jump to navigation

ચાલો ઉજવીએ… ‘સહિયારું સર્જન’ બ્લોગની પ્રથમ વર્ષગાંઠ!! સપ્ટેમ્બર 2, 2007

Posted by ઊર્મિ in પ્રકીર્ણ, સમાચાર.
trackback

મિત્રો, આજે આપણા આ ‘સહિયારું સર્જન’ બ્લોગની પ્રથમ વર્ષગાંઠ છે…!!  તો કંઇક સ્પેશ્યલ તો હોવું જ જોઈએ ને?  હા, હા… કંઇક વધારે સ્પેશ્યલ જ પેશ કરું છું હું આજે, પરંતુ એ પહેલાં હું મારું થોડું લેક્ચર પણ આપી દઉંને જરા..!   બસ થોડુંક જ લાંબુ… વધારે નહીં હોં, (લગભગ) પ્રોમિસ!  🙂 

આજે હું મારા તમામ વાંચકમિત્રો, ભાવકમિત્રો અને સર્જકમિત્રોનો અંતરની ઊર્મિથી ખૂબ ખૂબ આભાર માનું છું, કે આપણા આ સહિયારા સર્જનમાં આપ સૌ હંમેશા મારી સાથે રહ્યા… મૌલિક સર્જન કરતાં રહ્યાં… અને મને તથા બીજા સર્જકોને હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા… આપ સૌના સાથ વગર આ બ્લોગની સફળતા બિલકુલ શક્ય જ ન’હોતી.  આશા રાખું છું કે આપ સૌનો સાથ મને હંમેશા આવી જ રીતે મળતો રહેશે. 

સૌપ્રથમ હું મારા મિત્ર નીલમબેન દોશીનો આભાર માનું છું કારણ કે એમના લીધે જ મને આ બ્લોગ બનાવવાની પ્રેરણા મળી હતી… એમણે એમનાં બ્લોગ પર વાંચકોને સર્જન કરવાનું આમંત્રણ આપતી એક પંક્તિ મૂકી હતી… ‘હું તો પીળું થયેલ એક પાંદડુ’ … જેના પરથી મને આ બ્લોગ બનાવવાનો વિચાર આવ્યો હતો… અને શરૂ શરૂમાં તો એમણે મારા સાથી તરીકે સાથ પણ આપ્યો હતો… અને હજી પણ ભાવક અને સર્જકમિત્ર બની સાથ અને પ્રોત્સાહન આપે જ છે… આભાર નીલમઆંટી!   શ્રીસુરેશભાઈ જાનીએ અહીં આપેલા યોગદાનને પણ નજર-અંદાજ કરી શકાય એમ નથી… 9-10 મહિનાનાં એમનાં અવિરત સહયોગ બદલ હું એમની ખૂબ જ આભારી છું!!

મિત્રો, તમને યાદ તો હશે જ કે ‘સહિયારું સર્જન’ થીમ ઉપર પંચમભાઈએ મને એક પંક્તિ આપી હતી… (આભાર પંચમભાઈ!) જેના પરથી મેં સૌને એક-એક પંક્તિ લખવાનું આમંત્રણ આપ્યું હતું અને ઘણા મિત્રોએ ખૂબ સરસ છાંદસ-અછાંદસ પંક્તિઓ પણ લખી હતી… એનું સંકલિત બનાવવાનું અને એમાંથી એક ગીત બનાવવાનું કામ ઘણા વખતથી મેં જાણી જોઈને જરા અભરાઈ પર મૂકી દીધુ હતું.  કારણ? 

આમ પૂછો તો કારણ કાંઈ જ નહીં, અને આમ પૂછો તો કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે!  (ઉછીનો લીધેલો ડાયલોગ! ) અરે નહીં નહીં… હું કારણ પણ જરૂર આપીશ.  મુખ્ય કારણ તો એ જ હતું કે હું અત્યારે છંદ શીખું છું એટલે મને થયું હતું કે જ્યારે હું પૂરું શીખી લઈશ, ત્યારે જાતે જ થોડી પંક્તિઓને છંદમાં મઠારીશ અને એક સહિયારું-ગીત બનાવીશ… અને હવે થોડો થોડો આ છંદનો કાંઠો ચડ્યો છે ખરો, પરંતુ ઘડો તો હજી ઘણો જ કાચો છે… હજી તો ઘણો તપાવવાનો મારે એને… અને પાકો બનાવવાનો છે!  

હા, તો હું આપણા સહિયારા ગીતની વાત કરતી હતી…  પહેલાં તો મિત્રોએ મોકલેલી ઘણી બધી પંક્તિઓ(લગભગ 26-27 કુલ પંક્તિઓ)માંથી મેં થોડી પંક્તિઓને છંદમાં ગોઠવીને મઠારી હતી… અને આમા મુખ્ય વાત તો એ હતી કે મેં ઘણા વખત આગળથી જ (લગભગ 5-6 મહિના પહેલાંની) આ બધી પંક્તિઓને કોઈનાં પણ નામ લખ્યા વગર જ એક જગ્યાએ એકઠી કરી હતી… પરંતુ કામ થઈ શક્યું ન’હોતું એટલે થોડા દિવસ પહેલાં જ એને મઠારી અને એટલી બધી પંક્તિઓ હતી કે ગીતને ટુંકાવવા થોડી કડીઓ પસંદ કરવી જરૂરી હતી… કડીઓની પસંદગી કરતી વખતે 1-2 પંક્તિ સિવાય એ ખ્યાલ રહ્યો ન’હોતો કે પસંદગી પામેલી કઈ પંક્તિ કોની છે… મતલબ કે દરેક પંક્તિને પૂરો ન્યાય આપવાની પ્રામાણિક કોશિશ કરી છે… અને એમાંય વળી એકદમ સાચ્ચું તો એ જ છે કે પસંદગી પામેલી મોટા ભાગની પંક્તિઓની સૂરત બદલાઈ ગયેલી છે અને એટલે એક જ પંક્તિમાં કદાચ બીજી ઘણી પંક્તિઓનો વિચાર સમાયો હોય એવું પણ બને!  અને આમ આ ગીત ભાગ લીધેલા સૌ સર્જકમિત્રોનું, વાંચક-મિત્રો કે ભાવકમિત્રોનું… એટલે કે આપણા સૌનું સહિયારું જ ગીત છે!  છાંદસ કરેલી પંક્તિઓ મેં ફાઇનલ કરવા માટે મિત્ર વિવેકને બતાવી ત્યારે એમણે મને થોડી પંક્તિઓને જરા વધુ સારી રીતે મઠારી આપી અને પોતાની એક પંક્તિ પણ આપી… તેમ જ આ ગીત-ગઝલની કડીઓ પસંદ કરવામાં પણ એમણે એમનો થોડો સમય આપીને મને ઘણી જ મદદ કરી છે…  એ માટે હું મિત્ર વિવેકનો જેટલો આભાર માનું એટલો ઓછો જ છે… આભાર મિત્ર વિવેક!

તો મિત્રો, આજે સંકલિત-પોસ્ટની સાથે સાથે આ રહ્યું આપણું સહિયારું ગીત… ‘સર્જન સહિયારું’ !! 

* * *

ટિપ્પણીઓ»

1. Harnish Jani - સપ્ટેમ્બર 4, 2007

Conratultions–Keep up thr good work-Wish you many more-

2. જય - સપ્ટેમ્બર 4, 2007

ખુબ ખુબ અભિનંદન…’સહિયારૂં સર્જન’ આ જ રીતે અસંખ્ય સહભાગીઓની સર્જનાત્મક શક્તિને વધુ ને વધુ ખીલવવામાં સફળ બને એવી હાર્દિક અભિલાષા..જય

3. Pinki - સપ્ટેમ્બર 4, 2007

Hi Urmi,

Many Many Happy Returns of the Day………..

Congratulations……

and inspire everyone to create something more & more………
(just like me)

All the Best wishes on ur special day……..

4. chetu - સપ્ટેમ્બર 4, 2007

Hearly congrats..!!

5. ashalata - સપ્ટેમ્બર 4, 2007

Urmiben,

Many Many Happy Returns of the DAY

Congratulation——-

6. nilam doshi - સપ્ટેમ્બર 4, 2007

thanks,urmi, keep it up.
મેં વાવેલ એક નાનકડી કૂંપળને વિશાળ વટવૃક્ષ બનાવી .તેની શીતળતાથી સૌ ને આનંદ અર્પી.. સભર કરવા બદલ ખૂબ ખૂબ અભિનન્દન. અને શુભેચ્છાઓ…

સંજોગોને લીધે સદા સક્રિય નથી રહી શકી..પણ તેથી શું ? ( u know the circumtances…)
બાકી સાથે તો છું જ .હમેશા. બરાબર ને ? સહિયારુ સર્જન વધુ ને વધુ મઘમઘી રહે ..એવી અંતરની શુભેચ્છાઓ.

7. Devika Dhruva - સપ્ટેમ્બર 4, 2007

પ્રથમ વર્ષગાંઠ મુબારક …સુંદર કામ..અભિનંદન..

8. સુરેશ - સપ્ટેમ્બર 4, 2007

ખુબ ખુબ આનંદ થયો. મારા હાર્દીક અભીનંદન અને અંતરના આશીશ. મારા જેવા આ પ્રયત્નને કારણે નીયમીત કવીતા લખતા થયા હતા, તે કેમ ભુલાય?
ગુજરાતી બ્લોગ જગતમાં આ સહીયારું સર્જન ફુલે ફાલે, ઘણા બધા લોકો તેનો લાભ લે તેવી શુભ કામના ….

9. Chirag Patel - સપ્ટેમ્બર 4, 2007

ખુબ ખુબ અભીનંદન ઊર્મિબેન. આમ જ ઊર્મિનો સાગર લહેરાવતાં રહો અને અમને આનંદનાં સાગરમાં તરબોળ કરતાં રહો…

10. Pravin H. Shah - સપ્ટેમ્બર 4, 2007

ખૂબ ખૂબ અભિનંદન!
ઊર્મિસાગરથી ગાગર સદાય છલકાતી રહે
અને સર્જન સહિયારું સદાય વહેતું રહે
એજ શુભેચ્છા!
Many many happy returns of the day!

11. પંચમ શુક્લ - સપ્ટેમ્બર 4, 2007

SS ne shubh kamanaa.

12. કુણાલ - સપ્ટેમ્બર 5, 2007

urmiben….. tame aadarelu aa kaarya khub j pragati kartu rahe evi shubhechchhaa..

ane paheli varshgaath par SS-P ne khu khub abhinandan…. 🙂

13. Bhavna Shukla - સપ્ટેમ્બર 5, 2007

Urmibahen,
Fari ek juni swarachana ahi bharu chhu. Aasha chhe anurup hashe.

કઇક તારુ ને કઇક મારુ ને કઇક બન્નેનુઁ સહિયારુઁ,
તારુ-મારુ કદી ન કરતા, તારુ તે તારુ ને મારુ પણ તારુ.
ચાલતા ચાલતા રસ્તા મળ્યા ને રસ્તે મળ્યુ કોઇ નોધારુ,
આઁગળી તારી ને હૂઁફ દઉ મારી, ના રહી જાય એ બીચારુ.
આઁખમા અમી ને હેત છે હોઠમા, કોઇ લાગેના નઠારુ,
ઝરી આવીને પાસમા બેસે જે, હસીને દઇએ આવકારુ.
આઁગણુઁ લીપીશુ,ઢોલીયા ઢાળીશુ, થાકીને આવે કોઇ અણધાર્યુ,
પોઁચી પાપણે હાથ પસારી, મીઠી નીઁદરુ ને ઉતારુ.
ભૂખ ભાઁગીને ભેખ લઇએ પછી ભીખને ઠોકરે લે મારુ,
પ્રીતને પીશુ ને વ્હાલ ને વેચશુ, થૈ જાશે આપણુ નીવારુ.
આતો તારુ તે તારુ ને મારુ પણ તારુ.

(જોડણી-ભૂલો ક્ષમ્ય ગણશો)


Leave a reply to chetu જવાબ રદ કરો