jump to navigation

પાંદડુ…પાન…પર્ણ… ઓક્ટોબર 12, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

અમેરીકામાં અત્યારે પાનખરે પગરણ માંડી દીધા છે… હવે માત્ર લીલાં-લીલાં નહી, પરંતુ લાલ-પીળાં-કથ્થાઈ પાંદડાંઓ રસ્તા પર પણ ઉડાઉડ કરવા માંડ્યા છે…!  અને રંગબેરંગી પર્ણોથી સજ્જ વૃક્ષો જાણે કે (કમ સે કમ મને તો) દીક્ષા લેવા પહેલાં સોળે-શણગાર અને ભવ્ય-અલંકારોથી સજ્જ થયેલી સુંદર જૈન-કન્યા જેવા લાગે છે… કારણ કે ટૂંક સમયમાં જ આ પર્ણો વિનાના વૃક્ષો પર માત્ર એક જ રંગ હશે- પાનખરનો રંગ!   (કોઇ જૈન-મિત્ર આનું બીજું કંઇ અર્થઘટન ના કરે!) 

મિત્રો, ‘પાનખર’ વિષય આપણે ગયા વર્ષે જ આપ્યો હતો… એટલે આ વખતે આપણે વિષય રાખીએ- પાંદડુ…પાન…પર્ણ…!

જો કે, જ્યારે આ બ્લોગ શરૂ કર્યો હતો ત્યારે નીલમઆંટીએ એમનાં બ્લોગ પર એક પંક્તિ આપી હતી- “હું તો પીળું થયેલ એક પાંદડું“, એનું સંકલિત ત્યારે મેં ઉદાહરણરૂપે આ સહિયારું સર્જન પર સૌપ્રથમ પોસ્ટ કર્યુ હતું… કોઇ પણ નવો વિષય આપવાની શરૂઆત કરવા પહેલાં!  આ તો માત્ર મને એ ‘પીળું પાંદડુ’ યાદ આવ્યું, એટલે અહીં ટપકાવી દીધું… નહીંતર આજનાં વિષયને એ પોસ્ટ સાથે કોઇ લેવાદેવા નથી હોં… આપણે તો આજે કોઇ પણ રંગનાં પાંદડા રંગીએ…!

fall_view2.jpg

અને પાનખરનું નામ આવે અને મને આ પંક્તિઓ તરત જ યાદ આવે…. 

પીપળ પાન ખરંતા હસતી કુંપળીયા,
મુજ વીતી તુજ વિતશે ધીરી બાપુળીયા…

(આ કવિતાને શોધવાની ઘણી કોશિષ કરી, પરંતુ ક્યાંય મળી નહીં… તમને કોઇને મળે તો મને જરૂરથી મોકલાવશો! )

અને પાંદડુ કે પાન માટે પણ ઘણા કાવ્યો લખાયા છે…

જેમ કે, શ્રી અવિનાશ વ્યાસનું એક ગીત…

પાંદડુ લીલું ને રંગ રાતો
હે જી મારી મહેંદીનો રંગ મદમાતો….

અને શ્રી ર.પા.ની ગઝલનો એક શેર…

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

તો મિત્રો, આપણે સૌ પણ આ પાનખરનાં રૂપાળાં, લોભામણાં અને અલ્પજીવી રંગોમાંથી થોડી પ્રેરણા લઈ… આપણા આ કવિતાનાં ઝાડને (કે છોડને) રંગબેરંગી શબ્દોથી શણગારીશું ને?!! 

તો ચાલો સૌ શબ્દોની પીંછી લઈને…

ટિપ્પણીઓ»

1. dinesh patel,atlanta - ઓક્ટોબર 14, 2007

હાલ ને હાલાત બદલાતા જશે
પાનખરના રંગ પલટાતા જશે

ડાળને પણ પાંદડાં શું યાદ છે?
પાનના અંદાજ ભૂલાતા જશે

પાંદડું જાણે હથેળી લાગશે
ભેદ બારેમાસ વંચાતા જશે

પાન પાને નામ નસનસમાં વહે
શ્વાસ જાશે તો ય જીવાતા જશે

ઍજ લીલાશો હતી આ પાનમાં
ઍજ થૈ પીળાશ કચડાતા જશે

2. hemantpunekar - ઓક્ટોબર 15, 2007

એક ટચુકડું કાવ્યઃ

ઝાડ નામે પણ એક દુનિયા હશે?
ચકલાઓની સભામાં શું ચર્ચા હશે?
આપણે જો અડીએ પાંદડાને
તો શું મૂળ પણ સળવળતા હશે?

-હેમંત

3. ક્સુંબલ રંગનો વૈભવ - ઓક્ટોબર 15, 2007

પાંદડુ છું પાન છુ યાને કે પર્ણ છુ
ગૈ લીલાશ પીળાશ આજે હું જીર્ણ છુ

વેરાન આંખોને પુછ મહ્ત્ત્તા મારી
ને તુજ અવસરે ફક્ત લીલું તોરણ છુ

શહેરામાં મહેક્તા ડમરાની જાત છુ
દુલ્હનની હથીલીમાં જો રાતોવરણ છુ

નૈ માનો તમે કે અધમનો કરું ઉધ્ધાર
શિકાર માંચડે બેઠેલા પારધીનું તર્પણ છું.

કેમેય તુજ કિસ્મત આડેથી ખસ્યુ નૈ બીમલ
લ્યે આજ કહી દઉં હું એ લીલુ આવરણ છુ

બીમલ રબારી
રુપાલ તા.જિ.ગાંધીનગર

4. pravinash1 - ઓક્ટોબર 15, 2007

પૂછજે
પેલા ખરતા પાનને પૂછી જોજે
જુવાનીના જામ કેવા છે?

ખરતા ખરતા હસીને કહેશે
પી જે, અનુભવ જે ને જોજે
એકવાર માણવા જેવા છે.

5. dipti 'shama' - ઓક્ટોબર 15, 2007

કોઈ જઈને કહો ને પેલા સપનાને,
રંગોમાં મને લીલાશ પસંદ છે, પીળાશ નહીં.

હા,સૂકા વૃક્ષનું હું,પાંદડું છું લીલું-છમ્મ,
કહી દઉં તને મારાં સોગંદ છે, ખેરવીશ નહીં !

દીપ્તિ પટેલ ‘શમા’

6. Pinki - ઓક્ટોબર 16, 2007

Americani Paankhar –

હવે માત્ર લીલાં-લીલાં નહી, પરંતુ લાલ-પીળાં-કથ્થાઈ પાંદડાંઓ રસ્તા પર પણ ઉડાઉડ કરવા માંડ્યા છે…! અને રંગબેરંગી પર્ણોથી સજ્જ વૃક્ષો જાણે કે (કમ સે કમ મને તો) દીક્ષા લેવા પહેલાં સોળે-શણગાર અને ભવ્ય-અલંકારોથી સજ્જ થયેલી સુંદર જૈન-કન્યા જેવા લાગે છે… કારણ કે ટૂંક સમયમાં જ આ પર્ણો વિનાના વૃક્ષો પર માત્ર એક જ રંગ હશે- પાનખરનો રંગ!

shabdashah utkrushta varNan !!!!
i like it ……!!

7. dinesh patel,atlanta - ઓક્ટોબર 18, 2007

ઝાડનું રોવું પાંદડું, પાંદડે થૈ બદનામ

એકલું સાલું સાલતું, પાંપણ્માં ગુલફામ

પાન પાનમાં લખ્યા કરું, કોરી કોરી વાત

મુકામ કેરો માંડવો, વિસાર નામે ગામ

પાનખર આવી એટલે શકુંતલાને ધ્યાનમાં રાખી લખવાનું મન થયુ.

તમે જે વિષય આપ્યો છે તે જોઇને એમ થયેલું કે ઘણી બધી કવિતાઓ
માણ્વા મળશે.
સહુએ લખવું જ જોઈએ….આ બ્લોગ પણ અભિવ્યક્તિનો છે.

8. wafa - ઓક્ટોબર 19, 2007

પાંદડા પર બે શેરો જુદી જુદી ગઝલોમં છે.આખી ગઝલ વાંચવા દર્શાવેલ URL પર કલીક કરશૉ.

ખરેલાં પાંદડા નિરખી વસંતને યાદ કરજો પણ
તુટેલાં પાન ફૂલોના મળે જોડી તમે લેજો.
http://arzewafa.wordpress.com/2007/03/17/daradshodhitamelejo_wafa/
ખરેલા પાંદડાપર કેટલી વાતો લખી હશે.
હવાની આંગળી શું સાવ કઈઁ છાની રહી હશે.

http://arzewafa.wordpress.com/2006/05/11/vatolakheehashe-_-wafa/

9. ઊર્મિસાગર - ઓક્ટોબર 19, 2007

-: હેમંતનાં મુક્તકનાં જવાબમાં… એકદમ સૂઝી ગયેલું મુક્તક, અને એ પણ પાછું લગભગ છંદમાં જ! 🙂 :-

ગાલગા ગાલગા ગાલગા ગાલગા

ઝાડનું પણ જરૂર આખું એક જગ હશે,
ગામ, પાદર હશે, ચોરે ચર્ચા હશે,
હું અડું એક પણ પાન જો ભૂલથી,
ઝાડનાં મૂળમાંય થાતી સળવળ હશે.

-ઊર્મિ

10. Vijay Shah - ઓક્ટોબર 22, 2007

કપૂરી પાન

નાનકડી નાજુકડી નવલી તુ નાર
તને આપેલ કપુરી પાન તે યાદ!

પાન ચાવ્યું ને હોઠ લાલ લાલ
તેથી ખીલી ઉઠ્યા હાસ્યો તે યાદ!

આજે છે ઘણી વાતોનું અંતરે ધ્યાન
દરેક વાતોનું સંધાન એ કપૂરી યાદ!

મસ્તીમાં સરતી જતી હસતી વાત
સર્જે સબંધ સોપારી ને કપૂરી પાન્!

http://www.vijayshah.gujaratisahityasarita.com

11. kapildave - ઓક્ટોબર 23, 2007

હું તો છું લીંબડાનું પાન
તમે નાગરવેલનું સમજો
તો હું શું કરું ?
હું તો છું આંબલીનુ પાન
તમે તુલસીનું સમજો
તો હું શું કરું ?
હું તો છું ખાજવણીનું પાન
તમે મહેંદીનું સમજો
તો હું શું કરું ?
‘કપિલ’તો છે સૂકાયેલું પાન
તમે એને લીલું સમજો
તો હું શું કરું ?

-કપિલ દવે

12. ઊર્મિનો સાગર » ઝાડ - ઓક્ટોબર 30, 2007

[…] સર્જનનાં ‘પાન’ વિષય પર હેમંતે લખેલ મુક્તકનાં […]

13. shivshiva - નવેમ્બર 17, 2007

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

હરીંદ્ર દવેની આ રચના યાદ આવી ગઈ.

14. dilip - એપ્રિલ 6, 2008
15. gujaratikavita - જૂન 3, 2008
16. રાજેન્દ્ર જોષી - સપ્ટેમ્બર 22, 2008

લીલા પર્ણની તો વાત સૌ કરે, પીળા પર્ણ કોઇને ન સાંભરે રે,
પોતાના સંતાનોની વાત સૌ કરે, મા-બાપ કોઇને ન સાંભરે રે,
જે કોઇ કરે મા-બાપની સેવા , તે પામે લીલા વૃક્ષનો છાંયડો રે,
આ વાત જે કોઇ પામે, તે સ્વર્ગ તણો આનંદ માણે રે,


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: