છે પૂરા આ જગમાં,
કેમ મને હરપળ એ સત્યની ઝાંખી કરાવી જીવનમાં.

દરેક આઘાત સહેવાની શક્તિ આપી, આંચકા શાને આપ્યા?
એણે ગણ્યું જે પ્યારું મેં માન્યું પ્યારું, મારી તને આ અંજલિ.

3. Dinesh O. Shah, Ph.D. - જૂન 2, 2007

Dear Urmi,

I hope you and other readers would enjoy my poem written to my daugher many years ago. It still carries all the emotions and love,

Dinesh O. Shah

મારી દિકરીને ખુબ પ્રેમ સહિત..

અમાસની અંધારી રાતે ઝબક્યાં દિપ દિવાળી
આવી મારી હસતી રમતી ગાતી દિકરી શાણી…મારી

નિમઁળ નયનો હસતાં ગાલે લાગે ભોળીભાલી
ચાલે જાણે કુમકુમ પગલે પ્રભાતની પનીહારી…મારી

રંગ રંગનો ભેદ એ જાણે વાંચનની ખુબ પ્યાસી
કામ તણો એને થાક ન લાગે સદગુણની એ રાણી…મારી

ભાઇ બેનને પ્રેમથી રાખે સાહેલીઓની સાથી
શાળાની આતુરતા એને ગુરુજને ખુબ વખાણી….મારી

પતંગિયા સમ ઉડતી ફરતી રસોઇમાં પાવરધી
મહેમાનોની સારભારમાં થાતી અડધી અડધી….મારી

ભરત નાટ્યમ ભાવે કરતી વીજળી ઝડપે તરતી
દુધમાં જાણે સાકર ભળતી કોઇથી ના એ અજાણી….મારી

પપ્પા મમ્મી પ્રેમથી વદતાં તું વૈષ્ણવજનની વાણી
આનંદે તું ભણજે ગણજે અમ જીવનની તું જ કમાણી….મારી

દિનેશ ઓ. શાહ, ગેઇન્સવિલ, ફ્લોરિસડા, યુ.એસ.એ.

(નોંધ: મારી દીકરીનો જન્મ દિવાળીના દીવસે થયો હોવાથી
ગીતની શરુઆત અમાસની રાત અને દિપ દિવાળીથી કરી છે.)

4. Kaumudi Pandya - જૂન 2, 2007

મકરઁદભાઇ દવેની સરસ કવિતા છે જેટલી કડી યાદ છે એટલી લખુ છુ

(રાગ – મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ..)-

દિકરીના જન્મની વધામણી

પ્રભુએ બન્ધાવ્યુ મારુ પારણુ રે લોલ
પારણામા ઝુલે ઝીણી જ્યોત રે
અદકા અજવાળા એની આખમા રે લોલ

નભથી પધારી મારી તારલી રે લોલ
અંગે અંગે તે ઓતપ્રોત રે
અદકા અજવાળા એની આખમા રે લોલ

બાપુની ઢાલ બને દિકરો રે લોલ્
કન્યા તો તેજ્ની કટાર રે
અદકા અજવાળા એની આખમા રે લોલ

ગૌરીના ગીતની એ ગુલછડી રે લોલ
દુર્ગાના કન્ઠ્નો હુંકાર રે
અદકા અજવાળા એની આખમા રે લોલ

5. Saryu Parikh - જૂન 2, 2007

દીકરી
મા દીકરીના મનના એવા પાકા તાણાંવાણાં
મૃગનયની આંખોમા જેવા શાંત સૂતેલા શમણાં

દીકરીના સૌ ભાવ નવેલા માને આવી પંહોચે
દીકરીને દિલ આંસુ ઝરતા માને જઈ ભીંજાવે

જીવન નૈયા દીકરી કેરી જાય અહીંતહીં ભટકી
તો સાથે સાથે મા તણાયે કાંઠે ઉભી ઉભી

જ્યારે દીકરી હૈયુ ઝુમે આનંદ હેલી નાચે
તો માનુ યે મન ઘેલું ઘેલું વિના કારણે નાચે

દીકરો માનો દીકરો રહેશે કદાચ જીવન વાટે
દીકરી સોટચ માની રહેશે ‘સરયૂ’જીવતર સાટે

6. chetu - જૂન 3, 2007

જેમ માં વિના સુનો સંસાર ,એમ દિકરી વિના પણ સુનો સંસાર્…!

7. સુરેશ જાની - જૂન 3, 2007

( ઉંઝા જોડણીમાં )
નહીં દઉં તને મારી ઝાંસી ઓ ગોરા!
ચડી અશ્વ લક્ષ્મી લડી એ ય દીકરી.
બધીર, બાળપણથી, અને મુક અંધ,
એ હેલન વીદેશી, વીદુશી એ દીકરી.
હતી ગારગી એક વેદાંત જ્ઞાની,
સભાઓ ગજવતી, વળી એ ય દીકરી.
કરુણાની મુર્તી, ઘવાયાની શાતા,
ફ્લોરેન્સ બુલબુલ, અહો એ ય દીકરી.
ત્યજી કેવી ભારે વીવશતા અરેરે!
શ્વસુરગૃહ સડી જીંદગી, એ ય દીકરી.
કળી કુમળી, પીંખી, મસળી હવસમાં
સરે આમ કોઠે, અરેરે એ દીકરી.
ભણેલી છતાંયે અભણ શાણપણમાં,
જલાવ્યું સ્વ-ઘરને અરે! એ ય દીકરી.
કરે કુથલી, કેવી સખીઓની સંગે,
અદેખાઇમાં જે જલી એ ય દીકરી.
બની માત જેણે જીવનને દીપાવ્યું,
ગુણોથી ભરેલી હતી એ ય દીકરી.

8. Shirish M Kamdar - જૂન 4, 2007

Dear Dineshbhai,

It was indeed a pleasure to read your poem on your daughter.

I had written few lines when I had my first grand daughter……..will send the same to you shortly.

regards

Shirish Kamdar

9. એ ય દીકરી - સુરેશ જાની « કાવ્ય સુર - જૂન 4, 2007

[…] – જુન, 2007ના રોજ ‘સર્જન સહીયારું ‘ પર પહેલી વાર […]

10. પ્રતીક નાયક - જૂન 4, 2007

દીકરી જે અંધારા મા પ્રકાશ બની ને જીવન પ્રગટાવે…

11. pravinash1 - જૂન 11, 2007

મમ્મીને દિકરી મમ્મીને દિકરી
એક મગની બે ફાડો જી
માને દિકરી પ્રભુએ રચીને
ધરતી પર સ્વર્ગ ઉતાર્યું જી

12. mehul - જૂન 15, 2007

દીકરી વ્હાલનો દરિયો,
દીકરી જીવનો ટેકો,
એટ્લે ઘેર જવાનો સૌથી ટૂંકો રસ્તો !

MUKUL BHAI…NI AA RACHNA KHARE KHAR VAANCHVA JEVI CHHE ANE SAAMBHALVA JEVI CHHE !

13. mehul - જૂન 15, 2007

દીકરી વ્હાલનો દરિયો,
દીકરી જીવનો ટેકો,
દીકરી એટ્લે ઘેર જવાનો સૌથી ટૂંકો રસ્તો !

MUKUL BHAI…NI AA RACHNA KHARE KHAR VAANCHVA JEVI CHHE ANE SAAMBHALVA JEVI CHHE !

14. પિતા « સહિયારું સર્જન - પદ્ય - જૂન 15, 2007

[…] સાંભળવો એ પણ લ્હાવો છે!)  એમ તો આપણે દીકરી વિષય પર આગળ પિતા-પુત્રીના પ્રેમની વાત […]

15. sonal.khushi - ઓક્ટોબર 16, 2008

bahuj sundar….

dikri vishe vadhu mara blog ma vaanchva krupa karsho…

16. shirish M Kamdar - માર્ચ 24, 2009

My cousin Kashyap and his wife Kruti wrote the following lines for their first child – daughter Kashti……… I had exchanged mail with Urmiben and she sugegsted to post the same here. Dikri vahal no dariyo book na ek Lekhak late Shri Kapadia (my brother in law) & me have discussed the book many times.

Dikri vagar na Ma Bap aanath kehavay! Ketu sundar satya!

જય શ્રી કૃષ્ણ!!

ગઈકાલે મે કશ્તી માટે એક કવિતા લખી છે. એ અહિંયા રજુ કરું છું ,,,

તું વ્હાલનો વેલો છે મારી લાડલી
તું સ્નેહની શરણાઈ છે મારી લાડલી

તારી આંખો માં કુતૂહલતા એવી અનોખી,
કે એ આંખોનૂં અંજન મારે થવું મારી લાડલી

તારા ગાલો છે ગુલાબ જેવા ગલગોટા ને ગમતીલા,
કે ફરી ફરીને હું તો ચૂમી વળું મારી લાડલી

તારા સ્મિત મા રેલાય છે સંગીત એવું સુરીલૂં,
કે એ મલકાટમાં હું તો ખોવણી મારી લાડલી

સર્જનહારની શિલ્પકારીની તું છે સર્વોત્તમ કૃતિ,
વરસોથી જે ખેલી, અમારું જીવન – અમારી કશ્તી, મારી લાડલી
… શબ્દરચના…કૃતિ કશ્યપ શાહ

17. Indu SHAH - ઓગસ્ટ 10, 2010

ઊર્મિબહેન
મેં પુત્રી રત્ન કાવ્ય લખેલ છે થોડિ પંક્તિ રજુ કરુછું.
બન્ને પોતાના સંસારમા વ્યસ્ત છે.
we are blessed with 4 grand kids.
છેડાછેડીની ગાંથ પ્રેમ રસ ઝરતી
ગાંઠ બંધાણી અગ્નિની સાક્ષીએ
છોડાણી સાસરિયે ગણેષ સ્થાપને
પ્રેમ રસ વેહતો થયો
આખી કવિતા વાંચવા you may visit my blog
www. indirashah.gujaratisahityasarita.org


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: