સંકલિતઃ ‘વિવેક’ માર્ચ 16, 2008
Posted by ઊર્મિ in સંકલિત.6 comments
ગયા વર્ષે મિત્ર વિવેકનાં જન્મદિવસ નિમિત્તે લખાયેલી મિત્રોની કાવ્યાત્મક શુભેચ્છાઓ… આ વર્ષના જન્મદિવસની શુભેચ્છાઓ સાથે…
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘વિવેક’
સંકલિત: ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો… નવેમ્બર 2, 2007
Posted by ઊર્મિ in મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત, હાઇકુ.12 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો… (વધુ…)
સંકલિત: ‘સર્જન સહિયારું’ સપ્ટેમ્બર 2, 2007
Posted by ઊર્મિ in ગીત, સંકલિત.7 comments
‘સર્જન સહિયારું’ વિષય પર સૌ મિત્રોની મૂળ પંક્તિઓ માણો…
આગળની પોસ્ટ: ‘સહિયારું’ રદીફ અને કાફિયા સાથે એક સહિયારું ગીત(ગઝલ) બનાવીએ…
* * *
થોડું તારું, થોડું મારું કરિયેં સર્જન સહિયારું,
આમ અલગ ને આમ અડોઅડ ભમિયેં વનવન સહિયારું.
(પંચમ શુક્લ)
તું તારું જીવે, હું મારું એ તે કેવું અલગારું?
તું જીવ મારું ને હું તારું જીવિયેં જીવન સહિયારું.
શબ્દોની લ્હાણી કરશું તો મળશે કાવ્ય-સાલિયાણું,
શબ્દો શબ્દો પંક્તિ પંક્તિ, થાશે સર્જન સહિયારું.
(ઊર્મિસાગર)
ચપટી તારો ખુદા દે, ચપટી મારો ઇશ્વર લે,
થોડી બંદગી કરીએ, થોડું ભજન સહીયારુ
(વિશાલ મોણપરા)
થોડું સારું,થોડું માઠું કરિયે વર્તન મજિયારું,
આમ અલગ ને આમ હારોહાર જીવીયે જીવન સહિયારું.
તારું શું? ને મારું શું? આખર સઘળું સહિયારું,
સાવ સમીપે આવ હરિહર, ધરીયે જીવન સહિયારું.
(રાજેશ્વરી શુક્લ)
અનંતની વાટે ચાલતા,લાવ કરીએ કંઇક નિરાળું
ફૂલો તારા,મારા હો ભલે, છે ઉપવન તો સહિયારૂ.
(નીલમ દોશી)
ભુલી જઈએ સૌ વેર ઝેર, વર્તન કરીએ સૌ ન્યારુ,
અંધકાર ગયો ! હાલ ભેરુ ! હવે તો થયુ છે ઊજીયારું.
જીવનના દુઃખોનો લાલ રંગ, અને ખુશીઓનો હરિયાળો,
ભેગા રંગો બન્ને ભરિયે, કરીએ ચિત્ર-સર્જન સહિયારું.
ઘરના ચાર ખુણા અલગ, અલગ બધાની વાતો,
ઓરડા ભલે હો જુદા જુદા, રસોડુ તો છે સહિયારું.
કોક નું સાચું, કોક નું ખોટું, પણ ગુંજન છે સહિયારું,
સરગમના સુર-તાલ અલગ છે, ૫ણ સંગીત તો છે સહિયારું.
(ભાવિન ગોહીલ)
મારું મારા બાપનું, ને તારું મારું સહિયારું
એમ વિચારું, ક્યાંથી થાશે આપણું સર્જન સહિયારું?
તારું સૌ તારું જ રહે, ને મારું પણ હો તારું જી;
એમ વિચારું ત્યારે થાશે, આપણું સર્જન સહિયારું.
(સુરેશ જાની)
આવો, બેસો, પીવો પાણી, ગુજરાતીનું નજરાણું ;
સત્ય, અહિંસા એકાદશ વ્રતો, છે ભારતનું સહિયારું.
(મનવંત પટેલ)
થોડું થોડું હૈયે હેત, થોડું થોડું હસીયે,
ધીરે ધીરે જીવીયે સખી છે જીવન સહિયારું.
આવાગમ ને હીંચતો શ્વાસોનો હીંડોળા શો,
ઠીંસ ધીરેરે દેજે સખી છે જીવન સહિયારું.
(વિજય શાહ)
ખેંચાઈ ના જાય લકિરો આ ધરતી ઉપર તું-તું-મૈ-મૈ માં –
ખોવાય ના જાય યુવા એ ત્રિરંગા ના ત્રણ અલગ અલગ ટુક્ડાઓમાં –
ક્યારેક ખાધી હતી આપણે જેની કસમો –
ત્રિરંગાના એ ત્રણે રંગોને મીલાવી ચાલો બનાવિયે એક અખંડ ભારત, સહિયારું.
(હિતાર્થ જાની)
તારા મનથી હું જાડો, મારા મનથી તું જાડી,
ચાલો કરીએ હળી-મળીને, ઓછું વજન સહિયારું.
(મનોજ મહેતા)
જોજનો દૂર છતાંય આપણે એ રીતે બંધાયા છીએ
જુદી જુદી ધરતી ભલે હો, છે આસમાન સહિયારું
(જયશ્રી ભક્ત)
ટૂકડા ટૂકડા ભેગા કરિયેં, બનશે મહેલો સપનાના,
હૂસ્ન ઈશ્ક ના કાચો માથી થાશે દર્પણ સહિયારું.
થોડા છાંટા ભેગા કરિયેં હેતલની મીઠી વાવે,
ના મારું ને ના તારું પણ એ છે અર્પણ સહિયારું.
ભેગા કરશું પથ્થર સાથે નાના હો કે મોટા,
બનશે પ્યારનું નાનું ઝુપડું કરિયેં ચરતણ સહિયારું.
(મુહમ્મદઅલી ભૈડુ’વફા’)
વન વન ભમશું ભોમિયા વિના,પંથે હોય ભલે કંટક કંકર,
તારી મારી મંઝિલ એક જ, ચાલ વગાડ તું સર્જનનું જંતર
(કલ્પનાબેન સ્વાદિયા)
પુરુષોએ યુગોથી સ્ત્રીઓને છેતરી છે,
એની મીલ્કત એની ને મારી સહીયારી છે !!
(ને ઈશ્વરે પણ ક્યાં બાકી રાખ્યું છે)
પરમ આનંદની ક્ષણો હતી અમારી સહીયારી,
ને પ્રસુતી ની પીડા ફકત મારી એકલીની છે.
(ભરત પંડ્યા)
હાથ હાથમાં, શ્વાસ શ્વાસમાં, સૂરમાં સૂર મળે સૌનો,
મૃત્યુ મરવા ચાહે, એવું જીવીએ જીવન સહિયારું.
(ડૉ. વિવેક મનહર ટેલર)
* * *
સર્જનમાં ભાગ લેવા માટે સૌ સર્જકમિત્રોનો ખૂબ ખૂબ આભાર…!
*
સંકલિત: ‘પરીચય’ ઓગસ્ટ 17, 2007
Posted by ઊર્મિ in કાવ્યો, ગઝલો, મુક્તકો, મુક્તપંચિકા, સંકલિત.4 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: તમારો ‘પરિચય’ આપશો?
* * * (વધુ…)
સંકલિત: ‘ધારો કે…’ ઓગસ્ટ 17, 2007
Posted by ઊર્મિ in કાવ્યો, મુક્તકો, સંકલિત.add a comment
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: ‘ધારો કે…’
* * * (વધુ…)
સંકલિત: રદીફ-કાફીયા એક… ‘પ્રકારે પ્રકારે’! જુલાઇ 11, 2007
Posted by ઊર્મિ in ગઝલો, સંકલિત.add a comment
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો અહીં નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: રદીફ-કાફીયાને એક જ રાખી, ગઝલ લખીએ ‘પ્રકારે પ્રકારે’!
* * * (વધુ…)
સંકલિત: દેશભક્તિ અને શહીદી જુલાઇ 11, 2007
Posted by ઊર્મિ in ગીત, તઝમીન, મુક્તકો, સંકલિત.3 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: દેશભક્તિ અને શહીદી
* * * (વધુ…)
સંકલિત: કેમ છો? જુલાઇ 11, 2007
Posted by ઊર્મિ in ગીત, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.5 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: કેમ છો?!
* * * (વધુ…)
સંકલિત: પતંગ એપ્રિલ 25, 2007
Posted by ઊર્મિ in કાવ્યો, ગીત, મુક્તકો, સંકલિત, હાઇકુ.1 comment so far
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: ચાલો, આપણે ય કાવ્યોનાં પતંગો ચગાવીએ !
* * * (વધુ…)
સંકલિત: ‘એ શું?’ એપ્રિલ 19, 2007
Posted by ઊર્મિ in ગઝલો, પંક્તિ/શેર, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.3 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: એ શું?
* * * (વધુ…)