jump to navigation

સર્જનક્રિયા-૭: ‘પાયણાં’ (પત્થર) ને કંડારીએ… September 20, 2006

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

આપણા મિત્ર ચેતનભાઇ ફ્રેમવાલાએ પોતાની એક રચના સાથે એક શબ્દ આપ્યો છે: “પાયણાં” (પત્થર)

રામના નામે તરે છે પાયણાં,
રામને આજે નડે છે પાયણાં,
ભાવથી, માથું નમાવીને તું જો!
કેટલાં જલદી ફળે છે, પાયણાં!
(ચેતન ફ્રેમવાલા)

તો ચાલો આપણે ‘પાયણાં’ને કંડારી શબ્દોની વિવિધ મૂર્તિઓ બનાવીએ…

Advertisements

Comments»

1. Rajeshwari Shukla - September 20, 2006

કોઈક મજૂરના માથે ચઢતા,
રોજી રોટી આપે પાયણા.
કોઈક નાના પંખીડાના,
બચલાને જાળવે છે પાયણા.
રાતી આંખૉ,રડતી લલના,
ભરથાર સૂતો,પૂજે પાયણા.
માન્યો મેં તો દેવ તને તો,
તું રાખે મારી લાજ પાયણા

2. ઊર્મિસાગર - September 20, 2006

મહાદેવ થઇને જે પૂજાય છે પાયણાં,
માનવ મથાળે એજ કૂટાય છે પાયણાં.

એવું નથી કે છે પાયણાં જ પાયણાં,
હાલતા ને ચાલતા દેખાય છે પાયણાં.

કો’કવાર જે હૈયાઓ પ્રેમાળ દેખાય,
એને સંઘરો ઉરે તો નીકળે એ પાયણાં.

સુખમાં જે મિત્રો મને આવી ભેટાય,
દુ:ખમાં દીસે તેઓ મને રૂડાં પાયણાં.

જો પ્રિતમની સંગ મારું દલડું રિસાય,
મનાવે નઇ મને, તો લાગે એય પાયણાં!

3. પંચમ શુક્લ - September 21, 2006

પાયણાં (પથ્થર)

રાત-દી ખુલ્લા જ રે છે પાયણાં,
ધગધગે છે ને ઠરે છે પાયણાં.

વજ્ર શા ચોરસ ખભા તુર્તજ ધરી,
ટ્રક ગબડતી ટેકવે છે પાયણાં.

એક લ્હેરે આભમાં ઉડી જતાં,
જો! પતંગો સાચવે છે પાયણાં.

ના કહો: ‘પથ્થર ઉપર પાણી ફર્યું’,
જળ પ્રપાતે થરથરે છે પાયણાં.

બહાર કે ભીતર કશે દોડયા વિના,
ઊંબરો થઇને રહે છે પાયણાં

છે સખત પણ કેટલાં છે એ સરળ,
જે કહો એ ઘાટ લે છે પાયણાં.

આમ તો હર જીવની જેમજ જુઓ-
પૃથ્વીનાં પટ પર મરે છે પાયણાં.

4. Chetan Framewala - September 21, 2006

પાયણાં!……….
રામના નામે તરે છે, પાયણાં,
રામને આજે નડે છે, પાયણાં.

ભાવથી, માથું નમાવીને તું જો!
કેટલાં જલદી ફળે છે, પાયણાં!

આતમાને આજ ઢંઢોળી ને જો,
પર દુખે, તારા બળે છે, પાયણાં ?

કાંચની આંખોમાં પણ છે, લાગણી,
બંધ આંખે પણ કળે છે, પાયણાં.

છે હરી, તો જડ મહીં ચેતન હશે!
લાગણી ભીનાં રડે છે, પાયણાં..

5. Babu Desai "Naraj" - September 22, 2006

બહાર કે ભીતર કશે દોડયા વિના,
ઊંબરો થઇને રહે છે પાયણાં …….પંચમભૈ મનને….સ્પર્શી ગઈ .આ ગઝલ…ઘરની મયાઁદા બની…રહેતા ઉંબરના પાયણાંને સો સો સલામ…..બાબુ દેસાઈ “નારાજ” અમદાવાદ…

6. manvant - October 9, 2006

સૌ પત્થરમાં જો મૂર્તિ જુએ…કાં હું ન બનું એક પત્થર ?
ઓ ઈશ ભલા ! તું દયા કરીને મુજને તું પત્થરમય કર !

7. Manish 'Sarjan' Mistry - October 21, 2006

યાદ છે ને નામ આપણ કોતર્યાં’તા કો’ક ‘દિ,
પ્રેમ ને પણ પ્રેમથી જો સાચવે છે પાયણાં.

ડુંગરા ને પર્વતો પણ ખળખળે છે રાત ‘દિ,
છે કઠણ પણ કેટલું – કેવું રડે છે પાયણાં!

ઍ ઘસાઈને ધરે છે ઘાટ તે પન ઊજળાં,
આમ તો મૂંગા મરીને કઈં કહે છે પાયણાં.

મૂરતી કે પગથીયું, જે ટાંકણે કાયા ધરી,
કામ આપેલુ સદા દિલથી કરે છે પાયણાં.

શુકર છે એનો કે આપ્યો દેહ આ માનવ તણો,
કઈ બનો ‘સર્જન’ નહીતર રહી જશો થઈ પાયણાં.

8. Kiritkumar G. Bhakta - November 3, 2006

ચેતનભાઈ,
આપે પથ્થર માટે ‘પાયણા’શબ્દ લખ્યો છે.
‘પાય્’મુળ રુપ જો ગણીએ તો તેનો અંતિમ તત્સમ રુપ પાયણા થાય નહી,
હું કયાંક ભૂલ પણ કરતો હોઉં,ચકાસી જોજો !

9. સહિયારું સર્જન - November 9, 2006

[…] Top Posts ‘કહેવાય નહીં’સંકલિત: ‘એ વાતમાં શું માલ છે?”સમય’ ઉપર મુકતપંચિકા બનાવીએ.સંકલિત: રણને થોડું નિચોવી લઇએ… ‘પાનખર’સર્જનક્રિયા-૮ : ‘શમણાં’ને શબ્દોથી શણગારીએ!સર્જનક્રિયા-૭: ‘પાયણાં’ (પત્થર) ને કંડારીએ…સંકલિત: ‘સ્મિત’સર્જનક્રિયા-૪: ‘ઉડી રહ્યા છે યાદોંના અબીલ ગુલાલ’સંકલિત: “કોણ માનશે?” […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: