jump to navigation

સંકલિત: લયસ્તરોને બીજા જન્મદિવસની શુભેચ્છાઓ! જાન્યુઆરી 15, 2007

Posted by ઊર્મિ in મુક્તકો, મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત.
trackback

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

સર્જનક્રિયાની આગળની પોસ્ટ:   ત્રણ શબ્દો: લય, સ્તર/સ્તરો અથવા લયસ્તરો

લયસ્તરોને બીજા જન્મદિવસ પર પાઠવેલી કાવ્યાત્મક-શુભેચ્છાઓ…

*

h2bd.jpg

* * *

મુક્તપંચિકા

અભિનંદન,
ઓ બે વર્ષનાં
બાળક! નામ એવા
જ ગુણ તારા
છે, લયસ્તરો!

(ઊર્મિસાગર)

* * *

-લઘુકાવ્ય-

મા ના જેવું સ્તર છે જેનુ નામ તેનું માસ્તર,
લય જેને ઢાળ્યા સ્તરમાં,તેનું નામ છે લયસ્તર.
પેદા થયું મજૂરી કરવા,નામ છે તેનું માસ્તર,
આ મજરીને લયમાંઢાળે,નામ છે તેનું લયસ્તર.
બાર માસની ઋતુઓના બની ગયા છે છ સ્તર,
બધા રંગો ભેગા કરીને,સાતમી ઋતુ લયસ્તર.
આવડી અમથી અવનિ મહી,દીઠાં ત્રણ ત્રણ સ્તર,
આખાબ્ર્હ્માંડને એક સ્તરમાં ભાળે,તે છે લયસ્તર.

(કિરીટકુમાર ગો. ભક્ત)

* * *

મુક્તપંચિકા

સહકાર જો
મલે સહુનો,
પ્રગતિના શિખર
જોવા મલશે-
લયસ્તરોમાં!

(ચીમન પટેલ ‘ચમન’)

* * *

મુક્તપંચિકા

પ્રભુની કૃપા
રહે સદાય
લયસ્તરો મેળવે
નવા પ્રગતિ
કેરાં શિખર

(નીલા કડકિયા)

* * *

મુક્તક

વિસ્તરતુ રહે સદા સ્તર તારુ લય સ્તર
વિશ્વ સમગ્ર ચાહે ઉચ્ચ તારુ લય સ્તર
ઉભરતા સુરેશ વિચારો પામે લય સ્તર
ધવલ વિવેક જોડી સેવે સંગે લય સ્તર

(વિજય શાહ)

* * *

લઘુકાવ્ય

આપીએ શુભેચ્છાઓ પ્રેમે,
લયસ્તરો લયથી ગૂંજી રહે
કદી ન અટકે,ન રૂકે…
વણઝાર એની…
કાફલો આગે આગે ધપતો રહે
બે વરસના બાળની પ્રગતિ
સતત થતી રહે….
લયસ્તરો…માણીએ મનભરીને..
આપ સૌ સુકાનીઓ છો સમર્થ…
છે અખૂટ વિશ્વાસ આપ સૌમાં
લયસ્તરો ઝરણા સમ વહેતા રહેશે
ગીત થી ગૂંજતા રહેશે
ઇશ્વરની આશિષ સદા સાથે રહે
મંગલ કામના છે અમ મિત્રોની…
થોડુ લખ્યુ, ઝાઝેરૂ વાંચજો…

(નીલમ દોશી)

* * *

અંતે લયસ્તરોનાં એક સભ્ય તરફથી…

મુક્તક

લખું છું હું થોડું, પણ વાંચું વધુ છું,
યતનથી એ વાંચેલું માણી શકું છું,
સ્તવન, ગીત, ગઝલો, અછાંદસ ને હાઇકૂ,
રોજ એક કવિતા હું પીરસી શકું છું.

(સુરેશ જાની)

* * *

ટિપ્પણીઓ»

1. લયસ્તરો » લયસ્તરોને જન્મદિવસની અનોખી ભેટ - જાન્યુઆરી 16, 2007

[…] સર્જન પર લયસ્તરોના શુભેચ્છકોએ લયસ્તરોને પાઠવેલી કાવ્યાત્મક શુભેચ્… છે. આનાથી વધારે સારી ભેટ તો કઈ હોય […]


Leave a comment