jump to navigation

સંકલિત: ‘સર્જન સહિયારું’ સપ્ટેમ્બર 2, 2007

Posted by ઊર્મિ in ગીત, સંકલિત.
trackback

‘સર્જન સહિયારું’ વિષય પર સૌ મિત્રોની મૂળ પંક્તિઓ માણો…

આગળની પોસ્ટ: ‘સહિયારું’ રદીફ અને કાફિયા સાથે એક સહિયારું ગીત(ગઝલ) બનાવીએ…

* * * 

થોડું તારું, થોડું મારું કરિયેં સર્જન સહિયારું,
આમ અલગ ને આમ અડોઅડ ભમિયેં વનવન સહિયારું.

(પંચમ શુક્લ)

તું તારું જીવે, હું મારું એ તે કેવું અલગારું?
તું જીવ મારું ને હું તારું જીવિયેં જીવન સહિયારું.

શબ્દોની લ્હાણી કરશું તો મળશે કાવ્ય-સાલિયાણું,
શબ્દો શબ્દો પંક્તિ પંક્તિ, થાશે સર્જન સહિયારું.

(ઊર્મિસાગર)

ચપટી તારો ખુદા દે, ચપટી મારો ઇશ્વર લે,
થોડી બંદગી કરીએ, થોડું ભજન સહીયારુ

(વિશાલ મોણપરા)

થોડું સારું,થોડું માઠું કરિયે વર્તન મજિયારું,
આમ અલગ ને આમ હારોહાર જીવીયે જીવન સહિયારું.

તારું શું? ને મારું શું? આખર સઘળું સહિયારું,
સાવ સમીપે આવ હરિહર, ધરીયે જીવન સહિયારું.

(રાજેશ્વરી શુક્લ)

અનંતની વાટે ચાલતા,લાવ કરીએ કંઇક નિરાળું
ફૂલો તારા,મારા હો ભલે, છે ઉપવન તો સહિયારૂ.

(નીલમ દોશી)

ભુલી જઈએ સૌ વેર ઝેર, વર્તન કરીએ સૌ ન્યારુ,
અંધકાર ગયો ! હાલ ભેરુ ! હવે તો થયુ છે ઊજીયારું.

જીવનના દુઃખોનો લાલ રંગ, અને ખુશીઓનો હરિયાળો,
ભેગા રંગો બન્ને ભરિયે, કરીએ ચિત્ર-સર્જન સહિયારું.

ઘરના ચાર ખુણા અલગ, અલગ બધાની વાતો,
ઓરડા ભલે હો જુદા જુદા, રસોડુ તો છે સહિયારું.

કોક નું સાચું, કોક નું ખોટું, પણ ગુંજન છે સહિયારું,
સરગમના સુર-તાલ અલગ છે, ૫ણ સંગીત તો છે સહિયારું.

(ભાવિન ગોહીલ)

મારું મારા બાપનું, ને તારું મારું સહિયારું
એમ વિચારું, ક્યાંથી થાશે આપણું સર્જન સહિયારું?

તારું સૌ તારું જ રહે, ને મારું પણ હો તારું જી;
એમ વિચારું ત્યારે થાશે, આપણું સર્જન સહિયારું.

(સુરેશ જાની)

આવો, બેસો, પીવો પાણી, ગુજરાતીનું નજરાણું ;
સત્ય, અહિંસા એકાદશ વ્રતો, છે ભારતનું સહિયારું.

(મનવંત પટેલ)

થોડું થોડું હૈયે હેત, થોડું થોડું હસીયે,
ધીરે ધીરે જીવીયે સખી છે જીવન સહિયારું.

આવાગમ ને હીંચતો શ્વાસોનો હીંડોળા શો,
ઠીંસ ધીરેરે દેજે સખી છે જીવન સહિયારું.

(વિજય શાહ)

ખેંચાઈ ના જાય લકિરો આ ધરતી ઉપર તું-તું-મૈ-મૈ માં –
ખોવાય ના જાય યુવા એ ત્રિરંગા ના ત્રણ અલગ અલગ ટુક્ડાઓમાં –
ક્યારેક ખાધી હતી આપણે જેની કસમો –
ત્રિરંગાના એ ત્રણે રંગોને મીલાવી ચાલો બનાવિયે એક અખંડ ભારત, સહિયારું.

(હિતાર્થ જાની)

તારા મનથી હું જાડો, મારા મનથી તું જાડી,
ચાલો કરીએ હળી-મળીને, ઓછું વજન સહિયારું.

(મનોજ મહેતા)

જોજનો દૂર છતાંય આપણે એ રીતે બંધાયા છીએ
જુદી જુદી ધરતી ભલે હો, છે આસમાન સહિયારું

(જયશ્રી ભક્ત)

ટૂકડા ટૂકડા ભેગા કરિયેં, બનશે મહેલો સપનાના,
હૂસ્ન ઈશ્ક ના કાચો માથી થાશે દર્પણ સહિયારું.

થોડા છાંટા ભેગા કરિયેં હેતલની મીઠી વાવે,
ના મારું ને ના તારું પણ એ છે અર્પણ સહિયારું.

ભેગા કરશું પથ્થર સાથે નાના હો કે મોટા,
બનશે પ્યારનું નાનું ઝુપડું કરિયેં ચરતણ સહિયારું.

(મુહમ્મદઅલી ભૈડુ’વફા’)

વન વન ભમશું ભોમિયા વિના,પંથે હોય ભલે કંટક કંકર,
તારી મારી મંઝિલ એક જ, ચાલ વગાડ તું સર્જનનું જંતર

(કલ્પનાબેન સ્વાદિયા)

પુરુષોએ યુગોથી સ્ત્રીઓને છેતરી છે,
એની મીલ્કત એની ને મારી સહીયારી છે !!

(ને ઈશ્વરે પણ ક્યાં બાકી રાખ્યું છે)

પરમ આનંદની ક્ષણો હતી અમારી સહીયારી,
ને પ્રસુતી ની પીડા ફકત મારી એકલીની છે.

(ભરત પંડ્યા)

હાથ હાથમાં, શ્વાસ શ્વાસમાં, સૂરમાં સૂર મળે સૌનો,
મૃત્યુ મરવા ચાહે, એવું જીવીએ જીવન સહિયારું.

(ડૉ. વિવેક મનહર ટેલર)

* * *

સર્જનમાં ભાગ લેવા માટે સૌ સર્જકમિત્રોનો ખૂબ ખૂબ આભાર…!

*

ટિપ્પણીઓ»

1. હરીશ દવે - સપ્ટેમ્બર 2, 2007

.

મુક્તપંચિકા : સહિયારું

સઘળું તેનું,
તો યે કહીએ
આ તારું! મારું! તેનું!
સમજો! અંતે
છે સહિયારું!

* * * * * * * હરીશ દવે અમદાવાદ

2. હરીશ દવે - સપ્ટેમ્બર 2, 2007

અભિનંદન, ઊર્મિબહેન!
આ સહિયારી પ્રવૃત્તિઓને ગુજરાતી નેટ જગત પર પ્રચલિત કરવા બદલ. શુભેચ્છાઓ! … હરીશ દવે અમદાવાદ

3. વિવેક - સપ્ટેમ્બર 3, 2007

અભિનંદન, મિત્ર ! ટહુકાની સરભરા કરવામાં ત્રણેક દિવસથી બ્લૉગ્સને હાથ જ લગાડાયો નહીં, એમાં સમય પર તારા સાગરમાં ભીંજાવાનું ચૂકાઈ ગયું….

ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ….

4. જય - સપ્ટેમ્બર 4, 2007

જુદા જુદા વિચારો છે ને જુદી જુદી પ્રતિભા,
જુદુ જુદુ વ્યક્તિત્વ છે ને જુદી જુદી આવડત,
આ સર્વનો બને છે જ્યારે સમન્વય સુંદર,
ઉત્ત્મ કૃતિનું બને છે ત્યારે સર્જન સહિયારૂં

5. Pravin H. Shah - સપ્ટેમ્બર 4, 2007

ઊર્મિસાગરે આપ્યું સર્જન સહિયારું
જે વડે સદાય છલકાતી રહે તેમની ગાગર,
એટલું જ કહેવું અમ સૌનું સહિયારું.
ખૂબ ખૂબ અભિનંદન!

6. pravina kadakia - સપ્ટેમ્બર 9, 2007

માતપિતાની મિલકત ભલેને કુંટુબીઓનું મઝિયારું
હાથમાં હાથ મિલાવીને આ જીવન જીવીએ સહિયારું

7. Sharad Shah - મે 17, 2010

કરમનુ ભાથું.
તારું એ તારું, ને મારું એ મારું.
લાખ મથો, તો ય ના સહિયારું.
તારું તૂં ભોગવે,મારા ભાગે મારું.
દોષ બીજાને શા માટે જો હું હારું?


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: