jump to navigation

સર્જનમાં સાથ આપો

પ્રિય મિત્રો, તમારે પણ અમને આપણા આ કાવ્યસર્જનની ક્રિયા માટે કોઇ પંક્તિ કે વિચાર આપવો હોય તો અહીં નીચે કોમેન્ટમાં લખી શકો છો… અમે યોગ્ય સમયે એને જરૂર સમાવીશું.

 * * *

Comments»

1. પંચમ શુક્લ - September 20, 2006

એક પંક્તિ મૂકું છું. આમાંથી એક સુંદર ગીત-ગઝલ બની શકે એવી શક્યતા છે.
જેને જે ગમે (છાંદસ-અછાંદસ) આગળ વધારો.

છંદઃ ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા
રદીફ છેઃ સહિયારું
ને કાફિયા છેઃ સર્જન, વનવન,….

થોડું તારું, થોડું મારું કરિયેં સર્જન સહિયારું,
આમ અલગ ને આમ અડોઅડ ભમિયેં વનવન સહિયારું.

2. Babu Desai "Naraj" - September 22, 2006

કોણ કોને ઝંખે છે કોને ખબર?
હું તને કે તું મને કોને ખબર?
કોણ આવે છે રદીફ કાફીયા બની?
કોણ ગઝલમાં ઝળહળે કોને ખબર?
લ્યે હથીયાર મેં નીચે મુકી દીધા.
તોયે જીત્યો કોના બળે કોને ખબર?
બંધ મુઠ્ઠીમાં હજારો રાઝ છે છુપાવ્યા
શું શું છે આ પગતળે કોને ખબર?
આ ગઝલનું ઝરણું નાભિથી વહયું છે.
સાગરમાં ભળે કે ના ભળે કોને ખબર?
હું પાર્થના તીરે વીંધાયેલ માછલીની આંખ
કોણ આ પાંચાલીને કહે કોને ખબર?
જે હું શોધું યાદના લીલાવન મહીં
“નારાજ” મળે કે ના મળે કોને ખબર?
કોણ માનશે? એ પછી કોને ખબર? પર સર્જન થાય એ અપેક્ષા સહ…બાબુ દેસાઈ અમદાવાદ આપની ટીકાઓ આવકાર્ય છે.વાઘેશ્વરીને ખોળે , ગઝલ હમેશાં …સોળે કલાએ….ખીલે ..એજ અભિલાષા સહ email :naraj2004n@yahoo.com

કસુંબલ રંગનો વૈભવ

3. pranav - December 6, 2006

મંઝીલ બહુ દૂર હતી એમ તો નહોતું
આતો રસ્તા અમને થોડા એવા છળી ગયા

દુશ્મનો બહુ હતા એમ તો નહોતુ
આતો મિત્રો અમને થોડા એવા મળી ગયા

હોઠ હાલ્યા નહિં, બોલ ફૂટ્યો નહિં
આંખ થઇ ભીની અને અમે કળી ગયા

અંધારુ મારા ઓરડાનું ના ગયું તે ના ગયું
કંઇ કેટલાય સુરજ આવ્યા ને ઝળહળી ગયા

તમે આપ્યું’તું એ સ્મિત તો આમજ મને
તોય કંઇ કેટલાય્ શમણા સળવળી ગયા

પ્રેમ નો આ સોદો બહુ મોંઘો પડ્યો ‘પ્રણવ’
ખુશી ખરીદવા આવ્યા’તા અશ્રુ રળી ગયા

BHARAT SUCHAK - મે 16, 2009

નમસ્તે ઊર્મિબહેન,

તમારા બધાં જ બ્લોગ્સ્ સુંદર છે. તમારા કહેવા મુજબ અહીં મારા બ્લોગની લિંક મુકું છું. તેને લિસ્ટમાં સમાવી લેવા વિનંતી.
http://gujaratikavitaandgazal.blogspot.com
please add in your list

4. chirag patel - December 11, 2006

સ્વપ્નો ભુલી આંખ ચોળવાની વાત,
ભેગા થઇ કરીએ, સાથ છોડવાની વાત,

ગાંઠે બાંધેલા સૌ સગપણને શુભ ગણ્યા,
તુટ્યા જે તાર, કેમ જોડવા? ની વાત.

ઝાંઝવા ના જળને જાણ્યા ઝાઝા અમે,
રેતી માં પગદંડી, ખોળવાની વાત.

મંથન પછીનાં, ઝેર- અમ્રુત તો વ્હેંચ્યા,
દરિયા નો ખાર, હવે ઘોળવાની વાત.

ધીરજ રોપી ને જે ઉગયુ, તે નિંદામણ
શેકેલા બી ને કરી, છોડવાની વાત.

5. chirag patel - December 11, 2006

I would welcome suggestions to improve the grammar of the above kruti. I don’t know whether it fits into the style of a ghazal.

6. rajiv - January 21, 2007

ઊર્મિસાગર,
તમે મારા બ્લોગ પર તમારો પ્રતિભાવ આપ્યો તે બદલ આભાર…

તમારા આમંત્રણ પ્રમાણે હું સહિયારા સર્જન પર મારી રચનાઓ મુકી રહ્યો છું
તમે તે અહી સમાવો તેવી આશા રાખુ છુ..

આભાર…!

રાજીવ.

ઝખ્મો હ્રદય ના આજે સ્વહસ્તે ખોતરી રહ્યો છુ…
આંસુના એ દરિયાને પાપણોમા નોતરી રહ્યો છુ…

ક્યારેક લખ્યુ હતુ તેનુ નામ ફુલો પર “રાજીવ”…
ને આજે તેજ નામ રાખ પર કોતરી રહ્યો છુ…

દુઃખ અને દર્દ પામવા “રાજીવ”, ફરીથી…
પ્રેમના રસ્તે તમન્નાના અશ્વોને જોતરી રહ્યો છુ…

7. keyur vyas - February 5, 2007

hi, chirag patel,in the second sher-“Ganthe….” should be changed in such a way that it can present clearly what u want to say.according to me if u add the word “Kariye” in the starting of the second line of the third sher and remove the “Alpaviram” from the line, for me it is more approriate,bye the way u have written very well.i am also not professional but u have welcomed any suggestions so i am sending it,please forgive me if i hurt u its not my intention.bye write more…

8. chirag - February 13, 2007

tamari vaat saari laage che,
swapn ni duniya pyari laage che,
Hu tamne jaanto nathi, chhata;
tamari chabi tame shabdo ma utari laage chhe…

Thanks,
Chirag Vajani

9. arzoo ( archana gajjar,melbourne) - February 27, 2007

aa chaman thodu maru thodu taru tem chhataye che sahiyaru
aa upvan, aa nandan van thodu taru thodu maru tem chhataye che sahiyaru,

chal mali ne navu kai sarjan karie je na hoy taru nahoy maru pan hoye aapnu sahiyaru.

10. mandeep - March 7, 2007

DEVIKA…….
very good . excellent… keep wrriting more….

11. Jwalant Amin - March 13, 2007

ચાલતું નથી મારું!

નજરોથી ન અલોપ થાય ક્યારે,
તું હોય સાથે ત્યારે-
હું સમયને જ રોકી નાખું;
પણ સમય આગળ ચાલતું નથી મારું!

આપણા રિશ્તાને હું નામ શું આપું?
દુનિયાની મ્હોર એને ક્યારની છે લાગી,
હું મ્હોર એ બદલી નાખું;
પણ દુનિયાં આગળ ચલતું નથી મારું!

મુક્કદર પણ ખરો ખેલ ખેલી ગયું;
આપે છે જીવનમાં ખુશાલી, શરત એટલી-
તારી યાદો હું ભૂલવી નાખું;
પણ આ દિલ આગળ ચાલતું નથી મારું!

મહોબ્બતની હવાનો કમાલ છે;
અહીં હોશની કોને ખબર છે?
મદહોશીમાં ખુદા પાસે તારો હાથ માંગી નાખું;
પણ ખુદા આગળ ચાલતું નથી મારું!

12. sagarika - March 15, 2007

રણ માં ને રેતી માં ઝાંઝવા નાં જળ માં તારી તલાશ મને,ઝંખનાં ની ક્ષણ માં ને તરસી આ પળ માં તારી તલાશ મને. અગન ની જ્વાળા જે મને દઝાડે,તે તારા જ સ્વાસો માં બળે ખોયેલી જીંદગી ની અધુરી ક્ષણ માં તારી તલાશ મને. નયનો નાં સુકા સમંદર ની બધી ખારાશ માં તારી પ્યાસ,ડુબતા તરાપા ના નાજુક શા બળ માં તારી તલાશ મને.

13. RAHUL - April 11, 2007

Kindly Clear The Matter On the Page How To Post Poem on the page of Sarjan Ma Sath Aapo.
e.g.
TAMARA KAVYO-GAZALO-GEETO ahi Post Karo

14. jignesh prajapati - June 8, 2007

Hello friends.My self jignesh prajapati.I m a Software Engg.I glad to know that u all r working for GUJARATI.GUJARATI is our mother.I love GUJARATI so much and i proude of myselt I m GUJARATI.so if u find that i can help or any work related me (software/harware related)then contact me.i happy if i helpful to you.I don’t much more about gazal,kavita but i like all that.My email ID is jignesh6990@yahoo.co.in and jignesh6990@gmail.com.Visit my webpages vishalprajapati303@googlepages.com.

15. niraj - June 24, 2007

bahu kare che loko vato prem ni
pan kone khabar che ke aa to che vato veham ni,

aankh thi aankh madi etle samje che nishani prem ni
pan e nishani ma sarvashva lutai ne rahi gaya che ketlaye sahej thi,

jaan leva ne deva taiyar thai jay che loko prem ma
pan kone khabar che ke zindagi nathi malti em koi na reham thi,

mata-pita ne pan visri ne chodi de che loko prem ma
nathi samjata ke janam data nahi male bija, prem to ghana mali jase nasib thi

16. Saryu Parikh - July 21, 2007

અવહેલના
April 5th, 2007

બહેન,હું તો પારકા પોતાના ગણી આવી
દિલે આશા અરમાન ભરી લાવી
સ્નેહ તાંતણે ભરોસે હું ચાલી
મારી સેંથીએ સીંદૂર ભરી મ્હાલી–બહેન

એ મધ્યબિંદુ નાનાશા વિશ્વમાં
એનો આવાસ અંતર વિશ્વાસમાં
બન્યો હેતુ મારા શ્વાસોશ્વાસમાં
છુપું આજે આક્રંદ નિશ્વાસમાં—બહેન

તુટ્યો નાજુક એ દોર મજધારે
ઘણોં સાંધ્યો સંસાર પ્રેમતારે
ઝટકાથી તોડે મને છોડે નોધારે
એકલી અટુલી હું કોને આધારે?—બહેન

ભલે નયન રડે અણધારી આંચે
જલે આત્મદીપ શક્તિની સાથે
શતૅ શોધીશ હું ખોવયેલ મુજને
સખી, તારા આ સ્મિતને સહારે—બહેન

————-
LET GO

Recent Posts
ઉપેક્ષા
રેડવુડ ફોરેસ્ટ-Redwood Forest-California
જીવનનો હેતુ
અંતરશત્રુ
મુક્તકો

——————————————————————————–

17. Ruju Mehta - July 30, 2007

How can i put my poem here?

18. Pradip Brahmbhatt - August 11, 2007

સ્વતંત્રતાની ટેક
પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભેદભાવ ભુલીને આપણે વરસો સાથે રહીયે;
વિરપુરુષના બલિદાનને નિરખી શાંન્તિ વન કરી દઈએ,
આશા બાપુ ગાંધીની વિરાટ માનવ દઈએ,
જગમાં નારો જ્યાં ત્યાં ગુંજે જય જય હિન્દુસ્તાન.
..ભેદભાવ ભુલીને.
જગમાં એની છાતી ધબકે થાઈ જાતું સુમસાન;
એવા નેતા મળ્યા અમોને જય સુભાષને જય સરદાર,
આરામ હરામ કરી દઈને જીવન અર્પણ કીધા;
ચાચા નહેરુ લાડલા સૌને નાનામોટા સૌ તેમને સમાન.
..ભેદભાવ ભુલીને.
જલીયાવાલા બાગની હોળી કેમ જાય વિસરાઈ;
બલિદાન ના ગણી શકાયા મા ને ખોળે જીવન કુરબાન,
કેમ કરી એ વિસરી શકુ હું પ્રાણ ગુમાવ્યા જેણે;
પ્રદીપ બન્યા એ તારલા જગમાં શોભે દેશના આભે.
..ભેદભાવ ભુલીને.
નાનામોટા સૌકોઈ સાથે હતા ભારતમાતાના સંતાન;
વેરઝેર તો સૌથી અળગા બલીદાનની લગની છે મનમાં,
એકમેકનો સાથ તો સૌને અડગ બની છે ભાવના;
ઈતિહાસમાં અમર બન્યા તે ભારતમાતાના એ બાળ.
..ભેદભાવ ભુલીને.
પ્રખર શક્તિને પામીગયાને ભાગ્યા પાછા બ્રિટનએ;
અજબ એકતા હિન્દુસ્તાનીની તોડી શક્યું ના કોઈ જગમાં,
એકલો માનવ પાંગળો લાગે મળે માનવો સાથે;
આભને છેદી આગળ જઈ શકેએ હોય પરોપકારી સૌ સાથે.
..ભેદભાવ ભુલીને.
નાતજાતનો ભેદ લઈને જીવી રહ્યા છીએ આજે;
ન હતો ભેદભાવ મનમાં જ્યારે જાગી સ્વતંત્રતાનીએ ટેક,
કેમ કરીને ભુલી શકો એ મોતને ભેટી ફના થયાએ;
વ્યર્થ નથી એ જાન ગયાએ મહેર અમો પર કરી ગયા એ.
..ભેદભાવ ભુલીને.
સાચીઆપણી માનવતાકે શ્રધ્ધાંજલી મનથીદઈએ તેમને;
જીવન અર્પણ કરી ગયા એ બની ગયા અમ પર મહેરબાન,
રુણ આપણી પર તેઓનું જો ભુલી જઈએ બલિદાન;
માતા ના માફ કરે સંતાનને કે જેમાં માનાવતાનો અણસાર.
..ભેદભાવ ભુલીને.
….જય હિન્દ…જય ભારતમાતા….

19. raj - August 20, 2007

“Shabdo nathi jadta,
Shabdaarth nathi jadta,
Vaani mari kare chhe dago,
Bhavaarth nathi jadta…….!”

Would anyone please extend my small creation !

Many thanks in advance.
Raj
rajesh_ramchandani@yahoo.com

mina - March 15, 2010

Dear raj,

ur creation is bigger than anyone

i appreciate it

20. yogesh kavishvar - September 19, 2007

amavasya na divse shodhu chhu chandrane,bramhand mahi kyak to hashe !

21. yogesh kavishvar - October 4, 2007

tamare have chand shodhvani jarur nathi.

22. shailya - October 10, 2007

કોણ કહે છે કે હું વિરહની વેદનામા સળગુ છું ?
આતો અમસ્તો જ જરા શરીર તાપુ છું.

કોણ કહે છે કે હું પ્રેમનો તરસ્યો છું ?
આતો અમસ્તો જ મૃગજળ પી રહ્યો છું.

કોણ કહે છે કે હું વસંતની રાહ જોવું છું ?
આતો અમસ્તો જ પર્ણૉ તોડી પાનખર લાવી રહ્યો છું.

કોણ કહે છે કે મને આપના આગમનની આતુરતા છે ?
આતો અમસ્તો જ મેઘધનુષ્યથી આંગણ સજાવી રહ્યો છું.

કોણ કહે છે કે હું મિલનની ઘડીઓ ગણી રહ્યો છું ?
આતો અમસ્તો જ આકાશના તારલા ગણી રહ્યો છું .

કોણ કહે છે કે મને જીંદગી સાથે પ્રેમ નથી ?
આતો અમસ્તો જ મોત સાથે સંતાકુકડી રમી રહ્યો છું .

— શૈલ્ય

23. manoj - October 16, 2007

આ તમારો બ્લોગ બહુ સરસ છે
એક નાની પ્રાર્થના રચી છે જે મને બહુ શાન્તિ આપે છે
આશા રાખુ છુ કે સૌને ગમશે

શ્રી કૃષ્ણ શરણમ્ મમ (૨)
મન મન્દીરિયે નાદ ઉઠે
શ્રી કૃષ્ણ શરણમ્ મમ
એના તાલે તનડુ ડોલે
શ્રી કૃષ્ણ શરણમ્ મમ

મીરા ના ગોપાલ તમે છો, નરસી ના ગોવિન્દ તમે
અર્જુન ના સખા તમે છો, પૂર્યા ચીર દ્રૌપદીના તમે
શ્રી કૃષ્ણ શરણમ્ મમ (૨)

ગીતા મા ગાયુ છે તમે, મામેકમ શરણમ્ વ્રજ
ત્વામેકમ શરણમ્ પ્રભો, આવ્યો તારે શરણે હુ
શ્રી કૃષ્ણ શરણમ્ મમ (૨)

જે ભજે છે તમને સદાયે, રક્ષો છો તમે એને સદાયે
ભક્તોની રાખો છો કાળજી, ભક્તોના ભગવાન તમે
શ્રી કૃષ્ણ શરણમ્ મમ (૨)

આપો એવી દ્ર્ષ્ટી પ્રભુજી, સૌમા જોઉ તમને હુ
આપો એવી સમજ મને કે, સૌની સેવા એ સેવા તમારી
શ્રી કૃષ્ણ શરણમ્ મમ (૨)

ગાઓ કરો કિર્તન શ્રી હરિ ના, શ્રી કૃષ્ણ શ્રી હરિ મુરારિ
બોલો નામ શ્રી હરિ ના, શ્રી કૃષ્ણ શ્રી હરિ મુરારિ
શ્રી કૃષ્ણ શરણમ્ મમ (૨)

24. smita kamdar - October 22, 2007

ચાલ ઘડી બે ઘડી
વાત કરી લઉ કે …
આજ મન બહુ ઉદાસ છે,
જન્મી ને પણ જાણી ન શક્યા જન્મ નો
હેતુ ,
મેળવીને બધુ ,આજ પણ અધુરા
હોવાનો અહેસાસ છે,
ચાલ પ્રભુ ,આજ તુઁ જ અમને
સમજાવી દે ……
ક્યાઁક એવુ તો નથી ને …..કે…………
આથમતિ સઁધ્યાના રઁગમા કે પછી ,
વરસતા વરસાદના છાઁટામા જ …..
પુર્ણતા નો આધાર છે…..?
લેખિકા – સ્મિતા કામદાર

25. ashish - November 14, 2007

VELDON NIROJ , TAMARA KAVYA MA KHAREKHAR MANE MAJA AAVI GAYI, HU AASA RAKHU CHHU KE TAME AANATHI PAN SAARI KAVITA BIJI RACHI SAKASO,
ASHISH

JIVAN JIVAVA MATE CHHE VITAVAVA MATE NAHI ,

ETLE MAJA THI JIVAVU JOIE
ASHISH

26. dr.mahesh rawal - November 28, 2007

આ સાથે મારી ગુજરાતી ગઝલો ના બ્લોગની LINK મોકલું છું
ગુજરાત બ્લોગ જગતમાં સામેલ કરી આભારી કરશો
.http://navesar.wordpress.com
http://www.drmaheshrawal.blogspot.com

27. DR.GURUDATT THAKKAR - February 2, 2008

નિતનવશબ્દ..(www.neetnavshabda.com) ડો.નવનીત ઠક્કર/ડો.ગુરુદત્ત ઠક્કર અને અન્યમિત્રો ના કાવ્યો/ગઝલો નો બ્લોગ..
(to be given in gujarati blog list)..Thank you ..

Hearty Congratulations for doing highly appreciable task of reviving our mother tougue on this powerful medium..loglive urmisagar..

28. Ramesh Patel - February 5, 2008

વીંધે લક્ષ્ય ઝરણું

વીંધે લક્ષ્ય ઝરણું જુઓ તોડી પથ્થર
હિંમત હશે તો જગે થાશો સિકંદર
શ્રધ્ધા હશે તો તરી જાશો સમંદર
સ્વયંમમાં ઝાંખશો તો પામી જશો પરમેશ્વર

નથી ફેરવતા દિશા પવન સૌને પૂછીને
છો શૂરા તો પાડજો ત્રાડ ગરજીને
નથી ખબર કઈ ક્ષણે કોણ રોળાશે
શાને ફિકરમાં રોજ ડૂબી મરો ભોળાશે

ખૂમારી તમારી કદી દેજો ના લૂંટાવા
વિકરાળ સિંહ સમ શૌર્યથી દેજો લલકારા
પુરુષાર્થે રાષ્ટ્રની શાનને અંબરે ગજાવવા
બાંધી કફન માથે તમે ખેલજો સંગ્રામમાં

રમેશ પટેલ(આકાશદીપ)

29. Pravin Thakkar - February 9, 2008

ઇશ્વર પ્રવેશે છે. . .
ઇશ્વર પ્રવેશે છે. . .

સ્‍નેહના આ સાગરમાં,
ઇશ્વર પ્રત્‍યેની શ્રધ્‍ધાના,
અમારાં દીપ પ્રગટી ઉઠ્યા.

શ્રધ્‍ધાના અમારાં દીવડાઓમાંથી
નીકળતા કિરણોમાં જોયું તો,
અહમ્ ના વજનથી મુક્ત એવા અમે,
આયાસ વિના જ તરી રહ્યા હતા,
એક આનંદ સાગરમાં…

આનંદ સાગરના આ નવા અનુભવથી −
રોમાંચિત થયું રોમે-રોમ,
‘ ને, હૃદયતલમાંથી ઉભરી રહેલા આનંદ સાથે,
વૃક્ષો, રસ્‍તાઓ, ગગન, સાગર અને સર્વે −
મંદ મંદ મુસ્‍કરાતા લાગ્‍યા,

એ સઘળામાંથી પ્રાપ્‍ત શાંતિના ઇશ્વરમાં,
અભિન્‍ન લાગ્‍યા,
દીપક, કિરણો, શ્રધ્‍ધા, સ્‍નેહ, સાગર અને સઘળા.
કદાચ આ એ જ દ્વાર છે,
જ્યાંથી ઇશ્વર પ્રવેશે છે…

– પી. યુ. ઠક્કર

30. Ramesh Patel - February 12, 2008

વિશ્વની પ્રથમ નંબરની અજાયબી,ભારત દેશની ધરોહર, પ્રેમ નો અમર સંદેશ દેતો ગૌરવવંતો આપણો તાજ મહાલની આવો માણીએ સુંદર રચના.
તાજમહાલ
દિલની વાતો દિલમાં મહેંકે,દિલ પર કરતો રાજ
આંખો ઠારતો તાજ સંગેમરમરનો,છલકે લઈ પ્રેમનો જામ
ભૂરા આભને,ભીંની સુંદરતા દઈ, મલકે પ્પારનો મહાલ
અમર કલાકૃત્તિની જીવંત દાસ્તાન, રુપલો રુપલો તાજ

શાહજહાંના અમર પ્રેમનો દઈ સંદેશો,
મગરુરે મલકે તાજ મહાલ
લહેરાતા ઉદ્યાનમાં,શ્વેત પુષ્પબની,
કેવો મ્હેંકે સરતાજ મહાલ

વિયોગમાં પણ સ્નેહ સંવારે,
અશ્રુ આરસનું શ્વેત સુમન
પૂનમની ચાંદની ઝીલી પ્રેમથી
વરસાવે સ્નેહ પરમ

યમુના ઘાટે અંતર અજવાળે,
ઝૂમાવે જીંદગી દઈ ઉરના વ્હાલ
અજાયબ આલમની વિશ્વ ધરોહર
ભવ્ય ભારતનો તાજ મહાલ

રમેશપટેલ(આકાશદીપ)

31. Mohammad Ali Parmar - March 11, 2008

ધ્રૂજતી જ્યોત

વિચારો ક્રાન્તિકારી લઈ અસ્વસ્થ થઈ ફરૂં છું હું
જે હાલત છે જમાનાની બહુ તેથી ડરું છું હું

ઘણી વાતો કરું હું ઉગ્રતાવાદી જગતને પણ
જે દિલમાં છે તે બોલું તો વિનાં વાંકે મરું છું હું

વિચિત્ર માન્યતાની બેડીઓ લાગેલી છે પગમાં
કલમથી તોડવા તેને કલમબાજી કરું છું હું

વિના ધર્મોની દુનિયાની કરું છું કલ્પના જ્યારે
નવા રૂપ્ રંગમાં આ ધરતીના દર્શન કરું છું હું

સમર્થન ક્યાં મળે મારા વિચારોને કલિયુગમાં
હું તો છું એકલો તેથી જમાના થી ડરું છૂ હું

પ્રગતિશીલ વિચારોના શિકારીથી ડરીને હું
જમાનાને પસંદ આવે છે તે વાતો કરું છું હું

વિચારોને કબરમાં લઈ જવાના પાપથી બચવા
વિચારોને ઇશારાઓમાં વ્યક્ત કરતો ફરું છું હું

મેં જોયા રંગ દુનિયાના બદલતાને બગડતા પણ્
અધર્મ, ધર્મ થઈ ચમકે તો આહ ઊંડી ભરું છું હું

પ્રભુથી પ્રેમ છે મારો, મને છે પ્રેમ પંથ પ્યારો
પવિત્ર પ્રેમથી ભરપૂર ધર્મ હૈયે ધરું છું હું

નહીં ધર્મોમાં પણ સુકર્મોમાં છે મોક્ષનો રસ્તો
‘સૂફી’ કહેછે કે શાસ્ત્રોમાં કહી વાતો કરું છું હું

‘સૂફી’ પરમાર

mohmadparmar.gujaratisahityasarita.org

32. mohammad Parmar - March 14, 2008

હિંસાની પરંપરા

દયા દિલમાં નથી તો પ્રીત પ્રભુથી કરી નથી શકતા
જપી માળા પ્રભુની જીવ હત્યા કરી નથી શકતા

તબાહીથી બચાવે આ જગતને તે અહિંસા છે
છતાં નુસખો મહાત્માઓનો જગને દઈ નથી શકતા

મહાવીરને કે ગૌતમને, મહાત્મા બાપુજીને પણ
અહિસાને તજી અંજલિ પવિત્ર દઈ નથી શકતા

હિસા જ્યાં જ્યાં થવા લાગી ત્યાં રંગ બદલાયા ધર્મોના
વણી જે જાળ હિંસાની હવે કતરી નથી શકતા

હજારો યુદ્ધ, સંઘષો થયાં, લાખો બીજાં થાશે
જ્યાં છે વિકૃતિ ધર્મોમાં ત્યાં હત્યા તજી નથી શકતા

જગત ધૂણી રહ્યું છે અંધ શ્રદ્ધાઓ ની મસ્તીમાં
જુઓ ભડકે બળે છે પણ્ બુઝાવી દઈ નથી શકતા

અમારાં જ્ઞાન મર્યાદિત છે ધર્મના કેદખાનામાં
છતાં ભ્રમ જ્ઞાનિ હોવાનો, અજ્ઞાનિ તજી નથી શકતા

ઓ ઈશ્વર તું સમજ દે નાસમજ ધર્માંધ ભક્તોને
કે હત્યારા બની ભક્ત કે નમાજી થઈ નથી શકતા

મહિમા શું છે કુદરતનો ‘સૂફી’ પુછીશના કોઈને
કુવામાંથી કોઈ, શું બાહાર છે તે કહી નથી શકતા

‘સૂફી’ પરમાર

33. mohammad Parmar - March 16, 2008

માન્યતાના વાંકે

પ્રભુથી પ્રેમ છે તારો, ખુદાથી ઈશ્ક છે મારો
તું મારો દોસ્ત છે પ્યારો, ભલે જે ધર્મ છે તારો

ઘણાછે બહુજ પ્યારા દોસ્ત મારા આજ દુનિયામાં
નથી પુછ્યું મેં કોઈ દોસ્તને શું ધર્મ છે તારો

અમે ચર્ચા કરી આધ્યાત્મની ને દુનિયાદારીની
પરંતુ ધર્મની વાતોનો ન આવ્યો કદી વારો

કર્યું કલ્યાણ ધર્મોએ પ્રભુના પંથ બતાવીને
હવે કઈ શિક્ષા માનવને બનાવીદે છે હત્યારો?

ઘણી પાયા વગરની માન્યતાના રોગ છે જગમાં
આ પોકળ માન્યતાઓથી પ્રભુ આપોને છુટકારો

ભયંકર મોડ પર આવી ઉભું છે આ જગત આજે
નવો રંગ ધર્મનો કંઇ ના બને જગ નષ્ટ કરનારો

મને દેખાયછે ઇનસાન ના કે હિંદુ શીખ મુસ્લિમ
હૃદયની આંખથી દેખાય છે બસ પેદા કરનારો

‘સૂફી’નું મન કરો વિશુદ્ધ ઓ ઈશ્વર, પ્રભુ પ્યારા
રહું ના અંધ શ્રદ્ધામાં, જીવનભર હું ભટકનારો

‘સૂફી’ પરમાર

gujaratisahityasarita.org, Blog:ADHYATMIK KAVYO
(coutesy: Mr. Vijaybhai Shah)

34. ASHIQ - April 3, 2008

ketalo chahu chhu tane eni jalimone kyathi khabar hase?
are mua pachhi to thik jivte jiv amari kabar hase.

premio no prem amar thai jase
jyare premio ASHIQ thai jase.

35. Prabinavalamb Barot - April 3, 2008

પેહલા તો આપને અભિનંદન ખુબ સરસ છે આપનો બ્લોગ,
આપનુ અને મારુ મક્સદ સરખુ જ છે ગુજરાતી સાહિત્યની સેવા કરવી, મારી વિનંતી કે આપ ના બ્લોગ પર મારા બ્લોગ ની લીક મુકશો…
આભાર
પ્રબીનઅવલંબ બારોટ
રાજપીપલા, નર્મદા, ગુજરાત

parisamvad.blogspot.com

36. 'Sufi' Parmar - April 5, 2008

પ્રેમ પેદા કર

જીવનભર સુખ અને દુઃખમાં કરી મેં બંદગી તારી
કદી ઈશ્વર, કદી અલ્લાહ કહી માળા જપી તારી

વસે છે દિલમાં તું મારા અને દુનિયા ની રજ રજ માં
નજર જ્યાં જ્યાં પડી ત્યાં ત્યાં મેં જોઈ છે છબી તારી

આ દોરી શ્વાસની મારી અને આ દિલના ધબકારા
મેં આ ઘટમાળમાં જોયું, કરામત છે ભરી તારી

ગયો મંદિરોમાં ને હું ગયો મસ્જિદોમાં ભગવંત
ગયો ગુરુદ્વારા, ગિરજામાં, કરી ત્યાં બંદગી તારી

પહાડો જંગલો દરિયા, સરોવર વાદળો રણમાં
નઝારા જ્યાં મેં જોયા ત્યાં, કરી છે આરતી તારી

મળી છે પ્રેમમાં તારા નવી દ્રષ્ટિ પ્રભુ પ્યારા
હરેક સતસંગમાં તેથી મળી મોજુદગી તારી

પુજારી કે નમાજી ના દિલોમાં પ્રેમ પેદા કર
કે ધર્મોમાં પૂરી થઈ જાય, જ્યાં જ્યાં છે કમી તારી

પ્રભુ તરબોળ તારા ઈશ્કમાં છે આતમા મારો
હવે હરપળ ‘સૂફી’ કરતો રહે છે બંદગી તારી

‘સૂફી’ પરમાર

mohmadparmar.gujaratisahityasarita.org

37. Pradip Brahmbhatt - April 7, 2008

ભુલશો નહીં
૧ એપ્રીલ ૦૮ મંગળવાર પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભુલો ભલે બીજુ બધું,પાકીટને ભુલશો નહીં
અગણિત છે ઉપકાર,જ્યાં સુધી સાચવશો અહીં

પાકીટના ખાના મહીં, ડૉલર શોભતાછે દીઠા
એકએક ડૉલર ગણતા રહી,દસપંદર થયા અહીં

બીજા ખાનામાં જોતાં ભઇ,ડ્રાયવર લાયસન્સ છે દીસે
કાર ચલાવતાપહેલા અહીં,હંમેશા જોઇએસાથે ભઇ

પૈસો મારો પરમેશ્વર,બેંક કાર્ડ જોતાં લાગે અહીં
નામ ગામને પુછે ન કોઇ,જોતાં બેંકમાં પૈસા ભઇ

ક્રેડીટ કાર્ડની જોતાં સૌ,ના જુએ લાયકાત અહીં
બેંકના નાણા વાપરો ખોબે,ભલે બનો નાદાર તમે

મમડેડની જોબ ચાલતી,ને સવારસાંજ પડે વહેલી
સંતાનના ના કોઇતાલ જીવનમાં એકલાહાથે થતીપહેલી

લાગણી અન્યોઅન્યની અહીં,મળતાં આનંદે હરખાય
ઘેર પહોંચી જતાં અહીં,માનવ જીવન છે બદલાય

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

38. jalpa h mehta - April 10, 2008

aa kaya tane ochhi padi sajan?
mane kahe,
te mari kaya par balatkar kem karyo?

39. Kenil Shah - April 11, 2008

The greatest website for all the Gujaratis..!!
sara ma sari website che Gojratiyon mate..!!

40. Ashok - April 11, 2008

હાયકુ
મહાત્મા ગાંધી
રોડ પર દુકાન
દેશી દારૂની

41. Ashok - April 11, 2008

||હમ હીન્દુસ્તાની||
માંગશો તો કદાચ મહેલ મળી જશે,
પણ દિલનો ખુણો મળવો મુશ્કેલ છે.
મોત સામે લડશો તો જીંદગી મળી જશે,
પણ જીંદગીથી હારશો તો મોત મુશ્કેલ છે.
કાગળનાં ફુલોમાં મીઠી મહેંક મળી જશે,
પણ માનવ હૈયામાં મહેંક મળવી મુશ્કેલ છે.
અહીં ગુજરાતી,બંગાળી,કાશ્મીરી મળી જશે,
પણ હીન્દુસ્તાની માનવ મળવો મુશ્કેલ છે.

42. jayeshupadhyaya - April 15, 2008

અશોક ભાઇ
મુંબઇમાં બોરીવલી (ઇસ્ટૅ)માં મહાત્મા ગાંધી રોડ પર તમારા હાઇકુ જેવી જ દશા છે
સળંગ દારુના બાર છે

43. 'Sufi' Parmar - April 28, 2008

આકાશગંગા

મને આકાશની વસ્તી, વિચારોમાં ફસાવે છે
શું મારો રિશ્તો છે આકાશથી, પ્રશ્ન સતાવે છે

સનાતન આવજા છે રાત અને દિવસ ને મોસમની
છુપીને કોણ આ ઘટમાળને શાશ્વત ચલાવે છે !

શું છે સૃષ્ટિ, છે ક્યાં સૃષ્ટિ, છે પાયા ક્યાંને ક્યાં છે છત?
અને અસ્તિત્વમાં લાવીને કોણ એને નભાવે છે !

સૂરજ અગ્નિનો ગોળો ધગધગે છે કરવા જગ રોશન
નિખર્વ વર્ષથી ઈંધણ તે બળવા ક્યાંથી લાવે છે!

બીજા લાખો કરોડો સૂર્ય છે બ્રહ્માંડની અંદર
ન જાણે કેટલી આકાશગંગાઓ રચાવે છે

જરુરત શું અને કોને હતી સૃષ્ટિના સર્જનની!
ગહન કેવા આ પ્રશ્નો છે કે ચૂપ અમને કરાવે છે!

હતું નહીં સૃષ્ટિનું અસ્તિત્વ જ્યારે, શું હતું ત્યારે?
ઉપસ્થિત સૂન્યમાંથી થઈ, તે ક્યાં અક્કલમાં આવે છે

જે કંઈ ભાખ્યું છે વિજ્ઞાને, તે છે એક બિન્દુ સાગરનું
નવી હર ખોળ, થોડું જઈને, છે ત્યાં, પાછી આવેછે

મહાસાગર શું છે, કીડી, મંકોડો શી રીતે જાણે!
અમારી સુક્ષ્મતાનું ભાન, ભવ્ય જગ કરાવે છે

છતાં માનવ છે સૃષ્ટિનું અનન્ય દૈવી એક સર્જન
જે સરજનહારની આછી પ્રતિછાયા બતાવે છે

મહાશક્તિ, પરમશક્તિ, અગમ્ય છે ‘સૂફી’ તો પણ
અલૌકિક રીતથી ઓળખ તે ભક્તોને કરાવે છે

‘સૂફી’ પરમાર
gujaratisahityasarita.org (see: ADHYATMIC KAVYO)
courtesy: Mr.Vijaybhai Shah

44. jayeshbhai - મે 6, 2008

આગ અને પાણી વચાળે હુ હતો
શહેરની હૈયા વરાળે હુ હતો

એક સિક્કો છે સમયનો હાથમા
એજ સિક્કાના ઊછાળે હુ હતો

45. kalpesh - મે 23, 2008

i am copy from internet this is not mine

dhan se na paya koi roop se na paya
anmol ratan hei woh koi mol na lagaya

yun lutata gaya koi dil mei chhupata gaya
amir mehel ka kabhi fakir se haath milaya

dil mei dard kabhi ankhon mei nasha
hoton mei pyaar lekin baton se kare ghussa

ye hei dil ka ranjha koi sharabi ka nasha
mohabbat hei naam iska……………..
yaaron ko jo banaye BADSHAH!!!!

46. pradipsinh " magaj " - June 26, 2008

ડંખમાં તો સવૅશ્રેષ્ઠ વિંછી …..
પણ એથીય આગળ માણસ…!!

47. Bharat Desai..(Spanden) - July 4, 2008

ગીત
એ મળે તો કે’જો એ ને યાદ એ ને કરતા’તા
ને શમણાં ઓ ના દ્રાર ખોલી ને શમણાં ઓ મા મળતા’તા
એ મળે તો………
વૈશાખી બપોર હતી ને ચારે બાજુ આગ હતી પણ
એક બીજા ને મળતા ત્યારે શીતળતા અનુભવતા’તા
એ મળે તો……..
ઉજાગરા ને જાગરણ ના ભેદ ભલે ને સમજ્યા નૈ પણ
પેટ છુટી વાતો કરવા અમે રાતભર ટળવળતા’તા
એ મળે તો ……
મેઘધનુષી રંગો વાળી ધુમ્મસ ધુમ્મસ યાદ તમારી
ઝરમર ઝરમર શ્રાવણિયો થૈ રોમ રોમ ભીંજવતા’તા
એ મળે તો …..

ભરત દેસાઇ.. સ્પંદન..
શિકાગો
847- 275- 1271

48. dr.rajesh prajapati - August 13, 2008

હું હમણાં થી મને મળી શકતો નથી,
કોઇને પણ ઈચ્છું તો
લગભગ મેળાપ થઈ જાય છે,

મારા જ ફોનથી,
જો માર નંબર પર
મને ડાયલ કરું તો,
હંમેશા એંગેજ ટોન સંભળાય છે…

થાય છે કે …
શું ખરેખર હું વ્યસ્ત થૈ ગયો છું?

ફરી પ્રયત્ન કરું છું અન્યને,

ક્રુપા કરી ને થોડી વાર પછી ડાયલ કરો,
સંભળાય છે માર એક અંગત નંબર પર..

ઘણી વખતે પહોંચની બહાર જતા રહે છે તે,
જે હંમેશા દિલ ની ધડકનો સાથે રહ્યા છે,

રીંગ વાગે છે સામે છેડે,
ને દીલ ની બેતાબી તેજ થતી રહે છે;

‘કટ’ થતો ફોન આપોઆપ
‘સ્વીચ ઓફ’ થૈ જાય છે!!!

ફરી ડાયલ કરું છું

મારા ફોન થી મારો નંબર
ને
સંભળાય છે…

‘ઇસ રુટકી સભી લાઈને વ્યસ્ત હૈ!!!’

થાય છે કે
ખરેખર હું મને મળી શકતો નથી!!!…
રાજેશ…..
my other creations are in….
http://www.shashvatxama.blogspot.com

49. jyotirdhar k. oza - August 16, 2008

વતનને હાથ આપીશું, વતનને સાથ આપીશું,
વતનના શ્વાસને ખાતર અમારા શ્વાસ આપીશૂં,

વતનની પ્યાસ બુઝાશે નહી નદીઓના પાણીથી
અમે ખુદના જ લોહીની હવે ગંગા વહાવીશું.

અમારા સ્મીત માટે જે ધરાએ દર્દ પીધા છે,
એના પ્રત્યેક આંસુ જેટલા મસ્તક ચઢાવીશું.

કરે ત્રાંસી નજર મુજ દેશ પર એ આંખ ખેંચી લઈ,
અડે સરહદ ને ગંદા હાથ જે એ હાથ કાપીશું.

હશે ભાઈ ભલે પણ આજ એ દુશ્મન બની બેઠો,
લુંટે જે લાજ માતાની એ ભાઈનેય કાપીશું.

50. રાજેન્દ્ર જોષી - September 25, 2008

જીવન એક સંઘર્ષ બન્યું , મારા માટે વેદના બન્યું,
આભાર એક કુદરતનો, કે સંઘર્ષની પળોને સહન કરવાનું મક્કમ મનોબળ આપ્યું,
જેથી સંઘર્ષની પળોમાં મને જીવન જીવવાનું જોમ મળ્યું,

51. KIRTI DHOLAKIA "ANAND" - October 3, 2008

mane ek mitra e moklel ek email kholwathi mane to jane kuber no khajano mali gayo hoy evu anubhavu chhu, tamara darek no ( badha blog wala mitro no ) jetlo aabhar manu tetlo occho chhe.
khub khub dhanyavad ane ” all the best)

52. KIRTI DHOLAKIA "ANAND" - October 16, 2008

SAHIYARA SARJAN NO TAMARO UDESHYA BAHUJ SARO CHHE, KHUB KHUB DHANYAVAD, MARE MARI RACHANA/KRUTI MOKALAVI HOY TO KEVI RITE MOKALAVI TE VISHE MARGADARSHAN AAPVA NAMRA VINANTI, FARI EKVAR TAMNE ABHINANDAN ANE SUBHECHHA.

53. jignesh - November 6, 2008

ager zindgi k kisi mod par jab apko koi apne dil ki baat sun lena kyu ki dil bhale hi left me ho hamesh right me hota he

54. Gaurangi - November 8, 2008

Subhechha,Abhinandan!

55. Ramesh Patel - November 27, 2008

એક વ્યંગ કવન

રચયિતા

રમેશ પટેલ(આકાશદીપ)

550, Bucknell way

Corona,Ca 92881

ભગ્ન હૃદયી ભારતવાસીને આતંકવાદી પાસેથી હાથ લાગેલી એક CD

દે સવાયા સાથ સાળા સમ નેતા, ના થાશો લાચાર

આ છે ભોળા ભારતની ,દૃષ્ટિહીન મોહક રે સરકાર

આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને કરજો રે તારાજ

લઘુ બાંધવના માવતર નેતાઓની ,લાગી આજ કતાર

ધૃતરાષ્ટના અવતાર ગૃહ પ્રધાનો,આવી દેશે માથે હાથ

મતદાનની ભૂખી માછલીઓ ના પીછાણે,વૈશ્વિક આતંકવાદ

આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને કરજો રે તારાજ

કાશ્મીર પછી દિલ્હી ને હવે, જુએ મુંબઈ સ્વાગતની વાટ

મંદિર ચોરે ચૌટે રક્ત ધારાની રંગોળી,દેશે શોભા અપાર

માનવતાના થઈ પૂંજારી,હરખશે ભારતવાસી થવા મહાન

આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને કરજો રે તારાજ

કોઇ વિરલાનું લોહી ઉકળશે ને થાશે જો એ વિશ્વામિત્ર

ગૃહ પ્રધાન મીડીઆના સંગે વદે, જૂઓ અમારા દુશ્મનનું છે ચિત્ર

રાષ્ટ્ર ભક્તો થાશે શહીદ ને ખૂણે રડશે તેની માત

તારી વહારે ધાશે વકીલો ને બહુ રુપીયાઓની જમાત

આતંકનો મોકો દિઠો છે સરતાજ,પધારી સૌને કરજો રે તારાજ

ધન્ય તમે તો તમને મળી મન મોહક સરકાર

આવું ટાણું નહીં મળે વારંવાર,પધારી કરશો રે તારાજ

રમેશ પટેલ(આકાશદીપ)

56. narayan patel - December 8, 2008

યાદ છે આપને
આપણે બંને મળતા હતા,
ગુંજારવ કરતા પ્રેમનોને
એકમેકમાં ખોવાતા હતા,
સ્પર્શ્ કરતો હું આપને ને
તમે રોમાંચિત થઈ જતા હતા,
પ્રેમના એક મીઠા ચુંબનને
ભરબજારે ચોડતા હતા,
બેસતા હતા એકજ બાંકડે ને
સમયને અવગણતા હતા,
ક્યા ગયુ મારુ એ સ્વપ્ન
એ સ્વપ્ન દેખાડનાર આપજ હતા,
દુનિયાના હજારોની વચ્ચે
ફક્ત મને આપ ચાહતા હતા,
હતુ ફક્ત નાનકડુ હ્રદય
પણ કેટલો પ્રેમ સમાવતા હતા,
અનેક એવા રસ્તા હતાજ્યા
ફક્ત હુ અને આપજ હતા,
એવીતો અનેક જગ્યાઓ છે
જ્યા આપ ને હુ સમય વીતાવતા હતા,
હર એક એજ જગ્યા છે પણ
અત્યારે આપની યાદોની રાખ છે .
“કોઇક”

57. Jay Dave - December 14, 2008

good on you….but still I cant find the way to post my poem?

58. vivek tank - December 16, 2008

કોઇ ના કરે એવુ સાહસ અમે કરી લીધુ,
બધા જિવે છે આજે ને અમે મરી લીધુ,

એના જ પ્રેમ થી અમે સળગી ગયા,
ને હજારો માઈલો નુ અન્તર ભરી લીધુ,

એની હતી એવી દશા કે મળ્યા નહી,
પણ અમે તો ના મળ્યા તોયે મળી લીધુ,

એને મળેલ રસ્તાઓ રડી ને જોઇ લીધા,
ને પછી આન્ખો મા એની યાદ નુ અમ્રુત ભરી લીધુ,

હવે મરુ તો પણ “વિવેક” દર્દ થોડુ ઓછુ થશે,
હવે તો સ્થાન પણ કબર મા મે લઈ લીધુ…

……(swh)…(writeen at 11/12/08

59. vivek tank - December 16, 2008

ફરી વાર નુ મિલન કઈક નવુ કરવુ તુ,
કલ્પના ની દુનિયા મા બહુ પડવુ તુ,

પણ એવો સમય શયદ આવ્યો જ નહી ,
બાકિ ખુદ સાથે પણ મારે બહુ લડ્વુ તુ,

એક એની યાદ લઈ રાતો સુધી રડવુ તુ,
સાચુ કહુ તો સ્વપ્ન મા પણ એને મળવુ તુ,

પણ રેખા એવી હાથ મા ક્યા હતી “વિવેક” મારા,
બાકી તો રોજ એની યાદ મા જઈ ને નડવુ તુ……( swh)

…..

60. Varsha Mehta, CA, USA - December 19, 2008

Karyo che Vishwas badha par
to pan ghanivar pachadi che mane vishwasghate

Bani chu aadhar gana badhani to pan kayrek niradhar banavi che nasibe mane

Nakki karyu che Olakhu manas ne paheli najare
to pan maar khavchu ganivar najar thi mari

Nathi banutu pathhar mara thi
ane phool banu to kachdi jayche loko mane.

61. Dilip Gajjar - February 15, 2009

વસંતી વાયરા ખોબા ભરી ખુશ્બુ લૂંટાવે છે
અને ખુશ્બુ હ્ર્દયમાં પ્રેમના પૂષ્પો ખિલાવે છે
જગત સર્જી દઈ સરજી તેં સુંદર પ્રેમની ઘટના
ભયંકર શસ્ત્ર સર્જી માનવી સૃશ્ટિ ઉજાડે છે
-દિલીપ ગજ્જર, લેસ્ટર
you are doing wondefful work for our culture.

