‘રામ’ની શબ્દ-આરાધના કરીએ… માર્ચ 30, 2007
Posted by ઊર્મિ in સર્જનક્રિયા.19 comments
હમણાં થોડા દિવસ પર જ ઠેર ઠેર મર્યાદાપુરુષોત્તમ રામનાં જન્મની એટલે કે રામનવમીની ઉજવણી થઇ હતી!
આજની પોસ્ટ આપણે પ્રભુ શ્રી રામને અર્પણ કરતાં આજનો વિષય પણ ‘રામ’ જ રાખીએ. ભગવાન રામને લગતી કોઇ પણ પ્રાર્થના કે રચના આપણે આજે અહીં લખીશું…
રામ વિશેની રચનાઓ તમે કોઇ પણ કાવ્યપ્રકારમાં લખી શકો છો…
* * *
રામ વિશેની થોડી રચનાઓની ઝલક…
દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇ ને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
આખું ગીત અહીં સાંભળો…
*
લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો !
આખું લોકગીત અહીં વાંચો…
*
પગ તમે ધોવા દ્યો રઘુરાયજી…
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો
આખું ભક્તિપદ અહીં વાંચો…
*
સરોવર કાંઠે શબરી બેઠે, રટે રામનું નામ…
એક દિન આવશે સ્વામી મારા, અંતરનાં આરામ…
(સ્મૃતિમાંથી જ લખ્યું છે એટલે શબ્દ-ફેર હોઇ શકે…)
*
પૂ. શ્રી મોરારીબાપુને ઘણું પ્રિય ભક્તિપદ…
રામબાણ વાગ્યાં હોય તે જાણે !
પ્રભુના બાણ વાગ્યાં હોય તે જાણે;
ઓલ્યા મૂરખ મનમાં શું આણે ?
રામબાણ વાગ્યાં હોય તે જાણે !
આખું ભક્તિપદ અહીં વાંચો…
*
અને છેલ્લે…
હમણાં થોડાં સમય પહેલાં જ મિત્ર હેમંત પૂણેકરે એક રામ વિશેની રચના લખી હતી, જે મને ખુબ જ ગમી ગઇ હતી…
પડદા ઉપર રંગબેરંગી ચિત્રો કેવા ખસતા’તા
હું ને રામ પડદા પાછળ બેઠા બેઠા હસતા’તા
આખું ગીત અહીં વાંચો…
*
તો ચાલો મિત્રો, આપણે પણ પ્રભુ શ્રીરામને શબ્દોથી આરાધીએ…
* * *
‘હું’ અને ‘તું’ માર્ચ 23, 2007
Posted by સુરેશ in સર્જનક્રિયા.26 comments
‘કેમ છો’ થી શરુ કરેલી યાત્રા આગળ ધપાવીએ તો ઔપચારિક ‘અમે અને તમે’ પછી વધારે અંગત ‘હું અને તું’ જ આવે ને ? !
શેખ આદમ આબુવાલા કહે છે :
હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છે પ્રેમમાં ?
કે પછી એવું નથી બન્ને છીએ કંઇ વ્હેમમાં?
અને તુષાર શુકલ કહે છે :
હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યા સંગાથમાં તે આપણે.
તો ભાવનગરના નાઝિર દેખૈયા તો છેક ઉપરવાળા સાથે સંવાદ કરે છે :
હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દૂર નથી.
હું માંગું ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી.
ચાલો ત્યારે આ અઠવાડીયે આપણે આવી ઘણી બધી રચનાઓ આપણા માનીતા અને જાણીતા કવિઓની શોધી કાઢીએ, જેમાં ‘હું’ અને ‘ તું’ બન્ને આવતા હોય – એકલું કોઇ નહીં !
અને ના મળે તો આપણી પોતાની કલમ ચલાવી દઇએ. કયા ‘તું’ કે કઇ ‘તું’ ને સંબોધન કરવું તે તમારી મરજી પર !
પણ ‘તું’ ની શોધમાં ‘હું’ ને ભૂલી ન જતા હોં !
* * *
સંકલિત – રાઝ-તઝમીન-4 :- ખંજર સુધી ગયા માર્ચ 22, 2007
Posted by ઊર્મિ in તઝમીન, સંકલિત.3 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનમાં ભાગ લેવાં માટે સૌ મિત્રોનો ઘણો આભાર…
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો (વધુ…)
સંકલિત – રાઝ-તઝમીન-3 :- ઘરથી કબર સુધી માર્ચ 22, 2007
Posted by ઊર્મિ in તઝમીન, સંકલિત.1 comment so far
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનમાં ભાગ લેવાં માટે સૌ મિત્રોનો ઘણો આભાર…
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો (વધુ…)
‘વિવેક’ માર્ચ 16, 2007
Posted by ઊર્મિ in સર્જનક્રિયા.22 comments
આજે મિત્ર વિવેકનો (ડૉ. વિવેક મનહર ટેલર) જન્મદિવસ છે… પ્રિય મિત્ર વિવેકને સહિયારું સર્જન તરફથી જન્મદિવસની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ અને ગુજરાતી સાહિત્યમાં ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ !!
આજે આપણે આપણાં કાવ્યસર્જનનો વિષય ‘વિવેક’ રાખી, આજની શસ્ત્રક્રિયાઓ (મારો મતલબ- સર્જનક્રિયાઓ 🙂 ) આ તબીબ-મિત્ર વિવેકને ભેટ ધરીએ!
આપણા જીવનમાં વિવેક એટલે કે આદર- કેટલો છે, કેટલો હોવો જોઇએ, કોનો છે, ક્યાં છે, ક્યાં ક્યાં હોવો જોઇએ… કે પછી તમે કોનો / શાનો / શા માટે કોઇનો વિવેક કરો છો… વગેરે પ્રશ્નોના ઉત્તર જો આપણે શોધવા મથીશું તો આપણી અંદર જ આપણને ઘણું બધું પડ્યું જણાશે… બસ એને જ આજે આપણે અહીં વાચા આપીએ…
તમે કોઇ પણ રચનાઓ- એક પંક્તિ, કાવ્ય, કે વિવેક રદીફનું કોઇ મુક્તક કે ગઝલ પણ લખી શકો છો… તમારી રચનામાં જરા શાબ્દિક અર્થમાં ‘વિવેક’ (એટલે કે આદરનો ભાવ) હોય તો ઘણું સારું…! અને તમારા કાવ્યમાં જો છંદનો વિવેક પણ આવ્યો હશે, તો તો સોને પે સુહાગા…!
‘વિવેક’નાં શાબ્દિક અર્થને સમાવતી કોઇ પણ રચનાઓની તમને ખબર હોય તો પણ અહીં જણાવી શકો છો…
મેં ‘ઊર્મિનો સાગર’ પર ગઇ કાલે જ ‘કંકોતરી’ પ્રગટ કરી… ત્યારે મને એના એક શેરમાં અમસ્તો વિવેક નજરે ચડી ગયો…
દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે,
કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.
વિવેકે ગઝલના મક્તામાં પોતાનું નામ વાપરવાનો પ્રથમ પ્રયોગ એમની આ હોવાપણાંની શૃંખલાની ગઝલોમાં કર્યો હતો…
એનાથી શો ડર જેનું છે નામ જ ‘વિવેક’ ?
એને બજારે શબ્દથી દાગી શકાય…
(હોવાપણું – ૧)
જે છે ‘વિવેક’ એ શું છે ? શું હોવાપણું ?
…એક શ્વાસ જે શબ્દો કને માંગી શકાય.
(હોવાપણું – ૨)
શબ્દ જ હતો પણ થઈ ગયો અ-ક્ષર ‘વિવેક’,
દિલમાં જે જીવ્યો એને શું મારી શકાય ?
(હોવાપણું – ૩)
તો ચાલો આપણે મિત્ર વિવેકને માટે વિવેક વિશે કશુંક લખીએ… પણ જરા વિવેકથી!
* * *
* * *
મારા તરફથી મિત્ર વિવેકને આ મુક્તક સસ્નેહ અર્પણ !
* * *
સુરેશદાદા તરફથી વિવેકને…
( શાર્દુલ વિક્રીડિત )
આજે આપ વધ્યા વધુ વરસમાં, કાવ્યો રચ્યા વ્હાલથી.
શ્વાસે શ્વાસ મહીં અહા! શબદને, પંપાળીયા પ્યારથી.
પ્યારા મિત્ર ‘વિવેક’ આપ વધજો, સાહિત્યને માણજો.
કાવ્યો ખૂબ બનાવજો શ્વસનના, પ્રત્યેક ક્ષણ જીવજો.
* * *
અમે અને તમે માર્ચ 9, 2007
Posted by સુરેશ in સર્જનક્રિયા.20 comments
પહેલાં આપણે કેમ છો પૂછ્યું (હજુ પણ પૂછી શકો છો!)…
પછી પોતાનો પરિચય આપ્યો (હજુ પણ પરિચય આપી શકો છો!)…
હવે આપણે અમે અને તમે ની વાત કહીએ…
ભાગ્યેશ જહા કહે છે… ( સાંભળજો… બરાબર ધ્યાનથી!)
અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં,
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં.
વળી સુરેશ દલાલ કહે છે (વાંચી લો ….. ) –
અમે એવા છઇએ : અમે એવા છઇએ.
તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.
અને હ્યુસ્ટનનાં પ્રવીણાબેન તો વળી કહે છે (એ પણ વાંચી લ્યો ત્યારે…)
શા કાજે કડાકૂટ કરો છો
અમે અમે છીએ તમે તમે છો
અમે તમે નથી થવાનાં
તમે અમે નથી બનવાનાં.
તો ચાલો આ અઠવાડીયે આપણે કરીએ,
આખા ગુજરાતી સાહિત્યમાં આ ખજાનાની શોધ…
‘અમે… અને તમે…’ ની રચનાઓ માટેની શોધ…
અને તમને કાંઇ ના જડે તો તમે તમારા પોતાના ‘અમે… અને તમે….’ બનાવી દેજો !!
પણ જો જો હોં … એકલા ‘અમે’ કે એકલા ‘તમે’ નહીં ચાલે !
સંસારરથમાં જેમ બન્ને સાથે જ જોઇએ તેમ ‘સહીયારું સર્જન’ પર પણ…..
* * *
હેપી બર્થ ડે દાદા… સરપ્રાઆઆઆઇઝ!!! માર્ચ 5, 2007
Posted by ઊર્મિ in પંક્તિ/શેર, મુક્તકો, મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત, સમાચાર.18 comments
પ્રિય સુરેશ દાદા,
ગુજરાતી બ્લોગ જગતનાં સર્વ મિત્રો અને ‘સહિયારું સર્જન’ તરફથી તમને 64માં જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… થયું કે, અમે સૌ મિત્રો ભેગા મળીને તમને આજે એક સુખદ આંચકો આપીએ તો?!! (ચાર વરહનાં પોયરાંને અમારે કાંઇ ભેટ-બેટ હો આપ્પી તો પડે જ ને?!! 🙂 ) (વધુ…)
ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો… માર્ચ 2, 2007
Posted by ઊર્મિ in સર્જનક્રિયા.15 comments
ફાગણ આવે અને આપણું મન જાણે રંગબેરંગી રંગોથી રંગાઇ જાય… અને એમાં વળી જ્યારે હોળી આવે ત્યારે રંગાવાનો આનંદ તો ખુબ જ અનેરો હોય છે. પરદેશમાં બેસીને હવે અમે તો માત્ર એની કલ્પના જ કરી શકીએ, અને વધુમાં ભૂતકાળની સોનેરી યાદોને મમળાવી શકીએ… પરંતુ એની મજા પણ એકદમ અનેરી હોય છે હોં મિત્રો! (પડ્યા એટલે નમસ્કાર… એવું સ્તો!)
કાલે જ આ ગીત શીતલ સંગીત પર સાંભળ્યું… ખુબ જ મજા આવી ગઇ.
પછી થયું, આ અઠવાડિયાના આપણા કાવ્યસર્જનનાં વિષયમાં પણ આપણે ફાગણનો કૈફ ચડાવી થોડા રંગો ઉડાડીએ તો ? (વધુ…)