jump to navigation

ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો… March 2, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

ફાગણ આવે અને આપણું મન જાણે રંગબેરંગી રંગોથી રંગાઇ જાય… અને એમાં વળી જ્યારે હોળી આવે ત્યારે રંગાવાનો આનંદ તો ખુબ જ અનેરો હોય છે.  પરદેશમાં બેસીને હવે અમે તો માત્ર એની કલ્પના જ કરી શકીએ, અને વધુમાં ભૂતકાળની સોનેરી યાદોને મમળાવી શકીએ… પરંતુ એની મજા પણ એકદમ અનેરી હોય છે હોં મિત્રો! (પડ્યા એટલે નમસ્કાર… એવું સ્તો!)kesuda_oval.jpg

આંખ્યુનાં આંજળમાં ફાગણનો કૈફ અને 
અંબોડે કેસૂડો લાલ…
રંગ ને સુગંધના સરવરીયે સંગ સંગ,
સાંવરીયા રમવાને ચાલ…
હો સાંવરીયા રમવાને ચાલ…
સાંવરીયા રમવાને ચાલ…

(સુરેશ દલાલ)

કાલે જ આ ગીત શીતલ સંગીત પર સાંભળ્યું… ખુબ જ મજા આવી ગઇ. 

પછી થયું, આ અઠવાડિયાના આપણા કાવ્યસર્જનનાં વિષયમાં પણ આપણે ફાગણનો કૈફ ચડાવી થોડા રંગો ઉડાડીએ તો ?

ફાગણનો કૈફ ચડાવી અને આપણાં દુર્ગુણોની હોળી સળગાવી, કેસૂડાનાં રંગોમાં રંગાઇને, ચાલો આપણે પણ આપણા સપનાઓનાં થોડાં અબીલ-ગુલાલ અહીં ઉડાડીએ…

આપ સૌના હોળીનાં રંગોમાં રંગાવાનાં પોતપોતાના અનુભવો પણ અહીં કાવ્યાત્મક રીતે લખી શકો છો!!

કોઇ પણ રચનાઓ લખો… બસ એટલું ધ્યાન રાખજો કે તમારી રચનાઓ ફાગણ, કેસૂડાં કે હોળીનાં રંગોથી રંગાયેલ હોય અને આપણને બધાયને એ થોડું થોડું રંગી જાય…

* * * holi_fire2.jpg

ફાગણ અને એના રંગો વિશે થોડી વધુ રચનાઓ માણો!!

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ…
પછી મલક્યા વિના તે કેમ રહીયે.. 

કામણ કીધા છે અહીં કેસુડે એવા…
કે મહેંક્યા વિના તે કેમ રહીયે…

(કવિનું નામ કોઇને ખબર હોય તો જણાવશો…)

ટહુકા પર આ ગીત સાંભળો…holi1br.gif

ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…

(કવિનું નામ કોઇને ખબર હોય તો જણાવશો…)

ટહુકા પર આ ગીત સાંભળો…

ફાગણ આવ્યો હે સખી, કેશુ ફૂલ્યાં રસાળ;holi.jpg
હૃદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ.
(રત્નો)

ફાગણ ફટાયો આયો,
કેસરિયા પાઘ સજાયો
જોબનનાં જામ લાયો,
રંગ છાયો રંગ છાયો રે
(બાલ મુકુંદ દવે)

(મેઘધનુષ પરથી…) 

ફાગણમાં કોઇનાં ઉપર વારી જવાનાં ‘કારસ્તાન’ કરવા માટે ઉશ્કેરતી આ સુંદર ગઝલ લયસ્તરો પર વાંચો…

ઐસે ખિલતે હૈ ફૂલ ફાગુન મેં
લોગ કરતે હૈ ભૂલ ફાગુન મેં

(સુર્યભાનુ ગુપ્ત)

* * *

Advertisements

Comments»

1. Neela Kadakia - March 2, 2007

કેસુડા રંગે
ભીંજ્યુ જોબન
વાસંતી કો વાયરો
મદમસ્ત શો
મહેકી ઊઠ્યો

2. Jayshree - March 2, 2007

આંખ્યુંના આંજણમાં – સુરેશ દલાલ
Listen the song here : ( its one of my very fav song )

http://tahuko.com/?p=382

3. હરીશ દવે - March 3, 2007

ફાગણની રંગભરી મુક્તપંચિકા

રંગભીનેરા
ફાગણ ફાગે
મત્ત બનીને મ્હાલે,
કામણગારું
યૌવન આજે.
……………….
* * * * * * * * હરીશ દવે … અમદાવાદ

4. હરીશ દવે - March 3, 2007

ફાગણની મસ્ત મુક્તપંચિકા

થનથનાટ!
ઝણઝણાટ!
ભીંજાતો ફાગણિયો
રંગસભર
તડફડાટ.

……………
* * * * * * * * હરીશ દવે … અમદાવાદ

5. Bansinaad - March 3, 2007

[…] ૧                ૨                 ૩                 ૪   […]

6. હાઇકુ - 2 : ફાગણ અને હોળીનાં રંગો « ઊર્મિનો સાગર - March 3, 2007

[…] ‘સહિયારું સર્જન’ પર ફાગણ, કેસૂડાં … […]

7. ઊર્મિસાગર - March 3, 2007

ફાગણ આવ્યો,
પણ સાજન વિણ
મને ના ભાવ્યો!

હોળી સળગી,
હોમેલી એક ઇચ્છા-
કાં ન સળગી?

કેસૂડો જોઇ
યાદ આવ્યું, કે હું ય
કેસૂડો હતી!

લજ્જા ઊભી, શેં
કહું તુજને પ્રિયે?
‘હા, રંગો મને!’

રંગો શેં રંગે
મને? રંગાઇ છું હું
તો શ્યામ રંગે!

8. મુક્તપંચિકા: 04/03/2007 « અનુપમા - March 5, 2007

[…] મુક્તપંચિકાઓ ઊર્મિબહેન સંચાલિત “સહિયારું સર્જન” પર વાંચી શકશો. … હરીશ દવે  … […]

9. Suresh Jani - March 5, 2007

વૃક્ષ વૃક્ષની ડાળ ડાળમાં,
નવજીવનના પ્રાણ સંચર્યા.
કૂંપળો ફૂટી સુક્કી ધરામાં,
કેસૂડાં મન મેલી ફાલ્યા.

પરાગકણ જ્યાં ત્યાં પથરાયા
ભમરા ગુંજન કરતા ઘુમ્યા,
જાત ભાતના કિટકો પ્રગટ્યા,
વસંત તાલે ગાતાં ગાણાં.

માનવહૈયે દીવડા પ્રગટ્યા,
નવજીવનના પ્રાણ સંચર્યા,
જ્વાળા દેખી પ્રગટી જ્વાળા,
ઝરમર ઝરમર જાગી ઝંખના.

ધ્રિબાંગ ઢમ ઢમ ઢોલ ધબૂક્યા,
સંગ હોલીકા સ્વપ્ન ભભૂકયા.

10. pravinash1 - March 5, 2007

ફાગણ આયો રે
મનને ભાવ્યો રે

11. devika dhruva - March 7, 2007

મનન આઁગણ આવે ફાગણ,રઁગોના લઇ કામણ;
વસન્ત વીઁઝણા ઢોળે નમણા,મેઘધનુષી શમણાઁ.
ફુલની ફોરમ મહેઁકે આઁગણ,ઢાળે ઘેરા નેણ;
વાઁસળી વેરણ બનીને કારણ,જગવે આશ-કિરણ.
હોળી ખેલે માનવ-મહેરામણ,ઉમઁગ લાવે ફાગણ;
ધક ધક ધડકે હ્ર્દય અજાણે,પ્રેમના ઢાઈ વેણે……….

12. હોળી « કાવ્ય સૂર - March 8, 2007

[…] પહેલાં ‘ સર્જન સહીયારું ‘ પર […]

13. Sandeep Dave - April 26, 2007

i am very happy for this site….thankyu very much for that………..
and i also write poems so… plzz give me one chanse…
Sandeep Dave,
Gandhidham,

14. સંકલિત: ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો… « સહિયારું સર્જન - પદ્ય - November 2, 2007

[…] સર્જનક્રિયાની આગળની પોસ્ટ:  ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો… […]

15. Ajay - October 20, 2008

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ…
પછી મલક્યા વિના તે કેમ રહીયે..
કામણ કીધા છે અહીં કેસુડે એવા…
કે મહેંક્યા વિના તે કેમ રહીયે

This poem written by Purshottam Upadhaya


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: