jump to navigation

સર્જનક્રિયા-૮ : ‘શમણાં’ને શબ્દોથી શણગારીએ! સપ્ટેમ્બર 27, 2006

Posted by nilam doshi in સર્જનક્રિયા.
13 comments

આજનો આપણો  વિષય છે “શમણાં/શમણું”!

તો તમારે તમારાં ‘શમણાં’ને શણગારવું છે? પકડવું છે? કેદ કરવું છે? કે પછી માત્ર જોવું છે?

મારા તો “શમણાં ને ફૂટી છે પાંખો… “

સર્જનક્રિયા-૭: ‘પાયણાં’ (પત્થર) ને કંડારીએ… સપ્ટેમ્બર 20, 2006

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
8 comments

આપણા મિત્ર ચેતનભાઇ ફ્રેમવાલાએ પોતાની એક રચના સાથે એક શબ્દ આપ્યો છે: “પાયણાં” (પત્થર)

રામના નામે તરે છે પાયણાં,
રામને આજે નડે છે પાયણાં,
ભાવથી, માથું નમાવીને તું જો!
કેટલાં જલદી ફળે છે, પાયણાં!
(ચેતન ફ્રેમવાલા)

તો ચાલો આપણે ‘પાયણાં’ને કંડારી શબ્દોની વિવિધ મૂર્તિઓ બનાવીએ…

સર્જનક્રિયા-૬: સમય સપ્ટેમ્બર 15, 2006

Posted by સુરેશ in સર્જનક્રિયા.
17 comments

‘સમયનો સાદો નિયમ છે, કે અટકતો નથી,
નિયમ છે પ્રેમનો સાદો, કદી યે ટકતો નથી,
તમારો સાદો નિયમ છે, કે સૌને ભટકાવો,
ને મારો સાદો નિયમ છે, કે હું ભટકતો નથી.’

-કુતુબ ‘આઝાદ’

—————————————————-

     ‘સમય’ વિશેના શેર આપણે ભેગા કરીશું. પોતાના સર્જન પણ ચાલશે અને બીજાના સંગ્રહ કરેલા પણ. જો બીજાના હોય તો શાયરનું નામ જરૂર લખજો. જો ના ખબર હોય તો ‘અજ્ઞાત’ એમ લખજો.

      ચાલો દરિયા કિનારે છીપલાં વીણવા લાગી જઇએ !

સર્જનક્રિયા-૫: “કોણ માનશે?” સપ્ટેમ્બર 14, 2006

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
18 comments

વફાસાહેબની ભલામણ મુજબ “કોણ માનશે?” રદીફ લઈને કોઈ પણ કાફિયા સાથે સર્જક મિત્રોને ગઝલ કે મુકતક લખવા હર્દિક આમંત્રણ છે.

આપણા પ્રખ્યાત કવિઓના થોડા નમુનાના શેરો વફાસાહેબે આપ્યા છે જે નીચે મુજબ છે:

* * *

દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી. કોણ માનશે?
(‘શૂન્ય’ પાલનપુરી)
શૂન્યસાહેબની આ આખી ગઝલ આપ લયસ્તરો પર વાંચી શકો છો!

ફક્ત ડોઝ તો દવાનો હતો કોણ માનશે?
ચમત્કાર બસ દુવાનો હતો કોણ માનશે?
(“જિદ્દી લુવારવી”)

કંટકની સાથે પ્યાર હતો કોણ માનશે?
એમાંયે કંઈ સાર હતો કોણ માનશે?
(રતિલાલ “અનિલ”)

તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે?
જે જોઈ છે મેં તારી દશા કોણ માનશે?
(“મરીઝ”)

મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે?
મારો ય એક જમાનો હતો, કોણ માનશે?
(‘રુસવા’મઝલુમી)

* * *

વફાસાહેબનાં ત્રણ શેરો જુદા જુદા કાફિયા સાથે નીચે મુજબ છે:

એ અસર વ્યથાનો હતો કોણ માનશે?
દુશ્મન આ જમાનો હતો કોણ માનશે?

શાનો એ મિનાર હતો કોણ માનશે?
ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે?

તારા નગરની જાણ હતી કોણ માંનશે?
લજ્જાની વચ્ચે આણ હતી કોણ માંનશે?

(મોહમ્મદઅલી ભૈડુ”વફા”)

* * *

તો તમે પણ સર્જન કરો પૂરી સ્વતંત્રતાથી…

 

સંકલિત: રણને થોડું નિચોવી લઇએ… સપ્ટેમ્બર 14, 2006

Posted by ઊર્મિ in મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.
3 comments

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ: સર્જનક્રિયા-૧: રણને થોડું નિચોવી લઇએ…

* * *  (વધુ…)

સર્જનક્રિયા-૪: ‘ઉડી રહ્યા છે યાદોંના અબીલ ગુલાલ’ સપ્ટેમ્બર 10, 2006

Posted by nilam doshi in સર્જનક્રિયા.
12 comments

મિત્રો,
ફરી એક વાર આપ સૌ સમક્ષ રજૂ કરીએ છીએ…એક પંક્તિ…તો ઉઠાવશોને કલમ?કરીશુંને
સર્જન સહિયારૂ?” તો આ રહ્યું આજનું આમંત્રણ…

             ઉડી રહ્યા છે યાદોંના અબીલ ગુલાલ.

પૂરી સ્વતંત્રતા સાથે કરો… નવું સર્જન આપની કલમે.

સર્જનક્રિયા-૩: ‘એ વાતમાં શું માલ છે?’ સપ્ટેમ્બર 8, 2006

Posted by સુરેશ in સર્જનક્રિયા.
14 comments

‘મારી આંખમાં આંસું અને તું ના લૂછે,
એ વાતમાં શું માલ છે?

આવી બીજી પંક્તિ વાળા શેર લખવા સૌને આમંત્રણ છે.

સર્જનક્રિયા-૨: આજે થોડું ‘સ્મિત’ કરીએ… સપ્ટેમ્બર 7, 2006

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
4 comments

પ્રથમ સર્જનક્રિયામાં આપ સૌના સહયોગ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ… હજીયે બાકી મિત્રોએ આગળની સર્જનક્રિયા પર પોતાની રચનાઓ મૂકવી હોય તે મૂકી શકે છે જેનું સંકલિત થોડા સમય પછી અમે પોસ્ટ કરીશું.

આપણે આજનો વિષય રાખીએ: સ્મિત… જે આપ્યું છે આપણા મિત્ર ચિરાગ પટેલે (આભાર, ચિરાગ!) ‘સર્જનમાં સાથ આપો’ પૃષ્ઠ પર એમની એક રચના સાથે.

આવો, આપણે સૌ પણ આપણા ‘સ્મિત‘ને શબ્દોથી સજાવીએ… તો કલમ ઉપાડો છોને??

* * *

આવું સ્મિત ના રેલાવશો, એ સ્મિત તો જાનલેવા છે;
શું કરૂં પણ, મારા દર્દેદિલની એ જ તો એક દવા છે?
(ચિરાગ પટેલ)

* * *

સર્જનક્રિયા-૧: રણને થોડું નિચોવી લઇએ… સપ્ટેમ્બર 3, 2006

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
5 comments

મિત્રો, ‘સર્જનક્રિયા’ની પ્રથમ પોસ્ટ પર હું મારા જ બ્લોગ પર આગળ લખેલ એક લઘુ કાવ્ય અને એનો વિચાર રજૂ કરું છું.  આજનો સહિયારું સર્જન કરવાનો વિચાર રાખીશું: રણને નિચોવવાની વાત… તો ચાલો આપણે આજે રણને થોડું નિચોવી લઇએ!!

આ રહી મારી રચના… અને વિવેકભાઇનો શેર જે એમણે કોમેન્ટમાં લખ્યો હતો!

હા!
રણનેય
નિચોવી
શકું હું-
જો
તારા હ્રદયનો
તાગ
કાઢી શકું…

“ઊર્મિસાગર”

* * *

મારા હૃદયનો તાગ જો કાઢી શકો તમે,
રણ એક આખું તમને નિચોવાયેલું મળે.
(ડૉ.વિવેક ટેલર)

* * *

આપ સૌ જો આપની અંદરના પેલાં ઊર્મિના સાગરને વલોવશો, તો એમાથી એકાદ મોતી તો જરૂર મળશે! તો આપ એને વલોવવાનું શરૂ કરો છોને?

 

સંકલિત: “હું તો પીળું થયેલ એક પાંદડું” સપ્ટેમ્બર 3, 2006

Posted by nilam doshi in મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.
5 comments

મિત્રો, યાદ છે મેં મારા પરમ સમીપે બ્લોગ પર “સર્જન સહિયારું” નામક પોસ્ટ મુકી હતી? આપે પણ મને સાથ આપ્યો હતો અને બદલામાં ઘણી પંક્તિઓ મને મળી હતી… એ બધી પંક્તિઓ સંકલિત કરીને અમારા આ બ્લોગ પર મુકુ છું… હજી પણ આપણા બીજા વાંચકમિત્રો આ પંક્તિ પૂર્ણ કરતી પોતાની રચના અહીં કોમેંટમાં મૂકી શકે છે.

મારી આપેલ એક પંક્તિ હતી, “હું તો પીળું થયેલ એક પાંદડું,”

આ રહી આપ સૌએ આપેલ પંક્તિઓ… આશા છે આપ સૌ એને માણી શકો!

– નિલમ દોશી

* * *

હું તો પીળું થયેલ એક પાંદડું,
ઇચ્છાની શાખને વળગી રહેલું,
આજ નહિં તો કાલ જરૂર ખરીશ,
ને ઉગીશ ફરી થઇ લીલું પાંદડું.
(ઊર્મિસાગર)

* * *

જન્મે કુંપળ હતું
વૃક્ષમાંથી નીપજ્યું
ઉંમર ઓળંગી બન્યું રે!
હું તો પીળું થયેલ એક પાંદડું!
(મનવંત પટેલ)

* * *

હું તો પીળું થયેલ પાંદડું
ના કદીયે નિરાશ થયેલું
હજી રહી છે મુજમાં આશ
ચીંધવા લીલા પાનને રાહ.
(નીલા કડકિયા)

* * *

હું તો પીળું થયેલ એક પાંદડું,
કાલે ખરીશ કે આજ હું, પણ વૃક્ષનો એક કણ બનાવ્યો મેં ય છે.
ને હવાને દાન દીધા, પ્રાણવાયુના અમીમય શ્વાસ પણ.
કાલ હું કુંપળ બનું કે ના બનું, મુજ જિંદગી માટે મને પણ ગર્વ છે.
(સુરેશ જાની)

* * *

હું તો પીળું થયેલ એક પાંદડું
રાહ જો ઉ હું હવા ના ઝોંકાની;
હું જવાની શું કરવા ના પાડું?
ફરી જીવવી છે જિંદગી મારી પોતાની.
(જીતેન મહેતા)

* * *

હું તો પીળું થયેલું એક પાંદડું,
દેખું ભૂલકાંઓની વાટ.
આવીને મુજેને ઝીલી લેશે,
એવી મુજને છે આશ.

હું તો પીળું થયેલું એક પાંદડું,
ના દેખું વાયરાની વાટ.
વાયરો નકરો નફકરો,
નથી ભૂલકાંની કુમાશ.

(રાજેશ્વરી શુક્લ)

* * *