jump to navigation

પ્રેમમાં પડેલી એક છોકરીને પ્રશ્નો પૂછીએ… ઓક્ટોબર 26, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

મિત્રો, ગયા અઠવાડિયાની આપણી સહિયારી રજા કેવી લાગી? એ જરૂર જણાવશો…

ખબર નહીં કેમ, આજે મને થયું કે પ્રેમમાં પડેલી કોઇ છોકરી મને સામે મળે તો, પહેલાં તો એને જોઈને જ ખબર પડી જાય, કે આ બેન કેમ હવામાં ઉડે છે, પણ મારે એનાં હૈયાની વાત જાણવી હોય તો હું કેવી રીતે જાણી શકું?  એને જ પૂછું?? હા, કદાચ એને જ પૂછું કે… બેન, તું તારી સંવેદનાઓ મને થોડીવાર ઉછીની આપ, તો હું એને જરા મારા કાગળ પર કંડારી લઉં… પણ પછી થયું કે એના કરતાં તો હું એ છોકરીને કવિતા લખીને જ બધા પ્રશ્નો પૂછુ…. જેવાં કે- ‘સખી, તને પ્રેમમાં શું શું થાય છે? કેવું કેવું લાગે છે?  શું દિવસ દિવસ જેવો લાગે છે ખરો? રાત રાત જેવી લાગે છે ખરી? દિવસ અને રાતનાં અંતરમાં તને ખબર પણ પડે છે ખરી?  અલી, તું કેમ આવી થઈ ગઈ છે?  અને કારણ વગર પાગલની જેમ કેમ મલકાયા કરે છે?  આટલા વર્ષોથી સંભાળી રાખેલું બિચારું પેલું તારું દલડું… એને કોઇ લઈ ગયું છે ને તોયે તું મલકે છે? સાવ ડોબી છે તું તો… ‘  વગેરે વગેરે… 🙂   આ તો મારા મનમાં ઉભા થયેલાં પ્રશ્નો છે, તમે કોઇ બીજા પ્રશ્નો પણ પૂછી શકો છો… 

અને તમને મારા આવા સવાલો વાંચીને થોડી થોડી ગુદગુદી તો થવા જ માંડી હશે, મિત્રો… (મને ય થાય છે!)  🙂 પણ પ્રેમ છે જ એક એવી અદભૂત અને દિવ્ય અનૂભુતિ કે એનું નામ માત્ર લેવાથી જ જાણે મેઘધનુષ્યનાં રંગો અંદર-બહાર ચોતરફ વેરાઈ જાય… તો પછી પ્રેમમાં પડેલી પેલી છોકરીની હાલત શું થતી હશે?  બસ, આપણે એ જ વાત એ જ છોકરી ને કવિતા લખીને પૂછવાની છે… અને આજે તો આપણે એ છોકરીને માત્ર સવાલો જ પૂછવાનાં છે હોં…  એ છોકરી બનીને એના જવાબો પણ  આપણે જ કોઇ વખત આપીશું, બરાબર ને?!!ek_chhokari.jpg

મને યાદ છે, કે કોલેજનાં દિવસોમાં (કોઇ લૌટા દે મેરે બીતે હુએ દિન!) મારી એક પ્રિય સખી એક છોકરાનાં પ્રેમમાં પડી ગઈ હતી… પણ ત્યારે મને શ્રી માધવ રામાનુજનાં આ ગીત વિશે ખબર જ ન્હોતી, નહીંતર પ્રેમમાં પડેલી એ સખીને હું સીધા સાદા પ્રશ્નો પૂછવાની જગ્યાએ મારો સ્પેશ્યલ રાગડો તાણીને આ ગીતથી જ પ્રશ્નો પૂછતે કે…

સૈયર, તારા કિયા છુંદણે, મોહ્યો તારો છેલ, કહેને? 
સૈયર, તારા કિયા ફૂલની લૂમીઝૂમી વેલ, કહેને?

આખું ગીત સાંભળો… ‘ગાગરમાં સાગર’ પર…

તો ચાલો મિત્રો, આજે પ્રેમમાં પડેલી એ છોકરીને આપણે પ્રશ્નો પૂછીએ… કવિતામાં સ્તો!  પણ શું પૂછીએ?  એ તો હવે તમારે જે પૂછવું હોય એ તમે તમારી કવિતામાં જ પૂછો ને..!!   હું યે કોશિષ કરું…!!

ગઝલ કે ગીત કાંઇ પણ લખી શકો છો…!

ટિપ્પણીઓ»

1. Pinki - ઓક્ટોબર 26, 2007

પહેલાં ટહુકા સંભળાયા
પછી ઊર્મિની ગાગરનો સાગર છલકાયો
અને હવે આ સહિયારા સર્જનમાં પણ………??

છે શું ??
વિવેકભાઈ, અકસ્માત ગંભીર લાગે છે
ડૉ.ની તાકીદે જરુર છે નસ તો પારખી લીધી છે.

હવે,
કારણ વિના મને તો મારી સખીને આવું
પૂછવાનું મન નથી થતું ……….!!
હા સિવાય કે……??

2. pravinash1 - ઓક્ટોબર 26, 2007

છાઈ ગયો છે આજ નયનોમાં
પ્રેમ તો થઈ જાય પલભરમાં
પ્રેમમાં પાગલ છું વાલમના
પૂછીને કદી પ્રેમ થાયના

What to ask this kind of crazy girl?

3. Chirag Patel - ઓક્ટોબર 26, 2007

સળગાવી આગ એક દિલમાં, પ્રસરી રહી એ મહેંક;
ક્યાં છે એવું ગુલ, મીઠી-ભીની પ્રસરાવે મહેંક.

આતમમાંથી પ્રગટે એક ક્યારો, પ્રસરી રહી એ મહેંક;
ક્યાં છે એવો છોડ, સ્પર્શી જતી પ્રસરાવે મહેંક.

થઇ એક ભીની લાગણી, પ્રસરી રહી એ મહેંક;
ક્યાં છે એવી વર્ષા, રણઝણતી પ્રસરાવે મહેંક.

ભૂલાવી દે આ દુનિયા, પ્રસરાવી રહી એ મહેંક;
ક્યાં છે એ ચહેરો, હલબલાવતો પ્રસરાવે મહેંક.

ઇચ્છા થઇ છે મિલનની, પ્રસરી રહી એ મહેંક;
રાહ જોઉં પ્રિયાની, તલસાટની પ્રસરાવે મહેંક.

4. Harnish Jani - ઓક્ટોબર 26, 2007

Prem ma Padi to Padi-PaN ParNva ni Vaat kar maa-Jo aavo ne aavo prem takavi rakhvo hoy to…..

5. chetu - ઓક્ટોબર 26, 2007

પુછુ રાધા ને મીરા ને એક વાતલડી
સાચી શુંછે બતાવો ને રીત કરવી મારે પ્રિતલડી..!

6. Gopal Parekh - ઓક્ટોબર 26, 2007

vishay(subject) bahu ja mangamato gotyo chhe, chhokri em na kahe ke hu shu parekshaa aapva bethi chhun?

7. Pradip Brahmbhatt - ઓક્ટોબર 27, 2007

ચાલમાં નવા તાલ મેં જોયા,મુખડાના બદલાયેલ હાલ મેં જોયા
મલકતા મુખડા પર અનેરા ભાવ મેં દીઠા
કહેજે સહેલી તારીને કે તેના દીલના હાલ મેં લીધા જાણી

8. મગજના ડોક્ટર - ઓક્ટોબર 27, 2007

સૈયર, તારા કિયા છુંદણે, મોહ્યો તારો છેલ, કહેને?

સૈયર, તારા કિયા ફૂલની લૂમીઝૂમી વેલ, કહેને?

THANKS TO PUT GREAT COMPOSITION OF SHYAMAL AND SAUMIL AND VOICE OF SADHANA SARAGAM….

9. Himanshu - ઓક્ટોબર 27, 2007

what ever experience and feel by heart, eye, smile,and physical gestures are for others amd specially for opposite sex it is love nothing other.care for other with feelings is also love…

10. naraj - ઓક્ટોબર 27, 2007

અલી એ તન હુ ગમશ કેં
આંસાંમાં હુ રમશ કેં…
કાતરા ભાવ ક ચણીબોર ભાવ
કાંક તો કેં કીધા વના હું લાવ
વાડ વેલે હાથ હુ કાંમ નાંખશ કેં
અલી એ તન હું ગમશ કેં
આંસાંમાં હુ હુ રમશ કેં
કાલ હુ કરતી”તી છેતરના શેઢ
દારા હના ગણતીતી આંગળીના વેઢ
દોયરુ દાતેરુ કેમ ભુલશ કેં
અલી એ તન હુ ગમશ કેં
આંસાંમાં હુ રમશ કેં…
bimal…

11. વિવેક - ઓક્ટોબર 27, 2007

પિંકી,

આગ જરૂર હશે જ જો ક્યાંક ધુમાડો દેખાતો હશે… આપણે શોધી જ કાઢીશું કે ક્યાં એ લાગી છે અને કેટલી લાગી છે?

12. Ashok - ઓક્ટોબર 27, 2007

prem ma padel chhokri ne puchhvanu na hoy…….
teni chal ane aankh j kahi aapshe………

13. Agyat - ઓક્ટોબર 27, 2007

It is easy to love, but not that easy to define it and describe the feelings. And even if it may not be so difficult to put it in words, for some people, Prem ne shun matr kahi ke lakhi shakay? I think it is a matter of feeling it and expressing it in so many different ways more than just saying or writing about it.

Kaun Kaheta hei muhabbat ki zuban hoti hei
Ye hakikat to nigahon se bayan hoti hei

More than words, ankh, expression, smile, everything can tell so much about person in love.

14. neetakotecha - ઓક્ટોબર 27, 2007

આકાશ નાં તારલીયા ગણે કેમ છે ?
ચાંદ ને જોઈને હસે કેમ છે ?
એકલુ એકલુ બોલે શુ છે ?
અને એકલી એકલી હસે શું છે?
પુછુ છુ કાંઇક અને
જવાબ આપે કાંઇક છો
કઈ દુનીયા માં જીવે છે તુ?
તારા હ્રદય નો રાજા કોણ છે?
કોના હ્રદય માં મ્હાલે છે તુ?

પ્રશ્ન મને એમ પણ થાય છે ક્યારેક
કે
હસતી રહીશ તુ શું આમ જ હંમેશા?
પ્રેમ તને એ કરશે શું આમ જ હંમેશા?

http://neeta-kotecha.blogspot.com/

http://neeta-myown.blogspot.com/

15. Sangita - ઓક્ટોબર 27, 2007

Urmi,

Your previous poem subject was related to “Thokar” and this one about “questions on feelings of Prem”. Lage chhe ke jaNe Poonam
na chande urmi na prem sagar ma bharti lavi didhi.

Nice! Hope to see good poems on this subject.

16. વિવેક - ઓક્ટોબર 28, 2007

આના પછી પ્રેમમાં પડેલી છોકરીના જવાબ આવશે કે કેમ?

17. hemantpunekar - ઓક્ટોબર 28, 2007

એ પ્રેમમાં પડી હતી કે નહીં એની ખબર નથી પણ એક વખત એક ભાવિ ડૉક્ટર છોકરીને આવા સવાલો પૂછવાનું મન થયું હતું – http://hemkavyo.wordpress.com/2006/12/07/bol_davaa_karish/

તુ ડૉક્ટર બની જાય
એ પહેલાનો તારો દર્દી છું
બોલ દવા કરીશ?

શું થાય છે પુછવાનો કોઇ અર્થ ખરો
જોને ક્ષણેક્ષણ તારા વગર કણસુ છું
બોલ દવા કરીશ?

તારી હથેળીનો મલમ જોઇશે એને
ઘાવ તારા સ્મિતે કર્યો છે
બોલ દવા કરીશ?

તુ જિસ્મ ફંફોળ્યા કરીશ તો ક્યાંથી જડશે
દર્દ આ દિલનો છે
બોલ દવા કરીશ?

-હેમંત

18. nilam doshi - ઓક્ટોબર 30, 2007

પ્રેમમાં પડેલી છોકરીને પ્રશ્નો પૂછી તો શકાય..પરંતુ એ જવાબ આપે ખરી ? એ તો કહેશે..સાનમાં સમજો સાજનજી.. શબ્દો તો સૌ કોઇ વાંચે..મારા મૌનને વાંચો સાજનજી
અને સાજનજી બિચારા મૌન વાંચવામાં…!!

નીલમ દોશી.

19. RUPAL SHAH - ઓક્ટોબર 30, 2007

PREM CHE MANE PAN PREM NO AHESAS SHABDO MA KAHVO SAHELO NATHI
GHANI NAVLIKA MA NE KAVYO MA SUNDAR RITE VARNAVYO CHE EAPREM NO EHSAS KAVI EA
PAN SACHO AHESAS TU KAR MARI SATHE, KAR TU PREAM SACHA DIL THI KOI NE
NE PACHI MANE PUCH EAJ SAVAL TARA MAAN NE

20. Bhavin Gohil - નવેમ્બર 1, 2007

Atyare ghare jaavu chhe… Modu thay chhe..
Kale lakhish ahiya… BTW… nice Subject..

?????????????????????/

Bye Bye Urmiben
BHAVIN

21. ઊર્મિ - નવેમ્બર 1, 2007

– કોણે કર્યું કામણ સખી? –

તું આમ શેં છલકાઈ ગઈ?
કેમ આટલી ઉભરાઈ ગઈ?

કેવી હતી અલ્લડ પરી,
કેમ આમ તું શરમાઈ ગઈ?

રહેતી હતી નારાજ તું,
અમથી હવે મલકાઈ ગઈ?!

કોની સખી આ પ્રીતડી,
તુજ આંખમાં ડોકાઈ ગઈ?

કોણે કર્યું કામણ સખી?
કે તું ફરી ભરમાઈ ગઈ?!

કાજળ કરું સૈયર તને?
કહેતી નહીં, ‘નજરાઈ ગઈ…!’

pls give your comments here…
http://urmisaagar.com/urmi/?p=539

22. atuljaniagantuk - નવેમ્બર 8, 2007

મહારોગ તને થયો, કહે હવે શું થાય છે ?
ઘડી હસે, ઘડી રડે આ તે કેવી ભવાઈ છે ?

પુછું છું કાઈક અને ઉત્તર આપે છે કાઈક
આખો વખત શું એના વિચારો માં જ ખોવાઈ છે ?

કાળો છે કે ગોરો છે ? કહેને કેવો છોરો છે ?
મનેય જાણવાની હવે ઘણી ઉત્કંઠા થાય છે.

ખોટું ન બોલીશ જરા, કશુ નથી તેમ ના કહે
આંખો તારી ચમકે છે ને, ચાલ તારી બદલાઈ છે.

આપ તારો બગલથેલો, જોવા દે તારી નોટો
અરે આ પુસ્તકની વચ્ચે, શેની ચબરખી દેખાય છે ?

હવે તું માની જરા, પ્રેમ થયો ભારે તને
કહે તું વિગતો હવે, શું શું હ્રદયમાં થાય છે ?

23. Bhavna Shukla - નવેમ્બર 13, 2007

સખીને પુછવાની હીંમત નથી ચાલતી કારણ કે જે જવાબ આવશે તે સાથે મીઠી અદેખાઈ લાવશે માટે હુ તો ઊર્મીને ને બધીજ સહીયારી સખીઓને જ પુછુ કે,
……………………………………………………..
રામ ન જાણે ગવરી હારે કીયો! ગોટાળો થાય છે!
નથી લાગતુ અલી તને કૈ મસ મોટાળો થાય છે.
સથવારો છોડીને મ્હારો એકલ પાણી જાય છે.
ઠોકર વાગે ખમ્મા કહીને “વીર”ને ચુકી જાય છે.
કાજળ ધરતી એકજ આખે બીજી ભુલી જાય છે.
કાનનુ ઝુમખુ હાથે ઝાલી અમથુડી મલકાય છે.
ચુલે દેવતા હોય નહી તોય પરસેવે ભીંજાય છે.
વળી ખીચડીમા ખાંડ ધબોડે, ખીર ખારી થાય છે.
એકે મિલિટનો ટેમ મળે નહી,કામઢી દેખાય છે.
સુરજ દેખે છણકા કરતી ચાંદાથી શરમાય છે.
ના પુછે હોકારા ભણતી પુછે અબોલી થાય છે.
મુંજાણી છો લાગ્યા કરતી નમણી બહુ કળાય છે.

24. digisha sheth parekh - નવેમ્બર 22, 2007

sorry bahu late post mokalu chhu…
bahu ochhi furasad hu melavu chhu..

to pan heartly..frm me..
4 yr subject..

ઉછળતી કુદતી આવે છે અલી..
આમ મનમાં ને મનમાં મલકાય છે અલી..

કેમ આ નખરા સાને ચઢ્યા છે અલી..
આ ઓઢણી આમ કેમ લહેરાવે છે અલી..

આટલી ટાપ-ટીપ કેમ કરી છે અલી..
આમ નજર ઢાળીને કેમ ઊભી છે અલી..

કહે ને કોની જોવાય છે રાહ અલી..
કોણ છે આ ચહેરાની લાલાશ અલી.

25. manvant - નવેમ્બર 30, 2007

ભાઇ ! નયનોનાં બાણ વાગ્યાં હોય ,તે જ જાણે !
પૂછી લ્યો…………..ક્યાં ખોવાણાં ?

26. Mehul Shah - ડિસેમ્બર 13, 2007

જોઇ રહ્યો છું છેલ્લા મહીનાનાં મોબાઈલ બિલો બધા,
આટલી બધી વાતો કોની સાથે કરાય છે?

પહેલા તો મગનુઁ નામ મરી નહોતી પાડતી
કેમ વળી અચાનક ‘ફકરા’ બોલાય છે?

SMS ના Reply થતા હતા ફટાફટ Y અને N માઁ,
હવે તો ‘Yahoo Chat’ કરવા રાતના બાર વગાડાય છે !

હતો Jeans નો colour…. Blue, Blue ને Blue,
ક્યારથી વળી સલવાર – કમીઝનાઁ ‘નવરઁગ’બદલાય છે?

Collegeમાઁ ‘Bunk’ ને મગજ ‘Blank’ રહે છે,
પણ એ ચોક્ક્સ કહેવુઁ પડે હોઁ,
મમ્મી પપ્પાનાઁ સવાલોનાઁ જવાબ,
બહુઁ વિચારીને અપાય છે !!

27. DUSHYANT - ડિસેમ્બર 21, 2008

chhokri prem ma pade k n pade
parantu aa vachnar kayarek to koina
prem ma padse ne padsej!!!
mate prem ma padvani rah joua vager
blog moklata rahesoji!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

28. sneha - ડિસેમ્બર 24, 2008

ખબર જ ના રહી ક્યારે કોઈ પોતાના કરી ગયું,
મધઝરતી બોલીએ મારા શાન-ભાન ખોઈ ગયું,
એક નજર નાખી હૈયું સમૂળગું પીગળાવી ગયું,
લાગણીનાં એક નવાનવાઈના રંગે રંગી ગયું.
સ્નેહા-અક્ષિતારક

29. BHARAT SUCHAK - મે 20, 2009

રાહુ
પ્રેમ તો પ્રેમ બહુ કરુ તને
કદાજ મારી જાન થી પણ વધારે
પણ લગ્ન ની વાત તુ ના કર
મારા પપ્પા ના પાડૅ છે
આ સાભળી હુ દોડ્યો જ્ન્મકુડલી લઇ જ્યોતિષી પાસે
જ્યોતિષી એ કહ્યુ હતું કે………
પ્રેમલગ્ન નથી તારા નસીબમાં
તને રાહુ નડૅ છે
કદાજ તેના પપ્પા નુ નામ રાહુ હશે???????????

ભરત સુચક

30. BHARAT SUCHAK - મે 20, 2009

વાત કરે છે ઘણા પ્રેમ ની પણ કોઇ મજનુ બનતુ નથી,
હુ બની સુકુ છુ પ્રેમ મા મજનુ ,જો તે સારી લેલા બને,

પણ તે બેવફા ને

મે કર્યો તેને ખુબ પ્રેમ ,જે સમજે રમત પ્રેમને,
ના વાત કરતુ તુ હવે પ્રેમ ની,તેના બહેરા કાનમા,
ના નઝર થી નઝર મીલાવ,ના જો પ્રેમ થી,
જેને કદર નથી પ્રેમ ની,જે સમજે રમત પ્રેમને,
ના જો પ્રેમ નો જવાબ પ્રેમ મલે,તો સુ કરેછે પ્રેમ પ્રેમ?,
તો માર તેના પ્રેમ ને ગોલી,કર તેના પ્રેમ ની હોલી,
હસે કદાઝ આ દુનિયા માપ્રેમ,પણ તકદીર મા નથી પ્રેમ,

અફ્સોસ છે કે

ના તે લાયક હતી પ્રેમને પામવાની,
પણ તે વાત મારી જાણા બહાર હતી,
માર તુ થોકર તેના પ્રેમ ને,
ના પ્રેમ કર ભરત તુ એમને,

ભરત સુચક

31. BHARAT SUCHAK - મે 20, 2009

નજર છે આપની નજર નથી ઍ જામનો પ્યાલો
નજરમા આપની નંશો સરાબ થી લાખ ગુણૉ છે
ચહેરો છે આપનો ચહેરો નથી ઍ ચાદ જેવો
ચાદમાં તો ડાઘ છે હુ ડાઘવાલો નહી કહુ હુ.
ચહેરો છે આપનો કોઈ સ્વપ્નાની સુંદરી જેવો.
ધરતીકંપની જેમ તે દીલને હચમચાવી નાખે.

ભરત સુચક

32. BHARAT SUCHAK - મે 23, 2009

દિલ દઇ જાશે
દિલ ની દિલ મા રહી જાશે કે કોઇ અમને પણ દિલ દઇ જાશે

અદાઓ કરે છે મદહોશ અમને દિવસે પણ સપના દેખાડી જાશે

નજર ને રાખીતી દુર નજરોથી તોય કોઇ સપનામા આવી જાશે

દિલ નો રસ્તો દુર છે છતા કોઇ અમારા દિલમા પણ રહી જાશે

નજરો થી નજર મળી જાશે ને કોઇ અમને પણ દિલ દઇ જાશે

નથી મોહ સુદર ચહેરા નો કોઇ શ્યામ ચહેરો પણ ગમી જાશે

દિલમા આવીને કોઇક આમ અમારી નિદર પણ લઈ જાશે

માગણી પ્રેમની કરી છે મે કોઇ અમને પણ પ્રેમ કરી જાશે

કામણ કોઇક ના ગમી જાશે કોઇક દિલ અમારુ પણ લઇ જાશે

દિલની વાત જો કહી દઉ તો કોઇક અમને પણ હા કહી જાશે

નહોતી ખબર અમને કે આમ કોઇ અમારુ ચેન પણ લઇ જાશે

ખાધા છે ધોકા પ્રેમમા ઘણા કોઇ સાચો પ્રેમ અમને કરી જાશે

ભરત સુચક

33. hitesh mehta " Hit " - જુલાઇ 8, 2009

khare khar bahuj sundar.” nathi moh sundar chaherano… bahot khub

34. Kamal A. Chokshi - જુલાઇ 20, 2009

aa paheli paheli prem ni preet tane kevi lage,
khabar na hoi ne prem ma padvani rit tane kevi lage,
sabhalyu che k ramat aa to dil hari ne dil jitvani che
prem ni ramat ma aa har – jeet tane kevi lage

35. BHARAT DABHI - ડિસેમ્બર 21, 2009

namskar dosto
bhuli java magu chhu tamne pan bhuli sakto nathi tamne
chahva magu chhu tamne pan chahi sakto nathi tamne
dil khovai chuku chhe tamarama jara shodhi aapjo amne
chahi to na sakya amne panhave vadhu ghav nadeso dard na amne

aa aarpn “N” TAMNE

36. BHARAT DABHI - ડિસેમ્બર 21, 2009

DIL THI JEMNE MANYA TA POTANA
BEGANA NIKALYA TEOJ PARVANA
VAT TO KHANGI CHHE DOASTO
NA KAHESO KOINE KE BEVFAI KARI CHHE
VISVAS UTHI JASHE JAGATNE PREM THI


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: