jump to navigation

કેમ છો?! January 21, 2007

Posted by સુરેશ in સર્જનક્રિયા.
trackback

ગુજરાતી ભાષાનુ બે જ શબ્દોનું બનેલું, પણ કદાચ સૌથી વધારે વપરાતું વાક્ય કયું?
એમ કોઇ પૂછે, તો બેધડક આપણે કહી દઇએ કે,  “કેમ છો?”!!

આજે આ વાક્યને આવરી લેતી કાવ્ય રચનાઓ શોધીએ… અને ન જડે તો જાતે બનાવી દઇએ ! ગઝલ, ગીત, મુકતક, મુક્તપંચિકા, હાઇકૂ કે ચાંદરણા કોઇ પણ પ્રકાર હશે તો ચાલશે, પણ તેમાં ‘કેમ છો?’ હોવું જોઇએ.

બરકત વિરાણી ‘ બેફામ’ ના એક શેરથી શરૂઆત કરીશું…

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની,
જિંદગીમાં અસર એક તન્હાઇની,
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ : ‘કેમ છો?’
એને આખી કહાણી સુણાવી દીધી.

‘થાય સરખામણી તો ઉતરતા છીએ…’
આ આખી ગઝલ ટહુકા પર વાંચો અને સાંભળો !

તો મિત્રો, ચાલો શરૂ કરો…

* * *

Advertisements

Comments»

1. chetu - January 21, 2007

સવાલ તમે પુછયો નહિ કે કેમ છો?
જવાબ તો સાઁભળિ શકો એમ છો..!
આવતા-જતા પુછ્યુ હોત કે કેમ છો?
જરુર સામો પડ્ઘો પડત કે કેમ છો?
ને માનિ લેત અમે કે ,તમે પણ જેમ હતા એમ છો..!!

2. Jayshree - January 21, 2007

વર્ષો પહેલા ડો. શરદ ઠાકરની ‘રણમાં ખીલ્યું ગુલાબ’ ની કોઇક વાર્તાના શિર્ષકમાં આવો કંઇ શેર વાંચ્યાનું યાદ છે.

જત જણાવવાનું તને કે ‘કેમ છે?’
હું મજામાં છું એ તારો વ્હેમ છે.

3. Jayshree - January 21, 2007

સાથે સાથે નોન-સ્ટોપ ગરબાઓમાં ઘણી વાર સાંભળેલું આ ગીત :

આવતાં જતાં જરા નજર તો નાખતા જજો
બીજું તો કંઇ નહીં પરંતુ ‘કેમ છો ?’ કહેતા જજો.

4. ઊર્મિસાગર - January 22, 2007

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝુકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

શ્રી જગદીશ જોષીની આ આખી રચના અહીં વાંચો…
http://urmi.wordpress.com/2006/06/23/ek_hati_sarvakaalin_vaartaa/

5. ઊર્મિસાગર - January 22, 2007


મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને
તમે માત્ર ‘કેમ છો’ એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત;

જયન્ત પાઠકની આ આખી રચના અહીં વાંચો…
http://layastaro.com/?p=607

6. Urmi Saagar - January 22, 2007


હાય! થેંક્યુ! ના કોરાકટ ઉચ્ચારોથી, ઉબકાયો છું.
કેમ છો? ની ભીની ચોકલેટ, હું મસ્તીથી આરોગું છું.

આપણા ચાર વર્ષનાં દાદાજીની આ આખી રચના અહીં વાંચો…
http://kaavyasoor.wordpress.com/2006/07/04/chaar_varshanaa/

7. bansinaad - January 22, 2007

‘કેમ છો’ થી શરૂ થતી વાત
મૌન ને તોડતી વાત
લાગણીઓને વાચા આપતી વાત
શૈશવ ને સંભારતી વાત
‘કયારે ફરી મળી શું’ સુધી પહોંચતી વાત
–જય

8. vijayshah - January 22, 2007

તે દિવસે અમથું જ તને મેં પુછ્યું ‘કેમ છો?’
તુરંત મલકીને તેં પણ જવાબ દીધો ‘મઝામાં’
તેં પ્રતિ પ્રશ્ન ના કર્યો અને હસતા હસતા કહ્યું
તમે ખબર લીધી તે પહેલા કોઇ મઝા નહોંતી
પણ તમારા ‘કેમ છો’ માં કંઇક જાદુ જરૂર છે.

તે જાદુ ગુલ કરી દઉ ફરી ‘આવજો’ કહી ?
ને તું હસી અપ્સરા જેવુ સુંદર ને મોહક
તેથી થઇ ગયો હું તારા વિચારે ગુમસુમ
હવે કર કંઇક એવો ઇલાજ કે આવે તરસ્યા
મન અને હ્રદયને તૃપ્તિનો મધુર અહેસાસ.
વિજય શાહ
http://www.vijayshah.wordpress.com

9. Sarjeet - January 22, 2007

આવિર્ભાવ હતો કે પ્રાદુર્ભાવ
કે હતો કોઇ અજાણી ઉર્જાનો પ્રભાવ
ઘડેલું ઘણું મનમાં કહેવા માટે,
પણ આવ્યા ત્યારે નીકળ્યું માત્ર…કેમ છો?
-સર્જિત

10. સુરેશ જાની - January 23, 2007

જાણી બુઝીને તમે અળગાં ચાલ્યાં ને છતાં,
પાલવ અડક્યાનો મને વ્હેમ છે.
સાવ રે સફાળાં તમે ચોંકી ઊઠ્યાં ને પછી
ઠીક થઇ પૂછ્યું કે ‘કેમ છે?’

આટલા અબોલા પછી આવો સવાલ ?
કહો કેમ કરી ઉતરવું પાનું?
મુંગા રહીએ તો તમે કારણ માંગો,
ને હોઠ ખોલીએ તો બોલવાનું બહાનું
હું તો બોલીશ છતાં માનશો તમે કે હજી
દુનિયા આ મારી હેમખેમ છે.

એક ત્રીજી કડી પણ છે પણ બરાબર શબ્દો ન સમજાયા માટે નથી લખી. કોઇની પાસે આ આખું ગીત હોય તો વાંચવાની મઝા આવે.

– હરીન્દ્ર દવે
આ ગીત પુ. ઉ. એ બહુ તોફાની શૈલીમાં ગાયું છે. આ મોટા ગજાના અને બહુ અર્થ સભર કવિતાઓના સર્જક કવિએ આવું હળવું ગીત પણ લખેલું છે !

11. સુરેશ જાની - January 23, 2007

મારા હૃદયની વાત તને કહી રહ્યો છું આજ,
વર્ષો પછી ફરી મળ્યા તો વહી રહ્યો છું આજ.

નજરૂં ભરી ભરીને મેં હેત ઠાલવ્યું,
સાન્નિધ્ય લઇ સ્મૃતિનું, પછી મૌન જાળવ્યું,
શબ્દોની શેરી સાંકડી, ભેદી રહ્યો છું આજ.
પૂછ્યું તમે કે ‘ કેમ છો? ‘ પીગળી રહ્યો છું આજ. – મારા ….

– મનોજ મુની
શ્રી. સોલી કાપડીયાએ બહુ જ સૂરીલા અવાજમાં આ ગીત ગાયું છે.
આલ્બમનું નામ છે – ‘મારા હૃદયની વાત ‘

12. pravina kadakia - January 23, 2007

ચાર મળે છતાઁ મુખડુઁ મલકતુઁ નથી
જાણ્યા છતાઁ અજાણ્યા શુઁ ચાહો છો
પ્રિતમનાઁ સ્પર્શમાઁ ઉમળકો ગાયબ
રોતી મા ભાળી બાળક મૌન
અરે સાદ સુણો
કદીક તો પૂછો ‘કેમ છો’?

13. સુરેશ જાની - January 23, 2007

હાય! થેંક્યુ! ના કોરાકટ ઉચ્ચારોથી, ઉબકાયો છું.
કેમ છો? ની ભીની ચોકલેટ, હું મસ્તીથી આરોગું છું.

– મારી એક રચનાનો ભાગ – આખી કવિતા …..
http://kaavyasoor.wordpress.com/2006/07/04/chaar_varshanaa/

14. ઊર્મિસાગર - January 27, 2007

મુજ ઊર્મિએ શમણાંનો માળો બાંધ્યો,
નયનથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

પાનખરમાં વસંતનું આગમન થયું,
સ્મિતથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

સંગીતના સાત સૂર છેડાયા એકસાથ,
સ્પર્શથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

વિરહમાંયે લાગ્યું કંઇક મિલન જેવું,
ઊર્મિથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

પણ, એજ ઊર્મિએ આજે દમ તોડ્યો,
મુખથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

15. Bansinaad - January 28, 2007

[…] સહિયારું સર્જન પર ‘કેમ છો?’  વિષય પર બીજી રચનાઓ વાંચવાનું ભુલશો નહિ. […]

16. Suresh Jani - January 31, 2007

ફર્યા ફેરા, દીધા સૌ કોલ, હરદમ સાથ રહેવાના.
ઘૂમ્યા સાથે, મિલાવી હાથ, હૈયું દઇ અરે! સજના.
તજી સૌ બંધનો, ઝૂમ્યા બધાં અંગો કરી ભેગાં.
અરેરે! કેમ છો? તે પણ તમે ના બોલવાના?

17. કેમ છો? « કાવ્ય સૂર - February 2, 2007

[…] સર્જન સહીયારું   ‘ પર તા. 31 જાન્યુઆરી- 2007 પર પહેલી વાર […]

18. Jay - February 10, 2007

કોઈ મારી પાસે આવી ને પુછે કે કેમ છો
છું જ નહીં કહીને અવગણવાનું મન થઈ જાય છે.

http://bansinaad.wordpress.com/2007/02/09/bharat-kaavya/

19. સુરેશ જાની - February 22, 2007

હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય.
સામે મળી જવાય તો બીજું તો કંઇ નહીં,
પણ ‘કેમ છો?’ કહીને ન પાછા વળી જવાય.
-આદિલ મન્સુરી

20. તમારો ‘પરિચય’ આપશો? « સહિયારું સર્જન - February 23, 2007

[…] trackback આપણને કોઇ અજાણ્યું મળે, અને ‘કેમ છો?’ તો પુછે (જે આપણે આગળ પુછી લીધું છે!), પણ […]

21. UrmiSaagar - March 1, 2007

કેટલાં વર્ષે મળી ગ્યાં, કેમ છો?
સાવ ક્યાં (?) ભુલી ગયા’તા, કેમ છો?

મ.ઉ.નાં અવાજમાં હમણાં જ ‘શીતલ સંગીત’ પર સાંભળ્યું…

22. archana - March 5, 2007

kem cho kahevay kem, tamara vagar rahevay kem,
aa akhu aykhu tamara vagar jivay kem,
kaik spandano eva aavi jay che aa jivan ni ghatmal ma,
ke taara vagar viran jindgi ma geet gavay kem.
———-

કેમ છો કહેવાય કેમ? તમારા વગર રહેવાય કેમ?
આ આખુ આયખુ તમારા વગર જીવાય કેમ?
કૈંક સ્પંદનો એવા અવી જાય છે આ જીવનની ઘટમાળમાં,
કે તારા વગર વિરાન જિંદગીમાં ગીત ગવાય કેમ?

23. અમે અને તમે « સહિયારું સર્જન - March 9, 2007

[…] જાની in સર્જનક્રિયા. trackback પહેલાં આપણે કેમ છો પૂછ્યું (હજુ પણ પૂછી શકો છો!)… પછી […]

24. 'હું' અને 'તું' « સહિયારું સર્જન - March 23, 2007

[…] 23, 2007 Posted by સુરેશ જાની in સર્જનક્રિયા. trackback ‘કેમ છો’ થી શરુ કરેલી યાત્રા આગળ ધપાવીએ તો […]

25. હું « સહિયારું સર્જન - પદ્ય - April 20, 2007

[…] હવે આ સરળ કામ કરીને ‘કેમ છો?!‘ થી શરુ કરેલી આ શ્રેણીની પૂર્ણાહૂતિ […]

26. સંકલિત: કેમ છો? « સહિયારું સર્જન - પદ્ય - July 11, 2007

[…] આગળની પોસ્ટ:  કેમ છો?! […]

27. Shah Pravinchandra Kasturchand - November 17, 2007

હું અહીં એમનો એમ છું.
તમે બધાં કહો,કેમ છો?

28. પ્રીતમ લખલાણીનુ એક કાવ્ય: શિષ્ટાચાર « Bansinaad - April 11, 2008

[…] સહિયારું સર્જન પર ‘કેમ છો?’  વિષય પર બીજી રચનાઓ વાંચવાનું ભુલશો નહિ. […]

29. Sharad Shah - મે 17, 2010

કેમ છો?
સારું છે.
કેમ છો?
મજામા.
કેમ છો?
બસ ચાલે છે.
કેમ છો?
જલસા જ જલસા.
યાંત્રિક પ્રશ્ન,
ને ઉત્તરો પણ યાંત્રિક.
યાંત્રિક માનવયુગ
ને માનવો પણ યાંત્રિક.

Suresh Jani - August 10, 2010

Dear Sharad bhai,
I will come to you to say ‘Kem chho’ in a different and intimate way – my promise.
Old timers like you and me keep promises.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: