jump to navigation

તમારા માટે ‘પ્રેમ એટલે’ શું? ફેબ્રુવારી 9, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

મિત્રો, વેલેન્ટાઇન્સ ડે હવે થોડા જ દિવસમાં દેખા દેશે… અને ત્યારે સૂકાયેલા ઝાડ પર વસંતમાં જેમ કૂંપળો ફુટી નીકળે એમ ફુટી નીકળશે ચોતરફ બસ જ પ્રેમ જ પ્રેમ… કંઇ કેટલાયે રૂપોમાં… જ્યાં જ્યાં નજર આપણી ઠરે, ત્યાં ત્યાં બધું જ પ્રેમનાં લાલ રંગે રંગાઇ ગયું હશે… કેટલાંયે બિચારા દિલો તો પ્રદર્શનમાં પણ ટીંગાઇ જશે!!  પણ મને હંમેશા એમ લાગેલું કે વર્ષનો માત્ર આ એક જ દિવસ પ્રેમનો દિવસ કેમ?  અને પ્રેમનો તે વળી દિવસ નક્કી થતો હશે?  એ વાત કોઠે બહુ જચતી નહીં… એટલે મેં એ દિવસનો ઇતિહાસ પણ વાંચી નાંખેલો.   તોયે એમ તો થાય જ છે કે કાશ, આ વેલેન્ટાઇન્સ ડે રોજ નહીં (અતિ લોભ પણ સારો નહીં ને!) તો કમ સે કમ અઠવાડિયામાં બે-ત્રણ વાર… કે પછી એકાદ વાર તો જરૂર આવવો જોઇએ, બરાબરને?!!   ખેર, આપણે તો આપણા વિષયની વાત કરીએ…

tf-7915-389×199-599.gif  heartshaperose.gif  tf-7915-389×199-599_flip.gif

પ્રેમ એ એક અનુભૂતિ છે, અને એને કોઇ પણ વ્યાખ્યામાં બાંધવું શક્ય જ નથી… પ્રેમની અનુભૂતિ વર્ણવતા શબ્દો પણ અંતે તો સઘળાં મૌનમાં જ સમાઇ જાય છે.  મને લાગે છે કે આપણા કવિઓએ પણ પ્રેમનું વર્ણન કરતાં કરતાં ક્યારેક તો કલમને જરૂર મુકી દેવી પડી હશે!   અને તેમ છતાં, આજે આપણે પ્રેમની વ્યાખ્યા કરવાની ગુસ્તાખી કરીએ! 

આજે આપણે સૌ પ્રેમ વિશેની પોતપોતાની વ્યાખ્યાઓ અહીં રજૂ કરીશું… હા, કાવ્યાત્મક રીતે જ તો… પણ કોઇ પણ સ્ટાઇલમાં ચાલશે…  શર્ત માત્ર એટલી જ કે તમારી રચનામાં ‘પ્રેમ એટલે’ અથવા ‘પ્રેમ છે’ શબ્દ અવશ્ય આવવો જોઇએ!  મઝાની વાત તો એ છે પેલી ગાણિતીક વ્યાખ્યાઓની જેમ અહીં રજૂ થયેલી પ્રેમની કોઇ પણ વ્યાખ્યાઓ ખોટી નહીં પડે!!

પ્રેમની વ્યાખ્યા શ્રી મુકુલ ચોકસી શું કરે છે, તે આપણે જોઇએ…

પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો !

આ આખું ગીત વાંચો અને સાંભળો… ટહુકા પર…

તો વળી, પન્નાબેન નાયક તો પ્રેમ વિશે એકદમ ટૂંકમાં જ કહી દે છે કે…


મને શી ખબર
કે
પ્રેમ એટલે
આંખોથી એકમેકને પુછાયેલા
ખારા ખારા પ્રશ્નો !
 

(સાભાર… અમીઝરણું પરથી)

તમારા માટે પ્રેમ એટલે… ?  તમારો જવાબ તો તમારે જ આપવાનો છે…!!

તો મિત્રો, ચાલો… અહીં આપણે સૌ ભાગ લઇએ, લખીએ અને માણીએ પ્રેમની અલગ અલગ વ્યાખ્યાઓ!!  

