jump to navigation

બાળકૃષ્ણ સપ્ટેમ્બર 7, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

થોડા દિવસ પર જ જન્માષ્ટમી હતી… અને સૌ મિત્રોએ ખૂબ પ્રેમ અને ભાવથી ઉજવી જ હશે… અને અહીં આપણે પણ શ્રાવણ મહિનામાં શિવજીની શબ્દપૂજા કરી હતી, તો પછી આપણા નટખટ કન્હૈયાને કેમ ભૂલાય?  આજે આપણે કન્હૈયાને આપણા શબ્દોમાં બાંધવાનો પ્રયત્ન કરીએ તો?!… જો કે, આમ તો એ નખરાળો કાનુડો યશોદામૈયાએ બાંધેલા બંધનમાં પણ બંધાયો નથી, પણ આપણે કમ સે કમ પ્રયત્ન તો કરીએ જ ને… ન બંધાય તો કાંઇ નહીં કે પછી કદાચ એવું પણ બને ને, કે એ આવીને એની મેળે જ આપણા કાવ્યમાં બંધાઈ જાય?!!  🙂

તો ચાલો આજે આપણે લખીએ… બાળ કન્હૈયા અને એની બાળલીલા વિશેની કવિતાઓ… તમારે એને જે નામથી બોલાવવો હોય એ નામથી બોલાવી શકો છે… કૃષ્ણ, કાળીયો, કા’નો, કન્હૈયો, ઘનશ્યામ, નંદકિશોર, યશોદાનંદન… અરે, એના એટલા નામો છે કે એના બધ્ધા નામો લખવાથી જ એક કવિતા લખાઇ જશે… 🙂janmashtami.gif

અને આમ તો કાનાને યાદ કરો એટલે રાધારાણી પણ એની મેળે જ આપણી યાદમાં રૂમઝૂમ કરતાં આવી જાય છે…  પરંતુ બની શકે તો આપણે આજે માત્ર બાળ કન્હૈયાની જ કવિતાઓ જ લખીએ… કૃષ્ણ-રાધાનાં પ્રેમનો વિષય આપણે ફરી કોકવાર જરૂરથી રાખીશું.

નરસિંહ મહેતાનાં આ અત્યંત લોકપ્રિય કૃષ્ણગીતથી કોણ અજાણ્યું હોય શકે? જે આપણે સૌ નાનપણમાં શાળાઓમાં ભણ્યા જ છીએ…

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે…

આખું ગીત ટહુકા પર વાંચો અને સાંભળો

બાળ કન્હૈયાનું એક મને ખૂબ જ ગમતું ગીત…

કાનજી તારી મા કે’શે પણ અમે કાનુડો કે’શું રે
એટલું કે’તા નહીં માને તો ગોકુળ મે’લી દેશું રે

આ વખતે આનાથી વધારે રચનાઓ હું શોધી કરી શકી નથી… સોરી હોં!  🙂  પરંતુ તમને બાળકૃષ્ણની વધુ રચનાઓ મળે કે ખબર હોય તો અહીં જરૂરથી મૂકી શકો છો…

આગળ એકવાર મેં કન્હૈયા પર થોડી મુક્તપંચિકાઓ લખી હતી… જેમાંની એક,

કરે તું મને
પગપ્રહાર,
બનાવે જો સુંદર
ફરી, તો બનું
હું પણ કુબ્જા!

તો ચાલો મિત્રો, હવે તમે પણ કાનુડાનું આવાહન કરો… તમારી કલમમાં (કે કી-બોર્ડમાં)!!  અને લખો કોઇ લઘુકાવ્ય, મુક્તપંચિકા, હાઇકુ કે કાંઇ પણ… 

જય શ્રીકૃષ્ણ!

ટિપ્પણીઓ»

1. Harnish Jani - સપ્ટેમ્બર 8, 2007

Happy Janmastami–to all Vaishnavs

2. હરીશ દવે - સપ્ટેમ્બર 8, 2007

મુક્તપંચિકા: કાનજી

* * * * * *
કાનજી! તારી
વાંસળી કેરા
સૂરને સંગે થાજો-
જીવન સદા
મસ્ત મધુરું!
* * * *
… .. .. .. … હરીશ દવે અમદાવાદ

3. anam - સપ્ટેમ્બર 8, 2007

કાના તમે થૈ નાના
શીદને ચોરી કરતા છાના,
માખણ ભાવે છે તો ક્યૂં
નહિ ખુલ્લંખુલ્લા ખાના?
રોટીનુ અવસાન અમારે
ક્યાં છે તાંદુલ બાના?
તમે તમારે મજા કરો
અમે બંસીસૂર સંગ ગાના

4. HIMANSHU PATHAK - સપ્ટેમ્બર 8, 2007

It is an excellent effort by Urmi by which our culture is constantly touching on us and we feel proud of it.

5. gdesai - સપ્ટેમ્બર 8, 2007

” બાળકૃષ્ણ દર્શન “
પરજન્ય થયો ‘ને ધરા હરખાઇ
લાગે હરિયાળા વન ઉપવન,
પુલકિત થયાં સહુ નર ‘ને નારી
લાગ્યાં મયૂર કરવા નર્તન.
લચ્યાં ફળ ફૂલે છે વૃક્ષ ‘ને વેલા
લાગે અતિ મોહક નવ સર્જન,
પશુ પંખી સહુ રાચે આનંદે
થઇ હર્ષિત, કરે મધુર ગુંજન.
બાળક નાના કરે છબછબીયાં
જોઇ હરખાયે મુજ મન,
લાગે જાણે વૃન્દાવન માંહે
થઇ રહયાં બાળકૃષ્ણ દર્શન.

6. મગજના ડોક્ટર - સપ્ટેમ્બર 8, 2007

કાનજી તારી મા કે’શે પણ અમે કાનુડો કે’શું રે
એટલું કે’તા નહીં માને તો ગોકુળ મે’લી દેશું રે

7. Pradip Brahmbhatt - સપ્ટેમ્બર 8, 2007

નંદકિશોર
તાઃ૧૩/૭/૧૯૭૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
(ઢાળઃ દાદા હો દીકરી)

નંદકિશોર ,છેલ છોગાળા
કાના ઓ કાના,તું ક્યાં છે વ્હાલા.
….. નંદકિશોર, મુરલીવાળો.

જશોદાના જાયા, છોડાવી તેંતો, જગને રે માયા
બાળ કનૈયો,મનમાં વસેલો,જળથળમાં,મને એ મળતો..(૨)
…નંદકિશોર.

ગોપીઓના ગોવિંદ, ગાયોમાં તેતો, પ્રીતી રેલાવી
પ્રીતે વગાડે, બંસી મઝાની, વીસરે એ ક્યારે મનથી રે..(૨)
…નંદકિશોર.

કેડમાં કંદોરો, હાથમાં છે લીધો, લીધો ડંગોરો
ગોવાળો આવે,કાનડાની કને,ગોપીઓના ગુંજન સાથ રે..(૨)
…નંદકિશોર્.

——————

8. shivshiva - સપ્ટેમ્બર 9, 2007

કાનજી કાળા
છેલ છોગાળા
ગોપ ગોપીના પ્યારા
બંસી બજૈયા
રાસે રમંતા

9. Pravin H. Shah - સપ્ટેમ્બર 9, 2007

મધુરાષ્ટકમ પરથી ગુજરાતીમાં લખવા પ્રયત્ન કર્યો છે,
નવું નામ આપ્યું છે:
બાલકૃષ્ણાષ્ટક
હે બાલકૃષ્ણ તું મધુર મધુર
ગોપાલકૃષ્ણ તું મધુર મધુર
અધર મધુર, તવ વદન મધુર
હાસ્ય મધુર, તવ નયન મધુર
હૃદય મધુર, તવ ગમન મધુર, હે બાલકૃષ્ણ…
બોલે મધુર, તું ચાલે મધુર
ચરિત્ર મધુર, તવ વસ્ત્ર મધુર, હે બાલકૃષ્ણ…
વેણું મધુર, તવ રેણું મધુર
હસ્ત મધુર, તવ પાદ મધુર
નૃત્ય મધુર, તવ સખ્ય મધુર, હે બાલકૃષ્ણ…
ગાન મધુર, તવ પાન મધુર
ભોજન મધુર, તવ શયન મધુર
તિલક મધુર, તવ રૂપ મધુર, હે બાલકૃષ્ણ…
કરણ મધુર, તવ તરણ મધુર
સ્મરણ મધુર, તવ હરણ મધુર
શાંતિ મધુર, તવ ઉદગાર મધુર, હે બાલકૃષ્ણ…
ગુંજા મધુર, તવ માળા મધુર
યમુના મધુર, એના તરંગ મધુર
સલિલ મધુર, તવ કમલ મધુર, હે બાલકૃષ્ણ…
ગોપી મધુર, તવ લીલા મધુર
સંયોગ મધુર, તવ ભોગ મધુર, હે બાલકૃષ્ણ…
ગોપ મધુર, તવ ગાયો મધુર
મધુર મધુર તવ સૃષ્ટિ મધુર, હે બાલકૃષ્ણ…

10. Chirag Patel - સપ્ટેમ્બર 9, 2007

કહાના – બંસીધર પટેલ

બંસરીમાં મોહ્યું મનડું મારું, લાગે લાખેણાં રુપ કાના તારાં;
શાને છેડે તું મનમોહન, વાત તારી કરવાની સહુને જરુર.
ધરમ મારો એક જ વ્હાલા, સદા રહુ નિઃમગ્ન તારા નાદસૂરમાં;
રહે જીવન કે જાય ભલે, પામવા અમૃત વીરસંતુ નવ અધરનું.

પ્રથમે મને પહેરાવી ઓઢણી ત્યાગી, ગયો કુંજગલી મોજાર;
ટહેલ નાંખી વૃન્દાવન ધામ, ન મળ્યો તું કે તારી કોઇ ભાળ.
લગની લગાડી શું વ્હાલા તારા નેહની, સદા ભાસે હ્રદયકુંજ;
વન વગડે વાગે વાંસલડી, દોડે ગોપ-ગોપી ગૌમાતા અનેક.

વલોવાઇ જાય હૈયાં ડોલતાં, માખણચોર ના મળીયો આજ;
દલડું વલોવી કીધું ભક્તિનું માખણ, વ્હાલો પધારો તત્કાળ.
રાસ રમવા ઘેલી સહુ ગોપી, મુરલીધર પધારો વેલુડા અમ પાસ;
ભૂખંડે ખેલતો અખંડ રાસ, પ્રભુ આ નિત્ય લીલાનો આ ખાસ ધામ.

11. Chirag Patel - સપ્ટેમ્બર 9, 2007

રણછોડ – બંસીધર પટેલ

લીધી વસમી વિદાય વિભુએ, છોડ્યું વ્રજધામ;
ગોપીજન સહુ વિખૂટા પડીયા, પ્રભુ સિધાવ્યા દ્વારિકાધામ.

રાધિકાના કંઠ સૂકાયા, કાના ન કરો સજા મમ પ્રાણ;
નંદ-યશોદા બન્યા નિરાધાર, વૃંદાવન બન્યું સૂમસામ.

પરમેશ્વરની લીલા સઘળી, પામર શું જાણે મનુજાત;
પ્રભુતો પ્યારો ચર-અચરનો, નાના મોટાનું નથી એને કામ.

સુવર્ણનગરી દ્વારિકા એની પષ્ચિમે ધૂઘવે મહાસાગર;
દેહ પ્રભુનો દ્વારિકામહીં, પણ આતમ ગોપ-ગોવાળની સાથ.

ઓધ્ધવ પણ હાર્યા-થાક્યા વિનવીપ્રભુને, ના થયા ટસ કે મસ;
ખાન-પાન ભુલી સહુ જોતા, વિભુ વળશે પાછો વ્રજધામ.

વિભુ તારી છે લીલા ન્યારી, અસમજ શું સમજે સહેજે;
નતમસ્તકે વિનવું તમને, રાખવો નિજ હ્રદય અમ જનને.

12. Chirag Patel - સપ્ટેમ્બર 9, 2007

કાન્હો – બંસીધર પટેલ

મનભાવન બાજે વાંસલડી, કાના તવ અધરે;
મોર-પપીહા નાચે તાલે, યમુના તટ ઓવારે.

વૃક્ષ લતાઓ કરતી ગોષ્ઠી, વિભુ બન્યો શું મસ્ત આજે;
કાલીન્દીના નીર પણ થંભ્યા, મનમોહક નાદ-નિનાદે.

વનવાસી જીવ બન્યા ગુલતાન, દ્રશ્યશ્રાવ્ય શું લાગે આહ્લાદક;
કોયલડીનો મીઠો ટહુકો, પુરાવે સૂર નૂપુરના તાલે.

વ્રજરજ બનીને અધીર, મલય સમીર લહેરાતો;
ગોપીજન સહુ બન્યા અધીરા, કાનાની વેણુ નાદ પ્રસારે.

રાધિકા ગોપીકા સહુ છોડી કામ, જાય દોડી કાન્હાની વાટ;
ગાયોનું ધણ પણ ભૂલ્યું ભાન, કાનસંગ છે બંસીનું ઘેન.

બસ કરો કાના ન રહેવાય, હવે નાદભ્રમ શું લાગે તાલ;
ભક્ત-જનને કર્યું ઘેલું, ઓ મુરલીવાળા બંસીધર.

ભવના તૂટે બધાં બંધન આજ, ભક્તિ-મુક્તિ દાતા ધરણીધર;
હોય જો ત્રુટી અમ તણી કોઇ, કરજો માફ વિભુ વંદન વારંવાર.

13. Pinki - સપ્ટેમ્બર 9, 2007

રાધાને નટખટ કાનુડો ઘણું સતાવતો

અને ગોકુળ છોડીને ગયો પછી એણે કેટલું સતાવ્યો એ તો

રાધાના દિલને જ ખબર ………..

મોહે નટખટ કહાન સતાય (૨)
ગોકુલ છોડ્યો બહુત સતાય – મોહે નટખટ.

પનિયા ભરનકો આજ ગઇ,
બાંસુરી તોરી કહીં ના સુનાઇ – મોહે નટખટ.

બહુત કિન્હીઁ મખ્ખન બનાઇ,
ચોરી ચોરી કાહે ન ખાય – મોહે નટખટ.

સાંજ પડે ગૈયા ઘર આય,
તોરી આહટ ભી ના સુનાઇ – મોહે નટખટ.

14. Pravin H. Shah - સપ્ટેમ્બર 10, 2007

એક મુક્તપંચિકા:

હે બાળકૃષ્ણ
ગોપાળકૃષ્ણ
યશોદાના જાયો તું
નંદકિશોર
માખણચોર

15. Jay - સપ્ટેમ્બર 12, 2007

મન થાય ઘણું કે બાળકૃષ્ણને હું પ્રત્યક્ષ નીરખવા પામું
સમયના બંધનથી અતિ-દૂર જઈ હું એની સાથે રમવા પામું
ગેડીદડાની રમત રમતાં કનૈયાને નાંખુ હું દડો બહુ જોરથી,
થાય વિશ્વસ્વરૂપના દર્શન બાળકનૈયાને નીરખતાં નીરખતાં
બસ, પછી કંઈ રહે ન બાકી જીતવાનું જીવનની આ રમતમાં

16. Pradip Brahmbhatt - સપ્ટેમ્બર 14, 2007

किशन कनैया
ताः२५/८/१९७८ (जन्माष्टमी) प्रदीप ब्रह्मभट्ट

कृष्ण कनैया,जीवन नैया, अपनी पार लगादो
दर्शन तेरे तरसे ये मन.(२)करदो पुरण आश
राधेश्याम,कृष्णकान,मुरलीधर गिरधारी रे…कृष्णकनैया.

भकतोके मन सुखदुःख तु है…(२)
अपने मनका राजा तु है…(२)
तेरी कृपासे,जगने जीवन,पाया मेरे प्राण…..राधेश्याम.

मनतो अर्पण,तन भी अर्पण..(२)
अर्पण सारा नश्वर जीवन…(२)
परलोकमें तु,इसलोकमे हम,दर्शन तेरे तरसे…राधेश्याम.

जगका जीवन,है पल दो पल..(२)
तुमसे नाता जन्मोजन्मका…(२)
ये तुट न पाये जीवननैया,डोले तुम बीन रे…राधेश्याम.

******************
सन १९७८में जन्माष्टमी के पवित्र तहेवारके दिन कृष्ण भगवानके चरणोमें उपरोक्त काव्य समर्पित किया था……. प्रदीपकुमार ब्रह्मभट्ट,आणंद.


Leave a comment