સંકલિત: દેશભક્તિ અને શહીદી જુલાઇ 11, 2007
Posted by ઊર્મિ in ગીત, તઝમીન, મુક્તકો, સંકલિત.3 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: દેશભક્તિ અને શહીદી
* * * (વધુ…)
સંકલિત – રાઝ-તઝમીન-4 :- ખંજર સુધી ગયા માર્ચ 22, 2007
Posted by ઊર્મિ in તઝમીન, સંકલિત.3 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનમાં ભાગ લેવાં માટે સૌ મિત્રોનો ઘણો આભાર…
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો (વધુ…)
સંકલિત – રાઝ-તઝમીન-3 :- ઘરથી કબર સુધી માર્ચ 22, 2007
Posted by ઊર્મિ in તઝમીન, સંકલિત.1 comment so far
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનમાં ભાગ લેવાં માટે સૌ મિત્રોનો ઘણો આભાર…
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો (વધુ…)
સંકલિત – રાઝ-તઝમીન-2 :- આપ મોંઘા થઇ ગયા ફેબ્રુવારી 26, 2007
Posted by ઊર્મિ in તઝમીન, સંકલિત.2 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનમાં ભાગ લેવાં માટે સૌ મિત્રોનો ઘણો આભાર…
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો
સંકલિત: રાઝ-તઝમીન-1 :- ‘ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં’ જાન્યુઆરી 19, 2007
Posted by સુરેશ in તઝમીન, સંકલિત.3 comments
મિત્રો, 21 ડીસેમ્બરનાં રોજ અમે સૌને જનાબ ‘રાઝ’ નવસારવીનાં નીચેના શેર પરથી તઝમીન બનાવવા માટેનું નિમંત્રણ આપ્યું હતું !
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે,
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં.
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો
અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, સૌના લાડીલા, માનીતા અને જાણીતા શ્રી આદિલ મન્સુરીએ અમારા ઈજનને માન આપી નીચેની તઝમીન મોકલી છે :-
હર શ્વાસમાં અહીં તો વ્યથા જિંદગીની છે,
બળબળતી લૂની જેમ હવા જિંદગીની છે,
ડૂસકાંનું બીજું નામ કથા જિંદગીની છે,
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે,
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં!
આદિલજી નો ખૂબ ખૂબ આભાર … (વધુ…)
‘તઝમીન’ બનાવો ડિસેમ્બર 21, 2006
Posted by સુરેશ in તઝમીન, સર્જનક્રિયા.35 comments
તઝમીન એ ગંભીર પ્રકારનું કાવ્ય સ્વરૂપ છે. મૂળ અરબી શબ્દ પરથી ઉતરી આવેલા આ પ્રકારમાં સ્વીકૃતિ અને શણગારની વિભાવના હોય છે. તઝમીનકારે કોઇ પણ ગઝલકારનો એક શેર, મત્લા કે મક્તા પસંદ કરીને મૂળ શેરના ભાવ, ભાષા, ઝમીન વિ. ને અનુરૂપ ત્રણ મૌલિક પંક્તિઓ પોતે જોડવાની હોય છે. આ પરકાયા પ્રવેશ જેવું દુષ્કર કાર્ય છે! મૂળ શેરના ભાવ-વિશ્વ સાથે તઝમીનકાર એ રીતે એકાકાર થઇ જાય છે, કે ‘નહીં સાંધો નહીં રેણ’ . આમ જોડેલી ત્રણ પંક્તિઓ મૂળ શેર સાથે સમરસ થઇ જાય છે. ક્યાંય થાગડ થીગડ કે ગચિયાં દેખાતા નથી! સમગ્ર તઝમીન સંઘેડાઉતાર કલાકૃતિ તરીકે નીપજી આવે છે.
– ડો. રશીદ મીર
ઘણી તઝમીનોના સર્જક જનાબ ‘રાઝ’ નવસારવી ની બે તઝમીનો નીચે આપી છે.
————————————————-
– મરીઝ
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
————–
તઝમીન
હું જ પોતાને વહન કરતો રહું,
કોણ છે મારા સમું જેને કહું,
કોઇ કેડી પણ નથી કે ત્યાં વળું,
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
——————————————————
– બરકત વીરાણી ‘બેફામ’
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
————
તઝમીન
આખા જીવનનો થાક છે માની જવું પડ્યું,
સંબંધ કંઇક તૂટતા તૂટી જવું પડ્યું,
બે ચાર શબ્દો બોલતા હાંફી જવું પડ્યું,
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
———————————————————
નીચે બે શેર આપ્યા છે.
જનાબ ‘રાઝ’ નવસારવી
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે.
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં.
—–
જનાબ અમૃત ‘ઘાયલ’
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
_____________________________________________
હવે આ ચાર શેરમાંથી કોઇ એક, બે, ત્રણ કે ચારે ચાર (!) શેર પર ‘તઝમીન’ બનાવવા આપ સૌને ઇજન છે.