મિત્ર એટલે? August 3, 2007
Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.trackback
મિત્રો, આ રવિવારે 5મી ઑગષ્ટે ઇંટરનેશનલ ફ્રેંડશીપ ડે છે…એ માટે આપ સૌ મિત્રોને ’સહિયારું સર્જન’ તરફથી આગળથી જ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ… Wishing you a very Happy Friedship Day!! આશા છે કે આપણી આ સહિયારી મિત્રતા આપણા સહિયારા સર્જનો વડે બસ આવી જ રીતે કાયમ ટકી રહે…!!
આજનો વિષય આપવા માટે પણ મને ખૂબ જ નજીકનાં એક મિત્રએ જ યાદ દેવડાવ્યું છે… એ માટે એ મિત્રનો પણ ખૂબ આભાર!

તો આજનો વિષય છે: તમારે માટે મિત્ર એટલે શું? તમે મિત્ર કોને કહો છો? …. અને આમ તો આવા પ્રશ્નો આપણને કોઈ પૂછે એટલે આપણે તરત જ બોલી ઉઠીએ કે… જે સુખ અને દુ:ખ- બંનેમાં કાયમ સાથે રહે એ સાચો મિત્ર!
શેરીમિત્રો સો મળે, તાળીમિત્ર અનેક,
જેમાં સુખ-દુઃખ વામીએ, સો લાખનમાં એક. (કવિ?? ખબર નથી…)
અને આ પંક્તિઓ તો હું નાનપણથી સાંભળતી આવી છું…
મિત્ર એવો શોધવો ઢાલ સરિખો હોય,
સુખમાં પાછળ પડી રહે, દુ:ખમાં આગળ હોય…. (સ્મરણથી લખ્યું છે)
પરંતુ શું સાચો મિત્ર આટલી વ્યાખ્યામાં બંધાઈ જાય છે ખરો? અને ખરું પૂછો તો જેટલાં મિત્રો હોય એટલી મિત્રતાની વ્યાખ્યાઓ પણ હોઈ શકે… મિત્ર કૃષ્ણ અને રામ જેવો રાજા પણ હોઈ શકે, તો સુદામા અને ગુહ જેવો રંક પણ… કે પછી દુર્જનોમાં પણ દૂર્યોધન અને કર્ણ જેવી મૂલ્યવાન મિત્રતા મળી આવે છે… આમ તો મારા મંતવ્ય મુજબ, મિત્રતા અને પ્રેમ એકબીજા વિના સંભવી શક્તા જ નથી… પ્રેમમાં પણ મિત્રતા જરૂરી છે, અને મિત્રતામાં પણ પ્રેમ હોવો એટલો જ જરૂરી છે… હા, એની માત્રાઓ અને એની વ્યાખ્યાઓ જરૂર અલગ અલગ હોય છે… જો કે, પ્રેમની જેમ જ મિત્રતામાં મળેલો દગો પણ ખૂબ જ દુ:ખદાયી અને આજીવન ભૂલી ન શકાય એવો હોય છે… અને આવા મિત્રતામાં દગો પામેલાંઓને શોધવા પણ બહુ દૂર જવું પડે એમ નથી!! સોરી મિત્રો, આપણે તો અહીં સારા મિત્રો અને નિર્મળ મિત્રતાની વાત લખવી છે… તો ચાલો, આ વિષયમાં તમને બહુ મોટ્ટું મોટ્ટું ભાષણ આપ્યા વિના હું મારી મૂળ વાત પર જ આવું છું…
મિત્રતા અને મિત્ર ઉપર આપણે થોડી રચનાઓ જોઈએ…
કવિ મુસાફિર કહે છે… (આ તો મારું અતિ પ્રિય મુક્તક છે!!)
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હૃદય !
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.
લયસ્તરો ઉપર મિત્ર વિવેકે સરસ મજાનાં ત્રણ સંકલનો મિત્ર અને મિત્રતા ઉપર મૂક્યા છે એ જરૂર વાંચજો મિત્રો…
અને આ મિત્ર વિવેકે તો પડઘા સાથે ય મિત્રતા કરી છે… સાચ્ચું કહું છું હોં, આ લ્યો વાંચી જુઓ…
મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !
ગયા વર્ષે મિત્ર અમિતે રીડગુજરાતી પર મિત્રની પરિભાષા નામનો સુંદર લેખ લખેલો… એ પણ વાંચવા જેવો છે.
ગયા વર્ષે આ જ મિત્રતાના દિવસે મેં પણ એક મુક્તક લખેલું… જે સુરતી મિત્રોને તો બહુ જ ગમેલું…
આટલું બસ છે ને પ્રેરણા મેળવવા માટે?? એક્ચ્યુઅલી તો મિત્ર અને મિત્રતા વિશે લખવા માટે તમે તમારા કોઇ પ્યારા મિત્રને અચાનક મુલાકાત આપી સરપ્રાઇઝ કરી દ્યો ને… અથવા તો એક ફોન જ કરી દ્યો… ઘણા વખતે… જો કર્યો ના હોય તો… પછી જુઓ તમને કેવી સરસ લખવાની પ્રેરણા મળી રહે છે એ…. ચાલો, હું પણ હવે ફોન કરવા જ જાઉં છું… પ્રેરણા મેળવવા સ્તો!! સદ્ ભાગ્યે મિત્રો અને મિત્રતાની મૂડીમાં હું તો ખૂબ જ ધનિક છું!! તમે પણ છો ને??!!
પરંતુ મિત્રો, તમે તમારા મિત્રને મળી લ્યો પછી અહીં તમારી મિત્રતા ઉપર એક કાવ્ય લખવાનું છે, એ વાત ભૂલી ના જતા હોં !!
ફરીથી, આ મિત્રતાનાં દિવસની સૌ મિત્રોને વધાઈ…!
* * *


મિત્ર એવો શોધવો જે ઢાલ સરિખો હોય,
દુઃખમાં મો’રે ઊભતો, સુખમાં પૂંઠે હોય.
(મૂળ શબ્દો યાદ નથી)
પાંખ તો સરખી બધી ના હોય છે
આંખ પણ જાણે ફરકતી હોય છે
ફેર તો મારી સમજ ને સાથનો
દૂર કયાં મિત્રો ગયેલા હોય છે
See something more general on word ‘Mitra’
http://en.wikipedia.org/wiki/Mitra
Chhe dostino parva , ujavo tame,
Ho, dosti par garv ! Ujavo tame,
bas UparChhalli na ho lagaNi,
jaaNo ano marm, Ujavo tame….
wish u haapy friendship day
chetan framewala
Jene “Thank you” ke “Sorry” na kehva pade te Mitra.
સરી જતી યુવાની ને ધારો કે રોકી શકું
મળી છે યુવાની પણ સરી જાય છે ધસમસતા પૂર ની માફક,
ધારો કે એને હું રોકી શકું સમય ના વહેણ માં ખોવાઈ જતી
બનાવું લાગણીઓને કલમબદ્ધ કમ્પ્યુટર પર ઈંટરનેટ થકી,
બહેલાવું વિચારોને સમાંતર મિત્રોના અહેસાસ વડે
બનું હું સ્નેહનું અવિરત ઝરણું હોસ્પીટલના દરદીઓમાં
ફેલાવું અવિચળ જ્ઞાન-જ્યોત વિદ્યાર્થીઓના પ્રેમાળ હૈયામાં
ફરૂં હું આ વિશ્વમા સૌંદર્યનું રસપાન અતિઉર આનંદે,
ન મોકો હું ગુમાવું સેવાનો દરેક જીવ માં ઈશ ને નિહાળતો
સમજું હું પ્રેમ ના પવિત્ર ઝરણાં ને હૃદય ના શુદ્ધ ભાવોથી,
અર્પું સ્નેહની અમૃતાંજલિ મારાં પ્રેમ ને દિવ્ય ભાવો થી
માંગુ હું સાથ મિત્રોનો જીવન સાગર માં થી પામવાં મોતીને,
થતું અલભ્ય દર્શન મૈત્રીનું ને રહેતું ચિરંતન યુવાનીની મહેફિલમાં
મળી છે યુવાની પણ સરી જાય છે ધસમસતા પૂર ની માફક,
ધારો કે એને હું રોકી શકું સમય ના વહેણ માં ખોવાઈ જતી
મૌન નો ઘોંઘાટ
જીવનની આ સુખદુ:ખભરી મુસાફરીમાં ઘણાં મિત્રો નો સાથ બંધાય છે. દિલ ખોલીને વાતો કરીએ છીએ પણ અચાનક એ મિત્રતા સમયના અવકાશમાં ઓગળી જાય છે ત્યારે મૌનના મહાસાગર માં જન્મ લે છે વિચારોનું અસ્તિત્વ. અને એ માંથી ઉદ્ભવે છે ઘોંઘાટ, મૈત્રી ગુમાવ્યાનો. ‘મૈત્રી’ શોધીએ છીએ, સમયના ઊંડાણમાં, પાછી મળે છે ત્યારે આનંદના દરિયામાં એ કિલ્લોલ કરે છે.
મારી ભીતર ઉડે છે એક ક્લ્પનાની પતંગ
મારી ભીતર ઉડે છે એક ક્લ્પનાની પતંગ,
લાગણીઓ ના સહારે એ ઉડતી પતંગ
પ્રેમ ના ધબકારે એ આંબતી પતંગ
મારી ભીતર ઉડે છે એક આશાની પતંગ,
વિશ્વાસ ની સંગાથે એ ઉછળતી પતંગ
અરમાનોની વણઝાર લઈ ને ઉડતી પતંગ
મારી ભીતર ઉડે છે એક મૈત્રીભાવની પતંગ
સમભાવની ઓથે એ મલકાતી પતંગ
ગુજરાતી બ્લોગર્સ ને સાથે લઈ ઉડતી પતંગ
મારી ભીતર ઉડે છે એક શાયરી ની પતંગ
પ્રેમીશાયરો સાથે ઉડતી એ ઘેલી પતંગ
હૈયાની હળવાશ ને મૈત્રી થી ભીંજવતી એ પતંગ
મારી ભીતર ઉડે છે એક પ્રેમ ની પતંગ
અમી-ઉલ્લાસની છોળો ઉડાવતી એ પતંગ,
કપાઈ ને પણ આનંદ રેલાવતી એ પતંગ
મિત્રતા પામવા પહેલા મિત્ર બનવું પડે.
મિત્ર એટલે પ્રભુના પ્રેમનો પયગંબર
જીવનસૃષ્ટી પર લાગણીસભર અંબર
આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી
અને આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી
દુનિયામાં લોહીના સંબંધ પણ છળી જાય છે
અને મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી
મિત્રતા પર લખેલી મારી આ આખી રચના અહી વાંચો
http://bhaviraju.wordpress.com/2007/03/08/%e0%aa%ae%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a4%e0%aa%be/
સ્નેહનાં સરવાળા,બૂરાઇની બાદબાકી,
ગુણોનાં ગૂણાકાર, ભ્રમનો ભાગાકાર,
એ જ મિત્રતા.
Happy Friendship Day,
Pinki.
Mitra etle maru potanu darshan karave tevo aariso.
મિત્રો મળે મહોલ્લે ને ફળિયે,
મિત્રતા ફૂલે, ફાલે જિગરને તળિયે.
સંબંધનો ભાર છે મણ,
તૂટતા લાગે બસ ક્ષણ;
જીવન તો છે એક પળ,
કો’ક વાર હવે તો મળ !!
juna mitroni yaadmaa,
આમ તો નથી તું ક્યાંય આસપાસ,
મનને તોય તારો સતત આભાસ;
દિલને આજ છે ફરી તારી આશ,
કેમ ના આવે હજુ,તું મારી પાસ;
શમણાં પણ થયાં છે મોંઘા ખાસ,
યાદને ના ચઢતું કોઇ વ્યાજ કાશ;
હા,જોઇ શકે નહિં દિલ તુજ નિ:શ્વાસ,
વાટ તો જોશે એ પણ અંતિમ શ્વાસ;
દુનિયા તોડે ક્દી ક્યાંક્ કોઇ વિશ્વાસ,
આવી જાજે તું ,ફરી મારી પાસ !!!
hu j banu sacho mitra to bas,
have to thodo thodo tu shvas…………
મિત્ર એટલે…
મિત્ર એટલે મળવા જેવો માણસ,
મિત્ર એટલે હળવા જેવો માણસ,
મિત્ર એટલે ભળવા જેવો માણસ,
મિત્ર એટલે કળવા જેવો માણસ,
મિત્ર એટલે રળવા જેવો માણસ,
મિત્ર સહુને ફળવા જેવો માણસ…!
મિત્ર એટલે પરથમ પહલો શ્વાસ,
મિત્ર એટલે હોવાનો અહેસાસ,
મિત્ર એટલે જળહળતો અજવાસ,
મિત્ર એટલે છેવટ લગ સહવાસ,
મિત્ર એટલે મળવા જેવો માણસ !
મિત્ર એટલે ઊઘડતું આકાશ,
મિત્ર એટલે સૂરજનો પરકાશ,
મિત્ર એટલે આંખોની ભીનાશ,
મિત્ર એટલે હૈયાની હળવાશ,
મિત્ર એટલે હળવા જેવો માણસ…!
મિત્ર એટલે મૂળપણાને શોધે
મિત્ર એટલે પોતાને સંશોધે,
મિત્ર એટલે અંતરને ઉદ્બોધે,
મિત્ર એટલે વહે વિના અવરોધે,
મિત્ર એટલે ભળવા જેવો માણસ…!
મિત્ર એટલે શાણપણે જે ઠરિયો,
મિત્ર એટલે વ્હાલપનો સમદરિયો
મિત્ર એટલે દરિયો જેને વરિયો
મિત્ર એટલે સમદર જેણે હરિયો
મિત્ર એટલે કળવા જેવો માણસ…!
મિત્ર એટલે નીલી નીલી ઝાંય,
મિત્ર એટલે શીળી શીતળ છાંય,
મિત્ર એટલે પકડી લે જે બાંહ્ય,
મિત્ર એટલે ઉભો રહે જે વાંહ્ય,
મિત્ર એટલે રળવા જેવો માણસ…!
મિત્ર એટલે વરસે અનરાધાર
મિત્ર એટલે અણદીઠો આધાર
મિત્ર એટલે સહેજ કરે ના વાર,
મિત્ર એટલે અજવાળું ઝોકાર,
મિત્ર સહુને ફળવા જેવો માણસ…!
ધૈવત શુક્લ
૦૪.૦૫.૨૦૦૭
આ રચનાને જોઈ કવિશ્રી રા.શુ. એ આપેલી કાવ્ય સ્વરૂપની સમજણ અહીં વાંચો…
http://dhaivat.wordpress.com/2007/08/04/mitra-etale/
મિત્ર એટલે બાળપણમાં સાથે રમેલા હોય તે..,જુવાનીમાં સાથે ભણ્યા હોય તે..,કોલેજમાં ભણતરમાં સાથ આપ્યો હોય તે..,ધંધામાં એક પ્રકારનો વ્યવસાય કરતા હોય તે..,એક જ શોખ ધરાવતા હોય તે..,અકસ્માતે પડી જવાય ને હાથ પકડી ઉભા કરી કહે ‘દોસ્ત સાચવીને ચાલ’ તે..,લગ્ન બાદ જીંદગીભર સાથ આપનાર પત્નિ પણ મિત્ર બનીને સાથ આપે છે તે.., જવાબદારી લેતા થયેલ સંતાન સાથે પિતાનું મિત્રતાપુર્ણ વર્તન તે..,જવાબદારી ચુકેલાને સાચું માર્ગદર્શન આપનારની મિત્રતાની ભાવના તે..,સહીયારા સર્જનમાં પ્રેરણા આપનાર મિત્ર..,
મુસાફરી વખતે ટ્રેનમાં તરસ્યાને પાણી આપી કહે અરે યાર પાણી તો શું તારા માટે તો હું કુવો ખોદાવી દઉ.તારો નવો મિત્ર છું…..
મહેક ફૂલોની, આનંદ આપણો
જીવનની હર ક્ષણને આનંદિત જોવી હોય તો ફૂલોની મૈત્રી કરી જુઓ. રંગબેરંગી ફૂલો ખીલ્યાં હોય, સાંજનો સમય હોય, પાણીનો ઝરમર છંટકાવ થતો હોય, અને માટીની મીઠી મહેક અંતરના તારને સંગીતમય બનાવતી હોય, તેવે સમયે રંગીન ગુલાબો સાથે થોડી વાત કરી જુઓ..ત્યારે તમને દિલીપ પરીખના આ શબ્દો જરૂર યાદ આવી જશે.
‘જીવનના મારા બાગમાં કોઈ કાંટા નહીં મળશે,
ફક્ત મારા હ્રદયના ફૂલને રોપી રહ્યો છું હું.’
સાંજે અમારી લાયબ્રેરીમાંથી બહાર જઈ રહ્યો હતો ત્યારે મારી નજર અસંખ્ય રંગીન ફૂલો પર પડી. સુંદર ફૂલો કેટલાં આનંદિત લાગતાં હતાં! અને જો તમારો મિત્ર પણ ખુબ આનંદિત હોય તો તમે પણ હર્ષ અને આનંદની અનુભુતિ કરશો જ.. તો શા માટે આપણે ફૂલો સાથે મૈત્રી ન કરીએ?
નાની પ્રાર્થના
હળવાશ એટલી આપશો કે સૌ ને ‘તું’ કહી ને બોલાવી શકું,
વિશ્વાસ એટલો આપજો કે આત્મિયતા નું અખંડ ઝરણું વહાવ્યાં કરું,
નિખાલસ એટલો બનાવજો કે સૌ કોઈ મારાં મિત્રો બને,
નટખટ એટલો બનાવજો કે હાસ્યરસ હરહમેંશ ફેલાયા કરૂં
દુશ્મન ભલે હજાર મળે,
મિત્ર મળજો એક-સાચો ને નેક!
दोस्त आं अस्त के दस्त मी गीरद
दर मुसीबतो जरर व पसेमांदगी’
फारसी_शेख सादी
અનુવાદ: સાચો મિત્ર તે છે ,જે મુસીબત અને તકલીફમાં પોતાના મિત્રનો હાથ થામે છે. _વફા
મિત્ર કેવો હોય?
*************
નજીક હોય કે દૂર હોય
દિલને દ્વાર જરૂર હોય
ઊનો ફાગણ જેવો હોય
ભીનો શ્રાવણ જેવો હોય
દિલનો રાજવી હોય
સ્વભાવે વૈભવી હોય
આપણી સિદ્ધિમાં એ ખીલે
પાનખરના પ્રહારો ય ઝીલે
કોઇ વાતે, ક્યારે ય ના રિસાય
તાંદુલની પોટલીથી એ રિઝાય
કાવ્યોની સતત ભેટ ધરે
કાવ્ય લખવા પ્રેરિત કરે
***
Teri dosti khudai se kam nahi, Tu pas nahi uske siva aur koi gam nahi, Vakt milne par apne is dost ko yad kar lena, varna log kahengehamari dosti me koi dam nahi.
[...] ૫.૮.૨૦૦૭, રવિવાર, અમદાવાદ. સર્જનસહિયારું [...]
Please add the site to your blog list http://www.narmad.com
દુનિયામાં મને કોઇ શું કરી લેવાનુ,
જ્યારે સારા દોસ્તો નો સંગાથ હોય
દર્દ અને દુઃખથી મને ફરક શું પડે,
જ્યારે દોસ્તોની હજારો ખુશીનો સાથ હોય
કોઈની નફરત થી મને ફરક શું પડે,
જયારે હજારો દિવાના મારી પાસ હોય
હવે દારુનો નશો મને શું ચડવાનો,
જ્યારે દોસ્તીનો નશો રગે રગમાં હોય
કેવી રીતે મારશે ભગવાન આ ‘કપિલ’ને
જેને દોસ્તોનો પ્રેમ સદા જીવંત રાખે છે
-કપિલ દવે