jump to navigation

સંકલિત: ‘કહેવાય નહીં’ જાન્યુઆરી 12, 2007

Posted by ઊર્મિ in કાવ્યો, ગઝલો, પંક્તિ/શેર, લધુકાવ્યો, સંકલિત, હઝલ.
trackback

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

સર્જનક્રિયાની આગળની પોસ્ટ:   ‘કહેવાય નહીં’

આપણ જાણીતા કવિઓની ગઝલો…

“આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે, કહેવાય નહીં
એક ચહેરા પર બીજો ચહેરો ચીટકાવી દે, કહેવાય નહીં”

(રમેશ પારેખ )

* * * * * * * * *

મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહીં,
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં.

(અમૃત ‘ઘાયલ’)

————————————————————————–

આપણી રચનાઓ…..

*

પંક્તિ

ક્લીકે ક્લીકે પાનાં ખૂલતાં , પાને પાને શબ્દ વિલસતા,
સર્જનના આ શબ્દ, આપણા શ્વાસોને મ્હેંકાવી દે,  કહેવાય નહીં ! 

(સુરેશ જાની)

* * * * * * * * *

ગઝલ

ફુલો પણ શૂળ સમ દર્દ દે તો કહેવાય નહીં
અંગાર માં શીત હીમ નુ મળે કહેવાય નહીં

લલાટે લેખ જાણે કેવા લખ્યા વિધાતાએ
અઢળક અમીરી છતા અમીર કહેવાય નહીં

પાતાળે બેઠા ત્યાં સ્વર્ગદ્વાર દેખાયે કદીક જો
પ્રભુ કૃપા આવી હોય એવુ તો કહેવાય નહીં

દિકરા બની આવ્યા અને દિકરા જણ્યાં છતા
વાંઝીયા મેણા લમણે ઍવુ તો કહેવાય નહીં

અપેક્ષાઓનો ઉત્પાત છે આ બધો ‘વિજય્’
કીનારે આવેલુ વહાણ ડુબે તો કહેવાય નહીં

(વિજય શાહ)

* * * * * * * * *

કાવ્ય

માણસ જેવો માણસ
કયારે ખરી જાય, કહેવાય નહીં.

આજે હયાત ભલે હોય
કાલે તસ્વીર બની જાય, કહેવાય નહીં.

સમયના આ સાગરમાં
કોણ તરી કે ડૂબી જાય, કહેવાય નહીં.

મનપાંચમના આ મેળામાં
કોણ કયારે ગમી જાય, કહેવાય નહીં.

સંબંધો આ જીવનમાં
કયારે ઉગી કે આથમી જાય, કહેવાય નહીં.

મૈત્રી છે મોંઘેરી મિરાત
કયારે મન મહેકાવી જાય, કહેવાય નહીં.

આવ્યા છીએ અહીં પણ
કયારે અલવિદા કરી જઇએ, કહેવાય નહીં.

(નીલમ દોશી)

* * * * * * * * *

ગઝલ

ઊર્મિનાં ઝરણાંઓ કયારે ઝાંઝવા બને કહેવાય નહીં,
ઝાંઝવાનાં રણમાં કયારે ફૂટે ઊર્મિ-ઝરણ કહેવાય નહીં.

પ્રણયમાં હજીયે મળે છે મને એક એની ઉપેક્ષાનું દર્દ,
એના બારણા પણ ક્યારે એ વાસી દે કંઇ કહેવાય નહીં.

જીવનની આ અશોકવાટિકા ત્રિજટાવિહોણી થઇ છે હવે,
અશોક પણ ક્યારે સીતાને દઇ દે અંગાર, કહેવાય નહીં.

મનસૂબો કર્યો છે સૂર્ય અને ચંદ્રએ, ગ્રહણને ન ગ્રહવાનો,
ટમટમતાં તારલાઓને હવે લાગે ગ્રહણ તો કહેવાય નહીં.

છે આખરે તો બુધ્ધિજીવી વર્ગનું એક પ્રાણી- આ માણસ,
પાનખરમાં પણ કદીક મહેંકાવે વસંતને, કહેવાય નહીં

માનવીનો છે ક્યાં ભરોસો? બનાવે છે એ ખુદનેય અહીં,
ભગવાનને પણ ક્યારે એ બનાવી દે, કંઇ કહેવાય નહીં.

અચરજ છે, ફૂટતાં ક્યાંથી આ ઝરણાં શબ્દોનાં આપમેળે?
ઊર-પાતાળે જ કોક’દી એ સૂકાઇ જાય તો કહેવાય નહીં.

ઇચ્છા તો છે કે સદા ભરતી જ રહે મુજ ઊર્મિના સાગરમાં,
પણ તારી ઊર્મિમાં ય હવે ક્યારે આવે ઓટ કહેવાય નહીં.

(ઊર્મિસાગર)

* * * * * * * * *

-ગઝલ-

હસતાં-હસતાં, રમતાં-રમતાં, રોઈ પડાય તો કહેવાય નહિ,
ફુલોનાં આ બાગ-બગીચા, કાંટો વાગે કહેવાય નહિ.

શાંત સરલ આ વહેતાં ઝરણા, મોજા ઊઠે કહેવાય નહિ,
મધદરિયે કો નૈયા તુટે ને નાવિક છુટે કહેવાય નહિ.

અક્ષર-અક્ષર, શબ્દો સાથે, પંકિત બને કહેવાય નહિ,
શેર-શાયરી સાથે આવી, ગઝલો બને કહેવાય નહિ.

રોજનાં રસ્તે કો’દિ રાહિ, રસ્તો ભુલાય તો કહેવાય નહિ,
પોતાનાં થાય પારકાં, આંખો ચોરાય તો કહેવાય નહિ.

પીતાં વિષને ઘુંટડે-ઘુંટડે, હવે વધુ સહેવાય નહિ,
રંગ ન બદલે, થાય ન ભુરો, “નીલકંઠ” કહેવાય નહિ!

(જિજ્ઞાશા જાની)

* * * * * * * * *

પંક્તિ

હલવો ભાવે, ભજીયાં ભાવે, ગળ્યું, તીખું, ખાટું યે ભાવે;
કમ્મરનો ઘેરાવો ક્યારે વધી જાય, કહેવાય નહીં !

(ઋચા જાની)

* * * * * * * * *

હઝલ

ચાઁદ હથેળીમા બતલાવીદે તો કહેવાય નહીઁ..
ઈદ પહેલાઁજ ઈદ કરાવીદે તો કહેવાય નહીઁ.

આમતો હજરતે શેખ પર ભરોસો છે સો ટકા,
પરણેલી સાથે પરણાવીદે તો કહેવાય નહીઁ.

રાત્રિના અન્ધકારમાઁ તમે શુઁ આપ્યુઁ મુજને પ્રિયે,
ફૂલની જગ્યાએ કંટકો પકડાવીદે તો કહેવાય નહીઁ.

બુઢ્ઢીઓ પણ બ્યુટી પાર્લરમા જતી થઈ ગઈછે હવે,
ઘોડી ઘરડી ને લગામલાલ પહેરાવીદે તો કહેવાય નહીઁ.

લાજ રાખવા એ ઘડપણની આપણી સાચે ‘વફા’
મ્રુત્યુ પહેલાઁજ મિત્રો દફનાવીદે તો કહેવાય નહીઁ.

(મોહમ્મદ અલી ભૈડુ ‘વફા’)

* * * * * * * * *

લઘુકાવ્ય

કોઇ ગઝલ ને,કોઇ નઝમ,કોઇ કોઇ મુક્તક રેલાતાં,
વિષ હશે કે,હશે સુધા,શબ્દો શું પીવડાવી દે,કહેવાય નહીં.
કોઈ પાનખર ને,કોઈ વસંત,કોઈ વર્ષાનાપાણી રેલાતાં,
જીવન ના આ ઉપવનને,ગ્રીષ્મ શું ગરમાવી દે,કહેવાય નહીં.
ગીત,ગઝલ કે શેરશાયરી,હોઠોથી શબ્દો રેલાતાં,
બંધ આંખથી વહેતાં આંસુ,શબ્દોને વહેડાવી દે,કહેવાય નહીં.
હોય કુવોને,છે પનિહારી,સાગરના પાણી રેલાતાં,
મસ્ત તળાવો,શાંત સરોવર,ઝરણું શું વહેડાવી દે,કહેવાય નહીં.

(કિરીટકુમાર ગો. ભક્ત)

* * * * * * * * *

કાવ્ય

ભરોસો પૈસાનો થાય આ જગતમાં, માનવીનુ કાંઇ કહેવાય નહિ,
ડૉક્ટરો, વકીલો, મૌલવીનો થાય, ઈશ્વરનું બહુ કાંઇ કહેવાય નહિ.

ઐશ્વર્ય જોયુ તારું આ જગતમાં ને બંદગી કર્યા વિના પણ રહેવાય નહિ,
ને ઈશ્વર હોય પણ ખરો ને ના પણ હોય જગતમાં- કહેવાય નહિ.

હર ઘડી મરવાનું મુલતવી રાખ આજ, કાલનું કહેવાય નહિ,
જીવવુ હોઈ એટલુ જીવી લ્યો આજ, કાળનું કહેવાય નહિ.

(મહેન્દ્ર હાથી)

* * * * * * * * *

ટિપ્પણીઓ»

1. pravina Avinash Kadakia - જાન્યુઆરી 12, 2007

કહેવાય નહીઁ
સૂરજનુઁ કિરણ ક્યારે નિરાશા લાવે કહેવાય નહીઁ
ચઁદાની ચાઁદની દિલમાઁ આગ લગાવે કહેવાય નહીઁ
પેટ પકડીને હસાવનાર ક્યારે રડાવે કહેવાય નહીઁ
ભગવાઁ પહેરનાર શેતાનિયત દાખવે કહેવાય નહીઁ
સૂર્યમુખીનુઁ ફૂલ આથમણી દર્શાવે કહેવાય નહીઁ
સામાન્ય માનવી નુઁ અસામાન્ય આચરણ કહેવાય નહીઁ
તવઁગરનુઁ તોરીલુઁ છકેલ વર્તન કહેવાય નહીઁ
ગરીબાઈમાઁ છૂપાયેલ ઔદાર્યતા કહેવાય નહીઁ
કોણ વહાલાઁ કોણ વેરી આ જગે કહેવાય નહીઁ
કદીક માનવી માનવ તરીકે પેશ આવે કહેવાયનહીઁ
કળીયુગમઁ સતયુગનાઁ દર્શન કહેવાય નહીઁ

2. Devika Dhruva - જાન્યુઆરી 12, 2007

અક્ષરોના તારકથી શબ્દાકાશ છવાઇ જાય તો કહેવાય નહી,
અમાસની રાતે ચાંદ ખીલી જાય તો કહેવાય નહી.
નિરાશાના ખંડેરોમાંથી આશાના અવશેષ મળી જાય તો કહેવાય નહી,
નેક ઇન્સાન કદી દેવ બની જાય તો કહેવાય નહી.

3. jugalkishor - જાન્યુઆરી 13, 2007

(કંઇ) કહેવાય નહીં !!

આ શ્હેર સજી શણગાર ઉભાં, ભરમાવી દે, કહેવાય નહીં;
એ ઝૅર જીવનમાં કૅર કદી વરતાવી દે, કહેવાય નહીં.

આ ઝ્હેર ઑકતાં શ્હેર કદી ભડકાવી દે, કહેવાય નહીં;
આ ઝૅર આપણાં અંગોને અભડાવી દે, કહેવાય નહીં !

આ રસ્તે રસ્તે રૅંકડીઓ, આ ગલીએ ગલીએ લારી પર
બણબણતાં નરનારી ને મૉત્ અપનાવી લે,કહેવાય નહીં !

આ ફાસ્ટ-ફૂડનાં ફળિયાંમાં, આ ઝંકફૂડની ઝંઝામાં
આ ઘરનો રસ્તો હોસ્પિટલ બતલાવી દે, કહેવાય નહીં !

આ’ગરમ’,’નરમ’,ઠંડાંપીણાંની શોભિત બૉટલ રાહ જુએ-
જીવતાં જ મુખે જઇ ‘ગંદાં જળ’ પધરાવી દે,કહેવાય નહીં!

આ હોલીવૂડ, બોલીવૂડ,જૉલીવૂડ ખીસ્સાને ગમી ગયાં-
ખીસ્સું જ નથી, એનું જીવન કકળાવી દે, કહેવાય નહીં!

આ પરદા પરનાં સ્ટાર, રમતવીરોનું ધન છલકાતું રહે-
વાસ્તવ જીવનારાંને સ્વપ્ને ટટળાવી દે, કહેવાય નહીં !

હું બ્લોગ સજાવી મારો, સૌના બ્લોગ મૌનથી માણું છું;
ફરમાઇશ મઝબુરન કલમું પકડાવી દે,કહેવાય નહીં !!

–જુગલકિશોર.

4. Neela Kadakia - જાન્યુઆરી 15, 2007

કહેવાય નૈ
મન તરંગો
ને કહેતાં કહેતાં
ક્યાં અટવાયા
કહેવાય નૈ

5. vishwadeep - જાન્યુઆરી 18, 2007

ધમૅને ધમૅ સમજી ના શકે,દુનિયાનો એમાંજ થઈ જાય વિનાસ,તો કઈ કહેવાય નહીં,
મંદીર, મસ્જીદ કે ચચૅ સૌ સોના ના,માનવ છતા ભુખે મરે , તો કઈ કહેવાય નહીં

6. કહેવાય નહીં -અમૃત ‘ઘાયલ’ « ઊર્મિનો સાગર - માર્ચ 8, 2007

[…] ‘સહિયારું સર્જન’ પર સંકલિત: ‘કહેવાય નહીં’ […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: