jump to navigation

સર્જનક્રિયા-૩: ‘એ વાતમાં શું માલ છે?’ સપ્ટેમ્બર 8, 2006

Posted by સુરેશ in સર્જનક્રિયા.
trackback

‘મારી આંખમાં આંસું અને તું ના લૂછે,
એ વાતમાં શું માલ છે?

આવી બીજી પંક્તિ વાળા શેર લખવા સૌને આમંત્રણ છે.

ટિપ્પણીઓ»

1. Himanshu - સપ્ટેમ્બર 8, 2006

‘તારી યાદ આવે ને આંખો ભીંની ન થાય,
એ વાતમાં શું માલ છે?’

2. ઊર્મિસાગર - સપ્ટેમ્બર 8, 2006

હું બોલાવું ને તું સાંભળે કે ન પણ સાંભળે,
પણ બોલાવે તું મને, ને હું નહિ આવું,
એ વાતમાં શું માલ છે?

હું તને કયારેક યાદ આવું કે ન પણ આવું,
પણ યાદ કરું હું તને, ને તને હિચકી ન આવે,
એ વાતમાં શું માલ છે?

તું જો ચાહે તો ભૂલી જઇ શકે છે મને,
પણ સ્મૃતિભ્રંશના લીધેય ભૂલી જાઉં હું તને,
એ વાતમાં શું માલ છે?

તું જો ચાહે તો જઇ શકે છે મારા જીવનમાંથી,
પણ તારી યાદનેય તું સંગ લઇ જઇ શકે,
એ વાતમાં શું માલ છે?

હુંયે જાણું છું એમ તો કે ચાહે છે તો તુંય મને,
પણ હું તને ચાહું ને તું મને ન ચાહી શકે,
એ વાતમાં શું માલ છે?

હમણાં તરત જે સૂઝી ગયું તે લખી નાંખ્યું છે… proofreading હજી બાકી છે.
કો’કવાર શબ્દો શોધતાં થાકી જાવ તો પણ નથી મળતાં ને કો’કવાર શબ્દોનો જાણે પવન ફુંકાય છે…

3. અમિત પિસાવાડિયા - સપ્ટેમ્બર 8, 2006

તું કરે
સાદ દિલ થી
ને
હરીવર
નવ સાંભળે
એ વાત માં શું માલ છે ?

તું કરે
પ્રાર્થના મન થી
ને
હરીવર
નવ પીગળે
એ વાત માં શું માલ છે ?

તું કરે
સેવા દાન પ્રેમથી
ને
હરીવર
નવ રીઝે
તે વાત માં શું માલ છે?

મિત્રો, અહી પંક્તિ સુઝી તેમ લખી છે.

અમિત
http://amitpisavadiya.wordpress.com

4. સુરેશ જાની - સપ્ટેમ્બર 8, 2006

સામે ધસે વિકરાળ વાઘ, ભાગું નહીં હું તો ય પણ !
તે વાતમાં શું માલ છે?

5. સુરેશ જાની - સપ્ટેમ્બર 8, 2006

સામે પડી છે વાનગી, પાણી ન આવે મુખ મહીં !
તે વાતમાં શું માલ છે?

6. ઊર્મિસાગર - સપ્ટેમ્બર 8, 2006

પ્રિય સુરેશઅંકલ,
મને ‘એમણે’ કંઇક લખવાનું કીધું પણ મેં એ લખવાની ના પાડી તો મને ‘એમણે’ કહ્યું કે…

હું તને કહું અને તું ન લખે,
એ વાતમાં શું માલ છે?

🙂

7. "UrmiSaagar" - સપ્ટેમ્બર 8, 2006

ચમકો છો તમે પૂર્ણ-ચંદ્ર સમ મુજ અંતરનભમાં,
અને મુજ ઊર્મિનો સાગર હિલોળા લે નહિ,
એ વાતમાં શું માલ છે?

8. nilam doshi - સપ્ટેમ્બર 9, 2006

અધિકાર છે મારો તુજ પર,
તારું જ અણમોલ સર્જન છું
સાદ દઉં એવો સ્નેહસભર
દોડી ન આવે તું….
એ વાત માં શું માલ છે?

ભક્તિનું ભાથું.શ્રધ્ધાનું પાથેય,
લઇ આવી છું તુજ દ્વાર,
આવી છું દીપ  ઝળહળ થઇ
હવે દ્વાર ન ઉઘાડે તું….
એ વાત માં શું માલ છે?

પડકાર છે આ પ્રેમનો,
આરત્ છે મન-મઢૂલીની
ચાહત છે દિલની સાચી
એહસાસ તને હવે  ન થાય..
એ વાત માં શું માલ છે?

9. UrmiSaagar - સપ્ટેમ્બર 9, 2006

Below is from our friend “Wafa” sir….

બે ચાર ફૂલો લઈફરુઁ એ વાતમાં શું માલ છે?’
હુઁ બાગબાઁ થી પણ ડરુઁ એ વાતમાં શું માલ છે?’

પાલવ ભરી આપી દઊઁ જેછે હ્રદય ના ખોબલે,
મિથ્યા બધાઁ સ્મિત ધરુઁ એ વાતમાં શું માલ છે?’

તારા તગાફુલથી મને તુઁ રોકવા કોશિશ ન કર,
મારા કદમ પાછા ભરુઁ એ વાતમાં શું માલ છે?’

રણ ને નિચોડવાની કયાઁ ઝીદ લઈ બેઠાઁ તમે
હુઁ ઝાંઝવાઓ ને ચરુઁ એ વાતમાં શું માલ છે?’

રુકશે નહીઁ આ કાફલો મન્ઝિલ પર પહોંચ્યા વગર,
વિઘ્નો જોઈ પાછો ફરુઁ એ વાતમાં શું માલ છે?’

મૂકીદીધાઁ કદમો અમે જોને’ વફા’ સંઘર્ષ મહી
અવરોધની ભીંતોચણુ એ વાતમાં શું માલ છે?’

________મુહમ્મદ અલી ભૈડુ’વફા’

10. nilam doshi - સપ્ટેમ્બર 9, 2006

મનના અગાધ સાગરને,
રહું ઉલેચતો,
અને…..તુજ સરીખુ,
મોતી ન મળે
એ વાત માં શું માલ છે?

આકાશની અસીમ ધારથી,
તારા હ્રદયની પારથી,
વરસી રહેલ અમીધાર,
પથ્થર ને પણ પાવન ન કરે
એ વાતમાં શું માલ છે?

હરીશ દોશી.

11. rajeshwari - સપ્ટેમ્બર 9, 2006

વાંચું હું આ સૌ,  ને વળી ના કહું જો વાહ!
વાતમાં એ તમારી રે ! વાતમાં શું માલ છે?

કોઇ કહે ના આવડે, ભાષા વળી વિજ્ઞાનીને 
એવુ કહે જો કોઇ તો, એ વાતમાં શું માલ છે?

રમઝટ ઘણી ચાલી બધી, ગુજરાતના આ બ્લોગની
બ્લોગ જો હું ના રચું, એ વાતમાં શું માલ છે?

આપ કહો છો લો હવે, કરો ખમૈયા તો ય પણ 
હું ખમૈયા જો કરું, એ વાતમાં શું માલ છે?

શીખી ઘણી ભાષા છતાં, ભૂલું હું જો ગુજ-માતને
તે વાત જો કહો આપ તો, એ વાતમાં શું માલ છે?

-રાજેશ્વરી શુક્લ

    હે ય ! મોટો ભાઇ હોવાને નાતે તારી રચના મઠારવાની ધૃષ્ઠતા કરી છે તે બદલ ક્ષમા માંગું છું, પણ હવે તારી રચનામાં થોડું વધારે મીટર આવ્યું છે.

– સુરેશ

12. સુરેશ જાની - સપ્ટેમ્બર 17, 2006

‘આ વાતમાં શું માલ છે ? ‘ ની વાર્તા ….

હું નવેમ્બર – 2004 માં અમદાવાદ ગયો હતો, ત્યારે ત્યાની એમ. જે. લાયબ્રેરીમાં દર શનિવારે ભરાતા ગુજરાતી કવિતાના ‘સાહિત્ય ચોરા’ માં બહેનશ્રી શૈલી જાનીએ તેની નીચેની પંક્તિઓ રજુ કરી હતી.
—————————————-
તારી આંખની અમી વર્ષામાં હું ભીંજાઉં તો ખરી
બાકી વરસાદ વરસે અને હું પલળું, એ વાતમાં શું માલ છે?

દિલ તો લાગણીની દિવાલ છે, ને એમાં વિરહની મશાલ છે.
એ તારા વિના કોઇ બીજું બુઝાવે , એ વાતમાં શું માલ છે?

રડી રડીને આંખો લાલ છે, ને તારા હાથમાં રૂમાલ છે
તો ય તું મારી આંખ ન લૂછે, એ વાતમાં શું માલ છે?
———————————————-

આ ત્રણ કડીઓ બહેને ગુજ યુનિ. ની આંતર કોલેજ યુથ ફેસ્ટીવલમાં યોજાયેલ પાદ પૂર્તિ સ્પર્ધામાં બે ત્રણ મિનીટમાં જ બનાવી હતી , અને તેને પ્રથમ ઇનામ મળ્ય્યું હતું !
———————————————-

ત્યાર બાદ શૈલીએ નિરાંતે નીચેની કડીઓ બનાવી હતી –

પાણી પાણી થઇ જાય તેવી તારી ચાલ છે
એ જોઇને કોઇ ઘાયલ ન થાય, એ વાતમાં શું માલ છે?

આભના અડધા ચાંદા જેવું તારું ભાલ છે,
પણ એમાં કોઇ ડાઘ નીકળે, એ વાતમાં શું માલ છે?

સાચું કહું ? તારું વીજળી જેવું સ્મિત તો કમાલ છે,
જોયા પછી કોઇને આંચકો ના લાગે, એ વાતમાં શું માલ છે?

સુરીલા સંગીતનો મધુરો તાલ છે
પણ તારા વિના હું ગાઉં ,એ વાતમાં શું માલ છે?

તને એ ખબર પડે કે, મારું હૈયું બેહાલ છે,
ને છતાં ય તું ના આવે , એ વાતમાં શું માલ છે?

બસ! તને આ મારો છેલ્લો સવાલ છે,
તારા વિના હું જીવું ,એ વાતમાં શું માલ છે?
——————————————

કોઇ કહે કે,
ગુજરાતની નવી પેઢીએ ગુજરાતીને જાકારો આપ્યો છે …
તો એ વાતમાં શું માલ છે?

જો કોઇ શૈલીને જાણતું હોય અને આ કોમેન્ટ તેને વંચાવે તો તેને ઘણો આનંદ થશે અને મને પણ…

13. "UrmiSaagar" - ઓક્ટોબર 4, 2006

શૈલીબહેને જે નિરાંતે બનાવી હતી એ કડીઓ કરતાં જે માત્ર બે ત્રણ મિનીટમાં બનાવી હતી, મને તો એ જ કડીઓ વઘુ ગમી!

14. એ વાતમાં શું માલ છે?__મુહમ્મદઅલી ભૈડુ’વફા’ « બઝમે વફાबझ्मे वफाBazme wafaبزمِ وَفاَ - એપ્રિલ 10, 2007

[…] શું માલ છે?__મુહમ્મદઅલી ભૈડુ’વફા’ એ વાતમાં શું માલ છે?’ બે ચાર ફૂલો લઈફરુઁ એ વાતમાં શું […]


Leave a comment