jump to navigation

‘પાનખર’ ઓક્ટોબર 28, 2006

Posted by nilam doshi in સર્જનક્રિયા.
15 comments

પ્રિય દોસ્તો,

ફરી એકવાર એક નવા શબ્દ સાથે આપણે મળીશું ને અહીં?
તો આજ્નો શબ્દ છે: ”પાનખર”

leaves.gif

આ શબ્દનો ઉપયોગ કરીને ગીત,ગઝલ,કાવ્ય,હાઇકુ,મુકતપંચિકા…કંઇ પણ…આપની મનપસંદ વાનગી લઇ ને આવો “સહિયારૂ સર્જન” ઉપર…. અને અમને પણ આસ્વાદ કરાવશોને એનો?
પહેલા એપેટાઇઝર મારા તરફથી….

વૃક્ષો વસ્ત્રો બદલે..
અને કહીએ આપણે “પાનખર”
વૃક્ષો શણગાર સજે પુષ્પ ના..
અને નામ આપીએ “વસંત”
પાનખર અને વસંત ની
વચ્ચેનાસમય ને???

(નીલમ દોશી)

અને હવે રસથાળ આપના તરફથી… હા, કહેશો તો છેલ્લે ડેઝર્ટ જરૂર આપીશું!!
તો ચાલો, ‘પાનખર’નું વર્ણન કરવા માટે આજે આપણે શબ્દોમાં વસંત લાવીએ!!!

* * *

સંકલિત: “કોણ માનશે?” ઓક્ટોબર 26, 2006

Posted by ઊર્મિ in કાવ્યો, ગઝલો, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.
6 comments

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ: સર્જનક્રિયા-૫: “કોણ માનશે?” (વધુ…)

ચાલો ‘દિવાળી’ મનાવીએ… ઓક્ટોબર 20, 2006

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
8 comments

‘સહિયારું સર્જન’ ટીમ તરફથી સૌ મિત્રોને દિવાળીની શુભેચ્છાઓ!

મિત્રો, ચાલો આજે આપણે નેટ-‘દિવાળી’ મનાવીએ… 

jyoti.gif  firecracker.gifrang3.jpg firecracker.gif  jyoti.gif

 

મુકતક ને શેરોનાં ફટાકડાં ફોડીએ…
કાવ્યોનાં તનકતારાઓ સળગાવીએ…
હાઇકુ ને મુક્તપંચિકાની કોઠી સળગાવીએ…
ગીત ને ગઝલની આતશબાજી કરીએ…

અને હાં, શબ્દોનાં દીપ સળગાવી ઊર્મિઓની રંગોળી પણ પુરવાની છે હોં!!
…તોજ આપણને ખાવા મળશે સુંદર સુંદર રચનાઓની મિઠાઇઓ!! 

જેણે જે માણવું ને ફોડવું હોય તે છૂટ છે…
કોઇ પણ બંધન નથી આ વખતે…  
દિવાળીમાં એટલી તો છૂટ હોવી જ જોઇએ ને?!

હા, આપણો વિષય છે… “દિવાળી“!!

તો ચાલો, શરૂ કરો દીપ સળગાવી ફટાકડાં ફોડવાનું અને રંગોળી પુરવાનું… !!!!!!!

* * *

સંકલિત: ‘ઉડી રહ્યા છે યાદોના અબીલ ગુલાલ’ ઓક્ટોબર 18, 2006

Posted by ઊર્મિ in ગઝલો, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.
3 comments

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ: સર્જનક્રિયા-૪: ‘ઉડી રહ્યા છે યાદોંના અબીલ ગુલાલ’ (વધુ…)

‘સમય’ ઉપર મુકતપંચિકા બનાવીએ. ઓક્ટોબર 13, 2006

Posted by સુરેશ in મુક્તપંચિકા, સર્જનક્રિયા.
11 comments

મિત્રો,  સહિયારા સર્જનમાં આપ સૌએ દર્શાવેલ ઉમળકાથી પ્રેરિત થઇને આ સહિયારી યાત્રામાં એક ડગલું આગળ ભરીએ છીએ. એ આશા સાથે કે, આપણો આ સહિયારો પ્રવાસ અવિરત ગતિથી અને પૂરા ઉત્સાહ સાથે ચાલુ રહેશે. 

હવે આપણે સૌ બનાવીશું મુકતપંચિકા, “સમય” વિષય ઉપર!
મુક્તપંચિકા, એ હાઇકૂ અને તાન્કાને મળતો લઘુકાવ્યનો એક પ્રકાર છે…
જેનું બંધારણ છે : –  5, 5, 7, 5, 5 અર્થાત્ કુલ 27 અક્ષરો અને પાંચ પંક્તિઓ.

હરીશભાઇ દવે  એ ઉદાહરણ તરીકે એમની પ્રથમ મુકતપંચિકા અહીં આપી છે…

watch-man-clock.jpg

કાળગર્તમાં
સમયતરુ
પર પળ-કૂંપળ
ખીલે! રે! ખરે!
જીવન વહે!

તો માણો, હરીશભાઇની આ મુકતપંચિકા.
અને હા, અહીં ફકત માણવાની જ નથી હોં! કલમ પણ ઉપાડવાની છે.
આ તો છે…..તમારુ, મારું, આપણું… સૌનું સહિયારૂં સર્જન……..
તો “સમય” વિષયને લક્ષમાં રાખી, મુકતપંચિકા બનાવવાનું સૌ મિત્રોને ભાવભર્યું આમંત્રણ……..

– સહિયારૂં સર્જન ટીમ

સર્જનક્રિયા – ૯ : ‘સહિયારું’ રદીફ અને કાફિયા સાથે એક સહિયારું ગીત(ગઝલ) બનાવીએ… ઓક્ટોબર 7, 2006

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
25 comments

મિત્રો, આ વખતે થોડું બંધન મુકીએ છીએ…

આજે આપણે બધાએ સાથે મળીને એક ગીત (ગઝલ) બનાવવાનું છે…. બધાની એક એક પંક્તિ… એકથી વધારે પંક્તિ લખવી હોય તો લખી શકો છો… પણ જો જો, આખું ગીત તમારે એકલાંએ લખવાનું નથી હોં!! 🙂

પહેલી પંક્તિ પંચમભાઇ શુકલે આપણને આપી છે. જેને આપણે ભેગા મળીને આગળ વધારીએ તો એમાંથી એક સુંદર ગીત-ગઝલ બની શકે એવી શક્યતા છે.  જેને જે ગમે (છાંદસ-અછાંદસ) તે રીતે આગળ વધારો.  અછાંદસ પંક્તિને શક્ય હોય તો આપણે આપણા કવિમિત્રોની મદદથી છાંદસ બનાવવાની કોશિશ કરીશું… 

છંદ : ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા
રદીફ : સહિયારું
કાફિયા : સર્જન, વનવન,….

થોડું તારું, થોડું મારું કરિયેં સર્જન સહિયારું,
આમ અલગ ને આમ અડોઅડ ભમિયેં વનવન સહિયારું.

તો ચાલો આજે આપણે કંઇક નવું કરીએ અને સૌની એક એક પંક્તિથી એક સહિયારા ગીતનું સહિયારું સર્જન કરીએ…

 

સંકલિત: ‘એ વાતમાં શું માલ છે?’ ઓક્ટોબર 4, 2006

Posted by ઊર્મિ in ગઝલો, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.
6 comments

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ: સર્જનક્રિયા-૩: ‘એ વાતમાં શું માલ છે?’

* * * (વધુ…)

સંકલિત: ‘સ્મિત’ ઓક્ટોબર 2, 2006

Posted by ઊર્મિ in મુક્તકો, સંકલિત.
4 comments

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ: સર્જનક્રિયા-૨: આજે થોડું ‘સ્મિત’ કરીએ…

* * * (વધુ…)