* * *

ટિપ્પણીઓ»

1. pravinash1 - ફેબ્રુવારી 9, 2007

પ્રેમ એટલે હાજર હોય યા ગેરહાજર
કશીશ કદીયે ના કરમાય
અહેસાસ હરદમ અનુભવાય.

2. Jay - ફેબ્રુવારી 10, 2007

જયશ્રી ના ટહુકા પર…’પ્રેમ એટલે કે… – મુકુલ ચોક્સી’ પર મેં આપેલો મારો પ્રતિભાવ પણ એમાં થોડુંક ઊમેરી ને:
પ્રેમ એટલે શાશ્વત, સમજવાનો મુશ્કેલ, સીમા વગરનો, ચિરંતન, અપેક્ષારહિત, કોઈ પણ કારણ વગર ફુલતો, ફેલાતો અને લાખો હ્રદયો ને સ્પર્શતો – કોઈ વાર રડાવતો તો કોઈ વાર હસાવતો – અને આનંદની પળોને ખુબ ખુબ બહેલાવતો હોય ત્યારે તે મન ને અવકાશની પેલે પાર લઈ જઈ લાગણીભર્યા સ્પંદનો ના મહાસાગર માં ડૂબાડી તેને રસતરબોળ કરી દુનિયા ને ભૂલાવી દે છે. પ્રેમ એટલે નિ:સ્વાર્થ ભાવ, આશા અને ઉન્માદ ને પોષતો, ગણતરી વગર નો, સમસ્ત વિશ્વને આવરી લેતો, અને રાજા હોય કે રંક, હિંદુ હોય કે મુસ્લીમ,બધાં માં જ છુપાયેલો – બસ, જેને બહાર લાવવાં એક બહાનાની જરૂર હોય છે. અસંખ્ય ઊર્મિબીંદુઓથી છવાયેલો પ્રેમ જીવનને જીવવા જેવું બનાવે એટલે પ્રેમ. પ્રેમ એટલે એ ભાવ કે જેના અસ્તિત્વ થી પ્રેમી હૈયાઓ, એક્બીજાના દુખે દુખી તો એક્બીજાના સુખે સુખી થતાં, દિવ્ય સંતોષની અનુપમ લાગણીઓ અનુભવતાં અનુભવતાં, જીવનના રથને સાથે હંકારતા હંકારતા, અને આવતી દુન્યવી મુશ્કેલીઓ નો હસતાં હસતાં સામનો કરતાં કરતાં એકબીજામાં ખોવાડી દે કે જ્યાં એમને કોઈ શોધી જ ના શકે. જય.

3. Suresh Jani - ફેબ્રુવારી 10, 2007

મુક્તક – શાર્દૂલ વિક્રીડિત
———————–
માતા હરખે બાલુડાં નિરખીને, કિલ્લોલતાં – પ્રેમ ના?
મસ્તાનો મય પ્યાલીથી મલપતો, એ કેમ હો પ્રેમ ના?
શું ના પ્રેમ રતિક્રીડા રસભરી, વ્હાલા અને વ્હાલીની?
સંભવ ના કદી પ્રેમને પરખવો, પ્રેમ એટલે પ્રેમ છે.

4. વિવેક - ફેબ્રુવારી 10, 2007

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંકની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લમાં, પીડા વિરહમાં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસમાં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તારી, તારા સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસમાં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

5. pravinchandra - ફેબ્રુવારી 10, 2007

========
પ્રેમ એટલે?

શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ
=========================

પ્રેમ એટલે !
? . , ; : () * ‘?’ આવું બધું હોય કેમ?
પ્રેમ એટલે પ્રેમ,પ્રેમ,પ્રેમ,પ્રેમ,બસ પ્રેમ અને પ્રેમ.
સતત વહેતું નિર્મળ ગંગાજળ;પ્રેમ એટલે ગંગા જેમ.
પ્રેમ એટલે નર અને નારી નહીં;પશુ-પક્ષી નહીં કેમ?
પ્રેમ એટલે હું,તમે,સહુ; હોય સહુનું જેમાં કુશળક્ષેમ.
પ્રેમ એટલે પ્રેમ,પ્રેમ,પ્રેમ,પ્રેમ,બસ પ્રેમ અને પ્રેમ.

ફેબ્રુઆરી ૧૦,૨૦૦૭

===========================

6. vijayshah - ફેબ્રુવારી 10, 2007

પિટ્ટ્સબર્ગની તે ઠંડી રાત

પછીની સવારને શું કહેવુ?

પ્રકૃતિએ ઓઢી બર્ફીલી ચાદર

ટીવી કહે -17 ડીગ્રી ફેરન્હાઇટ ની શીતલતા

અને રુમમાં 70ડીગ્રી ફેરન્હાઇટ્ની ઉષ્મા..

રુમની અંદર અને બહાર આટલો તફાવત?

જિંદગીમાં પણ કદાચ…

તુ જો હોય આસપાસ તો 70 ડીગ્રી ફેરનહાઇટ?

અને તુ જો ના હોય તો -17 ડીગ્રી ફેરનહાઇટ?

હેપી વેલંટાઇન…સખી..

પ્રેમ એટલે તારી મારા ઉપરની અસર

મારો તારા વિનાની કલ્પનાનો અવસર્

7. Rajiv - ફેબ્રુવારી 11, 2007

હું મટીને તું થઇ જાઉ…! એનુ નામ પ્રેમ…!

8. Rajiv - ફેબ્રુવારી 11, 2007

પ્રેમના નામ પર સૌને છેતરી જાઉ છું હું હવે
નજર ને હ્રદયથી સૌના ઉતરી જાઉ છું હું હવે

આંસુઓ સિવાય કઇ આપ્યુ નથી જગને મે
પ્રેમના નામથી એટલેજ ડરી જાઉ છું હું હવે

અને છતાં નથી સમજ્યો પ્રેમને “રાજીવ”
સમજવા સાચા પ્રેમને મરી જાઉ છું હું હવે

ડુબાડ્યા કૈંકને પ્રેમના સાગરમા મધદરિયે
પાપ પર “રાજીવ” મારા રડી જાઉ છું હું હવે

9. Neela Kadakia - ફેબ્રુવારી 11, 2007

પ્રેમ એટલે આરોહણ.
પ્રેમ એટલે પામવાની ઉત્કંઠા
પ્રેમ એટલે જ્યાં સંપૂર્ણ વિરામને સ્થાન નથી
પ્રેમમાં આજીજી ન હોય
પ્રેમ એટલે હકનો દાવો
પ્રેમ એટલે નચિકેત

10. દિનેશ ઓ. શાહ - ફેબ્રુવારી 12, 2007

પ્રેમ એટલે સમય વહેતો અટકી જાય તેવી લાગણી
પ્રેમ એટલે કશું ન જોઇએ તેવી માગણી
પ્રેમ એટલે કુરબાન થઈ જવાની લાગણી
પ્રેમ એટલે જીવન સાર્થક થયાની લાગણી

પ્રેમ એટલે ઓરડી જેમાં સ્રુષ્ટી સારી સમાણી
પ્રેમ એટલે દોરડી જેણે ગાગર ને કુવે ડુબાડી
પ્રેમ એટલે ભવેભવ ભેગા થવાની માગણી
પ્રેમ એટલે તારી અને મારી મીઠી કહાણી !

દિનેશ ઓ. શાહ, ગેઇન્સવિલ, ફ્લોરિડા, યુ.એસ.એ.

11. Rajiv - ફેબ્રુવારી 12, 2007

કેટલો અઘરો વિષય અને તેમા પણ સચોટ ઉત્તર જોઇએ તમને તો લો સાંભળો…!

પ્રેમ સાગરને તરવામાં કાગળ ને કલમ બધા ટુંકા લાગે
પ્રેમ વિષે લખવા બેસુને મને આ શબ્દો બધા સુકા લાગે

આવી હાલત થઇ છે મારી છતા કઇ લખવાનો પ્રયત્ન કરુ છું

પ્રેમ એટલે આશ, પ્રેમ એટલે શ્વાસ…

પ્રેમ એટલે
આપણી વચ્ચેનો આ અતુટ વિશ્વાસ…

પ્રેમ એટલે
આપણા અલગ-અલગ સપનાઓને
એક તાંતણે બાંધવાનો પ્રયાસ…

પ્રેમ એટલે
એક મેકના મન તરફ, મન માટે
જીદંગીભરનો સુંદર પ્રવાસ…

પ્રેમ એટલે
આપણે બે હતા હવે એક થયા
જાણે આ ધરતી ને આકાશ…

પ્રેમ એટલે
તને ઓઢુ, તને પહેરુ, તને શ્વસુ
તુંજ છે સદા મારી આસ-પાસ…

પ્રેમ એટલે
હજી નથી કરી શક્યો વ્યાખ્યા
“રાજીવ” પ્રેમમાં રહી ગઇ કચાશ…

12. ઊર્મિસાગર - ફેબ્રુવારી 12, 2007

– હાઇકુ –

પ્રેમ એટલે
વ્યાખ્યાથી પર એવું-
ઊર્મિનું હેમ!

– લઘુકાવ્ય –

પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચાડતી પ્રણયની નાનકડી કેડી…

પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…

પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…

પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ…

13. pravinash1 - ફેબ્રુવારી 12, 2007

પ્રેમ એટ્લે જેમાં સોદો ન હોય
પ્રેમ એટલે જેનાં મોલ ન હોય
પ્રેમ એટલે જેમાં સ્વાર્થ ન હોય
પ્રેમ એટલે જે ઝરણાં સમાન પવિત્ર હોય
પ્રેમ ને દિશા ન હોય
પ્રેમ ને રંગ ન હોય
પ્રેમ ને સ્વાદ ન હોય
પ્રેમમાં માન યા અપમાન ન હોય
પ્રેમમા આશા યા નિરાશા ન હોય
પ્રેમ તો શાશ્વત હોય.

14. bansinaad - ફેબ્રુવારી 12, 2007

પ્રેમ એટલે શાશ્વત લાગણીઓનું અસીમ સોપાન
પ્રેમ એટલે કલાત્મક ઊર્મિઓનું આવરણ
પ્રેમ એટલે મૌન તરંગોને પ્રેમી તરફ પહોંચાડતું સાધન
પ્રેમ અટલે ગણિત વગરનું આત્મ-સમર્પણ

પ્રેમ એટલે ગહન પણ અવર્ણનીય આનંદની પરાકાષ્ઠા
પ્રેમ એટલે જીવનની ગઝલ ને ઘેલી લાગણીઓથી ઓપતો
પ્રેમ એટલે સમયાન્તરે વધુ ને વધુ નવપલ્લવિત થતો ઊર્મિઓનો મેળો
પ્રેમ એટલે એક્બીજાંને પરસ્પર ખોવાડી દેતો શ્રુંગારમય રસ

પ્રેમ એટલે સ્નેહના અમૃતબિંદુઓની અમર્યાદિત સરવાણી
પ્રેમ એટલે મનનાં ઊંડા મહાસાગરમાં ઉદ્ભવતાં પરિણય ના દિવ્ય મોતી
પ્રેમ એટલે શેરડીનો મીઠો રસ જે ક્ક્ત પ્રેમીઓ જ સમજી શકે
પ્રેમ એટલે બે દિલોની લાગણીઓનુ સુભગ મિલન

પ્રેમ એટલે કશા પણ આડંબર વગર વધુ ફુલતો પારસ્પરિક ભાવ
પ્રેમ એટલે સનાતન ભારતીય સંસ્કૃતિ ની અમુલ્ય ભેટ
પ્રેમ એટલે આત્મિયતા નું સદૈવ મૈત્રીમાં પરિણમતું અખંડ ઝરણું
પ્રેમ એટલે નટખટ અને તોફાની ભાવ જે ફૂલે માત્ર લૂંટાતી વખતે

અને છેલ્લે

પ્રેમ એટલે ‘કલાપી’ના કાવ્ય-પુષ્પોની માળા પહેરાવી પ્રણયનો એકરાર

15. Jatin - ફેબ્રુવારી 12, 2007

Prem means without any expection devotation for other hart.if we under stand the filling of other hart and we think about it that is Prem.

16. દિનેશ ઓ. શાહ - ફેબ્રુવારી 13, 2007

— દોરી-ગાગરનો પ્રેમ —

દોરી-ગાગરના પ્રેમની વાતો ના એ કોઇએ જાણી,
લઈ દોરી ને ગાગર ગોરી જળ કુવે ભરવા ચાલી

ના ડુબે તો ધડ પછાડી ગાગર કુવામાં ડુબાડી
આંસુડા પાડે કંઇ દોરી ગાગર શાને આપત્તિ ભારી?

ધીરે રહીને નીકળી ગાગર પાણીથી છલકાતી
કુવા ઘાટે બેઠો મુસાફર તરસ્યો થાક્યો ભારી

ખોબો ભરીને પાણી પીતો, મલકતું ગાગર ભારી
આશીષ દેતો તરસ્યો મુસાફર ગાગર કહે સુણ દોરી

દોરી વહાલી જીવતર આખું રહીશું હાથ હાથમાં ઝાલી
જીવતાં જીવતાં ભરીએ દલડાં સૌના સંતોષે ભારી !

દિનેશ ઓ. શાહ, ગેઇન્સવીલ, ફ્લોરિડા, યુ.એસ.એ.

17. હરીશ દવે - ફેબ્રુવારી 13, 2007

ઊર્મિબહેન!

પ્રેમ એટલે મુક્તપંચિકાને શબ્દે શબ્દે નીતરતી ભીનાશ!

…………………………….
મુક્તપંચિકા : પ્રેમ એટલે
……………………………

પ્રેમ એટલે

તમ હૈયામાં

ભૂસકો મારી, વ્હાલા!

છબછબિયાં-

ની મઝા, મઝા!

* * * * * * * * * *

…………………………….
મુક્તપંચિકા (2) : પ્રેમ એટલે
……………………………

પ્રેમ એટલે

ખળખળતું

કો’ ઝરણું વહેતું

જીવન કેરા

સહરા માંહે!

* * * * * * * * * * * * હરીશ દવે …. અમદાવાદ

18. જયદીપ - ફેબ્રુવારી 13, 2007

પ્રેમ એટલે આંખમાં આંખ નાખીને કરવાની વાત
વાત કંઈ ન હોય તે છતાં યે વાત કરવાની વાત

પ્રેમ પાડે છે જિંદગીમાં એવી સુંદર સલૂણી ભાત
‘ફાટે પણ ફીટે નહીં’ એવી પ્રેમના પટોળાની ભાત

-જયદીપ

19. bansinaad - ફેબ્રુવારી 13, 2007

પ્રેમ એટલે સહજ અભિવ્યક્તિ
પ્રેમ એટલે સોળે કળાએ ખીલેલો ચાંદ
પ્રેમ એટલે નિર્દોષ આનંદ
પ્રેમ એટલે બસ એક ન સમજાય એવો ઉમળકો
પ્રેમ એટલે અપ્રતિમ સાથ
પ્રેમ એટલે અંતરની હળવાશ
પ્રેમ એટલે પ્રકૃતિ
પ્રેમ એટલે વિશ્વાસ

20. સંકલિત: પ્રેમ એટલે- « સહિયારું સર્જન - ફેબ્રુવારી 14, 2007

[…] સર્જનક્રિયાની આગળની પોસ્ટ:  તમારા માટે ‘પ્રેમ એટલે’ શું? […]

21. વિશ્વદીપ બારડ ( Vishwadeep Barad) - ફેબ્રુવારી 14, 2007

પ્રેમ એ શાશ્વત, નથી એને કોઈ કુંડાળું,
નથી કોઈ મીડું, નથી કોઈ મથાળું,
પ્રેમ કોઈ શબ્દમાં, બંધાયેલો નથી,
પ્રાણી માત્રમાં! જીવ, જીવમાં એ વિશાળ!!

22. Himanshu Bhatt - ફેબ્રુવારી 14, 2007

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે

લટ્ક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે
કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે

તમારી સુરખી, તમારુઁ ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી
કદી ધરા પર, કદી ગગન માં, બધે તમારો ખુમાર આવે

સખી, એ ખૂણો ક્યાં વિશ્વ નો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં ચાંદ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…

આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
કરી રહ્યો છું , તે શોધ શુ? કદી કદી એ વિચાર આવે…

હિમાંશુ ભટ્ટ ૨૦૦૭

23. ઊર્મિસાગર - ફેબ્રુવારી 14, 2007

એ પ્રેમ છે!

હું શબ્દોથી જો કહું તને કે પ્રેમ છે, એ પ્રેમ છે?
જે ઊર્મિને મઢવાને શબ્દો કમ પડે, એ પ્રેમ છે!

સાથનો અહેસાસ દુરતામાં રહે એ પ્રેમ છે.
મિલનની જો પ્યાસ મિલનમાં રહે એ પ્રેમ છે.

દે ભલે ને, દુ:ખ વિરહનું કાળજે નાશૂર બની,
સ્મિત બનીને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.

અપેક્ષાની છાસને અહર્નિશ વલોવ્યા કરો,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.

મારું નથી, તારું નથી, અસ્તિત્વ તો છે સાથનું,
સમજણ એવી ક્યાંકથી આવી ચડે એ પ્રેમ છે.

પળે પળે ચણાયેલાં આ ભૂતકાળનાં ખંડહરો,
એકાદ પળ આવી ફરી ચણતર કરે એ પ્રેમ છે.

આવે કદી જો ઓટ મારા ઊર્મિના સાગર મહીં,
તુજ યાદની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.

24. Shirish Kamdar - ફેબ્રુવારી 15, 2007

prem ni vakhya vanchi dil khus thai gayu………

25. Shirish Kamdar - ફેબ્રુવારી 15, 2007

Prem etle samarpan

Prem etle ek bija ma vilvin thai javu

Prem etle koij apeksha vagar buja mate badhuj karvu…

26. Manoj Shah - ફેબ્રુવારી 27, 2007

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંકની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લમાં, પીડા વિરહમાં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસમાં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તારી, તારા સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસમાં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

Manoj Shah

27. Asit-Samim - જૂન 30, 2007

તારા માઁ ‘હુ’ ના મડુ એ પ્રેમ છે,
મડી જાઊઁ તો ‘હુ’ ના રહુ એ પ્રેમ છે.

28. Pinki - ઓગસ્ટ 1, 2007

રાધાને પૂછ્યું ક પ્રેમ એટલે શું ?
ઘેલી રાધા મસ્ત બની બોલતી રહી,
કૃષ્ણ……. કૃષ્ણ…………

પ્રેમ એટલે,
સ્વનું અસ્તિત્વ ઓગાળી,
પરમમાં પીગળી જવાની પ્રક્રિયા.

29. DR.MAHESH RAWAL - ડિસેમ્બર 3, 2007

પ્રેમ એટલે,પ્રેમ-પ્રેમ-અને માત્ર પ્રેમ.

30. Rajni Kubavat - ફેબ્રુવારી 10, 2009

Hridaye doomo Ankh Chalakti; Rag-ragma tadapan Hoi;
Prem Hoi to evo hoi…Avo hoi!!!!!!!

31. bina - જુલાઇ 19, 2010
32. krishna - જુલાઇ 26, 2010

reallyyy prem e 6 k j malya k thya p6i j khyal ave…
enu koi shbdo ma aaropan na thai ske….

33. krishna - જુલાઇ 26, 2010

prem e evo ehsaas 6 k
be dil ne jodayela rakhe
n
hamesha sathe hovani aas ape…

34. Shailesh Pandya - ડિસેમ્બર 3, 2014

અઢ્ળ ક ને અનમોલ છે , સજની
લગણી નો ક્યા કોઇ તોલ છે ,સજની
ઉપર થી ઠઠારો બધો માહેં પોલંપોલ
આ દેહ ઢબુકતો ઢોલ છે, સજની
નદી જ હરખાતી ગઇ હતી સાગર ક્ને,
સાગર તો ખુદ ડામાડોળ છે, સજની.
પંડીતો યે પોથીમા ના પુરી શક્યા
જિવતર પ્રેમ ના બે બોલ છે સજની…
હજુ યે સાથ નિભાવે છે કંકુથાપાનો
ઘર ખુણો ને દિવાલ, અનમોલ છે સજની.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: