jump to navigation

ધરતી, ધરા, ભૂમિ મે 25, 2007

Posted by સુરેશ in સર્જનક્રિયા.
18 comments

આપણે ચન્દ્રની યાત્રા કરી આવ્યા!
પણ આપણી મા જેવી ધરતીને ભૂલી જઇએ તો ?

જુઓ વિવિધ કવિઓ શું કહે છે?

પવન તું , પાણી તું, ભૂમિ તું  ભૂધરા
વૃક્ષ થઇ ફૂલી રહ્યો આકાશે.

– નરસિંહ મહેતા

અમારી ધરતી સોરઠદેશની ઊંચો ગઢ ગિરનાર,
સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નર ને નાર.
– સોરઠી દુહો

ધરા ધણધણે  ભલે,  થરથરે  દિશા,  વ્યોમમાં
પ્રકંપ  પથરાય  છો,  ઉર  ઉરે  ઊઠે  ભીતિનો

– સુંદરમ્

ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ , ન પતન સુધી
અહીં આપણે તો જવું હતું, બસ એકમેકના મન સુધી.

-‘ ગની ‘દહીંવાલા

પ્રથમ તો આ આભ ધરતીના તફાવતને મિટાવી દઉં,
કે ફૂલોને ઉજાસ આપું, સિતારાને સુવાસ આપું.
– ‘બેફામ’ 

“ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.”
– નાઝિર દેખૈયા

બીજ છુપાયું ધરતી નીચે સાવ જ ઓછા કદનું,
તમે  જુઓ  છો ફૂલ, વૃક્ષની ઉપર ઊંચા પદનું.
– ઇન્દ્ર શાહ ( ઓહાયો)

આપણે આ ધરતીના હતા એ પહેલાંથી આ ધરતી આપણી હતી.
આપણે આ ધરતીના થયા એના સૈકા પહેલાથી એ આપણી હતી.

– રોબર્ટ ફ્રોસ્ટ (અનુવાદક ? )

અને આપણા બ્લોગર મિત્રો ……

મોક્ષની વાતો બધા કરતા ફરે
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો?

– હિમાંશુ ભટ્ટ

સરળ ને સાદી બાનીમાં ‘વફા’ કહી દો મરમ,
સુકાયેલી ધરાના બાળ પણ ભણશે ગઝલ.

મોહમ્મદ અલી ભૈડુ ‘ વફા’

તો આ અઠવાડીયે આપણે ધરતી માતાને યાદ કરીશું અને ધરા, ધરતી, ભૂમિ કે દુનિયા શબ્દો વાપરી રચનાઓ બનાવીશું

અથવા ફરી પાછી …..

નવી ખજાના શોધ …

જુઓને! આપણા બધાના પ્રયત્નોથી  ‘ઉર્મી’નો આ ખજાનો કેવો મબલખ થતો જાય છે?
‘અલીબાબા’ ના ખજાનાને પણ ટપે તેવો ………

આભાર, આદિલજી! મે 19, 2007

Posted by સુરેશ in પ્રકીર્ણ.
3 comments

શુક્રવારે ટપાલ મુકવાના અમારા નિયમને વેગળો મુકી આજે હું અહીં મારી લાગણી વ્યક્ત કરું છું.

મારી દીકરી જેવી ઊર્મિને આદરણીય ‘આદિલજી’ એ ‘આદરણીય’ કહીને હલબલાવી દીધી… અને મને પણ!

અને વાંચકોની જાણ સારું…… આ નવોદિતોની કવિતા-શાળામાં આદિલજીએ પણ તઝમીન  બનાવીને અમારા ઉત્સાહને એક નવો વળાંક આપ્યો હતો તે પણ કેમ ભુલાય?

તેમનાં દીકરા અને દીકરીએ પણ અહીં હાજરી નોંધાવીને અમારા આનંદને ચરમ સીમાએ પહોંચાડી દીધો છે! 

નવી પેઢીની ‘ઊર્મિ’માં ભાવ છે, શક્તિ છે, અદબ છે, વિવેક છે. આદિલજીના આશિર્વાદથી તેમાં ચાર ચાંદ ભળશે તે નિશંક વાત છે.

આભાર, દિલોજાન દોસ્ત હે ‘આદિલ’
ફરી આવો સમો, આ જણ મને મળે ન મળે.

આ અભિયાનમાં ભાગ લેવા માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર…. ખુદા આપણા આ સહિયારા સર્જન-યજ્ઞને નવી ઊંચાઇઓ અર્પે!

આમીન !

‘મળે ન મળે’ – શ્રી આદિલજીને 71માં જન્મદિનની શુભકામનાઓ… મે 18, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
23 comments

આદરણીય શ્રી આદિલ મંસૂરીજીને એમનાં 71માં જન્મદિવસે ‘સહિયારું સર્જન’ અને સૌ મિત્રો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મંગલ શુભકામનાઓ સહિત… પ્રણામ!

adil_mansuri_pic.jpg

આમ તો શ્રી આદિલ સાહેબ માટે મારે કાંઇ કહેવું, એટલે નાના મોંએ મોટી વાત કરવા જેવું લાગે…  છતાંયે હું પ્રયત્ન કરવાની ગુસ્તાખી કરું છું. (વધુ…)

મા મે 11, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
12 comments

રવિવારે મધર્સ ડે છે… બધાને એડવાન્સમાં ‘હેપી મધર્સ ડે!’

આ દિવસ આપણે આખું અઠવાડિયું જ મનાવીએ તો? તો ચાલો તૈયાર થઇ જાવ પોતપોતાની મમ્મીને માટે કવિતા લખવા…  ‘મા’ – આ એક જ શબ્દ જો આપણે હૃદયથી ઉચ્ચારીયે તો એક પ્રકારની ઠંડક મહેસૂસ થાય છે, ક્ષણભર માટે જાણે આપણી સમગ્ર પીડા હરી લે છે એ ‘મા’… આપણે ગમે તેટલા મોટા અને મહાન થઇ જઇએ, માથી આગળ તો કોઇ જઇ શકતું નથી… રાજા ય નહીં અને રંક પણ નહીં… પછી ભલે એ ‘મા’ કોઇ રાજરાણી હોય કે પછી કોઇ ઝૂંપડીમાં રહેનારી એક અભણ અને ગરીબ હોય… અને એક નાના બાળક માટે તો મા એટલે એની આખી દુનિયા… ‘મા વિના સૂનો સંસાર (હા, જેમ ખાંડ વિના મોળો કંસાર)’!  મા એ દેવકીની જેમ જનની પણ હોય શકે, અને મા એ યશોદા પણ હોય શકે… અને વળી, ‘મા’ ને ક્યાં જાત-પાત હોય છે?!! એ તો બસ, માત્ર ‘મા’ જ છે!!  જેને માટે ખુદ શ્રી ગણેશજી પણ પોતાનું માથું ધરી દે છે….!

આજે આપણે મા-માવડી-મમ્મી-જનની-જનેતા-બા વિશે કંઇક લખીએ… માતા-પુત્ર કે માતા-પુત્રી વિશે.. અથવા તમારી ‘મા’ તરીકેની આસ્થા જે કોઇ વ્યક્તિમાં પણ હોય એના વિશે પણ તમે લખી શકો છો… તમારી ‘મા’ની અનુભૂતીને વાચા આપતી કોઇ પણ વાત આપ અહીં કાવ્યમાં રજૂ કરી શકો છો…

મને તો મા કે મમ્મી શબ્દ આવે એટલે પહેલું ગીત આ જ યાદ આવે… મને ખાતરી છે તમને પણ મોટેભાગે તો આ જ ગીત યાદ આવતું હશે…k-yasoda.jpg

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે…  
જનની રે જોડ સખી, નહીં જડે રે લોલ…

થોડા વખત પહેલાં જયશ્રીએ ‘ટહુકા’ પર કવિશ્રી ઈન્દુલાલ ગાંધીનાં બે કાવ્યો રજૂ કર્યા હતા, જે મને ખૂબ જ ગમ્યાં હતાં…

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.

આખું ગીત અહીં વાંચો અને સાંભળો…  આંધળી માનો કાગળ

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

આખું ગીત અહીં વાંચો અને સાંભળો…  દેખતા દીકરાનો જવાબ

 બીજી ‘મા’ વિશેની કોઇ પણ રચના હોય તો આપ અહીં મુકી શકો છો…

તો ચાલો, આપણી મમ્મીને આ વખતે મધર્સ ડે ગીફ્ટ આપવા આપણે બધા એક-એક કવિતા જ લખી નાંખીએ…  આનાથી સુંદર ગીફ્ટ વળી બીજી કઇ હોય શકે?  ખરુને મિત્રો?! 🙂

* * *

ચંદ્ર મે 4, 2007

Posted by સુરેશ in સર્જનક્રિયા.
22 comments

ચંદ્ર – કવિઓના પ્રિય વિષયોમાંનો એક.  આખા વિશ્વના સાહિત્યમાં ચંદ્ર કવિઓનો પ્રિય રહ્યો છે.  કેવી કેવી કલ્પનાઓ આપણા કવિઓએ કરી છે……  ચંદ્ર, ચાંદ કે શશીને પોતાની રચનાઓમાં વાપરીને!animated_moon.gif

ગુજરાતના રાજવી કવિ કલાપી કહે છે …… 
ઢળતી થઇ તો ઢળતી જ થશે,
રજની મહીં ચંદ્ર ઉગે ને ઉગે;
હજુ દિવસ છે,ફુલડાં લઇ લે,
ફરી લે, રમી લે, હસી લે તું સખે!
”  

નિનુ મઝુમદારની આ સજીવારોપણની ચરમસીમા જેવી કવિતામાં ચન્દ્રને વાદળીઓમાં થોડી ઝપકી મારી લેતો બતાવ્યો છે….  
એક સુસ્ત શરદની રાતે
…..
ભમતી’તી આછી વાદળીઓ, કંઇ ધ્યેય વિના અહીંયાં તહીંયાં;
ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી
.”

કવિશ્રી સુંદરમ્ તો વળી ચંદ્રનો ઉપયોગ વ્યાકરણમાં અનુસ્વાર સમજાવવા કરે છે !
હું બિંદુ સુંદર માત શારદને લલાટે ચંદ્ર શું,
મુજને સદા યોજો સમજથી, ચિત્ત બનશે ઈંદ્ર શું
.”

ઉદયન ઠક્કર તો વળી સળગવાની વાતમાં ચંદ્રનો ઉપયોગ કરે છે !  –
આ સળગવું, આખરે, શું ચીજ છે?
ચાંદ પૂછે કોડિયાને, કાનમાં
.”

જલન માતરીનો અંદાજ તો વળી સાવ નીરાળો છે, તેમણે તો અવકાશયાત્રા  પણ કવિતામાં લાવી દીધી…….
ચાલો એ રીતે ભાર ઓછો થશે, આ પૃથ્વીનો,
સૂણ્યું છે, ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે.

અને બાળકાવ્યોમાં તો ચન્દ્ર જોઇએ જ ને?
તારા ચાંદાને લઈ આવો
તારા રૂપા ગેડી લાવો

અને…..
ચાંદામામા ચાંદામામા, વાદળમાંથી આવો સામા.
અમને પ્રિય કુરતા પા’જામા, તમને તો રૂપેરી જામા
.”

આપણા બ્લોગર સાથીદાર વિશાલ મોણપરા સિતારાને ય સાથે લાવે છે !
પૂનમની રાત છે અને ચંદ્ર નથી ઊગ્યો?
ચિંતા ન કરો સિતારા! એ આવે છે.

નવસારીના પણ અત્યારે ગુડગાંવમાં કામ કરતા બ્લોગર કુણાલ પારેખને ચંદ્ર પણ ક્ષણભંગુર લાગે છે.  

નથી સૂર્ય,ચંદ્ર,પ્રુથ્વી કશું જ સતત…
નથી અસતતા સિવાય અહીં કશું જ સતત
…”

મારી એક રચનામાં મેં ચાંદની અને માતાની શીતલતાને સરખાવવા ચંદ્રનો ઉપયોગ કર્યો હતો –
ચંદ્ર સંગ મ્હાલતી, વળી ઓસરી જતી,
શીતલ ને નમણી આ, ચાંદની ચળાતી થઇ.
  ”

તો મિત્રો! આ અઠવાડીયે આપણે ચન્દ્ર, ચાંદ કે શશી વિશે રચનાઓ બનાવીશું?  આમ તો કાવ્યનો કોઇ પણ પ્રકાર ચાલે, પણ જુગલકાકાએ આટલી બધી મહેનત કરીને આપણને છંદો શીખવાડ્યા છે તો તેમાંનો કોઇ અક્ષરમેળ છંદ વાપરીને રચનાઓ બનાવીએ તો તેમને બહુ આનંદ થશે, અને આપણને પણ મગજની સારી કસરત થશે.

* * *