ત્રિપદી : એક નવો કાવ્યપ્રકાર એપ્રિલ 13, 2007
Posted by ઊર્મિ in ત્રિપદી, સર્જનક્રિયા.9 comments
આજે લયસ્તરો પર ત્રિપદીની એક પોસ્ટ જોઇ ત્યારે તરત મને યાદ આવ્યું કે આગળ પણ લયસ્તરો પર ધવલભાઇએ આ કાવ્યપ્રકાર વિશે જણાવ્યું હતું…
ત્રિપદી એ તદ્દન નવો કાવ્ય પ્રકાર છે. કુલ ત્રણ પંક્તિઓ હોય છે. પહેલી અને ત્રીજી પંક્તિમાં કાફિયા-રદીફ મેળવીને ત્રિપદી રચાય છે. (મને સમજાયું એ પ્રમાણે, મુક્તકની પ્રથમ પંક્તિને કાઢી નાંખો અને એક જ વિચારને ત્રણ પંક્તિમાં જાળવી રાખો, એટલે બની જશે ત્રિપદી! ) અને છંદની જાળવણી જો ત્રણેય પંક્તિઓમાં થાય તો તો પછી પુછવું જ શું?!!
મુકેશ જોષીની આ ત્રિપદી જોઇએ…
જળ ઉપર અક્ષર બતાવે તો ખરો
આગમાં કે શ્વાસમાં એ હોય પણ
તું પવનનું ઘર બતાવે તો ખરો
ઉદયન ઠક્કરની એક ત્રિપદી જોઇએ…
નાની સરખી યુક્તિ અજમાવી લીધી
આ જુઓને, એણે શીર્ષાસન કર્યું
રમતાં રમતાં સૃષ્ટિ સુલટાવી લીધી
હેમેન શાહની એક ત્રિપદી…
દાવ એક જ છે તો ખેલી નાખીએ,
પ્રુથ્વીના ગોળાનો એક છેડો લઈ
ભેદ ઈશ્વરનો ઉકેલી નાખીએ.
વધુ ત્રિવેદીઓ માણો… લયસ્તરો પર.
આજે આ નવા કાવ્યપ્રકારનો પ્રયોગ પ્રથમવાર કરીએ છીએ એટલે કોઇ વિષયનું બંધન નથી… પ્રથમ દેવને યાદ કરીને એમનાં વિશે લખી શકો છો… કે પછી કૃષ્ણ, રામ, અલ્લાહ કે ઈશુનાં ધાર્મિક વિષય પર… અથવા તો કોઇ પણ બીજા વિષય પર. માત્ર ત્રિપદીનું બંધારણ સાચવવાનું છે… છંદ ન સચવાય તો પણ રદીફ-કાફિયા સાચવવાનો ખાસ આગ્રહ છે.
તો ચાલો મિત્રો, ત્રિપદીઓ માટે તૈયાર થઇ છો ને?!! આપણે સૌ ભેગા મળીને પ્રયત્ન કરીએ…
* * *