62. Dilip Gajjar - February 18, 2009

કરીએ સર્જન સહિયારું

થોડું તારું થોડુ મારું કરીએ સર્જન સહિયારું
એક રીતે તો હું ને તું નું થશે વિસર્જન સહિયારું
ગૌરવ વેચી જીવવા કરતાં સૂક્કો રોટલો ઉત્તમ છે
એકલાપેટા બનવું શાને કરવું ભોજન સહિયારું
કામૂક કોલાહલની વચ્ચે ઘોંઘાટોથી પાક્યા કાન
પ્યારભર્યા ગીતોનું કરીએ આજે ગુંજન સહિયારું
સ્મરવા જેવા એક નામ પર નમવા જેવા એક સ્થાન પર
અંતરના એકતારને સાંધી કરવું કિર્તન સહિયારું
સંસ્કૂતિના ચીર હરીને આતંકી તાંડવ કરતાં
માનવતાના મોર બનીને કરીએ નર્તન સહિયારું
મર્યા તેટલા મારીશું ના, જીવીશું જીવવા દઈશું
જીવનના આ શ્રેષ્ઠ ધરમનું કરવું પૂજન સહિયારું
મનફાવે બોલાવું તેને મારું સારં ને પ્યારું …
મારા કરતાં આપણું ઉત્તમ કવિ સંમેલન સહિયારું
-િદલીપ ગજ્જર, લેસ્ટર

63. jayesh dudhrejiya - March 4, 2009

how to write in gujrati?

64. nishit joshi - March 5, 2009

આવે છે અહિં બનાવે છે સંમ્બન્ધ,
બનાવી વિકસાવે છે સંમ્બન્ધ,
નથી જાણતા કોઇને અહિં,
પણ કહે પોતાના આ છે સમ્બન્ધ,
કરે છે એમા પણ રમત ,
જરુરત પડ્યે જ અજમાવે છે સંમ્બન્ધ,
ન હતા રાખવા, ન હતા સંભાળવા ,
પછી કેમ વધારો છો સંમ્બન્ધ,
સંમ્બન્ધ છે જીણા તાંતણા માફક,
ખેંચો નહી વધારે તુટી જશે આ સંમ્બન્ધ.
‘નીશીત જોશી’

65. jayendra shekhadiwala - April 12, 2009

pani manthi jal, jal mathi gazal nikadi sha k
sthal manthi pal,pal manthi gazal nikadi sha k

uncha e a thi joun chhu tethi unda e chhe
baki atalthi tal, tal manthi gazal nikadi sha k

hoy jo sambandhh fakat mati ni sathe to
dalmanthi k dal- dalmanthi gazal nikadi sha k

jo hriday taru ne mari chetana ek thay to…
aapane manel shrifal manthi gazal nikadi she k

66. enjoy(Narsinh) Parmar - મે 8, 2009

Tane manavvano aidia shodhu chhu,
Tu ruthe evi ek tak shodhu chhu.

67. BHARAT SUCHAK - મે 16, 2009

નમસ્તે ઊર્મિબહેન,

તમારા બધાં જ બ્લોગ્સ્ સુંદર છે. તમારા કહેવા મુજબ અહીં મારા બ્લોગની લિંક મુકું છું. તેને લિસ્ટમાં સમાવી લેવા વિનંતી.
http://gujaratikavitaandgazal.blogspot.com
please add in your list

68. Jigar Shah - July 23, 2009

Hi all,
I’ve been trying to write something and call it a gazal..i hope u like it. I’ve written few more. I shall post them too. Thanks.

દુનીયા એ એવો મુજને દગો દીધો,
પ્રેમ તુજને કરું, ના એવો મોકો દીધો,
પહોંચાડી તને સીધી, મારા મોત ની ખબર,
અને પહોંચાડ્યો સીધો મને, મોત ને કબર…(મુક્તક)

ખબર શું તને મારી, દશા શું થઈ છે?
તને પ્રેમ કરવાની, સજા આ મળી છે..

પ્રેમ કરવાને તને, મેં લીધો આ જનમ,
ના ખબર મુજને એની, બાદબાકી મળી છે..

નીકળી ગયો તારા આ, શહેર થી આજે,
ખતા એક કરી તો, સફર આ મળી છે..

મનાવી લે મન, દિલ મારા કહી ને,
જીવવાની એને, એક તક તો મળી છે..

ચાહીશ તને હું હવે, હર શ્વાસ માં,
ભલે તુ નહી, તારી યાદો તો મળી છે…

69. vivek tank - July 25, 2009

પોતાના શહેર કે દેશ થી દુર રહેનાર ને જ્યારે તેની યાદ આવે છે ત્યારે તેના શબ્દો ને કવિતા મા મે વાચા આપી છે…….

“ઝાન્ખુ કેટ્લુય હોય વાદળ વરસાદ ના બુન્દ ની આશ છે,
દૂર ભલે હોય શહેર થી મારા પણ યાદ ખુદ ની પાસ છે,

પહેલા વરસાદ મા કેવા ભીન્જાતા બધા સાથે ,
ભીની માટી ને સુન્ઘી ને કહેતા કેવી મીઠી સુવાસ છે ,

કઈક જોવ અહિ ને સઘળુ ત્યાનુ યાદ આવે,
ભુલી પણ કેમ શકુ એ , લીધેલા હવા મા એની સ્વાસ છે ,

થાય ઘણી વાર કે દોડી જવુ ફરિ એ રસ્તે,
અહી તો જિવતો દેહ પણ ખુદ “લાશ” છે …

– vivek

70. desai jayram A - August 26, 2009

Desai Jayram ( khanpuar)

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે
આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે
મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો
આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,
આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?
આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.
બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.
जय माताजी ( जयराम ऐ देसाई )

71. ડો. સુરેશ કુબાવત. (ફીજીશીયન) જુનાગઢ - September 1, 2009

તને કોઇ ન મલ્યો કે લીધો આડે હાથ મને દોસ્ત !
યાદ કર ઝંખ્યો હતો એક દી આ સંગાથ એ દોસ્ત !
ચાલો આવ્યો કામ તારી ગઝલમા તો બની વિષય
મુબારક હો, તને આપુ શુ બીજો જવાબ એ દોસ્ત !
રદીફ ઘુંટ્યા, કાફીયા ઘુંટ્યા, ઘુંટ્યા અંતે મત્લા ઘના
આ સંબંધને પન થોડો પ્રેમથી ઘુંટવો હતો દોસ્ત.
ભલે ન ખાસમા ,મને રાખવો હતો આસપાસમા
મારે ક્યા બેસવુ હતુ કદી તારા ખંધોલે એ દોસ્ત !
કોઇ આગળ ને કોઇ પાછળ, ચાલતુ એમ પ્રવાસમા
સમય મલે તો પાછુ ફરીને જરી જોજે, એ દોસ્ત !
તને કોઇ ન મલ્યો કે લીધો આડે હાથ મને દોસ્ત !
યાદ કર ઝંખ્યો હતો એક દી આ સંગાથ એ દોસ્ત !

janizankruti - February 27, 2010

plz mne a smjavo k shiyaru sarjan ma mari poem post krva su krvanu?
mne pan bdha ni jem poem lkhvano shokh che
n mne khbar kevi rite pde k hu shiyaru sarjan ni member the gai?
plz reply krjo.my EMAL ID IS
zanku20@yahoo.com plz replay
plzzzzzzzzzzzzzzzzzz

72. Kanani Haresh - October 3, 2009

કવિ
પેન લઈને લખવા
ઘણી વખત મથે…
પરંતુ તે ક્યાં એમ આવેછે ?
ક્યારેક
પેનની શાહીખાલી કરેછે …!!
http://palji.wordpress.com

73. Kanani Haresh - October 3, 2009

ફુલ સથે
ઓસના
છાના મિલન…
રસભરી
રીતે કહે
હવા સૌને ..!!

http://palji.wordpress.com
Reply

74. Ankit - October 13, 2009

saru kaam karo cho…….. maja padi gai…………

75. jay shah - November 4, 2009

મારુ મન બાળપણ ના એ દિવસો ખોળે છે.
જયાં બા કાંસકો લઇ મારા વાળ ઓળે છે.

કોઇ પણ ભુલે મારા બાપુજીનો એકજ ઠ્પકો
અલ્યા શું કામ મારુ નામ બોળે છે?

પાડોશી હ્ંમેશા ફરીયાદ લઇ ને આવતો
તમારો છોકરો વાડા ની બદામ તોડે છે.

મોંઘા ગાલીચાઓ માં ક્યાં ઊંઘ આવે છે.
પોઢવાની મજા તો બસ બા ના ખોળે છે.

ખાવામાં આડાઈ કરું તો બા બીક બતાવે,
“ખાઈલે બાકી બહાર બાવો તને ખોળે છે.

મરાસીમ તો હવે ગરજ ના રહ્યા બસ
સ્વાર્થ વગરના સંબંધ બાળપણ જોડે છે.

લિ
જય શાહ

76. Raj Dangar - January 13, 2010

એક રમ્ય રાત્રે તું અને હું,
સાગર કિનારે બેઠા હતા.

હું ઘડીક આકાશ માં જોતો અને ઘડીક તારી સામે ,
બંન્ને ની વચ્ચે એક્જ લાગ્યુ કોમન,
એક તારી આખોં અને એક આકાશ નો તારો.

એક રમ્ય રાત્રે તું અને હું,
સાગર કિનારે બેઠા હતા.

મંદ મંદ શિતળ પવને જ્યારે તને સ્પર્શ ક્ર્યો,
ત્યારે તારા વાળમાથી વેહ્તી સુંગધે મને મસ્ત ક્ર્યો.

એક રમ્ય રાત્રે તું અને હું,
સાગર કિનારે બેઠા હતા.

તારા વાળ ની સુંગધની મસ્તી માં,મારે સ્વાસ્ લેવાનું ભુલાઇ ગયુ,
તે જ્યાં મુક્યો હાથ દિલ પર ,હદય મારું બમણૂ ધડકતુ થયુ.

એક રમ્ય રાત્રે તું અને હું,
સાગર કિનારે બેઠા હતા.

– રાજ ડાંગર,વડોદરા
– ૦૯૦૯૯૦૭૯૯૯૯
તા – ૧૨/૦૧/૨૦૧૦

77. Raj Dangar - January 13, 2010

પ્રેમ ના વર્ણન માટે મને શબ્દો મળતા નથી,
કેવી રીતે વર્ણવી શકુ ” રાજ ” ના હદય ના ધબકારા ને.
– રાજ ડાંગર
તા – ૦૯/૦૧/૨૦૧૦
મો – ૦૯૦૯૯૦૭૯૯૯૯

78. Raj Dangar - January 13, 2010

ચાલવાની શક્તી નથી,
ઉભા રહેવાનો સમય નથી,
આ પ્રેમ નો સફર તો જુઓ ,
ખુદ નિલામ થઈ રહિયો છુ છતા પણ ખબર નથી.
– રાજ ડાંગર
તા – ૦૭/૦૧/૨૦૧૦
મો – ૦૯૦૯૯૦૭૯૯૯૯

79. Raj Dangar - January 13, 2010

હે માધવ એક વાર કળીયુગ માં આવી તો જૉ ,

હે માધવ ભલે તુ તારા યુગ માં હોય કાળો ,
હવે કળીયુગ માં ફેરન લ્વલી થી તુ થઈ જઈશ ગોરો…..

હે માધવ એક વાર કળીયુગ માં આવી તો જૉ ,

ભલે તુ તારા યુગ વગાડતો વાસળી,
હવે કળીયુગ માં એક વાર ગીતાર વગાડી તો જો,

હે માધવ એક વાર કળીયુગ માં આવી તો જૉ ,

ભલે તુ તારા યુગ માં પહેરતો વાઘા ,
હવે કળીયુગ માં એક વાર સ્કિન ટાઈટ જીન્સ પહેરિતો જો,

હે માધવ એક વાર કળીયુગ માં આવી તો જૉ ,

ભલે તુ તારા યુગ માં તુ મોટો થયો યશોદા પાસે,
હવે કળીયુગ માં એક વાર બિજા પાસે મોટો થઈ તો જો,

હે માધવ એક વાર કળીયુગ માં આવી તો જૉ ,

ભલે કાના તારા યુગ માં તારે હોઇ આઠ પટ્ટ રાણીઓ,
હવે કળીયુગ માં એક સાથે બેને રાખી તો જો,

હે માધવ એક વાર કળીયુગ માં આવી તો જૉ.

– રાજ ડાંગર (વડોદરા)
તા – ૦૮/૦૧/૨૦૧૦
મો – ૦૯૦૯૯૦૭૯૯૯૯

80. Raj Dangar - January 13, 2010

જ્યારે તારો પ્રેમ ન હ્તો મારી પાસે,
જીંદગી માં કશુંજ ન હ્તુ મારી પાસે,

જ્યારથી તારો મને પ્રેમ મળ્યો ,
ન વધી કશીજ ખુશી દુનિયા પાસે.

– રાજ ડાંગર (વડોદરા)
તા – ૧૩/૦૧/૨૦૧૦
મો – ૦૯૦૯૯૦૭૯૯૯૯

81. Raj Dangar - January 13, 2010

શ્રી કુષ્ણ ના વિયોગ માં રાધાજી એટલું તો રોયા હશે ,
નગર આખું ડુબી ગયુ હશે પાણી મહી.

રાજ ડાંગર (વડોદરા)
તા -૧૩/૦૧/૨૦૧૦
મો -૦૯૦૯૯૦૭૯૯૯૯

82. Mithi .. - February 6, 2010

hw cn i get started with writing in ths website ..

i wnt 2 b a part of “sahiyaru sarjan” .. plz tel me d way frm where i cn start .. Thnx ..

waiting 4 ur reply ..

83. પારુલ દેસાઈ - March 12, 2010

પ્લીઝ please પ્લીઝ please પ્લીઝ please પ્લીઝ please …..

મને પંખી નો માળૉ ફીલ્મ નું “રાજકોટ રંગીલુ શહેર છે” આ ગુજરાતી ગીત સાંભળવુ છે.

મુકો ને………..

84. mina - March 15, 2010

its realy nice website to show anyones creation

i realy appreciate it

Mina

85. aniruddhsinh gohil - March 19, 2010

plz add my blog name in your bloglist
aniruddhsinhgohil.blogspot.com

86. PUSHPA RVINDRA RATHOD - July 5, 2010

tme kho cho sarajnma sath apo : prbhu tme permatama cho mne bahu gamocho, hu to tme serjelo sath chu. shu,hu kahi nathi hova chata mara jivanani kimat anekgani che, nathi avdata shabdo lakhata pan lkhay jrur che, shu tme maru darpan cho, pan nakki tamara dershnma prabhu jrur che, chatta anektama ek ane ektama anek aavi vitabnama dukhi kem dekhy che jagat, jo tame avtaro to jagat thay samta bharel ane jagt bne swarg.

87. બેલીમ ઇલ્યાસ બી. - ઘોઘા, તા : ઘોઘા, જિ. : ભાવનગર - July 22, 2010

હાઈકુ :

સમાજ જુદો
જુદા નીતિ નિયમ
જીવવું કેમ ?

શિષ્ય પાષાણ
ગુરુ બને શિલ્પી તો
પાષાણ મૂર્તિ.

ભૂમિ સહે છે
સુખ-દુ:ખ બધુંય
અને આપણે ?

મન છે નાનું
તૃષ્ણા ઘણી બધી
પૂર્ણ ન થાય ?

નભમાં સોમ
નર્મ આપે પૃથ્વીને
સોમ નિ:સ્વાર્થ.

મારે રમવા જવું
મારે ઉડવું
મારે પણ જીવવું.

બેલીમ ઇલ્યાસ – ઘોઘા

88. S - July 25, 2010

બાળપણ

જીવન ની હર પલ યાદ કરું છુ બાળપણ,
જીવન નું અવિભાજ્ય અંગ છે બાળપણ,

લખોટી ભમરડા અને છાપો,
ખેતર ના અંબા નીચેનો છાયો,
જીવન ની હર પલ યાદ કરું છુ બાળપણ,

ગીલ્લી ડંડા, દોડ અને સંતાકુકડી,
યાદ છે હજુ એ રબડી કુલ્ફી,
જીવન ની હર પલ યાદ કરું છુ બાળપણ,

મિયા ફૂસકી અને વિક્રમ વેતાળ ની વાતો,
આભ ના તારા ગણવાની એ મજાની રાતો,
જીવન ની હર પલ યાદ કરું છુ બાળપણ,

હોળી, દિવાળી અને ઉત્તરાયણ ની યાદો,
માં ના ખોળા મા મજાની એ રાતો,
જીવન ની હર પલ યાદ કરું છુ બાળપણ,

હદય ના એક ખૂણે હજુ પણ જીવતું છે બાળપણ,
જીવન ની હર પલ યાદ કરું છુ બાળપણ,
જીવન નું અવિભાજ્ય અંગ છે બાળપણ,

છિનવાઇ રહ્યું છે આજ ના ભૂલકાઓ નું બાળપણ,
કારણ છે એનું મા બાપ નું ગાંડપણ,
જીવન નું અવિભાજ્ય અંગ છે બાળપણ,


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: