jump to navigation

સર્જનક્રિયા-૪: ‘ઉડી રહ્યા છે યાદોંના અબીલ ગુલાલ’ સપ્ટેમ્બર 10, 2006

Posted by nilam doshi in સર્જનક્રિયા.
trackback

મિત્રો,
ફરી એક વાર આપ સૌ સમક્ષ રજૂ કરીએ છીએ…એક પંક્તિ…તો ઉઠાવશોને કલમ?કરીશુંને
સર્જન સહિયારૂ?” તો આ રહ્યું આજનું આમંત્રણ…

             ઉડી રહ્યા છે યાદોંના અબીલ ગુલાલ.

પૂરી સ્વતંત્રતા સાથે કરો… નવું સર્જન આપની કલમે.

ટિપ્પણીઓ»

1. પંચમ શુક્લ - સપ્ટેમ્બર 10, 2006

ઝડપી લઈએ રંગ ક્ષણોના થઈએ માલામાલ
ઝીલિયે અબીલ ગુલાલ!

2. nilam doshi - સપ્ટેમ્બર 11, 2006

ઘણી વખત એક જ લીટી પણે કેટલું કહી શકે છે!!!એનું આ  સરસ ઉદાહરણ

3. વિવેક - સપ્ટેમ્બર 12, 2006

કોણ?

કોણ જાણે કેટલું રંગાશે કોણ?
પાણી કોના પર પડે, ભીંજાશે કોણ?
યાદના ગુલાલ ઊછળે કે અબીલ ,

સ્પર્શમાંથી લોહીમાં રેલાશે કોણ?

4. Urmi Saagar - સપ્ટેમ્બર 12, 2006

ગઝલ:

કઈરીત નાએ પામતે રૂપનો કમાલ્
આંખો બની ગઈ છે જુઓ દિલનો દલાલ.
એમા જવાબોની કોઈગુઁજાયેશ નથી
મહોબ્બત ના દરબારે કરોના સવાલ.
પાનખરમા પણ આ હ્ર્દય મસ્તીમા છે,
ઉડી રહયાઁ છે યાદોના અબીલ ગુલાલ. .
રસ્તો અમે તો રાતમા શોધી લીધો,
શ્રધ્ધાની જલતી રહી હૈયે મશાલ.
સૌઁદર્યની મહેકતી કળીઓ અસીમ
કેવો હશે સાચે ખુદા તારો જમાલ.
દામન ‘વફા, કઁઈ આપણો જ્તંગ હતો
ફૂલોતણી ઝોળી હતી કઁઈ બે મિસાલ.

– મુહમ્મદ અલી ભૈડુ’વફા’
છન્દ:ગગલ્ગા,ગાગાલગા,ગગાલગા.

5. Urmi Saagar - સપ્ટેમ્બર 14, 2006

ઉડી રહ્યા છે યાદોંના ના અબીલ ગુલાલ,
શું કરીશ હું ભવિષ્ય જાણી ને?
જ્યારે આજ છે મારી મુઠીમાં…
કાલે પણ કહીશ હું એમ જ..
ઉડી રહ્યા છે યાદોંના અબીલ ગુલાલ.

જીતેન મહેતા.

6. nilam doshi - સપ્ટેમ્બર 14, 2006

ઉડી રહ્યા છે યાદોના અબીલ ગુલાલ,
ખૂલ જા સિમસિમ કરતાં…..
ખૂલ્યા મબલખ ખજાના મન ના…
મનઝરૂખાની મીઠી કો’ મુલાકાત…
લીલાછ્મ્મ સ્મરણોના ટહુકા વેરાયા બે-ચાર,
બની યાદો ના અબીલ-ગુલાલ.

7. chetna - સપ્ટેમ્બર 20, 2006

ઉડી રહ્યા ૅછ યાદો ના અબિલ ગુલાલ્..જ્યારે હતી સ્વપ્નો તણી દુનિયા.ઉગતી ઊષા અને આથ મતી સન્ધ્યા લાલ્..લાલ્ …આવ્યા હતા તમે મુજ જીવન મા..બનાવ્યા હતા દેવતા તમને..પુજ્યા હતા પ્રેમ કેરા ફુલો થી….તમારી અમી ભરેલી નજ્ર્ર્ પડી મુજ વદન પર્…શર્મ થી મુજ મુખ થઇ ગયુ હતુ લાલ લાલ્..ઍ જ અન્તર ની લાગણી ઑ ની યાદો ના આજે ઉડી રહ્યા અબિલ ગુલાલ્…..!!!

8. Rajeshwari Shukla - સપ્ટેમ્બર 20, 2006

ઉડી રહ્યા છે યાદોના અબીલ ગુલાલ,
કોણ જાણે આજ કેવી? ને કેવી હશે કાલ?.
તને સ્મરું ને તને ભજું હું,કેવો તું કંગાલ?
માગું ના હું હીરા મોતી,તું છે માલામાલ.
આપે જો તું આપજે મુજને,થોડા અબીલ ગુલાલ.
રગી દઉં હું દિલડાઓને,કેવો કેસરીયો ફાલ.

9. "UrmiSaagar" - ઓક્ટોબર 4, 2006

મારું અંતર બન્યું છે આજ ફાગણિયો ફાલ,
એમાં આવ્યા તુજ સ્મરણોનાં પૂર આજકાલ,
તારી યાદોની સળગે છે હોળી કયારેક,
કયારેક ઉડે છે યાદોના અબિલ ગુલાલ…

ઊર્મિસાગર

10. Dilip Patel - ઓક્ટોબર 8, 2006

યાતનાની યાદે ના પરસેવાએ પલળો ભાલ
સુખદાયી સ્મૃતિએ જ ના મરક મરક મલકો ગાલ
સુખ સઘળા ભરો અંતર દુ:ખડાં બનો બસ અત્તર
યાદોપવને ઉગો ગુલ ને સોડમ હો દિલ ગુલાલ

દિલીપ પટેલ

11. સંકલિત: ‘ઉડી રહ્યા છે યાદોના અબીલ ગુલાલ’ « સહિયારું સર્જન - ઓક્ટોબર 18, 2006

[…] આગળની પોસ્ટ: સર્જનક્રિયા-૪: ‘ઉડી રહ્યા છે યાદોંના અબીલ ગુલાલ’ […]

12. manvant - ઓક્ટોબર 18, 2006

યાદો બધી તાજી કરી ,ક્યાં છાંટવા અબિલો ગુલાલ ?
સ્વપ્નો બધાં પ્રિય સ્નેહનાં ઊડતાં રહ્યાં આકાશમાં….!


Leave a reply to nilam doshi જવાબ રદ કરો