હેપી બર્થ ડે દાદા… સરપ્રાઆઆઆઇઝ!!! માર્ચ 5, 2007
Posted by ઊર્મિ in પંક્તિ/શેર, મુક્તકો, મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત, સમાચાર.trackback
પ્રિય સુરેશ દાદા,
ગુજરાતી બ્લોગ જગતનાં સર્વ મિત્રો અને ‘સહિયારું સર્જન’ તરફથી તમને 64માં જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… થયું કે, અમે સૌ મિત્રો ભેગા મળીને તમને આજે એક સુખદ આંચકો આપીએ તો?!! (ચાર વરહનાં પોયરાંને અમારે કાંઇ ભેટ-બેટ હો આપ્પી તો પડે જ ને?!! 🙂 )
તમારો હંમેશા એવો આગ્રહ રહ્યો છે કે આપણે આપણા અંતરની વાણી સાંભળીને વર્તમાનની આ જ ક્ષણમાં જીવવું જઇએ. અને વળી, 64 વર્ષના દાદાજી થયા છો તો પણ કાયમ પોતાને 4 વર્ષના બાળક તરીકે જ ઓળખાવો છો… એટલે મને તો તમને ‘બાળ-ડોસાજી’ કહીને આવું કંઇક કહેવાનું પણ મન થાય છે…
ચોંહટના એક દાદુ હરખે ચાર વરહનાં થૈને પાછા,
પન બોલે એ પંડિતની બોલી- ‘આ જ ક્ષણને માણ’!
સાચુ પુછો, તો તમારી આ ક્ષણમાં જીવવાની વાત ખરેખર એક મંત્ર સમાન છે… ભૂતકાળને વાગોળવામાં અને ભવિષ્યની ચિંતા કરવામાં આપણે ઘણીવાર વર્તમાનની અમૂલ્ય ક્ષણોને માણવાનું ભૂલી જઇએ છીએ… અને એક એક કરીને જીવનની ઘણી અમૂલ્ય ક્ષણો હાથમાંથી કોરી જ સરી જાય છે. તમારી જેમ અમને પણ વર્તમાન ક્ષણમાં જીવવાની અને અંતરની વાણી સાંભળવાની પ્રેરણા મળતી રહે એવી અભિલાષા!
તમારા જન્મ દિવસની ભેટરૂપે સૌ મિત્રો તરફથી અહીં પ્રસ્તુત છે તમારા જીવનની ‘આ ક્ષણને માણો’ની ફિલસૂફી ઉપર તમારા માટે શુભેચ્છાઓ રૂપે રચેલાં થોડા મુક્તકો, અન્ય રચનાઓ અને અન્ય શુભેચ્છાઓ… આશા છે કે તમને એ જરૂર ગમશે!
————————————————————-
કાવ્યાત્મક શુભેચ્છાઓ…
* * *
ક્ષણ ક્ષણ કરીને, જુઓ, સઘળી ચાલી ક્ષણો,
રાહ જુઓ છો જેની તમે, ન પણ આવે એ ક્ષણો,
બનાવો એ જ જીવનમંત્ર- ‘આ ક્ષણને માણો!’
માણો ભલે ન બીજું કંઇ, એક આ ક્ષણને માણો…
—
આ ક્ષણ પણ જો કોરી જ ચાલી જાય તો?
સીધી વ્હેતી ગંગા, જો ઊલટી જાય તો?
હા! સાંભળું તો માનું હું ય- અંતરની વાણી,
કે આ જ ક્ષણને બસ- માણી લેવાય તો?!
* * *
આપ્યાં પ્રોત્સાહનો ઘણાં ને જીવંત બ્લોગતણી ક્ષણો
ધારેલુ સહુ કરો તન મનથી ને જીવી લો આ ક્ષણો
ગુર્જરી ભાષા મારી મારે મન છે માતા મારી કહીને
કરે તન મન થી સેવા ઘણી કહી “આ ક્ષણને માણો”
(વિજય શાહ)
* * *
આ ક્ષણમાંજ છે પ્રાણ, ઓ જીવ તુ એટલુ જાણ
વહી જાય આ ક્ષણ તે પહેલા આ ક્ષણને તુ માણ
જતી ક્ષણને છોડી મુક ને આવનારીને તુ તાણ
દુઃખ દર્દની હોળી કરીને જીવ આ ક્ષણને તુ માણ
(રાજીવ ગોહેલ )
* * *
હિસાબ માંગે છે જીવન મારૂં દરેક ક્ષણે
ગુલાબી રંગીન મિજાજ માણું છું હર ક્ષણે
હર્ષઘેલો બની ને રમું છું હર ક્ષણે
અવિરત ઉત્સાહ પામું છું એ ક્ષણે
(જય ભટ્ટ)
* * *
હસતી ક્ષણ રડતી ક્ષણ
ક્ષણોની સરિતાનો મહાસાગર
માણી લો આ ક્ષણ
ભરી લો આપણી ગાગર!!!
(આશાલતા દેસાઇ)
* * *
ક્ષણ પણ આ પળ ન આવે કાલે ક્ષણ,
બાણ કરતા પણ તેજ રહો આ ક્ષણ,
પ્રાણ પણ પ્યાર કરે હર ક્ષણ,
જીવો અને માણો, પણ- બસ આ ક્ષણ!
(વિહંગ જાની)
* * *
સૌ કહે છે વર્તમાનમાં જિવો, આ ક્ષણને માણો;
જીવે જો આજ-અહિં-અત્યારે, તો જ કહેવાય શાણો
ભોળૂં બાળપણ, કોમળ કિશોરાવસ્થાની યાદ આવે વાતો;
ભાવભીનો ભુતકાળ, સખ્ય સાથેનું ગોષ્ઠીનું ગળપણ, કૈં ન જાણો..?
(જીજ્ઞાશા જાની)
* * *
(શાર્દૂલ વિક્રિડીત)
જાણો આ ક્ષણ ભૂતના અનુભવે, ને ભાવિના ખ્યાલથી,
માણો આ ક્ષણ પૂર્ણ સ્વસ્થ મનથી, તાકાતથી, વ્હાલથી !
જુગલકાકાએ ભૂલથી એક કોમેંટમાં તમને ઘણા દિવસો પહેલા જ
એક ભેટ આપી દીધી હતી (તમે વાંચી લીધી ન્હોતી ને?!) પરંતુ જ્યારે જુગલકાકાએ
મને એ કહ્યું ત્યારે ‘ભેદ’ ખુલી જવાના ડરથી એને છુપાવી દીધી હતી… 🙂
હવે તમે એને અહીં પુરી વાંચી શકો છો!
* * *
પ્રિય દાદા,
ક્ષણો આપની સૌ ઝળહળી રહો,
ક્ષણો આપની સૌ સુરભિત બનો
ક્ષણો આપની સૌ મંગલમય હજો
”જીવો આયુ એવું ક્ષણ મહીં ભરી કોટિક યુગો.”
* * *
સુરેશભાઇ – હેપ્પી બર્થ-ડે!
કિસીકી મુસ્કુરાહટો પે હો નિસાર-
કિસીકા દર્દ મિલ શકે તો લે ઉધાર-
જીના ઉસીકા નામ હૈ…
–
લાંબુ જીવો,
મજાથી જીવો,
બીજા માટે જીવો,
આજની ક્ષણે જીવો!
(હરનીશ જાની)
* * *
-વાત ને માણો-
વીતી ગયેલી રાતની કોઇ વાત ને માણો
ગળતા રહેલા જામની સોગાતને માણો
પાછા મળીશુઁ કયારે એની કઁઇ ખબર નથી
આવો ‘સુરેશ’ આજે “વફા’ના નાદ ને માણો.
* * *
ગૂર્જર બ્લોગ જગતમાંહે ખીલવે ‘સુરેશ’ સાહિત્યિક પ્રભાત
અહોનિશ એ ઉદિત, રેલે ‘ગુજરાતી સારસ્વત’ કાજ પ્રકાશ
‘દાદા’વળી ‘જાનીકાકા’ બ્લોગરજનના રહો જાન જુવાન
ગ્લોબલજનના ગુજરાતી સારુ શતાયુ ઝળકો તમારો પ્રતાપ
કવિલોક પરથી એમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…
* * *
આપણા પ્યારા સાથી સુ.જા. એટલે સુરેશ જાની.
આજે તેમને નીચેની કૃતિ દ્વારા જન્મદિનની મુબારકબાદી
આપું છું. (છંદ કે ચોક્કસ બંધારણના નિયમો પાળ્યા નથી.)
ક્ષણ તો સરી ચાલી જશે,
ક્ષણ કો’ નવી આવી જશે,
પણ સંગ તમ જે માણીએ,
ક્ષણ એ, સુજા, વિરલ હશે!
સુરેશભાઈ! આપના જન્મદિને આપના આ મિત્ર તરફથી એક મુક્તપંચિકા…
ક્ષણ માણીને
પામો જીવન
દીર્ઘ, પ્રાર્થના એ જ-
સફળ તમ
જીવનયાત્રા.
(હરીશ દવે)
* * *
હાથથી સરકેલી રેતી, કામઠેથી છૂટ્યું બાણ,
બોલ મુખથી જે સર્યાં, પાછાં કદી નવ આવે, જાણ;
કાળ જે વીતી જશે એ કોઈ કાળે આવે નહીં,
છોડ ચિંતા કાલની, બસ ! આજની આ ક્ષણને માણ.
(ડૉ. વિવેક ટેલર)
* * *
ભાવિનાં ભીતરે શું ભર્યું, એ આપ ક્યાં જાણો?
મીરાં જો બનો તમે, આ જગ બની શકે છે રાણો,
રુદિયે રાખો ‘ઉમંગ’, વિહરો આકાશે બની ‘વિહંગ’,
બની જાય ગઇકાલ, એ પહેલા આ ક્ષણને માણો !
(જયશ્રી ભક્ત)
————————————————————-
અન્ય શુભેચ્છાઓ…
* * *
સુરેશદાદાને જન્મદિવસની ઘણી શુભેચ્છાઓ…
* * *
સુરેશભાઇને અમારા બધા [પરીવાર] તરફથી જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ…
(હિમાંશુ ભટ્ટ)
* * *
Dear Sureshbhai,
Very happy birthday to you !
Your contagious enthusiasm and
unrelenting desire to learn to new things
keeps all of us going !
I wish you a great day and a wonderful year.
* * *
SURESH IS MY NAME,
I WAS HERE.
I AM HERE.
I WILL BE HERE.
I WAS IN INDIA,
NOW IN AMERICA,
BUT YOU WILL FIND ME ANY WHERE,
THROUGH SURFING…
IN THE INTERNET WORLD…
FOR EVER…
MY DEAR FRIEND SURESH,
HAPPY BIRTHDAY!
* * *
સુરેશદાદાને સરપ્રાઇઝ આપવાનાં આ મિશનમાં સાથ
આપનાર સૌ મિત્રોનો હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર!!
* * * * *
સુરેશભાઈ! જન્મદિન મુબારક!
શુભેચ્છા માટે આ વિશેષ મુક્તપંચિકા:
કાવ્યસૂર ને
અંતરવાણી,
સારસ્વત પ્રતિભા,
આમ ઓળખો
સુરેશ જાની!
…..હાર્દિક શુભેચ્છાઓ ….. હરીશ દવે … અમદાવાદ
Happy Birthday, Dada.. !!
[…] હેપ્પી બર્થ ડે, સુરેશદાદા!! ‘સહિયારુ… […]
Happy Birthday
સ્નેહના આ ભારને હું શેં વેંઢારીશ? આ બાળક ડોસાની ક્ષમતા નથી…. આટલો આનંદ જીરવવાની.
મારા ચોસઠ વર્ષના જીવનમાં આટલા બધા પ્રેમની અનુભૂતિ , આટલા બધા મિત્રો- જેમાંના મોટા ભાગનાને એક વાર પણ મળ્યો નથી – નો આ પ્રેમ જોઇ હૈયું છલકાઇ જાય છે.
હવે આ બાળકના એક તોફાન માટે તૈયાર છો ને?
HAPPY BIRTHDAY ..!
મિત્રો ને મળ્યા વિના જ એમના પ્રેમ ની અનુભૂતિ થાય એ જ સાચી લાગણી…!
આ ક્ષણ છે અતિ અનુપમ
તેની ના કરશો
અવગણના
આજ જેવી કાલ ન હતી
આવતી કાલની ના પરવા
જન્મદિવસની લાખ
લાખ શુભ કામના
ચોંહટના એક દાદુ હરખે ચાર વરહનાં થૈને પાછા,
પન બોલે એ પંડિતની બોલી- ‘આ જ ક્ષણને માણ’!
‘કાકા’ સ્ટાઇલમાં થોડું મઠારું છું –
ચોંહટના એક દાદુ હરખે, ચાર સાલના થૈ ‘સુજાણ’,
બોલે પાછા પંડિતબોલી, આ ક્ષણને તું માણ’!
દાદા,આટલા બધા દરિયા જેટલા વહાલના આપ અધિકારી છો.આને વેંઢારવાનો નથી.આ તો અમારા બધાના અંતરનો ઉલ્લાસ છે.જે સહજ રીતે શબ્દોમાં પ્રગટ થયો છે.
અમ સૌનું દરિયા જેટલું વહાલ મુબારક.
Sureshdada, wish you a very happy birthday!
આપણે સૌ દાદાની નવપલ્લવિત જીવન-જ્યોત ના અનંત પ્રકાશપૂંજ માંથી પ્રેરણાં લઈ કોઈ પણ સંજોગોમાં મળેલી હર એક ક્ષણ ને ખુબ ઉલ્લાસ થી માણીએ.
“બનાવો એ જ જીવનમંત્ર- ‘આ ક્ષણને માણો!’ ” – દાદાની જીવનશૈલી માંથી પ્રેરણા લઈ ને:
દોડું છું, ભાગું છું, ક્ષણોને ઉજવવા
વિચારૂં છું, ઉલ્લાસું છું, ક્ષણોને માણવા
જીવું છું, મહેકું છું, ક્ષણોને વિલાસવા
અમર બનાવું છું ક્ષણોને, આનંદની ધુળેટીમાં
Sureshbhai
Many Many happy return of the Day.
God bless You.
અમ સરખા બાળકોને આશિષ આપતાં રહેશો.
લાં……………….બી ઉમર આપ ભોગવો એવી શુભેચ્છાઓનાં પુષ્પગુચ્છો સ્વીકારશો.
મોડા મોડા પણ મારા તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ. મારું ઇંટરનેટ ખરા સમયે રખડી પડ્યું, માફ કરશો.
દાદા ,
જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ…
સૌ મિત્રોની કાવ્યાત્મક શુભેચ્છાઓ બહુ સરસ છે…
Belated Happy Birthday to you !
My best wishes are always with you.
અરે ….. હું કેમ આ અવસર ચૂકી ગયો !!!
belated happy b’day કાકા….. મેં તમને કહેલું તેમ, ભલે બધાં દાદા કહે…હું તો કાકા જ કહીશ…..
અમને નાલ્લા પોઈરાઓ ને તમારી બર્થ-ડે ઉજવવાના આવી જ રીતે હજુ બો બધા ચાન્સ મલતા રેઈ એવી પ્રાર્થના…. 🙂
આવજો….
[…] હેપ્પી બર્થ ડે, સુરેશદાદા!! ‘સહિયારુ… […]