jump to navigation

ચંદ્ર મે 4, 2007

Posted by સુરેશ in સર્જનક્રિયા.
trackback

ચંદ્ર – કવિઓના પ્રિય વિષયોમાંનો એક.  આખા વિશ્વના સાહિત્યમાં ચંદ્ર કવિઓનો પ્રિય રહ્યો છે.  કેવી કેવી કલ્પનાઓ આપણા કવિઓએ કરી છે……  ચંદ્ર, ચાંદ કે શશીને પોતાની રચનાઓમાં વાપરીને!animated_moon.gif

ગુજરાતના રાજવી કવિ કલાપી કહે છે …… 
ઢળતી થઇ તો ઢળતી જ થશે,
રજની મહીં ચંદ્ર ઉગે ને ઉગે;
હજુ દિવસ છે,ફુલડાં લઇ લે,
ફરી લે, રમી લે, હસી લે તું સખે!
”  

નિનુ મઝુમદારની આ સજીવારોપણની ચરમસીમા જેવી કવિતામાં ચન્દ્રને વાદળીઓમાં થોડી ઝપકી મારી લેતો બતાવ્યો છે….  
એક સુસ્ત શરદની રાતે
…..
ભમતી’તી આછી વાદળીઓ, કંઇ ધ્યેય વિના અહીંયાં તહીંયાં;
ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી
.”

કવિશ્રી સુંદરમ્ તો વળી ચંદ્રનો ઉપયોગ વ્યાકરણમાં અનુસ્વાર સમજાવવા કરે છે !
હું બિંદુ સુંદર માત શારદને લલાટે ચંદ્ર શું,
મુજને સદા યોજો સમજથી, ચિત્ત બનશે ઈંદ્ર શું
.”

ઉદયન ઠક્કર તો વળી સળગવાની વાતમાં ચંદ્રનો ઉપયોગ કરે છે !  –
આ સળગવું, આખરે, શું ચીજ છે?
ચાંદ પૂછે કોડિયાને, કાનમાં
.”

જલન માતરીનો અંદાજ તો વળી સાવ નીરાળો છે, તેમણે તો અવકાશયાત્રા  પણ કવિતામાં લાવી દીધી…….
ચાલો એ રીતે ભાર ઓછો થશે, આ પૃથ્વીનો,
સૂણ્યું છે, ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે.

અને બાળકાવ્યોમાં તો ચન્દ્ર જોઇએ જ ને?
તારા ચાંદાને લઈ આવો
તારા રૂપા ગેડી લાવો

અને…..
ચાંદામામા ચાંદામામા, વાદળમાંથી આવો સામા.
અમને પ્રિય કુરતા પા’જામા, તમને તો રૂપેરી જામા
.”

આપણા બ્લોગર સાથીદાર વિશાલ મોણપરા સિતારાને ય સાથે લાવે છે !
પૂનમની રાત છે અને ચંદ્ર નથી ઊગ્યો?
ચિંતા ન કરો સિતારા! એ આવે છે.

નવસારીના પણ અત્યારે ગુડગાંવમાં કામ કરતા બ્લોગર કુણાલ પારેખને ચંદ્ર પણ ક્ષણભંગુર લાગે છે.  

નથી સૂર્ય,ચંદ્ર,પ્રુથ્વી કશું જ સતત…
નથી અસતતા સિવાય અહીં કશું જ સતત
…”

મારી એક રચનામાં મેં ચાંદની અને માતાની શીતલતાને સરખાવવા ચંદ્રનો ઉપયોગ કર્યો હતો –
ચંદ્ર સંગ મ્હાલતી, વળી ઓસરી જતી,
શીતલ ને નમણી આ, ચાંદની ચળાતી થઇ.
  ”

તો મિત્રો! આ અઠવાડીયે આપણે ચન્દ્ર, ચાંદ કે શશી વિશે રચનાઓ બનાવીશું?  આમ તો કાવ્યનો કોઇ પણ પ્રકાર ચાલે, પણ જુગલકાકાએ આટલી બધી મહેનત કરીને આપણને છંદો શીખવાડ્યા છે તો તેમાંનો કોઇ અક્ષરમેળ છંદ વાપરીને રચનાઓ બનાવીએ તો તેમને બહુ આનંદ થશે, અને આપણને પણ મગજની સારી કસરત થશે.

* * *

ટિપ્પણીઓ»

1. Mohammedali'wafa' - મે 4, 2007

ચન્દ્ર_મોહમંદ અલી’વફા’

કહીદો વફા આ ચાંદને હર રોજ ન ઊગે.
હું તિમિરના ધોકા થકી ટેવાય ગયો છું.

ભેદો બધા આવીને એ ખુલ્લા કરીદે છે
અન્ધકારના આ મયકદે પીવાય ગયો છું
_મોહમંદ અલી’વફા’

2. jayshree - મે 4, 2007

લાખ કરે ચાંદલીયો તો યે પ્રગટે ના પરભાત
અને મથી મથી થાકે સૂરજ તો ય ઉગી ન ઉગે પૂનમ રાત.

– અવિનાશ વ્યાસ
http://tahuko.com/?p=624

3. જય - મે 5, 2007

http://hemkavyo.wordpress.com/2006/11/27/suraj_chandra_tara/

હેમંતભાઈનું મુક્તક

સૂરજ, ચંદ્ર અને તારા

બીજનો ચંદ્ર
મથ્યા કરે છે તારા
સ્મિતની બરાબરી કરવા

તારા બધા તારા અને ચંદ્ર હતો મારો
એ રાત રમી રમવા આપણે
આખુ આકાશ વહેંચી લીધુ હતુ

-હેમંત

4. જય - મે 5, 2007

ગગનમાં નીરખું છું ચંદ્રને, પામું છું શીતળ અનુભૂતિ
મનનમાં ઓળખું છું ચંદ્રને, પામું છું પ્રેમની અનુમતિ
ચમનમાં જોઉં છું ચંદ્રને, ગુમાવું છું સંયમની મનોગતિ
અમનમાં ધારું છું ચંદ્રને, પામું છું શાંતિની લહેરખી

5. સુરેશ જાની - મે 5, 2007

છંદ સ્રવીણી
ગણ – ર ર ર ર
ગાલગા ગાલગા ગાલગા ગાલગા
( રાગ – શું કરું શું કરું એ જ અજ્ઞાનતા)
_____________________________________________
નવસર્જન

ચાંદની લો ખીલી આજ આકાશમાં,
માનસે ઉઠતી લ્હેરખી ’કામ’ની.

વાયરો રેશમી સ્પર્શતો વ્હાલથી,
ઝંખના જાગતી પ્રીયની બાથની.

સ્પંદનો ફોરતાં રોમરોમે મહા,
મ્હાલતું દીલડું સાકીના સાથમાં.

પુશ્પધન્વા ગ્રહી બાણ સો ફેંકતો,
ચન્દ્ર તો ભાસતો દેવતા પ્રેમનો.

જાગતાં નર્તનો અંગ પ્રત્યંગમાં,
અંગથી અંગ ભીડી સુતાં પ્રેમીઓ.

નંદમાં મત્ત થૈ મ્હાલતો સાહ્યબો,
પ્રેયસી ઝીલતી સીકરો સામટી.

જીવના બે અણુ ચીપક્યા વ્હાલમાં,
એક થૈ પાંગર્યો બાળ અંકુર કો’.

વાદળી કો’ સરી ચન્દ્રને આવરી,
થાક ઉતારવા ચાંદની યે સુતી.

ઝીલવા આમ આ કો’ નવા જીવને,,
નંદમાં નાચતો ‘તુ’ રહ્યો શામળા !

6. જય - મે 5, 2007

ભીખુભાઈ ચાવડા ‘નાદાન’

મારી જ જીદ હતી હું માન્યો નહીં મનાવ્યો
મારી કથાને જીવન જેવો જ કાળ ફાવ્યો
નાદાન મેં ભરી એક મહેફીલ અમાસરાતે
તારા બધાય આવ્યા પણ ચાંદ એક ના’વ્યો

7. નવસર્જન - સુરેશ જાની « કાવ્ય સુર - મે 6, 2007

[…] સર્જન સહીયારું ‘ પર 5 – મે 2007 ના રોજ પ્રથમ વાર […]

8. jayshree - મે 6, 2007

( રાગ – શું કરું શું કરું એ જ અજ્ઞાનતા) ???

મારા ખ્યાલ મુજબ તો નરસિંહ મેહતાનું એક પદ આવી રીતે છે.

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે.

9. Devika Dhruva - મે 7, 2007

પ્રણયમાં કોઇ સુદના તો કોઇ વદના ચાંદ,
ગગનમાં ચમકે છે અનેક કદના ચાંદ,
મળો છો તમે વર્ષમાં એક જ વાર,
કારણ આપ છો સૌ ચાંદમાં શરદના ચાંદ
— અનામી——

10. deepak parmar - મે 7, 2007

ના ચન્દ્ર,ના સુરજ ,હુ તો ફકત “દીપ”,
જો હોય જરૂર, હાજર મળીશ રાત-દિવસ

11. gujratikavyajagat - મે 7, 2007

ચાંદની.
કેટલી મદહોશ લાગે ચાંદની,
પ્રેમનો આગોશ લાગે ચાંદની.

દાગ આ કાળા તને ક્યાંથી થયા?
બેવફાનો દોષ લાગે;…….ચાંદની !

હો જખમ તો તું તરત મરહમ થતી,
મુજને તો, પાડોશ લાગે ચાંદની.

હું સફરમાં કોક દી’ થાકી જતો,
તું નવો કો’ જોશ લાગે ચાંદની.

કો’ અષાઢી સાંજે તું દીશે નહીં,
તારો મુજને સોસ લાગે ચાંદની.

સીરમીટી જંગલે હું રીબતો!
લીલા પાને ઓશ લાગે ચાંદની..

http://gujrati-kavita.blogspot.com/
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

12. pravinash1 - મે 9, 2007

ચંદાની ચાંદની ભલે વધે ઘટે
દિલડાના તારને હરદમ છેડે

ચન્દ્રને માનવી તું સર કરે
મુસ્તાક ચન્દ્રની ચાંદની અરે

13. સુરેશ - મે 10, 2007

નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો,
અલૌકીક પ્રણયની કદર કોણ કરશે?
સીતારા બની જો ચમકશે ન આંસું
જગે પ્રેમગાથા અમર કોણ કરશે?
– ‘શુન્ય’ પાલનપુરી

14. સુરેશ - મે 10, 2007

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.
-અજ્ઞાત

15. સુરેશ - મે 10, 2007

દીલને ગમતીલો ભાવ ક્યાંય ઘેરો ન મળ્યો,
માત્ર એકાંત મળ્યું, કોઇ મેળો ન મળ્યો.
આપણા યુગનું એ કમભાગ્ય છે કેવું ભારે?
કે ગયા ચાંદ સુધી ને કોઇ ચહેરો ન મળ્યો.
-અજ્ઞાત

16. સુરેશ - મે 10, 2007

જીંદગી ના મળી મન મુજબની
દેણ ઇશ્વરની કેવી પરમ છે?

એબ પર થઇને મુસ્તાક ફરવું,
એને શોભા ગણે તે અધમ છે.
નીત પ્રદર્શીત કરે છે કલંકો,
ચાંદ પણ કેટલો બેશરમ છે?
– ‘શુન્ય’ પાલનપુરી

17. Amit pisavadiya - મે 10, 2007

સૌ પ્રથમ આ પંક્તિઓ યાદ આવી…

આપનુ મુખ જોઇ મનમાં થાય છે…
ચાંદ પર લોકો અમસ્તા જાય છે…

18. Shah Pravin - મે 10, 2007

raat hoy poonam ni, ne chand na hoy evun bane!
vat hoy pranay ni, ne vafa na hoy evun bane!
***** ***** ***** ***** *****
jasho nahin chand par koi, nathi tyan chandani shital,
nathi tyan raat poonam ni, kem karasho vat pranay ni.
dise na chand, chand par thi, nathi tyan ot ke bharati,
kem karasho vat pranay ni, nathi tyan chandani shital.
***** ***** ***** ***** *****
I can’t write Gujarati font here like tahuko.com, please help.

19. સુરેશ - મે 11, 2007

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.
-આસીમ રાંદેરી

20. Shah Pravin - મે 13, 2007

ફરી પૂનમની રાત આવી,
મારા સજનની યાદ લાવી,
સોળે કળાએ ચાંદ ખીલશે,
મારી આંખોની ઝરમર,
શું એની ચાંદની ઝીલશે?

21. Harnish Jani - મે 15, 2007

Tamne Joi ne Em Thay Chhe
Chand per Loko Amasta Jay Chhe-

22. Harnish Jani - મે 15, 2007

Uparno Sher Maro Nathi


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: