jump to navigation

આજે સહિયારી-રજા…!! ઓક્ટોબર 19, 2007

Posted by ઊર્મિ in સમાચાર.
2 comments

આજે સહિયારું સર્જન પર સહિયારી-રજા રાખી છે…!  🙂

કેમ?  (અરે, આવો અઘરો સવાલ તે કંઇ પૂછાતો હોય? શું તમે પણ…)
બસ, એમ જ….!!!
માની લ્યો ને, કે આવતી વિજયાદશમીની જ આજે રજા છે!! 

ખાનગીમાં કહું? નવરાત્રીમાં (મનમાં ને મનમાં જ) ગરબે ઘૂમી ઘૂમીને આ અઠવાડિયે મને હોશ જ નથી રહ્યા… કંઇ પણ લખવાનાં! 🙂

તમે સૌ નવરાત્રીમાં ગરબે ઘૂમવા જાવ છો ખરા ને? 

સૌ મિત્રોને (બાકી રહેલી) શુભ નવરાત્રી…
અને એડવાંસમાં, શુભ વિજયાદશમી…  શુભ ઘારી પડવો… આઇ મીન, શુભ ગુડી પડવો!  🙂

ચાલો મિત્રો, આવતા અઠવાડિયે મળીએ… ફરી અહીં… એક નવા જ વિષય સાથે…!

* * *

ચાલો ઉજવીએ… ‘સહિયારું સર્જન’ બ્લોગની પ્રથમ વર્ષગાંઠ!! સપ્ટેમ્બર 2, 2007

Posted by ઊર્મિ in પ્રકીર્ણ, સમાચાર.
13 comments

મિત્રો, આજે આપણા આ ‘સહિયારું સર્જન’ બ્લોગની પ્રથમ વર્ષગાંઠ છે…!!  તો કંઇક સ્પેશ્યલ તો હોવું જ જોઈએ ને?  હા, હા… કંઇક વધારે સ્પેશ્યલ જ પેશ કરું છું હું આજે, પરંતુ એ પહેલાં હું મારું થોડું લેક્ચર પણ આપી દઉંને જરા..!   બસ થોડુંક જ લાંબુ… વધારે નહીં હોં, (લગભગ) પ્રોમિસ!  🙂 

આજે હું મારા તમામ વાંચકમિત્રો, ભાવકમિત્રો અને સર્જકમિત્રોનો અંતરની ઊર્મિથી ખૂબ ખૂબ આભાર માનું છું, કે આપણા આ સહિયારા સર્જનમાં આપ સૌ હંમેશા મારી સાથે રહ્યા… મૌલિક સર્જન કરતાં રહ્યાં… અને મને તથા બીજા સર્જકોને હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા… આપ સૌના સાથ વગર આ બ્લોગની સફળતા બિલકુલ શક્ય જ ન’હોતી.  આશા રાખું છું કે આપ સૌનો સાથ મને હંમેશા આવી જ રીતે મળતો રહેશે. 

સૌપ્રથમ હું મારા મિત્ર નીલમબેન દોશીનો આભાર માનું છું કારણ કે એમના લીધે જ મને આ બ્લોગ બનાવવાની પ્રેરણા મળી હતી… એમણે એમનાં બ્લોગ પર વાંચકોને સર્જન કરવાનું આમંત્રણ આપતી એક પંક્તિ મૂકી હતી… ‘હું તો પીળું થયેલ એક પાંદડુ’ … જેના પરથી મને આ બ્લોગ બનાવવાનો વિચાર આવ્યો હતો… અને શરૂ શરૂમાં તો એમણે મારા સાથી તરીકે સાથ પણ આપ્યો હતો… અને હજી પણ ભાવક અને સર્જકમિત્ર બની સાથ અને પ્રોત્સાહન આપે જ છે… આભાર નીલમઆંટી!   શ્રીસુરેશભાઈ જાનીએ અહીં આપેલા યોગદાનને પણ નજર-અંદાજ કરી શકાય એમ નથી… 9-10 મહિનાનાં એમનાં અવિરત સહયોગ બદલ હું એમની ખૂબ જ આભારી છું!!

મિત્રો, તમને યાદ તો હશે જ કે ‘સહિયારું સર્જન’ થીમ ઉપર પંચમભાઈએ મને એક પંક્તિ આપી હતી… (આભાર પંચમભાઈ!) જેના પરથી મેં સૌને એક-એક પંક્તિ લખવાનું આમંત્રણ આપ્યું હતું અને ઘણા મિત્રોએ ખૂબ સરસ છાંદસ-અછાંદસ પંક્તિઓ પણ લખી હતી… એનું સંકલિત બનાવવાનું અને એમાંથી એક ગીત બનાવવાનું કામ ઘણા વખતથી મેં જાણી જોઈને જરા અભરાઈ પર મૂકી દીધુ હતું.  કારણ? 

આમ પૂછો તો કારણ કાંઈ જ નહીં, અને આમ પૂછો તો કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે!  (ઉછીનો લીધેલો ડાયલોગ! ) અરે નહીં નહીં… હું કારણ પણ જરૂર આપીશ.  મુખ્ય કારણ તો એ જ હતું કે હું અત્યારે છંદ શીખું છું એટલે મને થયું હતું કે જ્યારે હું પૂરું શીખી લઈશ, ત્યારે જાતે જ થોડી પંક્તિઓને છંદમાં મઠારીશ અને એક સહિયારું-ગીત બનાવીશ… અને હવે થોડો થોડો આ છંદનો કાંઠો ચડ્યો છે ખરો, પરંતુ ઘડો તો હજી ઘણો જ કાચો છે… હજી તો ઘણો તપાવવાનો મારે એને… અને પાકો બનાવવાનો છે!  

હા, તો હું આપણા સહિયારા ગીતની વાત કરતી હતી…  પહેલાં તો મિત્રોએ મોકલેલી ઘણી બધી પંક્તિઓ(લગભગ 26-27 કુલ પંક્તિઓ)માંથી મેં થોડી પંક્તિઓને છંદમાં ગોઠવીને મઠારી હતી… અને આમા મુખ્ય વાત તો એ હતી કે મેં ઘણા વખત આગળથી જ (લગભગ 5-6 મહિના પહેલાંની) આ બધી પંક્તિઓને કોઈનાં પણ નામ લખ્યા વગર જ એક જગ્યાએ એકઠી કરી હતી… પરંતુ કામ થઈ શક્યું ન’હોતું એટલે થોડા દિવસ પહેલાં જ એને મઠારી અને એટલી બધી પંક્તિઓ હતી કે ગીતને ટુંકાવવા થોડી કડીઓ પસંદ કરવી જરૂરી હતી… કડીઓની પસંદગી કરતી વખતે 1-2 પંક્તિ સિવાય એ ખ્યાલ રહ્યો ન’હોતો કે પસંદગી પામેલી કઈ પંક્તિ કોની છે… મતલબ કે દરેક પંક્તિને પૂરો ન્યાય આપવાની પ્રામાણિક કોશિશ કરી છે… અને એમાંય વળી એકદમ સાચ્ચું તો એ જ છે કે પસંદગી પામેલી મોટા ભાગની પંક્તિઓની સૂરત બદલાઈ ગયેલી છે અને એટલે એક જ પંક્તિમાં કદાચ બીજી ઘણી પંક્તિઓનો વિચાર સમાયો હોય એવું પણ બને!  અને આમ આ ગીત ભાગ લીધેલા સૌ સર્જકમિત્રોનું, વાંચક-મિત્રો કે ભાવકમિત્રોનું… એટલે કે આપણા સૌનું સહિયારું જ ગીત છે!  છાંદસ કરેલી પંક્તિઓ મેં ફાઇનલ કરવા માટે મિત્ર વિવેકને બતાવી ત્યારે એમણે મને થોડી પંક્તિઓને જરા વધુ સારી રીતે મઠારી આપી અને પોતાની એક પંક્તિ પણ આપી… તેમ જ આ ગીત-ગઝલની કડીઓ પસંદ કરવામાં પણ એમણે એમનો થોડો સમય આપીને મને ઘણી જ મદદ કરી છે…  એ માટે હું મિત્ર વિવેકનો જેટલો આભાર માનું એટલો ઓછો જ છે… આભાર મિત્ર વિવેક!

તો મિત્રો, આજે સંકલિત-પોસ્ટની સાથે સાથે આ રહ્યું આપણું સહિયારું ગીત… ‘સર્જન સહિયારું’ !! 

* * *

હેપી બર્થ ડે દાદા… સરપ્રાઆઆઆઇઝ!!! માર્ચ 5, 2007

Posted by ઊર્મિ in પંક્તિ/શેર, મુક્તકો, મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત, સમાચાર.
18 comments

પ્રિય સુરેશ દાદા,

ગુજરાતી બ્લોગ જગતનાં સર્વ મિત્રો અને ‘સહિયારું સર્જન’ તરફથી તમને 64માં જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… થયું કે, અમે સૌ મિત્રો ભેગા મળીને તમને આજે એક સુખદ આંચકો આપીએ તો?!! (ચાર વરહનાં પોયરાંને અમારે કાંઇ ભેટ-બેટ હો આપ્પી તો પડે જ ને?!! 🙂 ) (વધુ…)

સ્વાગત! સપ્ટેમ્બર 2, 2006

Posted by ઊર્મિ in સમાચાર.
1 comment so far

પ્રિય મિત્રો,

હું, મારા મિત્રો સુરેશભાઇ જાની અને નીલમ દોશી – અમે સાથે મળીને આ એક નવો બ્લોગ શરૂ કરીએ છીએ. જે  બની રહેશે  આપણા સૌનો સહિયારો બ્લોગ! આપણા આ સહિયારા બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ પર આપણે સૌ સાથે મળીને સહિયારું સર્જન કરીશું… આશા છે કે આપ સૌનો સહકાર મળતો રહેશે.

… તો ચાલો આપણે શૂન્યમાંથી થોડું સર્જન કરીએ!

અમે આપીશું તમને કોઇ એક પંક્તિ અથવા કોઇ એક વિચાર કે પછી કોઇ સંજોગ, અને એને આપણે મઢીશું …આપણા શબ્દોથી …મુક્તક, શેર, લઘુ કાવ્ય કે ગઝલનાં રૂપથી… તો આપ સૌ અમને સાથ આપો છોને?? આપ સૌના સર્જનોનું સંકલિત અમે સમય પર પોસ્ટ કરતાં રહીશું.

જો કોઇ વાંચકમિત્રોએ આપણા આ સહિયારા કાવ્યસર્જનની ક્રિયા માટે કોઇ વિચાર કે કોઇ પંક્તિ આપવી હોય તો અહીં “સર્જનમાં સાથ આપો” પૃષ્ઠ પર કોમેન્ટ દ્વારા જણાવી શકે છે.

“તમારું સર્જન,અમારું સર્જન,
ચાલો,કરીએ હવે આપણું સર્જન.”

“ઝાઝા હાથ રળિયામણા” યાદ કરીશું,
 સર્જન સહિયારા સાકાર કરીશું ને?”
 

સસ્નેહ,
ઊર્મિસાગર

જાન્યુ. 2007

નોંધ:- અમારા મિત્ર નિલમ દોશી અંગત કારણોસર અને સમયનાં અભાવે આ બ્લોગ પર હવે અમને સાથ આપી શકે એમ નથી… આશા છે કે ભવિષ્યમાં ફરી અમને અહીં સાથ આપે!  નિલમઆંટી, ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ…