jump to navigation

સંકલિત: ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો… નવેમ્બર 2, 2007

Posted by ઊર્મિ in મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત, હાઇકુ.
trackback

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

સર્જનક્રિયાની આગળની પોસ્ટ:  ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો…

* * *

મુક્તપંચિકા

કેસુડા રંગે
ભીંજ્યુ જોબન
વાસંતી કો વાયરો
મદમસ્ત શો
મહેકી ઊઠ્યો

(નીલા કડકિયા)

*

મુક્તપંચિકા

રંગભીનેરા
ફાગણ ફાગે
મત્ત બનીને મ્હાલે,
કામણગારું
યૌવન આજે.

થનથનાટ!
ઝણઝણાટ!
ભીંજાતો ફાગણિયો
રંગસભર
તડફડાટ.

(હરીશ દવે)

*

હાઈકુ

ફાગણ આવ્યો,
પણ સાજન વિણ
મને ના ભાવ્યો!

હોળી સળગી,
હોમેલી એક ઇચ્છા-
કાં ન સળગી?

કેસૂડો જોઇ
યાદ આવ્યું, કે હું ય
કેસૂડો હતી!

લજ્જા ઊભી, શેં
કહું તુજને પ્રિયે?
‘હા, રંગો મને!’

રંગો શેં રંગે
મને? રંગાઇ છું હું
તો શ્યામ રંગે!

(ઊર્મિસાગર)

*

વૃક્ષ વૃક્ષની ડાળ ડાળમાં,
નવજીવનના પ્રાણ સંચર્યા.
કૂંપળો ફૂટી સુક્કી ધરામાં,
કેસૂડાં મન મેલી ફાલ્યા.

પરાગકણ જ્યાં ત્યાં પથરાયા
ભમરા ગુંજન કરતા ઘુમ્યા,
જાત ભાતના કિટકો પ્રગટ્યા,
વસંત તાલે ગાતાં ગાણાં.

માનવહૈયે દીવડા પ્રગટ્યા,
નવજીવનના પ્રાણ સંચર્યા,
જ્વાળા દેખી પ્રગટી જ્વાળા,
ઝરમર ઝરમર જાગી ઝંખના.

ધ્રિબાંગ ઢમ ઢમ ઢોલ ધબૂક્યા,
સંગ હોલીકા સ્વપ્ન ભભૂકયા.

(સુરેશ જાની)

*

મનન આઁગણ આવે ફાગણ,રઁગોના લઇ કામણ;
વસન્ત વીઁઝણા ઢોળે નમણા,મેઘધનુષી શમણાઁ.
ફુલની ફોરમ મહેઁકે આઁગણ,ઢાળે ઘેરા નેણ;
વાઁસળી વેરણ બનીને કારણ,જગવે આશ-કિરણ.
હોળી ખેલે માનવ-મહેરામણ,ઉમઁગ લાવે ફાગણ;
ધક ધક ધડકે હ્ર્દય અજાણે,પ્રેમના ઢાઈ વેણે……….

(દેવિકા ધ્રુવ)

*

 

ટિપ્પણીઓ»

1. Harshad Jangla - નવેમ્બર 5, 2007

ફાગણ આવ્યો
ફુલડાઁ લાવ્યો
મનને ભાવ્યો

2. pravina Avinash - નવેમ્બર 30, 2007

ફાગણ અવ્યો
સાજન તારી
મધુરી યાદ લાવ્યો

ફાગણ આવ્યો
નયણે આશ
ઉમ્મીદનો તાર બાંધ્યો

3. Ramesh Patel - જાન્યુઆરી 26, 2008

કે હોળી આવી રે

હલકે હલકે ફોરે રે ફોરમ,કે હોળી આવી રે
છાયી મસ્તી મનને અંગ કે હોળી આવી રે

વગડે મહોર્યા કેસૂડાના રંગ કે હોળી આવી રે
છાયી મસ્તી મનને અંગ કે હોળી આવી રે
આવી વસંતની વણઝાર,ઊછળે રંગોના ઉપહાર
આજ આવી કા’નાની યાદ, આવો હેતે રમીએ રાસ
કે હોળી આવી રે ,કે હોળી આવી રે

ખેતરે મલકે મોંઘા મોલ,ફાગણે વાગે ફાગિયા ઢોલ
મનમાં ઝૂમે ખુશી નાં ગીત,આજે ઝૂમે મનના મીત
કે હોળી આવી રે

મલકે યૌવન ઉભા બજાર,ખાશું ધાણી ને ખજૂર
અબીલ ગુલાલ છાયો રે આકાશ,પાપનો થાજો રે ભાઈ નાશ
કે હોળી આવી રે

ટહૂંકે કોયલ આંબા ડાળ, વૃક્ષો ઝૂમે મંજરી સાથ
પુષ્પોએ ધરિયાં રુપ રંગ ,નવોઢા ના ઉરે છલકે ઉમંગ
કે હોળી આવી રે

રમેશ પટેલ(આકાશદીપ)

4. Ramesh Patel - જાન્યુઆરી 26, 2008

ગોકુળની ગલીઓમાં રમવી છે હોળી
બ્રહ્મરસમાં ભૂધરજી દેજો ઝબોળી
રાધાના ઉરની ઊર્મીઓ કેવી ઢંઢોળી?
પ્રભુ પ્રેમની મસ્તીમાં દેજો રગોળી
કેવારે તપ તમે કીધા ગોપ ગોપી?
કા’ના કિરતારે ઢોળી પ્રીતડી અનોખી.
રમેશપટેલ(આકાશદીપ)

5. વિશ્વદીપ બારડ - ફેબ્રુવારી 1, 2008

Urmi can you add my new site on Gujarati blog..??

..”બાળ-ફૂલવાડી”

http://vishvadeep.gujaratisahityasarita.org

Thank you very much

6. Ramesh Patel(Aakashdip) - ફેબ્રુવારી 3, 2008

વસંત
સજ્યા શણગાર ભરી રંગો ભરપૂર
મલકે છે મુખ નીરખી કુદરતનું રુપ
ખોબલે ખૂલ્યા આજ ખૂશીના ખજાના
આજ વાયા છે વાયરા વસંતના

સુગંધી સમીરે દીધા સંદેશ ચોદીશ
કેસુડાના રંગો છલક્યા ચોદીશ
મીઠા લાગ્યા છે મને ટહૂંકા કોયલના
આજ વાયાછે વાયરા વસંતના

રુપરંગે ખીલ્યાછે પુષ્પો ને પર્ણ
ભમરાઓ ભમતા આજે કુસુમોને દલ
સરોવર હીંચોળે છે ગુલાબી પોયણાં
આજ વાયા છે વાયરા વસંતના

ઋતુરાજની શોભાથી શોભે છે અવની
લીલીછમ વેલીઓને ફૂલની રંગોળી
મરકે છે હોઠ રતુંબલ યૌવનના
આજ વાયાછે વાયરા વસંતના

વિહંગ સંગ ઝૂમે મસ્તીથી મંજરી
ગાતી રે ગીત છૂપા ઝૂમતી કળી
સૂણજો રે સૂર મારા દિલડાના
આજ વાયાછે વાયરા વસંતના
રમેશપટેલ(આકાશદીપ)

7. Neil Patel - ફેબ્રુવારી 22, 2008

I have enjoyed poems of shri Ramesh patel (Aakashdeep),giving pleasure and creating liking for mother tounge. Aaja vayachhe vayara vasantanaa–good really good.

Neil Patel

8. Ramesh Patel - ફેબ્રુવારી 28, 2008

રંગોની વણઝાર

રંગમાં રમીએ રંગે રમીએ, લઈ રંગીલી આશ
સાત રંગોને પરોઢ્રે પાથરી,ઉષા સજાવે આકાશ

રંગ માં રંગ ભળે ને હાલે,રંગોની વણઝાર
રંગ રંગોળી સુંદર મજાની, દે મીઠા આવકાર

પૂરે પ્રેમથી પ્રભુ પુષ્પે , પ્યારા રેશમીયા રંગ
વેણી ગજરા સુગંધી ગુલદસ્તાએ, હરખે મનને અંગ

રંગીલા ઉત્સવ મલકી આંગણીયે,છલકાવે રંગ ગુલાલ
પંચરંગી પોષાકે પ્રગટે, નયન નીતરતા વ્હાલ

લાલ લગાડે પીળાની માયા, નારંગી થઈ છાયે
વાદળી વરસાવે વહાલ પીળા પર, ધરતી લીલુડી ગાયે

શ્યામલ રંગ હસતો કહેતો,જોજો લાગે ના કોઈ દાગ
શ્વેત રંગે શોભા ઝીલજો , દઈ શાન્તી પૈગામ

જળ જેવા થઈ નીત ઝીલીએ સૃષ્ટિના સર્વે રંગ
મેઘ ધનુષ્યના રંગો માણી દઈએ દુનિયાને ઉમંગ

રમેશ પટેલ(આકાશદીપ)

9. Ramesh Patel - માર્ચ 9, 2008

વધામણી વસંતની
નિહાળી ઉપવને પાનખરમાં વૃક્ષોની દશાપામું વ્યથા
વદે વૃક્ષ દેવતા,તપસ્યાના ફળ મળે ધીરજથી ભલા
સમયના વહેણ તો વહેશે સદા નીજ રંગમાં
નીરખો તમે મલકી રહી કેવી કૂંપળો રાગમાં

મલકતી તામ્રવર્ણી પાંદડીઓ ફરફરી કહી રહી મને
દાતા તો દિધ્યા કરશે , તું ખુદ થા શાબદા
આવતા સપ્તાહે અમે નિમંત્ર્યા છે વનમિત્રોને
છાબડીઓ છલકતા રંગો થકી જોજો વધામણી વસંતની

ખીલી સૃષ્ટી સુમન થકી દેતી સંદેશ મ્હેંકાવતી
દેખ કૌવત કેવી પલટાવી પાનખરને અમે વસંતમાં
ભાગ્યશાળી છો તરુઓ તમે પૃથ્વીરજ સમ મિત્રથી
સીંચે અમી તુજને રળવા સરપાવ સદા વસંતના

‘આકાશદીપ’વદે વાહ કુદરત્!તારા કરીશ્મા છે અકળ
સખા દેજે સર્વને , આ ગુણીઅલ ધૂળ સમા.

રમેશ પટેલ(આકાશદીપ)

10. Keyur Patel - માર્ચ 16, 2008

Beautful poems, enjoyed.
Keyur Patel

11. Chandra Patel - માર્ચ 20, 2008

હલકે હલકે ફોરેરે ફોરમ–આકાશદીપની રચના ઘણી જ ગમી.
ચન્દ્ર પટેલ

12. માયા એન ભોજક - ઓક્ટોબર 3, 2008

hi.i really enjoy all the poems ગુજરાતી ભાષાના જતન માટે જ જાણે આ સાઈટ ની રચના થઈ છે તે બાબત ચરિતાર્થ થતી હોય એવુ મને લાગે છે
મારી કવિતાઓ અહિં મુકવા માટે તત્પર છું પણ થોડીક કામ માં બીઝી હોઈ સહેજ સમય લઈ ને હાજર થઈશ ત્યાં સુધી રાહમાં ……

– માયા


Leave a comment