jump to navigation

ગુજરાતી પદ્યનું સહિયારું સર્જન પુન: શરૂ… ફેબ્રુવારી 14, 2008

Posted by ઊર્મિ in પ્રકીર્ણ.
trackback

વ્હાલા મિત્રો,  આજનાં આ વ્હાલના દિવસે આપ સૌને મારા વ્હાલથી વ્હાલ-મુબારક… એટલે કે Happy Valentines Day!! 🙂

ઘણા વખતથી સમયનાં અભાવે સ્થગિત થઈ ગયેલા આપણા આ ‘સહિયારું સર્જન – પદ્ય’ બ્લોગને હું ફરીથી આજથી શરૂ કરું છું… એ પણ આજના જ આ પ્રેમનાં દિવસે… વળી, ભૂતકાળમાં કાયમ મળતો રહેલો આપ સૌનો સાથ અને સહયોગ ભવિષ્યમાં પણ હંમેશા મને અવિરત મળતો રહેશે એવી અંતરમાં અપેક્ષા પણ છે જ.

પહેલાં હું દર શુક્રવારે અહીં એક વિષય આપતી હતી, પરંતુ હાલમાં આવર્તન ઘટાડીને મહિનામાં એક વખત વિષય આપવાનું નક્કી કર્યું છે… પરંતુ આપ સૌ મિત્રોનો જો અવિરત સાથ મળતો રહેશે તો ભવિષ્યમાં કદાચ મહિનામાં બે નવા વિષયો આપવાનું પણ વિચારી શકાય… જોકે, ત્યારની વાત ત્યારે… પરંતુ અત્યારે તો, આજથી જ અહીં મળતા રહીશું… મહિનામાં એકવાર… લગભગ મધ્ય-માસે… એક નવા જ વિષયની સાથે…

આટલા વખતનાં વણકહ્યા વિરામ બદલ તમે મને માફ કરશો ને મિત્રો?!!

તો ચાલો, આજે એક નવા અને પ્રેમનાં સુંદર વિષયથી જ શરૂઆત કરીએ: તમે કોઇના પ્રેમમાં પડ્યા છો? તો પ્રેમમાં પડવું કેવું લાગ્યું?  (આખી પોસ્ટ વાંચલા લિંક પર ક્લિક કરો.)

ટિપ્પણીઓ»

1. Chirag Patel - ફેબ્રુવારી 14, 2008

ઊર્મિ, તમને કાલે જ યાદ કર્યા. અને સહીયારા સર્જનના વીચારને યાદ કર્યો. અને લો આજે તમે હાજર.

2. Chirag Patel - ફેબ્રુવારી 14, 2008

સ્પંદ – ચિરાગ પટેલ Aug 22, 1999

મળ્યાં બે ધબકાર અને પ્રકાશ્યું એક જીવન;
પ્રગટી ચેતના, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

ખળખળ વહેતી અલખનંદા, મળી મહાસાગરને;
ઊભરી મેઘગર્જના, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

પુષ્પ પાંગર્યું આ વનરાવનની લતાશ્રેણીઓમાં;
પ્રગટી સુગંધ, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

લીલુડી ધરતી પર ઝરમર છાંટણાં વર્ષાનાં;
મ્હેંકી અવની, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

ઝબૂકી વીજળી, જઇ મળી પેલી નાની પહાડીને;
પ્રગટી ઉષ્મા, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

વિરહી બન્યું હૈયું, અંતર રહ્યું પ્રિયજનથી;
ઊઠી વરાળ, સૂણ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

જાણ્યું અંતરમન, પ્રેમ વ્યાપ્યો રોમેરોમ;
સૂણ્યો અંતર્નાદ, પામ્યો ત્યાં જ શાશ્વત સ્પંદ.

3. Chirag Patel - ફેબ્રુવારી 14, 2008

અભિવ્યક્તિ – ચિરાગ પટેલ Feb 14, 2003

વાસંતી વાયરાં વાયાં છે અંતરમાં આજે,
પ્રેમની અભિવ્યક્તિ ઉઠી છે અંતરમાં આજે.

દિન છે વેલેંટાઇંસ ડે – પ્રેમીઓનો આજે,
મારા માટે તો છે એ વસંત પંચમી આજે.

વર્ષોનાં વ્હાણાં વીત્યાં છે ઘણાં અચૂક આજે,
પ્રેમની મીઠી અગન પ્રજ્વલિત છે આજે.

પ્યારું પુષ્પ ખીલી ઉઠ્યું છે જીવનમાં આજે,
સંબંધની ક્યારી વિકસાવી રહ્યું છે એ આજે.

પંખીની જેમ ગગનવિહારી બનવું છે આજે,
તલસું ચુંબનનાં અમીછાંટણાં માટે આજે.

જિંદગીની વાસ્તવિક્તા મેળવે છે જે આજે,
સથવારો તારો પ્રેરે છે નવું જોમ આજે.

અતિ સંતપ્ત મન શાતા પામે છે જે આજે,
મળે આ દિન વર્ષો-વર્ષ નિરંતર મને આજે.

પ્રેમની ભીનાશ લખાણમાં વહી છે આજે,
મૃત્યુપર્યંત એકરાર માંગે છે તે આજે.

4. Chirag Patel - ફેબ્રુવારી 14, 2008

ચીચવો – ચિરાગ પટેલ Feb 14, 2006

પ્રેમનો ચીચવો, રંગે રમાડતો, અંગે દઝાડતો;
તારા સાથમાં રસથી તરબોળતો, તરસ છીપાવતો.
પ્રેમનો ચીચવો…
કાજળઘેરી રાતમાં રૂદન છૂપાવતો, સ્નેહે સીંચતો;
ઉખડેલા ઘેઘૂર વડલાંનું થડ, વ્હાલથી એને વધાવતો;
પ્રેમનો ચીચવો …
જીવનનો બોજ ઉપાડતો, ના કહ્યે પણ ઘણું બોલતો;
બધો ભાર ઝીલતો, સ્નેહના અમૃતથી એને વધાવતો.
પ્રેમનો ચીચવો …
હિંમતના બોલ ગાતો, વિષાદથી ભર્યું દિલ ઠાલવતો;
નાનકડાં ફૂલને છાંય દેતો, વહાલપથી એને નવડાવતો.
પ્રેમનો ચીચવો …
ભાન થયું કે, એ તો તારી ભાવનાનો ભર્યો નિતરતો;
અંતરને બોલકું કરી અમી ઝરતો, તારા પ્રેમનો ચીચવો.

5. pravina Avinash Kadakia - ફેબ્રુવારી 14, 2008

પ્રેમમાં પડાય નહી પ્રેમ તો થઈ જાય
બસ આંખો મળે ને પ્રેમ થઈ જાય

હાથ ઝાલ્યો હાથમાં પ્રેમ થઈ જાય
વાચા હરાય ત્યારે પ્રેમ થઈ જાય

હૈયુ હિલોળે જ્યારે પ્રેમ થઈ જાય
ઉમંગો અટવાય જ્યારે પ્રેમ થઈ જાય

ન કોઈની પરવા જ્યારે પ્રેમ થઈ જાય
દિલમાં કંઇ થાય જ્યારે પ્રેમ થઈ જાય

6. neeta - ફેબ્રુવારી 17, 2008

પ્રેમ જો કરે એ મને તો
પ્રેમ પણ વિચારમાં પડશે..
અને
પાછુ એનાં કાળજા માં
મારુ નામ કોતરવુ પડશે.

ન કરે ઇકરાર તો
પોતાનાં થી જ શરમાવુ પડશે..
કરે જો ઇકરાર તો
હ્રદય માં મને વસાવવુ પડશે..

શમણાં માં જો આવે મારા
તો મારી જિંદગી માં શામેલ થાવુ પડશે,
જો રહે દુર મારાથી
તો મારી જુદાઈ માં તડપવુ પડશે..

હમણા કદર નથી
તને મારા પ્રેમ ની
કાંઇ વાંધો નહી.
પણ કાલનોં વિચાર
પણ કરી રાખવો પડશે..

પ્રેમ કરુ છુ ત્યાં સુધી
ઠીક છે દોસ્ત,
રિસાઈ જાઈશ હુ, તો
વાતો મારી યાદ કરી ને રડવુ પડશે

7. jjugalkishor - માર્ચ 6, 2008

પ્રેમમાં પડ્યા નથી,
કોઈને જડ્યા નથી;
પડ્યા પછી જડ્યા હવે –
નડ્યા નથી, રડ્યા નથી.

8. Ramesh Patel - જૂન 18, 2008

શ્રાવણી પૂનમ

શ્રાવણી પૂનમે હસતા ઉપવન
સ્નેહ સુમનથી મહેંકે આંગણ
આંખ ધરે, પ્રેમ મોતીના થાળા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
ફૂલ હસે ને હસે બહેનડી
તારા હસે ને હસે ભાઈલો
સ્નેહે છલક્યા સરોવર સારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
ઝરમર વરસે મેઘ આભલે
બહેનનાં હૈયાં હરખે હેતે
મીલન મધુરાં મોંઘાં ભાળ્યાં
કે આજ ખીલ્યાં પૂનમનાં અજવાળાં
રેશમનો દોરો સ્નેહનો ગોટો
ભાલે તીલક કરી હેતે બાંધ્યો
આરતી કરે સ્નેહ ફૂવારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
ખોલ રે મુખ, ઓ મારા ફૂલ
આશીષ પ્રસાદે ઓવારું સુખ
જુગજુગ જીવજો ભાઈલા મારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
મંગલ જોડી ભાઈ બહેનની
વીરો પૂરસે આશડી તારી
છલકાવું અમર પ્રેમના પ્યાલા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

રમેશ પટેલ (આકાશદીપ)

9. Ramesh Patel - જુલાઇ 2, 2008

prem..love..rasa ramade kon..?
શ્રી ભગવાન

ચૌદલોકના અધિપતિ અવતરિયા, ઘેલુંકીધું ગોકુળિયું ગામ
મોર મુગટ પીતામ્બર શોભે, મનમોહક છે સુંદર શ્યામ

બાળ કનૈયો રુપ રુપૈયો, નટખટ નાનો નંદ કિશોર
સ્નેહ સૂરનો બંસી બજૈયો,શુધ-બુધ ભૂલે વ્રજની નાર

મુખ મનોહર કામણ ગારું, વૃન્દાવનનો વરસે પ્યાર
ઘેલી ગોપી ,ગાય વાછરડુ, જશોદાજી છલકાવે વ્હાલ

માખણ આરોગી થનથન નાચે,ગોપસખાનો કાનો આજ
યમુના તટે કદમ્બની ડાળે, બજાવે બંસી રાધેશ્યામ

સુદર્શન હણે આતતાયી,કલ્યાણ યુધ્ધની કીધી વાત
ધર્મ યુધ્ધની દેતાં દુહાઈ,અર્જુનને દીધું ગીતા ગ્નાન

મિત્ર સુદામાને સ્નેહે ભેટે, ગુંજે જગે પંચજન્ય શંખનાદ
યુગ યુગોથી યોગેશ્વરની માયા, ભાવે ભજે સહુ શ્રીભગવાન

રાસવિહારી રાસ રચાયે, નિર્મળ ભક્તિથી ઝૂમે નરનાર
શ્રીહરિ દર્શને ઠરસે અંતર, રીઝ્યા શ્રીજી, પૂણ્ય અપાર

રમેશ પટેલ(આકાશદીપ)

10. manvant patel - જુલાઇ 15, 2009

Prem chhipaya na chipe, ja ghat paraghat hoy;
Jo mukh pe bole nahi ,nain det hai roy !!!!!!!!!

11. RAHUL REVNE - એપ્રિલ 11, 2010

હું છું કવી, હું કવિતા ની રચના કરું,
પણ મારા જીવન ની કવિતા માં તેટલો જ ગુચવાઉં;

હું કાલ્પનિક ચિત્રો ને શબ્દ માં વર્ણન કરું,
પણ હું મારા દુ:ખ ને જ ના વર્ણન કરી શકું;

શબ્દ ની રચના કરી હું એક સુંદર પંક્તિ રચું,
પણ હું મારી જીવન ની પંક્તિ માં તેટલોજ ગુચવાઉં;

અલ્પવિરામ લઇ ને હું આગળ કવિતા ની રચના કરું,
પણ મારા જીવન માં અલ્પવિરામ ના આગળ જ ના જઈ શકું…

મારી કવિતા ને તો ઘણા પ્રશંસક મળશે મને,
પણ મારા જીવન ની કવિતા ને પ્રશંસક ક્યારે મળશે મને ?????

– રાહુલ રેવણે

12. RAHUL REVNE - એપ્રિલ 11, 2010

ઠંડુ પવન નું ઝોકું વાય છે ,
આંખો માં તાજગી અને દિલ માં ઠંડક વાય છે;
ઊઠે છે તુફાન દિલ માં યાદો ની લહેરોના ,
જ્યાં નજર ફેરવું ત્યાં સર્વત્ર એજ દેખાય છે.

પૂનમ ની ચંદ માં એનું મુખડું દેખાય છે,
ત્તારાઓ ની ચમક માં એની આંખો દખાય છે;
ઝરણાઓ ની વહેણ માં એની હસી સંભળાય છે,
જ્યાં નજર ફેરવું ત્યાં સર્વત્ર એજ દેખાય છે.

છે અમારા બે વચ્ચે મિલો ની દુરી,
છતાં મન તો અમારું એકજ છે,
નજર સમક્ષ ના હોવા છતાં ,
જ્યાં નજર ફેરવું ત્યાં સર્વત્ર એજ દેખાય છે.


Leave a comment