jump to navigation

‘કહેવાય નહીં’ નવેમ્બર 5, 2006

Posted by સુરેશ in ગઝલો.
trackback

“આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે, કહેવાય નહીં
એક ચહેરા પર બીજો ચહેરો ચીટકાવી દે, કહેવાય નહીં “

– રમેશ પારેખ

          આ અઠવાડીયામાં આપ સૌને ‘કહેવાય નહીં’ એવું લખવા ઇજન છે !!  

           બની શકે તો આ જ છંદમાં લખવા પ્રયત્ન કરશો.

આખી ગઝલ વાંચો

શરૂઆત કરું છું મારા એક શેરથી –

ક્લીકે ક્લીકે પાનાં ખૂલતાં , પાને પાને શબ્દ વિલસતા,
સર્જનના આ શબ્દ, આપણા શ્વાસોને મ્હેંકાવી દે,  કહેવાય નહીં ! 

– શાયર (!) સુરેશ જાની

ટિપ્પણીઓ»

1. vijayshah - નવેમ્બર 5, 2006

ફુલો પણ શૂળ સમ દર્દ દે તો કહેવાય નહીં
અંગાર માં શીત હીમ નુ મળે કહેવાય નહીં

લલાટે લેખ જાણે કેવા લખ્યા વિધાતાએ
અઢળક અમીરી છતા અમીર કહેવાય નહીં

પાતાળે બેઠા ત્યાં સ્વર્ગદ્વાર દેખાયે કદીક જો
પ્રભુ કૃપા આવી હોય એવુ તો કહેવાય નહીં

દિકરા બની આવ્યા અને દિકરા જણ્યાં છતા
વાંઝીયા મેણા લમણે ઍવુ તો કહેવાય નહીં

અપેક્ષાઓનો ઉત્પાત છે આ બધો ‘વિજય્’
કીનારે આવેલુ વહાણ ડુબે તો કહેવાય નહીં
-વિજય શાહ

2. Mohammedali Bhaidu"wafa" - નવેમ્બર 5, 2006

તારુઁ શહેર
શ્રી રમેશ પારેખની રચના “આ શહેર તારા મનસુબા…..”ના ઉત્તરમા મે પ્રતિ કાવ્ય એમની હયાતીમા લખ્યુઁ હતુઁ. જે ‘લયસ્તરો’ની મૂળ કાવ્યની કોમેંટ સાથે છે.અને એજ કાવ્ય અને પ્રતિકાવ્ય ‘બાગેવફા,મા પણ 15માર્ચ2006 મા વાઁચી શકોછો.
,સહિયારુઁ સર્જન,માઁ એજ રચના ફરી પ્રસ્તુત કરુઁ છુઁ

મનસૂબા- મોહમ્મદ અલી ભૈડુ”વફા

તારુઁ શહેર મનસૂબા ઉથલાવી તો જૂએ.
એરંગ ચહેરા ના જરા બદલાવી તો જૂએ.

ઊથેલછે દરિયાઓ અગ્નિના હ્રદયમા,
જો હોય હિમ્મત કોઈમા બૂઝાવી તો જુએ.

માટી પગા છીએં કે ડરાવે સંકેતો,અફવાઓ,
નક્શોતો શું એક રેખા પણ ઉડાવી તો જૂએ.

આકાશના ઘર નીચે સ્વાસેછે લાખો લોક;
ભરતી સમુંદરની આકાશને ડૂબાવી તો જુએ.

ભાગે ન આંખો સપનના કોઇ રાહથી કદી
ખુલ્યા પછી પાપણ એ સપનને લાવી તો જુઓ

છેખેડવા જંગલ રણો ,ઝાંઝવા, ધુમ્મસી દર્દ્
સંદેહ રસ્તા નો ડરનો,પગલાં ભટકાવી તો જુએ

પ્રાણહીન રસ્તા, ટાવર ધબકાર તુજ અસ્તિત્વથી
હો હામ તારા હૈયે તને અટકાવી તો જુએ.

“વફા” આહની ઈરાદાથી નીકળેલ અમે તો;
બાંધેલછે કફન સર પર કો બીવડાવી તો જુએ.

મોહમ્મદ અલી ભૈડુ”વફા’ ૧માર્ચ્૨૦૦૬
http://bagewafa.blogspot.com/2006_05_01_bagewafa_archive.html

આહની=પોલાદી=લોખઁડી

3. nilam doshi - નવેમ્બર 6, 2006

માણસ જેવો માણસ…..
કયારે ખરી જાય કહેવાય નહીં.

આજે હયાત ભલે હોય
કાલે તસ્વીર બની જાય,કહેવાય નહીં.

સમયના આ સાગરમાં
કોણ તરી કે ડૂબી જાય,કહેવાય નહીં

મનપાંચમના આ મેળામાં
કોણ કયારે ગમી જાય,કહેવાય નહીં

સંબંધો આ જીવનમાં
કયારે ઉગી કે આથમી જાય,કહેવાય નહીં

મૈત્રી છે મોંઘેરી મિરાત
કયારે મન મહેકાવી જાય,કહેવાય નહીં

આવ્યા છીએ અહીં પણ
કયારે અલવિદા કરી જઇએ,કહેવાય નહીં.

4. nilam doshi - નવેમ્બર 6, 2006

છંદ માટે માફી ચાહું છું,instanat je avyu te lakhyu chhe.

5. Sangita - નવેમ્બર 6, 2006

Nilam,

I like your instant poem. In simple words, you have said so complex things with so much simplicity. I wanted to highlight few lines I liked and realized I would repeat the whole poem.

Very nice!

6. UrmiSaagar - નવેમ્બર 6, 2006

-કહેવાય નહીં-

ઊર્મિનાં ઝરણાંઓ કયારે ઝાંઝવા બને કહેવાય નહીં,
ઝાંઝવાનાં રણમાં કયારે ફૂટે ઊર્મિ-ઝરણ કહેવાય નહીં.

પ્રણયમાં હજીયે મળે છે મને એક એની ઉપેક્ષાનું દર્દ,
એના બારણા પણ ક્યારે એ વાસી દે કંઇ કહેવાય નહીં.

જીવનની આ અશોકવાટિકા ત્રિજટાવિહોણી થઇ છે હવે,
અશોક પણ ક્યારે સીતાને દઇ દે અંગાર, કહેવાય નહીં.

મનસૂબો કર્યો છે સૂર્ય અને ચંદ્રએ, ગ્રહણને ન ગ્રહવાનો,
ટમટમતાં તારલાઓને હવે લાગે ગ્રહણ તો કહેવાય નહીં.

છે આખરે તો બુધ્ધિજીવી વર્ગનું એક પ્રાણી- આ માણસ,
પાનખરમાં પણ કદીક મહેંકાવે વસંતને, કહેવાય નહીં

માનવીનો છે ક્યાં ભરોસો? બનાવે છે એ ખુદનેય અહીં,
ભગવાનને પણ ક્યારે એ બનાવી દે, કંઇ કહેવાય નહીં.

અચરજ છે, ફૂટતાં ક્યાંથી આ ઝરણાં શબ્દોનાં આપમેળે?
ઊર-પાતાળે જ કોક’દી એ સૂકાઇ જાય તો કહેવાય નહીં.

ઇચ્છા તો છે કે સદા ભરતી જ રહે મુજ ઊર્મિના સાગરમાં,
પણ તારી ઊર્મિમાં ય હવે ક્યારે આવે ઓટ કહેવાય નહીં.

ઊર્મિસાગર

7. Jignasa Jani - નવેમ્બર 7, 2006

હસતાં-હસતાં, રમતાં-રમતાં, રોઈ પડાય તો કહેવાય નહિ,
ફુલોનાં આ બાગ-બગીચા, કાંટો વાગે કહેવાય નહિ.

શાંત સરલ આ વહેતાં ઝરણા, મોજા ઊઠે કહેવાય નહિ,
મધદરિયે કો નૈયા તુટે ને નાવિક છુટે કહેવાય નહિ.

અક્ષર-અક્ષર, શબ્દો સાથે, પંકિત બને કહેવાય નહિ,
શેર-શાયરી સાથે આવી, ગઝલો બને કહેવાય નહિ.

રોજનાં રસ્તે કો’દિ રાહિ, રસ્તો ભુલાય તો કહેવાય નહિ,
પોતાનાં થાય પારકાં, આંખો ચોરાય તો કહેવાય નહિ.

પીતાં વિષને ઘુંટડે-ઘુંટડે, હવે વધુ સહેવાય નહિ,
રંગ ન બદલે, થાય ન ભુરો, “નીલકંઠ” કહેવાય નહિ!

8. nilam doshi - નવેમ્બર 7, 2006

thanks sangita.
u can see some other on “param samipe” if u want.

http://paramujas.wordpress.com

9. nilam doshi - નવેમ્બર 7, 2006

વિજયભાઇ,
અપેક્ષાઓનો ઉત્પાત છે આ બધો…ખૂબ ગમ્યું.

અને દાદા.સર્જન ના શબ્દો શ્વાસો મહેકાવી દે…વાહ!!

ઉર્મિ,
ઉર્મિના ઝરણાઓ કયારે ઝાંઝવા બને….ખૂબ સરસ .પણ એને ઝરણા જ રહેવા દેજે હો!!

10. ઋચા જાની - નવેમ્બર 7, 2006

હલવો ભાવે, ભજીયાં ભાવે, ગળ્યું, તીખું, ખાટું યે ભાવે;
કમ્મરનો ઘેરાવો ક્યારે વધી જાય, કહેવાય નહીં !

11. Mohammedali Bhaidu"wafa" - નવેમ્બર 9, 2006

કહેવાય નહીઁ_મોહમ્મદઅલી ભૈડુ,વફા’

ચાઁદ હથેળીમા બતલાવીદે તો કહેવાય નહીઁ..
ઈદ પહેલાઁજ ઈદ કરાવીદે તો કહેવાય નહીઁ.

આમતો હજરતે શેખ પર ભરોસો છે સો ટકા,
પરણેલી સાથે પરણાવીદે તો કહેવાય નહીઁ.

રાત્રિના અન્ધકારમાઁ તમે શુઁ આપ્યુઁ મુજને પ્રિયે,
ફૂલની જગ્યાએ કંટકો પકડાવીદે તો કહેવાય નહીઁ.

બુઢ્ઢીઓ પણ બ્યુટી પાર્લરમા જતી થઈ ગઈછે હવે,
ઘોડી ઘરડી ને લગામલાલ પહેરાવીદે તો કહેવાય નહીઁ.

લાજ રાખવા એ ઘડપણની આપણી સાચે ‘વફા’
મ્રુત્યુ પહેલાઁજ મિત્રો દફનાવીદે તો કહેવાય નહીઁ.

_ મોહમ્મદઅલી ભૈડુ,વફા’

8નવે.2006
(મુ.સુરેશ જાની સા.ની ટ્કોરને માન આપી એક હઝલ લખી પોસ્ટ કરી છે.)

12. Kiritkumar G. Bhakta - નવેમ્બર 9, 2006

કોઇ ગઝલ ને,કોઇ નઝમ,કોઇ કોઇ મુક્તક રેલાતાં,
વિષ હશે કે,હશે સુધા,શબ્દો શું પીવડાવી દે,કહેવાય નહીં.
કોઈ પાનખર ને,કોઈ વસંત,કોઈ વર્ષાનાપાણી રેલાતાં,
જીવન ના આ ઉપવનને,ગ્રીષ્મ શું ગરમાવી દે,કહેવાય નહીં.
ગીત,ગઝલ કે શેરશાયરી,હોઠોથી શબ્દો રેલાતાં,
બંધ આંખથી વહેતાં આંસુ,શબ્દોને વહેડાવી દે,કહેવાય નહીં.
હોય કુવોને,છે પનિહારી,સાગરના પાણી રેલાતાં,
મસ્ત તળાવો,શાંત સરોવર,ઝરણું શું વહેડાવી દે,કહેવાય નહીં.

13. mahendra hathi - નવેમ્બર 14, 2006

-કાંઈ કહેવાય નહિ-

ભરોસો પૈસાનો થાય આ જગતમાં, માનવીનુ કાંઇ કહેવાય નહિ,
ડૉક્ટરો, વકીલો, મૌલવીનો થાય, ઈશ્વરનું બહુ કાંઇ કહેવાય નહિ.

ઐશ્વર્ય જોયુ તારું આ જગતમાં ને બંદગી કર્યા વિના પણ રહેવાય નહિ,
ને ઈશ્વર હોય પણ ખરો ને ના પણ હોય જગતમાં- કહેવાય નહિ.

હર ઘડી મરવાનું મુલતવી રાખ આજ, કાલનું કહેવાય નહિ,
જીવવુ હોઈ એટલુ જીવી લ્યો આજ, કાળનું કહેવાય નહિ.

-મહેન્દ્ર હાથી.

14. સંકલિત: ‘કહેવાય નહીં’ « સહિયારું સર્જન - જાન્યુઆરી 12, 2007

[…] સર્જનક્રિયાની આગળની પોસ્ટ:   ‘કહેવાય નહીં’ […]

15. કહેવાય નહીં -ઊર્મિસાગર « ઊર્મિનો સાગર - જાન્યુઆરી 12, 2007

[…] સર્જન’ પર ‘કહેવાય નહીં’ વિષય પર લખેલી […]

16. archana - એપ્રિલ 1, 2007

me to joyu che ke jivan ma ghani vakhat,
potana j mitro saga vahala o khanjar bhonke che ,
ane aapnne khabar pan padti nathi,
jawani jyare hoy che pase tyare kishora vastha ni khabar padti nathi,
rahi jay che chahera o par samay na kaik nishan,
tyare khabar pade che ke have budhapa ni dasa rahi.


Leave a comment