jump to navigation

ગુજરાતી બ્લોગ, બ્લોગર અને બ્લોગીંગ સપ્ટેમ્બર 28, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

મિત્રો, થોડા દિવસ પહેલાં 23મી સપ્ટેમ્બરે ગુજરાતી બ્લોગર-મિત્રોની સૌપ્રથમ મિટીંગ અમદાવાદ ખાતે યોજાઈ હતી… જ્યાં જુગલકાકાએ સૌ મિત્રોને પ્રેમથી કચોરી, સમોસાં અને આઈસ્ક્રીમ પણ ખવડાવ્યા હતા (અમારું પાર્સલ હજી મળ્યું નથી જુકાકા!)… મિટીંગમાં મળેલા સૌ મિત્રોને હાર્દિક અભિનંદન અને (મારા જેવા) ન મળી શકનારાઓને ભવિષ્યમાં મળી શકવા માટે તેમ જ ભવિષ્યનાં મહાસંમેલન માટે શુભકામનાઓ!  મિટીંગનો અહેવાલ તો આપણને પિંકી, જુગલકાકા અને અન્ય મિત્રોએ સમયસર આપ્યા જ કર્યો હતો… અને એની પૂરી વિગતો આપ સૌ જુગલકાકાના બ્લોગ પર વાંચી શકો છો.

આજે અહીં કવિતાનાં વિષયની જગ્યાએ હું ગુજરાતી બ્લોગ, બ્લોગર અને બ્લોગીંગની વાત કેમ કરવા બેસી ગઈ હશે… એવું જ વિચારો છો ને તમે?!!  🙂  તો મિત્રો, એ એટલા માટે કે આજનો વિષય જ મેં એ રાખ્યો છે… ગુજરાતી બ્લોગ, બ્લોગર અને બ્લોગીંગ!!  હવે એના વિશે શું લખવું અને કેવી રીતે કવિતા-જેવું-કંઇ લખી શકાય એવું તમે મને ના પૂછતા હોં… આ તો મને જેવો વિચાર આવ્યો એવો જ મેં એને અહીં ટપકાવી દીધો… બાકી, મારી પણ આજ મૂંઝવણ છે!! 

હા, પણ કવિતા-સર્જન માટે જેવો આ વિષય સૂઝ્યો, એવી જ મને યાદ આવી… આપણા પ્રિય બ્લોગર-મિત્ર નીલમ આંટીએ ગયા વર્ષે લખેલી ‘વિશ્વગુજરાતી’ નામની એક કવિતા…

શુભેચ્છાઓનો કૃત્રિમ વરસાદ
અને વહેવારિયા શબ્દોનું વહાલ
ન ખપે મને………
હું તો ઝંખુ “
અંતરની વાણી”
કરી “
સર્જન સહિયારૂ”
થનગની રહું ભૂલકાઓના “કલરવ” થી
“હાસ્યના દરબાર” થી રહું મલકી,
“રીડ ગુજરાતી” રીડ કરી
શિવશિવા ની કરું ઝાંખી
“જયદીપ ના જગત” થી
કરું સહેલ કાશ્મીરની….
“મારું જામનગર” તો રહ્યું સદા પોતીકું
નજરોને “વિશાલ”કરી,
“લયસ્તરો”માં ડૂબકી મારું
“વાતચીત” કે “સંમેલન” સાથે સંકળાઇ
“અમીઝરણા” માં “ઉર્મિસાગર”થી છલકાઇ
“વિવેક”ની નીરક્ષીર વૃતિ સાથે
“વિજય” પ્રસ્થાન કરી…
“મોરપિચ્છ” નો કરી સંગાથ..
કરું પ્રયત્ન પહોંચવાના સદા…….
“પરમ સમીપે”.

બીજી એક રચના પણ મને યાદ આવે છે, આપણા વ્હાલા બ્લોગર-મિત્ર જુગલકાકાની

સુત્રે મણિગણા ઈવ (અનુષ્ટુપ છંદ)

‘નેટ’ની દોરીએ કેવાં પ્રોવાયાં આપણે  સહુ
માળાના મણકા જેવા, સ્નેહના બંધને  બહુ !

‘વેબ’નું વિસ્તર્યું જાળું તાંતણા તાંતણા થકી,
વિશ્વને ભરડો લેતું, હૈયાં સૌ સાંધતું  નકી.

સમયો સૌના નોખા, નોખી નોખી ઋતુ,અને
નિયમો, સહુને નોખા રીવાજો, દેશ-દેશને.

છોને વ્યવસાયે  વ્યસ્ત, ત્રસ્ત  સંસારસાગરે,
તો ય આ ”નેટડે” મસ્ત સૌ છલકે નિજ-ગાગરે!

વિવિધા આટલી ઝાઝી, ટેન્શનો આટલાં નર્યાં;
તો ય આ “વેબડો” સૌને રાખે ઉલ્લાસથી ભર્યાં!

વિસ્તર્યાં વિશ્વમાં આ સૌ, ઈલેક્ટ્રોનીક્સનાં જીવ
સંધાયાં એક સૌ ભાષા-સુત્રે મણિગણા ઇવ !!

હવે આ પ્રકારની કવિતા બીજા કોઇએ લખી હોય એવું મને તો યાદ નથી આવતું…

અને યાદ કરવા કરતાં, ચાલો ને મિત્રો, આપણે જ લખવા માંડીએ…

ગુજરાતી બ્લોગ, બ્લોગર અને બ્લોગીંગ વિષય પર…. 

ટિપ્પણીઓ»

1. Jugalkishor - સપ્ટેમ્બર 28, 2007

આમ તો મારી રચના જે બહુ જુની છે તે તમે મુકી જ છે છતાં મારા બ્લોગ પર હંમેશ દેખાતાં બે મુક્તકો તમારા કહેવાથી મુકું છું :

1] નૅટની દોરીએ કેવાં પ્રોવાયાં આપણે સહુ ;
માળાના મણકા જેવાં,સ્નેહના બંધને બહુ!

2] તાંતણે શાણી વાણીના, સંધાયાં આપણે સહુ.

2. Jugalkishor - સપ્ટેમ્બર 28, 2007

મારી અનુષ્ટુપ-રચના જે મુકી છે, તેમાં શીર્ષક બહુ જ મહત્ત્વનું છે. એ કેમ ભુલી ગયાં ?

એ છે : “સુત્રે મણિગણા ઈવ” ગીતાના સાતમા અધ્યાયનો સાતમો શ્લોક છે તેમાં એક શબ્દનો ફેરફાર કરીને કાવ્યની છેલ્લી પંક્તીમાં ‘ભાષા’ ઉમેરીને ગીતાજીનો એ શ્લોક આખો આપણાં સૌ બ્લોગર્સ અને વાચકો માટેનો બનાવી દીધો છે !! ખાસ એનું મહત્ત્વ છે તે જોશો.

3. dinesh patel,atlanta - સપ્ટેમ્બર 28, 2007

મૂકવું તો મૂકને હથેળી આભમાં
બ્લોગનું વરદાન ઓ વૈખરી!…

રેશમી સપનું છે આંખોની પાંખોમાં
મળવાની ભાષાની ટેકરી…

વાંચીએ, વિચારીએ, ટહુકો ઉડાડીએ
ઊર્મિ સાગર ભીતર વિસ્તરી…

શિલ્પો ગઝલના,ગીતો ગાંધર્વોના
લયસ્તરો પાષાણે કોતરી…

મનનો મલાજો મૂકીને માછલી
ભડભડતો દિરયો ઊલેચતી…

બ્લોગર હો સુખિયાં, બ્લોગને સજાવી
થઈશું નશીલા બ્લોગરી…

4. gopal h parekh - સપ્ટેમ્બર 28, 2007

બ્લોગની દુનિયાને કારણે મને નવા મિત્રો સાપડ્યા છે જે મૂડી અમૂલ્ય છે, આભાર આપ સૌનો
ગોપાલ

5. ઊર્મિસાગર - સપ્ટેમ્બર 28, 2007

ગુર્જર દૂર?
ના, વસું હું ગુર્જર-
બ્લોગ-નગરી…

(આવું કંઇક અમસ્તું સ્ફૂરી આવ્યું… 🙂 )

6. nilam doshi - સપ્ટેમ્બર 28, 2007

આભાર ઉર્મિ, યાદ રાખવા બદલ. તારી યાદશક્તિ સરસ છે. અમે તો જીવનની અડધી સદી પસાર કરી ચૂક્યા. તેથી……
મને તો યાદ પણ નહોતું.

જયશ્રી ઘેર આવી ત્યારે તને ખૂબ યાદ કરીને તારી ખોટ ખૂબ સાલી…
આ વરસે તો આ કાવ્યમાં ઘણાં નામ ઉમેરવા પડશે.બરાબરને ?

http://paramujas.wordpress.com

7. shivshiva - સપ્ટેમ્બર 29, 2007

મને પણ પાર્સલ નથી મળ્યું

8. Rajendra Trivedi, M.D. - સપ્ટેમ્બર 29, 2007

I AM RECONNECTED WITH OLD AND NEW,
BEING BLOGER.
LEARNER….WRITING IN HINDI AND GUJARATI.
MEETING NEW FRIENDS,
RECONNECING LOST FRIEND OF 1959!BHAI SURESH!
MAHENDRA SHAH,HARISH DAVE…
JAISHREE,NEELABEN AND DR.PATEL !
DR. VIVEK TAYLER AND MANY MORE….
THE INTERNET AND BLOGGERS MAKES ME SAY IN GUJARATI

નેટ’ની દોરીએ કેવાં પ્રોવાયાં આપણે સહુ,

માળાના મણકા જેવા, સ્નેહના બંધને બહુ !

RAJENDRA

9. Pinki - સપ્ટેમ્બર 29, 2007

ઊર્મિ, જ્યારે blog introduce કર્યો ત્યારે
technical knowledge નહિઁ હોવાના કારણે
ઘણા problems થતા અને એને હાસ્યશૈલીમાં શબ્દોમાઁ
ઉતારવા પ્રયત્ન કરેલો તો એ જ લેખ મૂકુઁ છું.

http://pinki.gujaratiblogs.com/2007/08/16/blogging/

10. chetu - સપ્ટેમ્બર 29, 2007

હજુ ગયા વર્ષે તો બ્લોગ એટ્લે શું એ બી નહોતી ખબર..! સાચે જ..!..રીડ્ગુજરાતી દ્વારા આ બધા ગુજરાતી બ્લોગ નો પરિચય થયો ..થેંક્સ મૃગેશ ભાઇ..!..અને અત્યારે હું જ આ બ્લોગ જગત નો એક હિસ્સો બની ગઇ છું એ વાત માનવા માં નથી આવતી…પણ ખરેખર..આપણાં દરેક બ્લોગર મિત્રો એટ્લા બધા કો-ઓપરેટીવ છે કે દરેક માટે આપ સહુ નાં સાથ અને સહકાર બદલ હ્ર્દય માં એક અનોખા માન ની લાગણી ઉદભવી રહી છે..આપણાં બધા વચ્ચે આવુ ને આવુ જ લાગણીનું બંધન રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના..!

11. pravinash1 - સપ્ટેમ્બર 30, 2007

‘બ્લોગ, બ્લોગર અને બ્લોગીંગ’
લાગે જાણે ‘ગુડ,બેટર અને બેસ્ટ’

શરૂ શરૂમાં લાગતું આનો કેવો ટેસ્ટ
પણ આજે મુજને કરવા ન દેતું રેસ્ટ

ઊર્મિ, નીલાબહેન, નિલમબહેન જેવાં
મિત્રો પામી આ ‘સહિયારા સર્જનની ભેટ.

12. Pranav - ઓક્ટોબર 2, 2007

કવિતા…. નહી ! પણ thanks કહેવાની તક આપતા હો તો …..
ગુજરાતી બ્લોગ્સઃ કવિ સંમેલન નો પર્યાય અને કવિતા ની દૈનિક આવૃત્તિ!
અને અમુક તો “અખંડ આનંદ” અને “ભુમિપુત્ર” ની પણ ગરજ સારે!
આમ તો દરેક ને વ્યક્તિગત રીતે “લડાવવા” નુ મન થાય છે પણ…!
Special thanks to Urmi as “urmisaagar” was the first ever Gujarati blog I visited.
Thanks to one and all!

13. અખિલ સુતરીઆ - ઓક્ટોબર 2, 2007

વિશ્વભરમાં ફેલાયેલા અને મહદ અંશે જેમને જાણતા ન હોઇએ તેવા ગુજરાતી જાણનારાઓ સાથે વિચારોને માતૃભાષામાં વહેંચવા માટે બ્લોગીંગ આશિર્વાદ સમાન છે. એન્ટર અને એસકેપ વચ્ચેની આ દુનિયામાં પગ મૂક્યા પછી મન વિચારે અને આંગળીઓ કી બોર્ડ પર તેને અનુસરે .. શબ્દો બે ‘જણ’ ને ઓળખાણ કરાવે .. અને વિચાર વિનિમયનો પ્રારંભ થાય. મારા બ્લોગ – ‘અંતરના ઉંડાણમાંથી’ અને મારી વેબસાઇટની મુલાકાત લેવા આમંત્રણ છે.

14. kishorsinh sisodia - એપ્રિલ 2, 2008

ચાલો મળીયે
કઇક તો કહીયે
મન ભરીયે

અમે કુવારા
ખુશીયો ના ફુવારા
એકે હજારા

15. Ramesh. Patel - જુલાઇ 30, 2008

…..ચાહને ગૂંજાવતું રમે
હોય અંધારી રાત પણ સામે મનગમતો ચાંદો ખીલે
રાતરાણી થઇ મ્હેંકી ઊઠું ને આકાશ નાનું પડે

સાગર કિનારે અટૂલો એકલો હું ને આવી મોંજાં ઉછળે
પામું સ્નેહ કુંભ ને મન મંથને અમી સીચું બધે

વિટંબણાના ચક્રવ્યૂહે પથ્થર દિલે હું નીશદિન ઘૂમું
આવું ઘરે ને શીરે માયાળું માવડીના હાથું ફરે

પાનખરે નીરખું સુકી ડાળ ને એક કૂંપળ ફૂટે
જીવન પુષ્પો એવાં ખીલે કે પ્રભુનું શરણું મળે

પ્રગટાવું દીપ ગોખલે ને સાથે જલાવું ધૂપસળી
હૃદયના ભાવ છલકે અશ્રુથી ને હરિ વૈકુંઠડું ભૂલે

કોઈ એવું સામું મળે કે ભાવથી ભેટી પડે
હસી હસાવી માંહ્યલાને ચાહથી ગૂંજાવતું રમે

કરતાલ આવે હાથ ને છેડું મલ્હાર આભલે
ઝીલું ઝીલું મેઘો એવો કે યૌવન હરખડું જલે

રમેશ પટેલ(આકાશદીપ)

16. sonal.khushi - ઓક્ટોબર 1, 2008

akhil bhai e ekdam sachu kidhu che.. google ma search karta karta hai aavi ne atki ane jane gujrati ni mini sammelan joyu… blog ni duniya maa ghana gujrati o che.. parnti badha ek mek thi durr che… chalo ek bija ne odkhiye.. navi janiye ane sikhiye….

hu gujrati tatha hindi maa pan kavita ane shayri lakhu chu..
thodo samay kadhi ne nazar nakh sho…
navi chu aa blog na vishwa ma to,
thodi sachi salah pan aapsho…
lakhu hci kavita mara manna undaan thi
bhul chuk thaay to maaf karsho…

17. Ajit Desai - એપ્રિલ 20, 2009

excellent and bravoooo

18. RAKSHIT DAVE - ઓગસ્ટ 4, 2009

MARE MARI LAKHLI KETLIK KAVITO RAJU KARVI CHEE TO AAP MANE YOGYA RASTO BATAVSHO G.

19. RAKSHIT DAVE - ઓગસ્ટ 4, 2009

AA JAGYA A GUJARATI MA KEVI RITE LAKHVU TE MATE MARGDARSHAN AAPSHO TO HUN AAPNO GHANOJ AABHARI TAHISH

20. DHARMENDRASINH RANA - નવેમ્બર 2, 2009

ગુજરાતીને ગુજરાતી ભાષાનાં માધ્યમથી સમગ્ર વિશ્વમાં આગવી ઓળખાણ ગ્લોગ રચયીતાઓએ અપાવી દીધી છે. નવી પેઢીને ગુજરાત અને ગુજારાતી બંને સાથે જોડી રાખવા બ્લોગ ખૂબ સારૂ માધ્યમ છે..
મેં ૨૦૦૧ નાં અરસામાં મારા વિચારોની અભિવ્યક્તિ માટે પ્રિન્ટ મીડીયામાં ઝંપલાવેલું અને સતત છ વર્ષ સફ્ળતાપૂર્વક ચલાવ્યું પણ ખરૂ.. આખરે બંધ પડયું.. પણ ચિંતા નથી હવે બ્લોગનો સહારો મળ્યો છે..ગુજરાતી બ્લોગર્સની ટીમમાં મારો સમાવેશ કરશો તો આનંદ થશે.. મારો બ્લોગ નીચે મુજબ છે.
http://www.prernapiyush.wordpress.com
http://www.prernapiyudh.blogspot.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: