jump to navigation

સંકલિત: ‘પાયણાં’ નવેમ્બર 9, 2006

Posted by ઊર્મિ in ગઝલો, સંકલિત.
trackback

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ:  ‘પાયણાં’ (પત્થર) ને કંડારીએ…

* * *

-ગઝલ-

રામના નામે તરે છે, પાયણાં,
રામને આજે નડે છે, પાયણાં.

ભાવથી, માથું નમાવીને તું જો!
કેટલાં જલદી ફળે છે, પાયણાં!

આતમાને આજ ઢંઢોળી ને જો,
પર દુખે, તારા બળે છે, પાયણાં ?

કાંચની આંખોમાં પણ છે, લાગણી,
બંધ આંખે પણ કળે છે, પાયણાં.

છે હરી, તો જડ મહીં ચેતન હશે!
લાગણી ભીનાં રડે છે, પાયણાં..

(ચેતન ફ્રેમવાલા)

* * *

-ગઝલ-

કોઈક મજૂરના માથે ચઢતાં,
રોજી રોટી આપે પાયણાં.

કોઈક નાના પંખીડાનાં,
બચલાને જાળવે છે પાયણાં.

રાતી આંખો, રડતી લલના,
ભરથાર સૂતો, પૂજે પાયણાં.

માન્યો મેં તો દેવ તને તો,
તું રાખે મારી લાજ પાયણાં.

(રાજેશ્વરી શુકલ)

* * *

-ગઝલ-

મહાદેવ થઇને જે પૂજાય છે પાયણાં,
માનવ મથાળે એજ કૂટાય છે પાયણાં.

એવું નથી કે છે પાયણાં જ પાયણાં,
હાલતા ને ચાલતા દેખાય છે પાયણાં.

કો’કવાર જે હૈયાઓ પ્રેમાળ દેખાય,
એને સંઘરો ઉરે તો નીકળે એ પાયણાં.

સુખમાં જે મિત્રો મને આવી ભેટાય,
દુ:ખમાં દીસે તેઓ મને રૂડાં પાયણાં.

જો પ્રિતમની સંગ મારું દલડું રિસાય,
મનાવે નઇ મને, તો લાગે એય પાયણાં!

(ઊર્મિસાગર)

* * *

-ગઝલ-

રાત-દી ખુલ્લા જ રે છે પાયણાં,
ધગધગે છે ને ઠરે છે પાયણાં.

વજ્ર શા ચોરસ ખભા તુર્તજ ધરી,
ટ્રક ગબડતી ટેકવે છે પાયણાં.

એક લ્હેરે આભમાં ઉડી જતાં,
જો! પતંગો સાચવે છે પાયણાં.

ના કહો: ‘પથ્થર ઉપર પાણી ફર્યું’,
જળ પ્રપાતે થરથરે છે પાયણાં.

બહાર કે ભીતર કશે દોડયા વિના,
ઊંબરો થઇને રહે છે પાયણાં

છે સખત પણ કેટલાં છે એ સરળ,
જે કહો એ ઘાટ લે છે પાયણાં.

આમ તો હર જીવની જેમજ જુઓ-
પૃથ્વીનાં પટ પર મરે છે પાયણાં.

(પંચમ શુકલ)

* * *

-ગઝલ-

યાદ છે ને નામ આપણે કોતર્યાં’તા કો’ક ‘દિ,
પ્રેમ ને પણ પ્રેમથી જો સાચવે છે પાયણાં.

ડુંગરા ને પર્વતો પણ ખળખળે છે રાત ‘દિ,
છે કઠણ પણ કેટલું – કેવું રડે છે પાયણાં!

એ ઘસાઈને ધરે છે ઘાટ તે પણ ઊજળાં,
આમ તો મૂંગા મરીને કઈં કહે છે પાયણાં.

મૂર્તિ કે પગથિયું, જે ટાંકણે કાયા ધરી,
કામ આપેલું સદા દિલથી કરે છે પાયણાં.

શુકર છે એનો કે આપ્યો દેહ આ માનવ તણો,
કંઈ બનો ‘સર્જન’ નહીંતર રહી જશો થઈ પાયણાં.

(મનિષ ‘સર્જન’ મિસ્ત્રી)

* * *

ટિપ્પણીઓ»

1. Neela Kadakia - નવેમ્બર 11, 2006

શાને કહો પાયણાં ??????
પાળિયા થઈ પૂજાય તો છે!

શાને કહો પાયણાં??????
મૂંગા રહીને કાંઈક કહે તો છે!!!!!

શાને કહો પાયણાં?????????
ચણાઈને મંદિર તો સર્જે છે!!!!!

શાને કહો પાયણાં?????
તાજમહાલ કહેવાય તો છે!!!!!!!!!

શાને કહો પાયણાં?????????
મહાદેવ થૈ પૂજાય તો છે!!!!!!!!

2. પાયણાં (પત્થર) « ઊર્મિનો સાગર - નવેમ્બર 18, 2006

[…] સહિયારું સર્જન બ્લોગ પર ‘પાયણાં‘ની પોસ્ટ વખતે લખેલી ગઝલ… […]


Leave a comment