jump to navigation

સહિયારું ગીત: કરીએ સર્જન સહિયારું સપ્ટેમ્બર 2, 2007

Posted by ઊર્મિ in ગીત.
trackback

~ કરીએ સર્જન સહિયારું ~

થોડું તારું, થોડું મારું કરીએ સર્જન સહિયારું,
આમ અલગ ને આમ અડોઅડ ભમીએ વનવન સહિયારું.

શબ્દોની લ્હાણી કરીએ તો મળે કાવ્યના નજરાણાં,
શબ્દો શબ્દો પંક્તિ પંક્તિ, થાશે સર્જન સહિયારું.

દે ચપટી અલ્લાહ તું તારો, લે થોડો મારો તું ઈશ્વર,
થોડી-થોડી બંદગી કરીએ, થોડું કીર્તન સહિયારું.

તબલાંનું તક્-ધિન્ છે કોઈ, કોઈ સિતારના તાર અલગ,
તાલ, સૂર ને રાગ અલગ છે પણ છે ગુંજન સહિયારું.

એક બાગના છોડ અલગ છે, છોડ છોડ પર ફૂલ અલગ,
એક છે ખુશ્બૂ પવન-પવનમાં, એક છે ઉપવન સહિયારું.

ભૂમિ અલગ-અલગ હો તો પણ માથે તો એક જ આકાશ,
તન છો જોજન દૂર વસ્યા પણ ભીતર છે મન સહિયારું.

હાથ હાથમાં, શ્વાસ શ્વાસમાં, સૂરમાં સૂર મળે સૌનો,
મૃત્યુ મરવા ચાહે, એવું જીવીએ જીવન સહિયારું.

* * *

‘સહિયારું સર્જન’ બ્લોગ પર રચાયેલું પ્રથમ સહિયારું ગીત…

છંદવિધાન: ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા

*

ટિપ્પણીઓ»

1. vijayshah - સપ્ટેમ્બર 3, 2007

vaah!
khuba ja sundar!
dareke darek paNkti sundar sundar
With Kind permission I am putting this on my web page..
http://www.vijayshah.wordpress.com

2. જયશ્રી - સપ્ટેમ્બર 3, 2007

વર્ષગાંઠને દિવસે આ બ્લોગના શિર્ષકને સાર્થક કરતી આ રચના….
ખૂબ ખૂબ અભિનંદન બેના….
અને ઉત્તરોત્તર પ્રગતિ માટે હાર્દિક શુભેચ્છાઓ…. 🙂

3. gopal h parekh - સપ્ટેમ્બર 3, 2007

haardik shubhechhao.
gopal

4. ashalata - સપ્ટેમ્બર 4, 2007

EK BAGNA CHHOD ALAG ALAG——

sunder pankti

hardik shubhechha!

5. સુરેશ - સપ્ટેમ્બર 4, 2007

બહુ જ સરસ અને બળુકી રચના. રચના અને તેનો ભાવ બહુ જ ગમ્યાં.

6. girish - સપ્ટેમ્બર 4, 2007

વાંચીને આ “કરીએ સર્જન સહિયારું ”
થયું આજે આનંદ વિભોર મન મારું.

7. મગજના ડોક્ટર - સપ્ટેમ્બર 30, 2007

વર્ષગાંઠને દિવસે ખૂબ ખૂબ અભિનંદન.

હાથ હાથમાં, શ્વાસ શ્વાસમાં, સૂરમાં સૂર મળે સૌનો,
મૃત્યુ મરવા ચાહે, એવું જીવીએ જીવન સહિયારું.

BEST OF LUCK AND BEST TO COME.

RAJENDRA TRIVEDI, M.D.

8. Ramesh patel - જાન્યુઆરી 23, 2008

પ્રેમ
નથી પ્રેમ સમ અમૃત આ ધરાએ,
જ્યાં વરસે, ઝૂમે થઈ પુષ્પ,અર્પે પ્રભુ પ્રસાદી

શબ્દ દ્વારા પ્રેમને શું સમજાવી એ કે માપીએ
હૃદય જાણેછે પ્રેમ અને જગત રમતું પ્રેમથી

નેહ નેડો પ્રણય-પ્રીતિ,કેમ પારખી એ પ્રેમને
હેતે જગત જીતીએ, પામીએ આત્માના સૌંદર્યને

માવતર એજ પ્રેમની મૂર્તિ કહું વાત વ્યોમથી ઊંચી
બલિદાન એ પ્રેમની રીતિ,જેમ દીપકમાં જલતી જ્યોતી

રાધા એ જાણી, મીરાં એ માણી,શીતલ દાહક પ્રીતની રીતિ
વિરહ-મિલન,હર્ષ-વ્યથાથી કથા જાણજો હેતની નીતિ

રમેશ પટેલ(આકાશદીપ)

9. Ramesh Patel(Aakashdip) - ફેબ્રુવારી 2, 2008

હરિતો ઉપર બેસી હસતા

પંથ પીંજરે પૂરી પરમેશ્વર
સરોવરને કેમ સમજો સમંદર,
ભગતજી નીજ સુખમાં કેમ હરિ સુખ જોતા
હરિતો ઉપર બેસી હસતા

ધર્મ ધવ્જાની દઈ દુહાઈ
સંસારે છેડો રોજ લડાઈ
ભગતજી, પ્રભુ શરણમાં કેમ ન રમતા?
હરિતો ઉપર બેસી હસતા

શણગારો મૂર્તિ ,ભૂલી નીજ ત્રૃટી
લોભ લાલચની સદાય ઝીલી વૃષ્ટિ
ભગતજી ,એકલ પંડે રોજ પ્રસાદો જમતા
હરિતો ઉપર બેસી હસતા

સંગીત નાદે ઝૂમતાં તનડાં
રમે કપટમાં નિશદિન મનડાં
ભગતજી, કેમ ભૂલ્યા શબરીની સરળતા?
વગડે દોડી રામજી કેવા મળતા

માનવ મનનો મહેલ અટપટો
હરિ નામે રોજ હાટડીઓ ખોલો
ભગતજી, કપટ ક્લેશમાં કેમ રમતા?
હરિતો ઉપર બેસી હસતા

પ્રભુ તમેતો અનંત શક્તિના સરવાળા
નજાણ્યું કેટલા બ્ર્હમાંડના રચનારા?
આવો હરિ, આજ સાથે બેસી હસીએ
બ્ર્હમ પરબ્ર્હમના અતૂટ બંધને રમીએ

રમેશ પટેલ(આકાશદીપ)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: