jump to navigation

‘ગઝલ’ વિશે ગઝલ લખીએ… March 26, 2008

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

મિત્રો, આજે આપણે ‘ગઝલ’ વિશેની ગઝલોની વાતો કરીએ… અને ‘ગઝલ’ વિષય પર ગઝલ લખવાની કોશિશ પણ કરીએ.

ગઝલ વિશેની ગઝલની વાત કરીએ એટલે સૌપ્રથમ તો આદિલભાઈની આ ગઝલ તરત જ આપણા દિલોદિમાગ પર સવાર થઈ જાય છે…

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

આખી ગઝલ અહીં વાંચો…

જેને ગીતો લખવા વધુ પસંદ છે એવા મુકેશ જોષી પણ ગઝલ વિશે લખે છે કે…

આ બધાયે લોક માટે ગીત હું લખતો રહ્યો
ફક્ત એના કાન માંહે સૂરવા આપી ગઝલ

આખી ગઝલ અહીં વાંચો… 

ગઝલ વિશેનો અંકિત ત્રિવેદીનો પણ એક શેર છે, કે…

આ ગઝલ છે, એની રીતે બોલશે,
કોઈ સાધો, કોઈ આરાધો નહીં.
મિત્ર વિવેકની ગઝલ વિશેની ગઝલ જોઈએ…

મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

આખી ગઝલ અહીં વાંચો…

અને ગઝલ વિશેની ગઝલ લખવાની મારી પણ એક કોશિશ… એક કવિમિત્રએ મને કહ્યું હતું કે ગઝલ વિશેની ગઝલ લખવી એ ખૂબ જ અઘરી બાબત છે… અને એટલી બધી સફળ તો નહીંૢ છતાંયે મેં પણ કોશિશ તો કરી જ છે… ‘ગઝલ’ વિશેની ગઝલ લખવાની !! 

આ ફરી શું યાદ આવ્યું કે ફરી ફૂટી ગઝલ?
કે પછી કુંપળ વિરહની થઈ ફરી મ્હોરી ગઝલ?!

આખી ગઝલ અહીં વાંચો…

મિત્રો, ‘ગઝલ’ વિશેની ગઝલ છે એટલે છંદમાં હોય તો વધુ સારું… એમ પણ જે છંદમાં હોય એને જ તો ગઝલ કહેવાય ને…! નહીંતર તો એને માત્ર કવિતા જ કહેવાય…!  જો તમને છંદ ન આવડતો હોય તો વાંધો નહીં પરંતુ કમ સે કમ કાફિયા અને રદીફ જાળવી રાખવા વિનંતી… બની શકે તો ‘ગઝલ’ રદીફ રાખી, તમે કોઈ પણ કાફિયાની ગઝલ લખી શકો છો.

તો ચાલો મિત્રો…. તૈયાર છો ને, ગઝલ લખવા માટે ??

Advertisements

Comments»

1. jayeshupadhyaya - March 27, 2008

તું કહે લખ અને હું લખુ ગઝલ
તું જીવન મારું તો આયખું ગઝલ
ગીત તારું નામ અમથું જ નથી
તારીજ ઝંખના અને ઝંખુ ગઝલ
પહેલ પાસા ચળકાટ જોઇ લઉં
છણાવટ કરું પછી પારખુ ગઝલ
ભરતની ગાદીએ એ શોભી ઉઠશે
રામનામનું છે જે પગરખુ ગઝલ
શબ્દોના બધાજ પ્રહરો એ ખમે છે
કવચ ગઝલ ને અંગરખુ ગઝલ

2. ishqpalanpuri - March 27, 2008

ફીણ,રૂ,અને રેશમની આંટીથી યે સુવાળી ગઝલ.
ચાંદ , ચાદની અને ફૂલથી યે રુપાળી ગઝલ.
વાંચો તો દિલમાં વેદના ઉઝરડા કરી જાય,
જીંદગી ભર કણસ્યા કરે એવી કાંટાળી ગઝલ.
કદીક ગઝલ વૃક્ષ નીચેનો વિસામાનો ઓટલો,
ક્યારેક બે ખેતર વચ્ચેની પાળી ગઝલ.
ભટક્યો છું આમ તો હુ ઘણો ગઝલની શોધમાં,
મોસમી સાંજે એની આંખોમાં મે ભાળી ગઝલ.
એકાંતમાં સંભારણુ બની અચાનક સાંભરી આવે,
જાણે રસ્તામાં આપેલ કોઇકે હાથતાળી ગઝલ.
પાનખર,રણ,ધૂળ’ને ઝાંઝવા બધુય આવે,
છતાંય ધરાથી યે વધુ હરીયાળી ગઝલ.
ઘણાયે ગઝલને સુરા ગણી પી જાય છે,
અમે તો જામમાં બરફની જેમ ઘોળી ગઝલ.
ક્યાંય કશુ વધારાનુ આલેખ્યુ છે અમે,
‘ઈશ્ક’અમેતો ગઝલ વિશે સાંભળી ગઝલ.
‘ઇશ્ક’પાલનપુરી http://www.ishqpalanpuri.wordpress.com

3. pravinash1 - April 2, 2008

આજે કલ્પનાની પાંખે ચડી ઉડી ગઝલ
કોને ખબર ક્યાં જઈ વિરમે આજે ગઝલ

કહેવાદો દોસ્તો આજે શબ્દો બને ગઝલ
નહી તો મનહી મનમાં ઘુમરાશે ગઝલ

4. હેમંત પુણેકર - April 3, 2008

ગઝલ વિશે ગઝલ તો નહીં પણ એક શેરઃ

મનપર્ણ પર કોઈક લય ઝાકળ બની ઠરતી રહી
એમાં ખર્યો હું શબ્દ થઈ, ને આ ગઝલ બનતી રહી

5. હેમંત પુણેકર - April 4, 2008

I thougt of three ways to “work around” this gender problem of word “lay”:

મનપર્ણ પર કોઈક ધૂન ઝાકળ બની ઠરતી રહી
એમાં ભળ્યો હું શબ્દ થઈ, ને આ ગઝલ બનતી રહી

મનપર્ણ પર કોઈ લય, ઝાકળ બની ઠરે છે
એમાં ભળે છે શબ્દો, ત્યારે ગઝલ બને છે

મનપર્ણ પર ઠરેલા ઝાકળ શા એક લયમાં
હું ભેળવું છું શબ્દો, ત્યારે ગઝલ બને છે

6. Pinki - April 8, 2008

મનપર્ણ પર કોઈક લય ઝાકળ બની ઠરતી રહી
એમાં ખર્યો હું શબ્દ થઈ, ને આ ગઝલ બનતી રહી

hemantbhai,
first one is very nice …….’kharyo’

chhand …?? don’t know …..

7. Ramesh Patel - April 8, 2008

વરસી રહી ગગનથી ચાંદનીને સાગર છલકી રહ્યો
ચાહ દિલમાં ગૂંજી રહીને ગઝલ હોઠે ઝૂમી રહી.
રમેશ પટેલ(આકાશદીપ)

8. જુગલકીશોર - April 17, 2008

ગઝલ

સાંભળું તો કંઈક સંભળાવે ગઝલ,
સમજવા ધારું,તો સમજાવે ગઝલ.

શબ્દની છલના-લીલા શી આ બધી
અર્થને જ્યાં શોધું, ટટળાવે ગઝલ!

શબ્દના ઘોંઘાટ વચ્ચે આટલા
કાન પાસે હોઠ ફફડાવે ગઝલ.

શબ્દના રસથાળ વણબોટ્યા રહ્યા,
સ્વાદની કૈં યાદ મમળાવે ગઝલ.

સાત સાગર ઉછળે અંદર બધા,
અંજલીમાં ઓઘ છલકાવે ગઝલ.

આભથી દરીયાની વરસે વેદના,
આંખથી બે, શબ્દ ટપકાવે ગઝલ.

ક્યાંકથી સંતાપની સાપણ ડસે-
અંગ અંગે દાહ પ્રસરાવે ગઝલ.

સોગઠાંને ગોઠવ્યાં ચોપાટ પર
ચાલ ચાલે એવી, અકળાવે ગઝલ.

શબ્દનો ધ્વજ આભ ફરકાવે ગઝલ,
અર્થને પાતાળ સરકાવે ગઝલ !

( શાણી વાણીનો શબ્દ પરથી )

–==000==–

9. Ramesh Patel - April 18, 2008

ઘોર રજનીએ છે સ્વપ્નલોકની સવારી
કોણ હોઠ હલાવે ઉંઘમાં ગઝલ ગાતાં?
રમેશ પટેલ(આકાશદીપ)

10. Ramesh Patel - April 18, 2008

ભોળાં પારેવડાં પાંખોએ ના ઝીલો વરસાદ
દિલડું આશીક થઈ દે ગઝલના સાદ
રમેશ પટેલ(આકાશદીપ)

11. chandra Patel - April 19, 2008

વહે સદા નીજ મસ્તીમાં ઝરણાંને ગઝલ
ભીગોળ્યાકરે અંતરાળ ગૂંજનથી મઢી.

દિલ જો ઝીલે ભાવતો ગાઓ ગઝલ
ફુલોની ભાષા સમજે મન તો ગાઓ ગઝલ
આંખથી આંખ લડાવી જાણો તો ગાઓ ગઝલ
વિરહ મિલનના તાપણે તપો તો ગાઓ ગઝલ
હોઠના કામણ કોતરાયે ઉરે તો ગાઓ ગઝલ

રમેશ પટેલ(આકાશદીપ)

12. jjugalkishor - April 24, 2008

એક સ્નેહીની ટકોરને આધારે પ્રથમ શેરની બીજી પંક્તીમાં એક ફેરફાર આ મુજબ છે :
સાંભળું તો કંઈક સંભળાવે ગઝલ,
સાનમાં એ કૈંક સમજાવે ગઝલ “

13. jyotirdhar k. oza - April 30, 2008

જઈ ચમનમાં એક’દી ચૂંટી ગઝલ
વેદનાની લઈ ખરલ ઘૂંટી ગઝલ.

ને નશો એવો થયો કે શું કહું ?
કે સુરાલયમા બધે ખૂટી ગઝલ.

રૂપની લોભામણી ગલીઓ મહીં
જે લુટાયા એમણે લુંટી ગઝલ.

કાચની બોતલ સરીખી સાચવો
જામ ગળશે જો કદી તૂટી ગઝલ

આંખ દાબી આંસુઓને રોકતાં
લો હ્ર્દયમાંથી હવે ફૂટી ગઝલ

જીવવાનુ કોઈ કારણ ક્યાં રહ્યું
શ્વાસ છૂટ્યા કેમકે છૂટી ગઝલ.

14. Ramesh Patel - મે 5, 2008

પુષ્પના ઝૂલેથી કોયલનો ટહૂંકો લાગે ગઝલ
ગઝલ લઈ ઝૂમે વસંતને, ક્યાં સંતાયા સાજન?
રમેશ પટેલ(આકાશદીપ)

15. Ramesh Patel - મે 7, 2008

ફાગના ફોરમે પાલવડે ,વસંત શણગારે રુડી ગઝલ
પુષ્પના ઝૂલેથી કોયલનો ટહૂંકો લાગે મીઠી ગઝલ

Ramesh Patel(Aakashdip)

16. TAHA MANSURI - June 30, 2008

ચાંદની રાતે દેખાય ગઝલ,
પડઘા બની પડઘાય ગઝલ.

અંધારી રાતે જયારે કશું જ ન જોવાતુ,
ત્યારે પણ ચમકતી દેખાય ગઝલ.

તમામ મેહફિલ શુન્યાકાર થઈ જતી,
એકલી અટુલી સંભલાય ગઝલ.

17. Mansuri Mo. Taha - July 1, 2008

ચાંદની રાતે દેખાય ગઝલ,
પડઘા બની પડઘાય ગઝલ.

અંધારી રાતે જયારે કશું જ ન જોવાતું,
ત્યારે પણ ચમકતી દેખાય ગઝલ.

તમામ મેહફિલ શુન્યાકાર થઈ જતી,
એકલી અટુલી સંભળાય ગઝલ.

તમે મયખાના ને દોષ ક્યાં દો છો,
જ્યાં મેહફિલ જામે ત્યાં પીવાય ગઝલ.

તે બેફામ હોય મરીઝ હોય કે હોય જલન,
તમામ નાં દિલ માં કેવી પેસી જાય ગઝલ.

જમાના ને જુઓ આધુનિકતા નો રંગ લાગ્યો છે,
આદિલ ની સાથે આધુનિક બની બદલાય ગઝલ.

“તાહા” તમે પણ એકાદ ગાઈ સંભળાવો,
કોણ કહે છે તમને કે ન ગવાય ગઝલ.

તેને લખવી કાંઈ બચ્ચાંનાં ખેલ નથી “તાહા”,
દિલ માં દર્દ હોય ત્યારે જ લખાય ગઝલ.

– “તાહા” મન્સુરી

18. Pravin Shah - July 2, 2008

ભલેને વહેતી રહે કાગળ પર ગઝલ
રાજ કરશે લોકોના દિલ પર ગઝલ!

19. manish shah - July 16, 2008

gazal mane gami ne puzle bani gayo…………….

20. Manish MISTRY - July 24, 2008

ગઝલ આ નથી કોઇ ઝિક્ર-એ-તઝુર્બા,
રમત શબ્દ સાથે કરું છું અમસ્તું!

21. Sridhar Kondoji - July 25, 2008

hi sarjan,
Please submit your gujarati blog to http://www.enewss.com/alpha/

We are a blog aggregator service provider and would appreciate if you can signup and submit your blog to Guajart category. Also, please let your other guajarti bloggers too.
Thanks
sri

22. પ્રવિણ શાહ - August 2, 2008

હવે નવી કસરત ક્યારે આપો છો ?

http://www.aasvad.wordpress.com

23. Ramesh Patel - August 22, 2008

can we enjoy this?
ધન્ય અભિનવ

વતનની શાન ત્રિરંગો રાષ્ટ્ર ધુને આકાશે ફરફરે

ઓલમ્પિકના સુવર્ણ ઈલકાબે ધન્ય અભિનવ મલકી ઊઠે

એક સુરજ ઝળહળે ને આભલું ઝગમગી ઊઠે

એક લાડલા અભિનવના કીર્તિમાને ભારત મલકી ઊઠે

એક ચંદ્રની રોશનીથી સાત સમંદર હેલે ચઢે

એક અભિનવના નિશાને લક્ષ કોટિ દિલ મલકી ઊઠે

એક કોહીનૂર રત્ન ભંડારે પહાડ નૂરનો દીસે

એક અભિનવ દેશનો શીર મુગટ થઈ મલકી ઊઠે

એક ગુલાબનું ફૂલ રાજ રાજેશ્વર સમ ખીલે

એક અભિનવ ના પુરુષાર્થે ભારત વર્ષ મ્હેંકી ઊઠે

રમેશ પટેલ(આકાશદીપ)

24. Nautam Rajpara - September 19, 2008

mara harsha no paar nathi ke mane aaje gujarati vanchava ni ketaki mazaa avechhe.

25. Ramesh Patel - September 28, 2008

Welcoming a new year by good Thoughts….

પ્રભુતા પમાડી જોઈએ

ઊગ્યું છે પ્રભાત સુંદર થોડી શ્રધ્ધા જગાવી જોઈએ
અંતરમાં અજવાળા પાથરી થોડી પ્રભુતા પમાડી જોઈએ

સંસાર સાગરે ઉઠતા તોફાને હોડી હંકારી જોઈએ
સાહસને યુવાનીના અશ્વપર જોશે પલાણી જોઈએ

જિંદગીને જગતે , ભરી આત્મ વિશ્વાસ નાણી જોઈએ
નાથી ઘૂઘવતી સરીતા લીલીછમ વાડી લહેરાવી જોઈએ

મારૂતારૂ ગણી ગણી વિખવાદમાં ડૂબી મર્યા આપણે
આવો વિશ્વને માનવતાના સદગુણોથી સજાવી જોઈએ

ઊર્મી ઉછાળી ઉરની, સંબધના સરવાળા કરી જોઈએ
સંસારના વેરઝેરને ધરબાવી સૌના મુખ મલકાવી જોઈએ

ફૂલ જેવા થાઓ તો માનવ શું પ્રભુ પણ રીઝી જાયછે
દેવ જેવા થવા માટે ષટ રીપુ હરાવી જોઈએ

થઈ સિકંદર જગતમાં ખાલી હાથે જવાનું જાણીએ
હૃદયમાં ભરી પ્યાર “આકાશદીપ” મરણ દીપાવી જોઈએ

રમેશ પટેલ(આકાશદીપ)

26. Neela - October 26, 2008

Happy Diwali & Happy New Year.

27. વિનોદ નગદિયા-આનઁદ - November 11, 2008

થાકેલી યાદ નો પડાવ ગઝલ,
લોહીનો કળતરિયો તાવ ગઝલ.

ક્ષણોનો રેશમી બહાવ ગઝલ,
શ્વાસોનો છુટતો લગાવ ગઝલ.

સ્પર્શના ઘાવોનો રૂઝાવ ગઝલ,
નાડીનો નશીલો તણાવ ગઝલ.
વિનોદ નગદિયા-આનઁદ

28. mubin - December 31, 2008

જ્યારે પ્રણય ભન્ગની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
ગઝલની જે દિવસથી શરૂઆત થઈ હશે.

29. SpeakBindas - February 19, 2009

Bas ek vat rahi gai dil ma
ane ae chalya gaya, chalya gaya

30. santhosh - February 20, 2009

hi..it is nice to go through your blog…keep writing the good one..
by the way, when i was searching for the user friendly and easy Indian Language typing tool (including Gujarati)..found..”quillpad” http://www.quillpad.in

are u using the same…?

Expressing one’s inner feelings in his/her own mother tongue is such a wonderful experience….

popularize and protect the Native Language…

Maa Tuje Salaam…

31. RAMESH K. MEHTA - April 1, 2009

na shabd, na arth,
na radif , na kafia,
koni chhe krupa
koyal na kanth ma mhori gazal.

32. bhagirath lashkari - મે 30, 2009

atyare ghazal aam ane aavi avsthae pahochi 6e………..

KAGAL UPAR THUKI GAYONE LYO GHAZAL BANI,
TARA PAGE ZUKI GAYONE LYO GHAZAL BANI………

-VARSHABHAGIRATH

33. Kamal A. Chokshi - July 20, 2009

aa hath ni rekha o ma phuti nikli gazal,
me to aa varsad ma khali zabolyo’to hath maro
ne tu lakhi gai jindgi aakhi nam mare
me to phakta mangyo to sath taro…..

34. Lata Hirani - August 15, 2009

are vah ghano responce chhe..

ame y kadik jhampalavshu

haji to aaje j aa joyu…

35. ડો. સુરેશ કુબાવત. (ફીજીશીયન) જુનાગઢ - September 1, 2009

હુ લખુ છુ ગઝલ
કે મને લખે છે ગઝલ
સાક્ષી હોવુ એટલુ જ
ઘટના ઘટે તે ગઝલ.

36. manvant patel - September 8, 2009

GHARDAA THAYAA !
GAADU^ VALATU NATHI .
KOI VAALSHO KE ???

37. vivek tank - September 27, 2009

very very nice

38. Rajendra Namjoshi,Surat - November 27, 2009

કાગળ ગઝલ,
હરપળ ગઝલ.
જીવન અકળ
ઝાકળ ગઝલ
-Rajendra Namjoshi- Vaishali Vakil (Surat)

39. divyesh vyas - February 7, 2010

પ્રિય બ્લોગબંધુ,
દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

સહકારની અપેક્ષાસહ,
આપનો દિવ્યેશ વ્યાસ.

40. MADHAV DESAI - July 7, 2010

nice one

do visit my blog http://www.madhav.in
thankx


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: