jump to navigation

પિતા, પપ્પા, જનક, તાત, બાપુ, … બાપ રે!!! જૂન 15, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

રવિવારે ફાધર્સ ડે છે, જેની સૌ મિત્રોને આગળથી જ પિતૃદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ!  માતૃદિન વખતે આપણે આપણી મમ્મીને યાદ કર્યા, તો પછી પિતૃદિન પર પિતાને ભૂલી જઇએ તો થોડું ચાલે, બરાબરને?  આજે આપણે પિતા વિશેની જ કાવ્યરચનાઓ લખીએ…

father_daughter_beach.jpg

એમ તો માતા-પુત્રનો અને  પિતા-પુત્રીનો પ્રેમ થોડો વધારે સ્પેશ્યલ હોય છે… રામાયણકાળમાં જનકરાજા જેવા પિતા કે ખુદ વેદો પણ જેના ચરણોમાં આળોટે એવા વિદ્વાન હતા, અને એ જ્યારે પુત્રી સીતાને લગ્ન પછી વિદાય આપે છે ત્યારે પુત્રીનાં પ્રેમમાં એ વિદ્વાન પિતા એ પણ ભુલી જાય છે કે પોતે કોણ છે… અને એક થાંભલો પકડીને નાના બાળકની જેમ કલ્પાંત કરે છે! (પૂ. શ્રીમોરારીબાપુની કથામાં આ પ્રસંગ સાંભળવો એ પણ લ્હાવો છે!)  આપણે દીકરી વિષય પર આગળ પિતા-પુત્રીના પ્રેમની વાત કરી હતી… ‘દીકરી વ્હાલનો દરિયો’ જેવું જ બીજું એક પુસ્તક છે… ‘થેંક યૂ પાપા’ !  એ પુસ્તકમાંથી પ્રાર્થના જહાનો એમના પિતા ભાગ્યેશ જહાં વિશે લખેલો એક લેખ વાંચો રીડગુજરાતી પર… સંસ્કૃતથી સંસ્કૃતિ સુધીના માણસ… મારા પપ્પા!    જો કે, પિતા-પુત્રનાં સંબંધો પણ એટલાં જ દિવ્ય હોય શકે છે… અને ક્યાંક ક્યાંક એ પણ જોવા મળે જ છે! 

તો ચાલો, આપણે પણ પિતા વિશેની આપણી ભાવનાને કાવ્યાત્મક બનાવીએ…

આપણા મિત્ર હિમાંશુ ભટ્ટની ફાધર્સ ડે પર પોતાના દીકરાને લખેલી કવિતા ખુબ જ સરસ છે…

બેટા,
ક્યારેક મને થાય છે,
કે બધું છોડીને ચોવીસે કલાક
તારી પાસે જ રહું
તું મને જોઈને ‘ડેડી, ડેડી’ કરજે
અને પછી મને બીજા કોઇ પણ titles ની
આકાંક્ષા નહીં રહે…
  આખી કવિતા અહીં વાંચો!

આ તો થઇ એક પિતાએ પુત્રને લખેલી કવિતા… પણ મિત્રો, આપણે તો આપણા પપ્પા – આપણા પિતા વિશેની કવિતા લખવાની છે હોં!

આજે મને બીજી કોઇ કવિતા પિતા વિશે મળી નહીં…. તમે શોધવામાં મદદ તો કરશો જ ને?!!

ચાલો મિત્રો, હાથમાં જલ્દી કાગળ ને પેન લો… અથવા કોમપ્યુટરનાં કી-બોર્ડ પર હાથ ચલાવવા માંડો.. નહીંતર હું મારા પપ્પાને કહી દઇશ હોં!!  😀

* * *

ટિપ્પણીઓ»

1. સુરેશ જાની - જૂન 15, 2007

પ્રભો અંતર્યામી, જીવન જીવના દીન શરણા
પીતા, માતા, બંધુ, અનુપમ સખા હીતકરણા
– ન્હાનાલાલ કવી

પ્રભુ પીતા અહો! શાન્તી સ્થાન છો,
સકળ વીશ્વના આદી પ્રાણ છો.
– અજ્ઞાત

2. Shirish M Kamdar - જૂન 16, 2007

Dikri vahal no dariyo…………….Harshadbhai Kapadia is related but the relation thro’ this book is more stronger…………..The book stated by you “THANK YOU PAPA” will have to be read.

Papa – Bapu – Dad any way you call a MAN and you can mark the diffeernce on his face…….a sense of satisfaction………without a child MAN is never complete………..

3. Jugalkishor - જૂન 16, 2007

પિતા.

( કટાવ-પરંપરિત) -જુગલકિશોર.

વહી રહ્યું
આ નસનસમાં
તે રક્ત-
આપનું.

અંતરતમના ઉંડાણેથી
પ્રગટી રહેતા
રોજરોજ ને કંઈ કેટલા
સંસ્કારો પણ
તમે દીધેલા.

હજી કાલનો
ભાંખણભરિયાં મથતો,
પા પા પગલી ભરતો,
ઉભો થતાં થતાંમાં તો
હું શિખ્યો
ઊંચે
ઊંચે ચડતાં,
તો ય-
તમારો !

પિતા,
તમે તો શિખરે !
પેલી
આંગળીએ વળગીને
ચાલ્યો, દોડ્યો, ઠેક્યો, ગહેક્યો-
એનો સ્પર્શ
હજી સળવળતો
મારી કર્મરેખમાં !

હવે
તમે આકાશ, તેજ, વાયુ;
‘અગ્ની’ ને સોંપ્યા તમને
મેં જ.

હવે
આ પંચતત્વની પળોજણોનું
તત્વ પાંચમું તે
હું કણ
પૃથ્વીનું-

એ પણ
તમે જ ?
કે-
——————
તા.16-6-’07

4. Devika Dhruva - જૂન 16, 2007

ડો.સુરેશ દલાલ સંપાદિત ” પિતૃદેવો ભવ:” માંથી સાભાર…..

માતા ધરતી, પિતા આકાશ
બંને વચ્ચે સુરીલો પ્રાસ
માતા હવા,પિતા શ્વાસ
બર્હ્માંડનો આ સર્જન રાસ.

5. ઊર્મિસાગર - જૂન 17, 2007

વ્હાલા પપ્પાને…

વ્હાલા પપ્પા,

યાદ તમોને
સાયકલ પેલી ?
જેના પર હું રોજ
(નોકરી પરથી આવ્યા
થાક્યા પાક્યા તોય) તમોને
આગળની એ સીટ પર જ બેસીને
આંટો એક ધરાર લેવાની
કરતી જીદ?!

આખી રચના અહીં વાંચો…
http://urmisaagar.com/urmi/?p=493


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: