jump to navigation

બાળગીત, બાળકોને જન્મદિવસની શુભેચ્છા આપતા ગીત.. જુલાઇ 6, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

આજે મારા વિશાલનો ‘હેપ્પી બર્થ ડે’ છે 🙂 એટલે આજે કવિતા હોય કે કિચન, વિશાલને લગતું અને વિશાલને ગમતું જ દેખાય ને મને તો…!! તો ચાલો, તમને પણ મારી સાથે બાળગીત જ લખવાનું આમંત્રણ આપું ને..!!

 જન્મદિવસની શુભેચ્છા આપતું કોઇ ગુજરાતી ગીતના મળ્યું, એટલે હમણા તો આ હિન્દી ગીતથી જ શરૂઆત કરું.

જનમદિન મુબારક મુબારક તુમ્હેં…
જનમદિન મુબારક મુબારક તુમ્હેં…

બાળગીતોનું એક અલગ જ વિશ્વ છે.. એમ પણ કહેવત છે ને, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. અને કવિ જ્યારે બાળકોને ધ્યાનમાં રાખીને કલ્પનાના ઘોડા દોડાવે, ત્યારે તો જે ન થાય એ ઓછું…!!

રમેશ પારેખનું આ ગીત બાળપણમાં કેટલું ય ગાયું હશે બધા એ :

 

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો

તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ

અને બાળપણ એટલે ધિંગા-મસ્તી અને મનમાની કરવાનો પણ વણલ્ખ્યો હક મળે..!! અને એમાં પછી મમ્મી-પપ્પાઓ કક્કો ઘુંટવા કે એ.બી.સી.ડી. લખવા બેસાડે, તો બાળક કંઇક આવું જ કહે ને –

દાદા, મને વાંચવાનું કહેશો નહીં.
રૂડી રૂપાળી ચોપડીને
પૂંઠૂં ચડાવી દઉં
તમને ગમે તો સરસ મજાનું
સ્ટીકર લગાડી દઉં.
દાદા, મને વાંચવાનું કહેશો નહીં. 

અને ચલો ધારી લો કે સામ-દામ-દંડ-ભેદ માંથી એકાદ ઇલાજ કામે લાગે, તો પછી નોટબુકમાં જોવા શું મળે ?

મનજીભાઈની નોટબુકમાં ઈચ્છાઓના લીટા,
થોડા ત્રાંસા, થોડા સીધા, થોડા આડા-ઊભા.

દિ’ ઉપડે ને મનજીભાઈ તો
નીકળે સેર-સપાટે;
ના પાડો ત્યાં પહેલાં પ્હોંચે,
માને ના કોઈ કાળે,
સાંજ પડે ને થાક્યા-પાક્યા આવી પહોંચે પાછા…

અને બાળપણમાં મિત્રો અને ભાઇ-બહેન સાથે ઇટ્ટા-કિટ્ટા કરવાની, ફિલમ ફિલમ રમવાની અને એવી તો કેટલીય મજા છે, જે મોટેરાઓને નથી મળતી…

તો બાળકો (!!), તૈયાર છો ને બાળગીત લખવા માટે.. ?? જો જો હોં.. આપણે ‘कोइ लौटा दे मेरे बीते हुए दिन..’ કે પછી ‘મારુ બચપણ ખોવાણું’ એવા ઉદાસ ગીતો નથી લખવાના… બાળકો માટે, અને બાળકોને લગતા બાળગીત લખવાના છે… !!

 

ટિપ્પણીઓ»

1. સુરેશ જાની - જુલાઇ 6, 2007

આ બાળકનું બાળગીત –
બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે.
સંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે.
આખી કવીતા –
http://kaavyasoor.wordpress.com/2006/07/04/chaar_varshanaa/

2. સુરેશ જાની - જુલાઇ 6, 2007

વીશાલને અંતરથી આશીશ.

3. Jay - જુલાઇ 7, 2007

Happy Birthday, Vishal. Wish you all the best in everything you do..
I also feel like becoming a little kid so that i can enjoy games and have fun like you do!

4. સુરેશ જાની - જુલાઇ 7, 2007

ચાલોને નાચીએ ફરી ફરી.

ડાંડીયાની સાથે ફરી ફરી.
કુરતાની સાથે ફરી ફરી.
પા’જામાની સાથે ફરી ફરી…..ચાલોને નાચીએ ફરી ફરી.

——————-
Let us dance, Let us dance, Let us dance.

With Dandiya Let us dance.
With Kurta Let us dance.
With Pajama Let us dance….. Let us dance…

Read the entire poem at –
http://kaavyasoor.wordpress.com/2007/04/18/let-us-dance/

5. pravinash1 - જુલાઇ 7, 2007

સાત એકુ સાત આજે દીલમા પડી ભાત
સાતમો મહીનો સતમો દીવસ સાતમુ છે વર્ષ
સાત દીવસનુમ અઠવાડીયું
ને તેમાં સાત રંગં

6. Devika Dhruva - જુલાઇ 8, 2007

નવજાત શિશુના પ્રથમ રુદનમાં ઇશ્વરીય ચમત્કાર છે,
એની ઘેરી ઊંડી નીંદમાં બ્રહ્માંડનો આવિષ્કાર છે,
બાળકની માસુમ આંખોમાં વિસ્મયોનો ભંડાર છે,
એના નાના નાજુક હાથમાં ભાવિનો આકાર છે.

આ સાથે તમારા વિશાલને શુભેચ્છાઓનો પુષ્પગુચ્છ.

7. Sangita - જુલાઇ 9, 2007

Belated Happy Birthday to Vishal!

I just read this today. Hope Vishal had a very very happy birthday! I am sure he did, with such a loving mom, and dad.

Here is two lines of a old song:

Badhai Ho Badhai, Janam Din ki Tum ko,
Janam Din Tumhara, Milenge Laddu Ham ko.

8. nilam doshi - જુલાઇ 16, 2007

last but not least..happy b;day to dear vishal…urmi, u should inform me in advance…so that i can write something special for vishal.

anyway..many many happy returns of the day,vishal.

will send his gift with pravinaben…sorry..u have to wait.

9. Neela Kadakia - ઓગસ્ટ 4, 2007

Sorry
Belated Happy Birthday

10. પંચમ શુક્લ - ઓગસ્ટ 17, 2007

Leave a comment