jump to navigation

મિત્ર એટલે? ઓગસ્ટ 3, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

મિત્રો, આ રવિવારે 5મી ઑગષ્ટે ઇંટરનેશનલ ફ્રેંડશીપ ડે છે…એ માટે આપ સૌ મિત્રોને ‘સહિયારું સર્જન’ તરફથી આગળથી જ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ…  Wishing you a very Happy Friedship Day!!   આશા છે કે આપણી આ સહિયારી મિત્રતા આપણા સહિયારા સર્જનો વડે બસ આવી જ રીતે કાયમ ટકી રહે…!! 

આજનો વિષય આપવા માટે પણ મને ખૂબ જ નજીકનાં એક મિત્રએ જ યાદ દેવડાવ્યું છે… એ માટે એ મિત્રનો પણ ખૂબ આભાર!

friends-cats-large.jpg

તો આજનો વિષય છે: તમારે માટે મિત્ર એટલે શું?  તમે મિત્ર કોને કહો છો? …. અને આમ તો આવા પ્રશ્નો આપણને કોઈ પૂછે એટલે આપણે તરત જ બોલી ઉઠીએ કે… જે સુખ અને દુ:ખ- બંનેમાં કાયમ સાથે રહે એ સાચો મિત્ર! 

શેરીમિત્રો સો મળે, તાળીમિત્ર અનેક,
જેમાં સુખ-દુઃખ વામીએ, સો લાખનમાં એક.  (
કવિ?? ખબર નથી…)

અને આ પંક્તિઓ તો હું નાનપણથી સાંભળતી આવી છું…

મિત્ર એવો શોધવો ઢાલ સરિખો હોય,
સુખમાં પાછળ પડી રહે, દુ:ખમાં આગળ હોય….
(સ્મરણથી લખ્યું છે)

પરંતુ શું સાચો મિત્ર આટલી વ્યાખ્યામાં બંધાઈ જાય છે ખરો?  અને ખરું પૂછો તો જેટલાં મિત્રો હોય એટલી મિત્રતાની વ્યાખ્યાઓ પણ હોઈ શકે… મિત્ર કૃષ્ણ અને રામ જેવો રાજા પણ હોઈ શકે, તો સુદામા અને ગુહ જેવો રંક પણ… કે પછી દુર્જનોમાં પણ દૂર્યોધન અને કર્ણ જેવી મૂલ્યવાન મિત્રતા મળી આવે છે… આમ તો મારા મંતવ્ય મુજબ,  મિત્રતા અને પ્રેમ એકબીજા વિના સંભવી શક્તા જ નથી… પ્રેમમાં પણ મિત્રતા જરૂરી છે, અને મિત્રતામાં પણ પ્રેમ હોવો એટલો જ જરૂરી છે… હા, એની માત્રાઓ અને એની વ્યાખ્યાઓ જરૂર અલગ અલગ હોય છે… જો કે, પ્રેમની જેમ જ મિત્રતામાં મળેલો દગો પણ ખૂબ જ દુ:ખદાયી અને આજીવન ભૂલી ન શકાય એવો હોય છે… અને આવા મિત્રતામાં દગો પામેલાંઓને શોધવા પણ બહુ દૂર જવું પડે એમ નથી!!   સોરી મિત્રો, આપણે તો અહીં સારા મિત્રો અને નિર્મળ મિત્રતાની વાત લખવી છે…  તો ચાલો, આ વિષયમાં તમને બહુ મોટ્ટું મોટ્ટું ભાષણ આપ્યા વિના હું મારી મૂળ વાત પર જ આવું છું… 🙂

મિત્રતા અને મિત્ર ઉપર આપણે થોડી રચનાઓ જોઈએ…

કવિ મુસાફિર કહે છે… (આ તો મારું અતિ પ્રિય મુક્તક છે!!)

તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હૃદય !
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.
 

લયસ્તરો ઉપર મિત્ર વિવેકે સરસ મજાનાં ત્રણ સંકલનો મિત્ર અને મિત્રતા ઉપર મૂક્યા છે એ જરૂર વાંચજો મિત્રો…

અને આ મિત્ર વિવેકે તો પડઘા સાથે ય મિત્રતા કરી છે… સાચ્ચું કહું છું હોં, આ લ્યો વાંચી જુઓ…

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !

ગયા વર્ષે મિત્ર અમિતે રીડગુજરાતી પર મિત્રની પરિભાષા નામનો સુંદર લેખ લખેલો… એ પણ વાંચવા જેવો છે. 

ગયા વર્ષે આ જ મિત્રતાના દિવસે મેં પણ એક મુક્તક લખેલું… જે સુરતી મિત્રોને તો બહુ જ ગમેલું… 🙂

સગાંઓ, સંબંધી, સર્વ કુટુંબી,
દાળ, ભાત, શાક ને જાણે રોટલી;
મૈત્રીની સગાઇ સાવ અનોખી, 
અથાણાં, પાપડ ને મિઠાઇની પોટલી.

આટલું બસ છે ને પ્રેરણા મેળવવા માટે??   એક્ચ્યુઅલી તો મિત્ર અને મિત્રતા વિશે લખવા માટે તમે તમારા કોઇ પ્યારા મિત્રને અચાનક મુલાકાત આપી સરપ્રાઇઝ કરી દ્યો ને… અથવા તો એક ફોન જ કરી દ્યો… ઘણા વખતે…  જો કર્યો ના હોય તો… પછી જુઓ તમને કેવી સરસ લખવાની પ્રેરણા મળી રહે છે એ…. ચાલો, હું પણ હવે ફોન કરવા જ જાઉં છું… પ્રેરણા મેળવવા સ્તો!!  સદ્ ભાગ્યે મિત્રો અને મિત્રતાની મૂડીમાં હું તો ખૂબ જ ધનિક છું!!  તમે પણ છો ને??!!  🙂

પરંતુ મિત્રો, તમે તમારા મિત્રને મળી લ્યો પછી અહીં તમારી મિત્રતા ઉપર એક કાવ્ય લખવાનું છે, એ વાત ભૂલી ના જતા હોં !! 

ફરીથી, આ મિત્રતાનાં દિવસની સૌ મિત્રોને વધાઈ…!

* * *

ટિપ્પણીઓ»

1. પંચમ શુક્લ - ઓગસ્ટ 4, 2007

મિત્ર એવો શોધવો જે ઢાલ સરિખો હોય,
દુઃખમાં મો’રે ઊભતો, સુખમાં પૂંઠે હોય.
(મૂળ શબ્દો યાદ નથી)

2. anam - ઓગસ્ટ 4, 2007

પાંખ તો સરખી બધી ના હોય છે
આંખ પણ જાણે ફરકતી હોય છે
ફેર તો મારી સમજ ને સાથનો
દૂર કયાં મિત્રો ગયેલા હોય છે

3. પંચમ શુક્લ - ઓગસ્ટ 4, 2007

See something more general on word ‘Mitra’

http://en.wikipedia.org/wiki/Mitra

4. Chetan Framewala - ઓગસ્ટ 4, 2007

Chhe dostino parva , ujavo tame,
Ho, dosti par garv ! Ujavo tame,
bas UparChhalli na ho lagaNi,
jaaNo ano marm, Ujavo tame….

wish u haapy friendship day

chetan framewala

5. Harnish Jani - ઓગસ્ટ 4, 2007

Jene “Thank you” ke “Sorry” na kehva pade te Mitra.

6. જય - ઓગસ્ટ 4, 2007

સરી જતી યુવાની ને ધારો કે રોકી શકું

મળી છે યુવાની પણ સરી જાય છે ધસમસતા પૂર ની માફક,
ધારો કે એને હું રોકી શકું સમય ના વહેણ માં ખોવાઈ જતી

બનાવું લાગણીઓને કલમબદ્ધ કમ્પ્યુટર પર ઈંટરનેટ થકી,
બહેલાવું વિચારોને સમાંતર મિત્રોના અહેસાસ વડે

બનું હું સ્નેહનું અવિરત ઝરણું હોસ્પીટલના દરદીઓમાં
ફેલાવું અવિચળ જ્ઞાન-જ્યોત વિદ્યાર્થીઓના પ્રેમાળ હૈયામાં

ફરૂં હું આ વિશ્વમા સૌંદર્યનું રસપાન અતિઉર આનંદે,
ન મોકો હું ગુમાવું સેવાનો દરેક જીવ માં ઈશ ને નિહાળતો

સમજું હું પ્રેમ ના પવિત્ર ઝરણાં ને હૃદય ના શુદ્ધ ભાવોથી,
અર્પું સ્નેહની અમૃતાંજલિ મારાં પ્રેમ ને દિવ્ય ભાવો થી

માંગુ હું સાથ મિત્રોનો જીવન સાગર માં થી પામવાં મોતીને,
થતું અલભ્ય દર્શન મૈત્રીનું ને રહેતું ચિરંતન યુવાનીની મહેફિલમાં

મળી છે યુવાની પણ સરી જાય છે ધસમસતા પૂર ની માફક,
ધારો કે એને હું રોકી શકું સમય ના વહેણ માં ખોવાઈ જતી

7. જય - ઓગસ્ટ 4, 2007

મૌન નો ઘોંઘાટ

જીવનની આ સુખદુ:ખભરી મુસાફરીમાં ઘણાં મિત્રો નો સાથ બંધાય છે. દિલ ખોલીને વાતો કરીએ છીએ પણ અચાનક એ મિત્રતા સમયના અવકાશમાં ઓગળી જાય છે ત્યારે મૌનના મહાસાગર માં જન્મ લે છે વિચારોનું અસ્તિત્વ. અને એ માંથી ઉદ્ભવે છે ઘોંઘાટ, મૈત્રી ગુમાવ્યાનો. ‘મૈત્રી’ શોધીએ છીએ, સમયના ઊંડાણમાં, પાછી મળે છે ત્યારે આનંદના દરિયામાં એ કિલ્લોલ કરે છે.

8. જય - ઓગસ્ટ 4, 2007

મારી ભીતર ઉડે છે એક ક્લ્પનાની પતંગ

મારી ભીતર ઉડે છે એક ક્લ્પનાની પતંગ,
લાગણીઓ ના સહારે એ ઉડતી પતંગ
પ્રેમ ના ધબકારે એ આંબતી પતંગ

મારી ભીતર ઉડે છે એક આશાની પતંગ,
વિશ્વાસ ની સંગાથે એ ઉછળતી પતંગ
અરમાનોની વણઝાર લઈ ને ઉડતી પતંગ

મારી ભીતર ઉડે છે એક મૈત્રીભાવની પતંગ
સમભાવની ઓથે એ મલકાતી પતંગ
ગુજરાતી બ્લોગર્સ ને સાથે લઈ ઉડતી પતંગ

મારી ભીતર ઉડે છે એક શાયરી ની પતંગ
પ્રેમીશાયરો સાથે ઉડતી એ ઘેલી પતંગ
હૈયાની હળવાશ ને મૈત્રી થી ભીંજવતી એ પતંગ

મારી ભીતર ઉડે છે એક પ્રેમ ની પતંગ
અમી-ઉલ્લાસની છોળો ઉડાવતી એ પતંગ,
કપાઈ ને પણ આનંદ રેલાવતી એ પતંગ

9. Yogesh Shah - ઓગસ્ટ 4, 2007

મિત્રતા પામવા પહેલા મિત્ર બનવું પડે.

10. Rajiv - ઓગસ્ટ 4, 2007

મિત્ર એટલે પ્રભુના પ્રેમનો પયગંબર
જીવનસૃષ્ટી પર લાગણીસભર અંબર

11. Rajiv - ઓગસ્ટ 4, 2007

આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી
અને આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી

દુનિયામાં લોહીના સંબંધ પણ છળી જાય છે
અને મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી

મિત્રતા પર લખેલી મારી આ આખી રચના અહી વાંચો
http://bhaviraju.wordpress.com/2007/03/08/%e0%aa%ae%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a4%e0%aa%be/

12. Pinki - ઓગસ્ટ 5, 2007

સ્નેહનાં સરવાળા,બૂરાઇની બાદબાકી,
ગુણોનાં ગૂણાકાર, ભ્રમનો ભાગાકાર,

એ જ મિત્રતા.

Happy Friendship Day,
Pinki.

13. Shirish Kamdar - ઓગસ્ટ 5, 2007

Mitra etle maru potanu darshan karave tevo aariso.

14. Pravin H. Shah - ઓગસ્ટ 5, 2007

મિત્રો મળે મહોલ્લે ને ફળિયે,
મિત્રતા ફૂલે, ફાલે જિગરને તળિયે.

15. Pinki - ઓગસ્ટ 5, 2007

સંબંધનો ભાર છે મણ,
તૂટતા લાગે બસ ક્ષણ;
જીવન તો છે એક પળ,
કો’ક વાર હવે તો મળ !!

juna mitroni yaadmaa,

16. Pinki - ઓગસ્ટ 5, 2007

આમ તો નથી તું ક્યાંય આસપાસ,
મનને તોય તારો સતત આભાસ;

દિલને આજ છે ફરી તારી આશ,
કેમ ના આવે હજુ,તું મારી પાસ;

શમણાં પણ થયાં છે મોંઘા ખાસ,
યાદને ના ચઢતું કોઇ વ્યાજ કાશ;

હા,જોઇ શકે નહિં દિલ તુજ નિ:શ્વાસ,
વાટ તો જોશે એ પણ અંતિમ શ્વાસ;

દુનિયા તોડે ક્દી ક્યાંક્ કોઇ વિશ્વાસ,
આવી જાજે તું ,ફરી મારી પાસ !!!

hu j banu sacho mitra to bas,
have to thodo thodo tu shvas…………

17. ધૈવત શુક્લ - ઓગસ્ટ 5, 2007

મિત્ર એટલે…

મિત્ર એટલે મળવા જેવો માણસ,
મિત્ર એટલે હળવા જેવો માણસ,
મિત્ર એટલે ભળવા જેવો માણસ,
મિત્ર એટલે કળવા જેવો માણસ,
મિત્ર એટલે રળવા જેવો માણસ,
મિત્ર સહુને ફળવા જેવો માણસ…!

મિત્ર એટલે પરથમ પહલો શ્વાસ,
મિત્ર એટલે હોવાનો અહેસાસ,
મિત્ર એટલે જળહળતો અજવાસ,
મિત્ર એટલે છેવટ લગ સહવાસ,
મિત્ર એટલે મળવા જેવો માણસ !

મિત્ર એટલે ઊઘડતું આકાશ,
મિત્ર એટલે સૂરજનો પરકાશ,
મિત્ર એટલે આંખોની ભીનાશ,
મિત્ર એટલે હૈયાની હળવાશ,
મિત્ર એટલે હળવા જેવો માણસ…!

મિત્ર એટલે મૂળપણાને શોધે
મિત્ર એટલે પોતાને સંશોધે,
મિત્ર એટલે અંતરને ઉદ્બોધે,
મિત્ર એટલે વહે વિના અવરોધે,
મિત્ર એટલે ભળવા જેવો માણસ…!

મિત્ર એટલે શાણપણે જે ઠરિયો,
મિત્ર એટલે વ્હાલપનો સમદરિયો
મિત્ર એટલે દરિયો જેને વરિયો
મિત્ર એટલે સમદર જેણે હરિયો
મિત્ર એટલે કળવા જેવો માણસ…!

મિત્ર એટલે નીલી નીલી ઝાંય,
મિત્ર એટલે શીળી શીતળ છાંય,
મિત્ર એટલે પકડી લે જે બાંહ્ય,
મિત્ર એટલે ઉભો રહે જે વાંહ્ય,
મિત્ર એટલે રળવા જેવો માણસ…!

મિત્ર એટલે વરસે અનરાધાર
મિત્ર એટલે અણદીઠો આધાર
મિત્ર એટલે સહેજ કરે ના વાર,
મિત્ર એટલે અજવાળું ઝોકાર,
મિત્ર સહુને ફળવા જેવો માણસ…!

ધૈવત શુક્લ
૦૪.૦૫.૨૦૦૭

આ રચનાને જોઈ કવિશ્રી રા.શુ. એ આપેલી કાવ્ય સ્વરૂપની સમજણ અહીં વાંચો…
http://dhaivat.wordpress.com/2007/08/04/mitra-etale/

18. Pradip Brahmbhatt - ઓગસ્ટ 5, 2007

મિત્ર એટલે બાળપણમાં સાથે રમેલા હોય તે..,જુવાનીમાં સાથે ભણ્યા હોય તે..,કોલેજમાં ભણતરમાં સાથ આપ્યો હોય તે..,ધંધામાં એક પ્રકારનો વ્યવસાય કરતા હોય તે..,એક જ શોખ ધરાવતા હોય તે..,અકસ્માતે પડી જવાય ને હાથ પકડી ઉભા કરી કહે ‘દોસ્ત સાચવીને ચાલ’ તે..,લગ્ન બાદ જીંદગીભર સાથ આપનાર પત્નિ પણ મિત્ર બનીને સાથ આપે છે તે.., જવાબદારી લેતા થયેલ સંતાન સાથે પિતાનું મિત્રતાપુર્ણ વર્તન તે..,જવાબદારી ચુકેલાને સાચું માર્ગદર્શન આપનારની મિત્રતાની ભાવના તે..,સહીયારા સર્જનમાં પ્રેરણા આપનાર મિત્ર..,
મુસાફરી વખતે ટ્રેનમાં તરસ્યાને પાણી આપી કહે અરે યાર પાણી તો શું તારા માટે તો હું કુવો ખોદાવી દઉ.તારો નવો મિત્ર છું…..

19. જય - ઓગસ્ટ 6, 2007

મહેક ફૂલોની, આનંદ આપણો

જીવનની હર ક્ષણને આનંદિત જોવી હોય તો ફૂલોની મૈત્રી કરી જુઓ. રંગબેરંગી ફૂલો ખીલ્યાં હોય, સાંજનો સમય હોય, પાણીનો ઝરમર છંટકાવ થતો હોય, અને માટીની મીઠી મહેક અંતરના તારને સંગીતમય બનાવતી હોય, તેવે સમયે રંગીન ગુલાબો સાથે થોડી વાત કરી જુઓ..ત્યારે તમને દિલીપ પરીખના આ શબ્દો જરૂર યાદ આવી જશે.

‘જીવનના મારા બાગમાં કોઈ કાંટા નહીં મળશે,
ફક્ત મારા હ્રદયના ફૂલને રોપી રહ્યો છું હું.’

સાંજે અમારી લાયબ્રેરીમાંથી બહાર જઈ રહ્યો હતો ત્યારે મારી નજર અસંખ્ય રંગીન ફૂલો પર પડી. સુંદર ફૂલો કેટલાં આનંદિત લાગતાં હતાં! અને જો તમારો મિત્ર પણ ખુબ આનંદિત હોય તો તમે પણ હર્ષ અને આનંદની અનુભુતિ કરશો જ.. તો શા માટે આપણે ફૂલો સાથે મૈત્રી ન કરીએ?

20. જય - ઓગસ્ટ 6, 2007

નાની પ્રાર્થના

હળવાશ એટલી આપશો કે સૌ ને ‘તું’ કહી ને બોલાવી શકું,
વિશ્વાસ એટલો આપજો કે આત્મિયતા નું અખંડ ઝરણું વહાવ્યાં કરું,
નિખાલસ એટલો બનાવજો કે સૌ કોઈ મારાં મિત્રો બને,
નટખટ એટલો બનાવજો કે હાસ્યરસ હરહમેંશ ફેલાયા કરૂં

21. Pravin H. Shah - ઓગસ્ટ 6, 2007

દુશ્મન ભલે હજાર મળે,
મિત્ર મળજો એક-સાચો ને નેક!

22. wafa - ઓગસ્ટ 6, 2007

दोस्त आं अस्त के दस्त मी गीरद
दर मुसीबतो जरर व पसेमांदगी’
फारसी_शेख सादी
અનુવાદ: સાચો મિત્ર તે છે ,જે મુસીબત અને તકલીફમાં પોતાના મિત્રનો હાથ થામે છે. _વફા

23. Pravin H. Shah - ઓગસ્ટ 8, 2007

મિત્ર કેવો હોય?
*************
નજીક હોય કે દૂર હોય
દિલને દ્વાર જરૂર હોય
ઊનો ફાગણ જેવો હોય
ભીનો શ્રાવણ જેવો હોય
દિલનો રાજવી હોય
સ્વભાવે વૈભવી હોય
આપણી સિદ્ધિમાં એ ખીલે
પાનખરના પ્રહારો ય ઝીલે
કોઇ વાતે, ક્યારે ય ના રિસાય
તાંદુલની પોટલીથી એ રિઝાય
કાવ્યોની સતત ભેટ ધરે
કાવ્ય લખવા પ્રેરિત કરે
***

24. Shirish M Kamdar - ઓગસ્ટ 11, 2007

Teri dosti khudai se kam nahi, Tu pas nahi uske siva aur koi gam nahi, Vakt milne par apne is dost ko yad kar lena, varna log kahengehamari dosti me koi dam nahi.

25. શબ્દશઃ » આમ તો નથી તું …….. - ઓગસ્ટ 21, 2007

[…] ૫.૮.૨૦૦૭, રવિવાર, અમદાવાદ. સર્જનસહિયારું […]

26. Chandrakant Shah - ઓગસ્ટ 22, 2007

Please add the site to your blog list http://www.narmad.com

27. kapildave - સપ્ટેમ્બર 28, 2007

દુનિયામાં મને કોઇ શું કરી લેવાનુ,
જ્યારે સારા દોસ્તો નો સંગાથ હોય

દર્દ અને દુઃખથી મને ફરક શું પડે,
જ્યારે દોસ્તોની હજારો ખુશીનો સાથ હોય

કોઈની નફરત થી મને ફરક શું પડે,
જયારે હજારો દિવાના મારી પાસ હોય

હવે દારુનો નશો મને શું ચડવાનો,
જ્યારે દોસ્તીનો નશો રગે રગમાં હોય

કેવી રીતે મારશે ભગવાન આ ‘કપિલ’ને
જેને દોસ્તોનો પ્રેમ સદા જીવંત રાખે છે

-કપિલ દવે

28. DIVYESH - ઓગસ્ટ 29, 2008

It’s really very nice article.
plz keep it to write this types of articles,
so, other friends can get inspirations

29. kaushik . B. pancholi - સપ્ટેમ્બર 15, 2008

Aapko apna jahan batate hain hum,rab se pahele aapke age sar jukate hai hum, yahi rista tod mat dena, isi ki wajah se muskaurate hai hum.

30. laxman patel - જાન્યુઆરી 28, 2009

Dosti Sagar Ke Do Kinare Hai
Jo Hamesha Sath Sath Cahlte Hai
Dosti Dhup Or Chanv Hai
Jo Hamesha Sath Sath Dhalte Hai
Dosti Chand Or Sitare Hai
Jo Hamesha Sath Sath Najar Aate Hai
Dosti Hawa Or Patte Hai
Jo Hamesha Sath Sath Udate Hai
Dosti Palak Or Khwab Hai
Jo Hamesha Sath Sath Rahte Hai
Dosti Dhadkan Or Juba.N Hai
Jo Hamesha Sath Sath Kahte Hai
Dosti Hakikat Or Vishvas Hai
Jo Hamesha Sath Sath Bante Hai
Dosti Seepee Or Moti Hai
Jo Bahut Mushkil Se Milte Hai
Dosti rub hai,dosti ka rista sab se uncha hai.

31. laxman patel - જાન્યુઆરી 28, 2009

वर्तमान परिप्रेक्ष्य में रिश्तों के मायने पूरी तरह से बदल गए हैं। आज भाई भाई का व दोस्त दोस्त का दुश्मन बना बैठा है। पश्चिम के अंधानुकरण के कारण युवाओं में आज दोस्ती लफ्ज केवल ‘प्यार’ शब्द तक ही सीमित रह गया है।
वास्तविकता में दोस्ती प्यार से बढ़कर बहुत कुछ होती है। हमेशा स्त्री-पुरूष की दोस्ती ‘प्यार’ ही हो, यह आवश्यक नहीं। वह प्यार से भी बढ़कर एक पवित्र रिश्ता होता है।

यूँ तो हर कोई हमें अपना दोस्त कहता है, पर सच्चे दोस्त केवल खुशनसीब लोगों को ही नसीब होते हैं। आज भी हमारे आसपास कुछ लोग ऐसे हैं, जो दोस्ती की मिसाल बने हैं। उनकी दोस्ती के फसाने दुनिया दोहराती है। दूरियाँ भी उन्हें जुदा नहीं कर पातीं।

दोस्ती जिंदादिली का नाम है। यह एक ऐसा रिश्ता है जिसे दिल से जिया जाता है। इसमें औपचारिकता, अहंकार व प्रदर्शन नहीं बल्कि सामंजस्य व आपसी समझ काम आती है।

जीने का ढंग तूने सिखलाया,
तू है मेरा हमराज़, हमसाया।
तूने पढ़ लिए सारे राज़,
मैं बनी एक खुली किताब।

हमारी जिंदगी में बहुत से ऐसे राज होते हैं जिन्हें हम हर किसी को नहीं बता सकते। ऐसे में हम उन्हें अपने दोस्तों को बताते हैं। एक खुली किताब की तरह हम अपनी जिंदगी के सभी पन्ने उसके सामने खोल देते हैं और वह भी एक मार्गदर्शक बन हमें भटकाव से सही राह की ओर ले जाता है।

सामंजस्य, समर्पण, समझ और सहनशीलता एक अच्छे दोस्त की पहचान होती है। दोस्ती में कोई अमीरी-गरीबी या ऊँच-नीच नहीं होती। इसमें केवल भावनाएँ होती हैं, जो दो अनजान लोगों को जोड़ती हैं।

कई बार परेशानियों के समय हमारा अपना पीछे हट जाता है तब दोस्त ही होता है जो हमें हिम्मत देकर हमारा साथ निभाता है। ऐसे ही वक्त में हमें अपने-पराए की पहचान होती है।

आपका सच्चा दोस्त आपकी जिंदगी बदल सकता है। वह आपको बुराइयों के कीचड़ से निकालकर अच्छाइयों की ओर ले जाता है। हमेशा आपकी झूठी तारीफ करने वाला और चापलूसी करने वाला आपका सच्चा दोस्त नहीं है।

सच्चा दोस्त वही है जो आपकी गलतियों पर पर्दा डालने के बजाय निष्पक्ष रूप से अपना पक्ष प्रस्तुत करे। आपको आपकी बुराइयों से अवगत कराए। उसके कुछ कड़वे वचन यदि आपकी जिंदगी को बदल दें तो समझिए कि वही आपका सच्चा दोस्त है फिर उस दोस्त को कभी मत छोडि़एगा।

32. laxman patel - જાન્યુઆરી 28, 2009

सच्ची व निश्छल दोस्ती में हम जीवन का असीम सुख व शांति पा सकते हैं। जीवन संघर्ष में व्यस्त होने पर भी कुछ घड़ियाँ सब कुछ भूलकर हम मित्रों के साथ बिताकर ही जीवन का आनंद बटोर सकते हैं। यही मित्र जीवन पर्यंत हमारे लिए भावनात्मक सहारा व सुरक्षा का एहसास होते हैं। अतः हम सच्चे दोस्त बनाने का प्रयास करें व स्वयं भी अच्छे व सच्चे दोस्त साबित हों।

दोस्ती का दर्जा तमाम रिश्तों में ऊँचा कहा जा सकता है। तीन-चार वर्ष की उम्र में जब बच्चा माँ की गोद से उतर बाहरी दुनिया में प्रवेश करता है तब हमउम्र दोस्त ही उसके सुरक्षा-कवच होते हैं। उन्हीं में वह सुरक्षित अनुभव करते हुए सहज रूप से संसार में प्रवेश करता है। वह निश्चलदोस्त पड़ोसी हो सकता है या फिर विद्यालय का कोई साथी। बचपन की दोस्ती रबर, पेंसिल, चॉकलेट या खिलौने के आदान-प्रदान से प्रारंभ होती है व यहीं से व्यक्ति चीजों को ‘शेयर’ करने की, दूसरों के काम आ सकने की व दूसरों के लिए कुछ कर सकने की शिक्षा नैसर्गिक रूप से पाता है।

अच्छी संगत, अच्छे लोग जहाँ व्यक्ति का जीवन निखारते हैं, बुरी संगत व बुरे लोग जीवन को नर्क भी बना देते हैं। बचपन की मासूम दोस्ती पर माता-पिता व शिक्षकों का प्रभाव बहुत गहरा होता है। ‘वह गंदा बच्चा है, उसके साथ नहीं खेलना’ के शब्द मन पर गहरा असर डालते हैं व बच्चे दोस्ती हर दिन, हर पल बदल लेते हैं। फिर भी किसी बच्चे विशेष के पास बैठने में विशेष सुख व सुरक्षा अनुभव करते हैं व वहाँ से हटाए जाने पर विचलित होते हैं।

उम्र बढ़ने के साथ परिपक्वता आती है व 12-14 की उम्र तक बच्चे दोस्ती का महत्व समझने लगते हैं। यह दोस्ती हर उम्र में समान आदतों, पसंद-नापसंद व समान मानसिक स्तर होने पर गहराती है। बचपन में समय पड़ने पर एक-दूसरे को कॉपी देना, टीचर के समक्ष एक-दूसरे को बचाना व जन्मदिन पर घर जाना या उपहार देने तक ही दोस्ती की सीमाएँ होती हैं।

किशोर व युवा वर्ग की दोस्ती जीवन में विशेष महत्व रखती है। उम्र के इस नाजुक मोड़ पर वस्तुएँ यथार्थ के बजाए स्वप्न के धरातल पर अधिक होती हैं। उम्र तो नासमझी की, लेकिन दावा स्वयं को सबसे अधिक समझदार मानने का। शारीरिक परिवर्तनों के कारण कद व शरीर निखर आता है व दोस्ती अपना मूल भाव खोकर विपरीत लिंग की ओर आकर्षण में बदल जाती है। समान लिंग में भी यह भावुकतावश अधिक होती है।

इस उम्र में सच्चे हितैषी व मददगार माता-पिता से बढ़कर दोस्त लगने लगते हैं। उम्र के इस मोड़ पर अगर माता-पिता समझदार, सहनशील व जागरूक होकर किशोरों व युवाओं का मार्गदर्शन करें, थोड़ी स्वतंत्रता व थोड़ा अनुशासन का बंधन रखें व सही दोस्तों के साथ स्वतंत्र पहचान बनाने का मौका दें तो युवाओं के जीवन को अच्छी दिशा मिल सकती है।

अपने बच्चे पर हमेशा अच्छों के साथ ही रहकर उन्नाति करने की शिक्षा थोपने के बजाए यह भी प्रयास किया जा सकता है कि आपके बच्चे में ऐसे संस्कार व शिक्षा विकसित हो जिससे वह अपने से कमजोर या बुरे को अपने व्यक्तित्व व संगत से अपने जैसा अच्छा बना सके, तभी उसके इंसान होने का महत्व होगा व हम सब समाज में अच्छाई को स्थापित करने में कामयाब होंगे।

33. laxman patel - જાન્યુઆરી 28, 2009

Kisi Ne Pucha Dost Kya Hai?
Maine kanto Par Chal Kar Bata Diya.
Kitna Pyar Karoge Dost Ko?
Maine Pura Asmaan Dikha Diya.
Kaise Rakhoge DoSt Ko?
Maine Halke Se Phulon Ko Sehla Diya.
Kisi Ki Nazar Lag Gayi To?
Maine Palkhon Main Usko Chupa Liya.
Jaan se Bhi Pyaara Dost Kise Kehte Ho?
Maine Apka Naam Bata Diya.

34. laxman patel - જાન્યુઆરી 28, 2009

What is friendship?
It is an unbreakable relationship
Between the two soules.
Between the two hearts.
Between the two persons.
Between the two thoughts.
Oh!my dear.
U can never,forget a friend ever
Even in your tears,even when u laugh.
Friendship always sparks,
in your warm heart beats.
Yes!this binding passion,
is everlasting indeed.
Because,
friendship never ends.
It binds the two hands,
on evrlasting stands.
Because,FRIENDSHIP IS IMMORTAL


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: