jump to navigation

કોને ખબર? August 17, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

મિત્રો, તમને યાદ હશે જ કે એકવાર અહીં “કોણ માનશે?” ની પોસ્ટ આપવામાં આવી હતી, જેમાં ઘણાં મિત્રોએ ભાગ પણ લીધો હતો… (ન લીધો હોય તો હજીયે ભાગ લઈ શકો છો!) 

આજે હું ‘કોને ખબર?’ શબ્દો આપું છું… જેનાં પરથી આપણે કાવ્યો/ગઝલો લખવાનાં છે… (હા, મેં ય કાંઇ નથી લખ્યું હજી!)

‘કોને ખબર?’ રદીફવાળી શ્રી ર.પા. ની એક ખૂબ જ સ-રસ ગઝલ છે, જે મોટેભાગે બધાએ વાંચી જ હશે…

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

આખી રચના અહીં વાંચો… 

આ રદીફ આપવાની ઈચ્છા સાથે આપણાં બ્લોગ-મિત્ર બિમલ(બાબુ) દેસાઈ ‘નારાજ’ એ એમની આ રચના પણ મોકલાવી હતી…  આભાર બિમલ!

કોણ કોને ઝંખે છે કોને ખબર?
હું તને કે તું મને કોને ખબર?

કોણ આવે છે રદીફ કાફીયા બની?
કોણ ગઝલમાં ઝળહળે કોને ખબર?

લ્યે હથીયાર મેં નીચે મુકી દીધા.
તોયે જીત્યો કોના બળે કોને ખબર?

બંધ મુઠ્ઠીમાં હજારો રાઝ છે છુપાવ્યા
શું શું છે આ પગતળે કોને ખબર?

આ ગઝલનું ઝરણું નાભિથી વહયું છે.
સાગરમાં ભળે કે ના ભળે કોને ખબર?

હું પાર્થના તીરે વીંધાયેલ માછલીની આંખ
કોણ આ પાંચાલીને કહે કોને ખબર?

જે હું શોધું યાદના લીલાવન મહીં
“નારાજ” મળે કે ના મળે કોને ખબર?

આ રચના ખરેખર ખૂબ જ સુંદર છે… પરંતુ જો આને છંદમાં ઢાળવામાં આવી હોત તો કદાચ એ વધુ ખીલી ઉઠત..!!

તો ચાલો મિત્રો, આપણે પણ ‘કોને ખબર?’ ની અટકળો શરૂ કરીએ… ‘કોને ખબર?’  શબ્દોને તમે રદીફ તરીકે પણ લઈ શકો છો અથવા ‘કોને ખબર?’ ની અટકળ કરતું કોઈ અછાંદસ કાવ્ય પણ લખી શકો છો…. ગુડ લક! 🙂

* * *

Advertisements

Comments»

1. ગાગરમાં સાગર » Blog Archive » કોને ખબર ? - રમેશ પારેખ - August 3, 2007

[…] સર્જન પર ‘કોને ખબર?’ રદીફ પરથી રચના લખવાનું […]

2. Pradip Brahmbhatt - August 17, 2007

કોને ખબર? પ્રદીપ બ્રહ્મભટ્ટ
હું જાગ્યો, સવાર પડી, બપોર પણ થયાં, સાંજ થશે? કોને ખબર.
હું ભણ્યો,કોલેજ પણ ગયો, ડીગ્રી મળી, નોકરી મળશે? કોને ખબર.
હું ભારતથી આવ્યો, ગ્રીનકાર્ડ મલ્યું,સારી જોબ મળશે? કોને ખબર.
હું રાત્રેજોબકરું,પત્નિદીવસે જોબકરે,બાળકોનેસંસ્કારમળશે?કોને ખબર.
હું બડાશો મારું,મોટીમોટી ડંફાસો મારું,મારું સાંભળશે કોણ? કોને ખબર.
હું સર્જનકરું કે વિસર્જનકરું,સહિયારાસર્જનમાં કોઈઅસરપડશે?કોને ખબર.

3. હરીશ દવે અમદાવાદ - August 17, 2007

મુક્તપંચિકા : કોને ખબર?
– – – – –

આયખું આખું
ઝબૂકી વીજ
સમ પળ એકમાં
વીતશે – હતી
કોને ખબર?

* * * *

આપશો શબ્દો
તમે, વાચાળ
થઈ જાશે કલમ
અમ – આ હતી
કોને ખબર?

* * * *

હરીશ દવે, અમદાવાદ

4. સુરેશ - August 18, 2007

મીત્ર આવા ખોખલા કોને ખબર?
પ્રીત આવી પાંગળી કોને ખબર?

રુપને વળગી રહ્યા ને સત્યને છોડી દીધું,
માન્યતા સૌ સાંકડી, કોને ખબર?

દીલ તણા ભાવો ન જાણ્યા, શબ્દને પકડી રહ્યા,
ફેરવી ચહેરો છુપ્યા, કોને ખબર?

કાળના આ ગર્ભમાં ભંડારીને મારા ખુદા!
સાચવ્યું બસ આટલું? કોને ખબર?

માંહ્યલો મુંઝાય છે કે, આમ બનતું શેં ભલા?
સાચને યે આંચ છે, કોને ખબર?

5. ashalata - August 18, 2007

આ સ્વેત વાળ,કાળાશ કોણ લઇ ગયુ કોને ખબર?
આ સુની આખો,આસુ કોણ લઇ ગયુ કોને ખબર?
આ ફીકા હોઠ,મલકાટ કોણ લઇ ગયુ કોને ખબર?
આ ચહેરો?-નૂર કોણ લઇ ગયુ કોને ખબર?
ભર જવાનીમા ઘડપણ શે આવ્યુ કોને ખબર?
યત્રયુગના ઓ માનવી,કેવી આ યાત્રા કોને ખબર?

6. Chiman Patel "CHAMAN" - August 18, 2007

ક્લીક કરતાં હોમવકઁ મળશે કોને ખબર!
કામ પડતું મૂકી લખવું પડશે કોને ખબર!
કંઈક લખવા પ્રેરાયો હું આ રીતે તો આજે,
પેન પકડતાં આમ શબ્દો જડશે કોને ખબર!
ચીમન પટેલ ‘ચમન’
૧૮ઓગસ્ટ’૦૭

7. મગજના ડોક્ટર - August 18, 2007

જન્મ્યા બાદ જીવાશે જીવન કોને ખબર?

એકડો કરતા ભણાશે શું કોને ખબર?

રમતા ભણતા પ્રેમ થાશે કોને ખબર?

પ્રેમી સાથે લગ્ન થાશે કે કેમ કોને ખબર?

લગ્નના બંધન તુટશે કોને ખબર?

મ્રુત્ય પછી ક્યાં જશું કોને ખબર?

જીવનમાં મરવાનું ક્યારે આવશે ? કોને ખબર?

ગુજરાતી લખતા કાવ્ય થાશે કોને ખબર?

8. Pinki - August 19, 2007

ડાળે ડાળ ટહુકતી નિરખી કોયલને,
અને કોયલ પણ ખીલતી,
ગુલમહોરનાં રક્તવર્ણાં કેસરી પુષ્પો સંગ.
છેડતી કોયલ તાર સપ્તકનો સૂર ,
અને પછી તો-
પોપટ,ચકલાં,કાબર,હોલો બધાં
મચી પડતાં મેળવવા એનો સૂર
જે જામે પછી સંગીતની મહેફિલ……….
હરખાતી મનીપ્લાન્ટની વેલ,
શરમાતી શરમાતી વીંટળાઇ જતી ગુલમહોરને.

પવનનો સૂસવાટો આવ્યોને, બારીનો પડદો ઊડ્યો.
હું, મારી કોયલ, મારો ગુલમહોર
બધુંયે કડડડ ભૂસ……..
કોઇએ ગુલમહોર કાપી નાંખેલો છે.
છે બસ હવે માત્ર ઠૂંઠૂં.
ચકલાં,કાબર,પોપટ,હોલો – સૌનાં માળાની જેમ,
મારો વ્હાલનો માળો પણ પીંખાઇ ગયો.
બધાં કહે છે સરસ અજવાળું થઇ ગયું અને
મચ્છરો પણ ઓછાં થશે.

દૂર દૂર ક્યાંકથી કોયલનાં ટહુકા સંભળાયા………
કદાચ ગુલમહોરને યાદ કરીને, કોને ખબર ??

(૪-૫ દિવસ પહેલાં જ Plantation Day હતો,
મેં અને મારા ઓમે એક ગુલમહોર વાવ્યો છે,
ક્યા…રે ઊગશે, કોને ખબર ?? )

9. મુક્તપંચિકા: 18/08/2007 « અનુપમા - August 19, 2007

[…] મારી નીચેની મુક્તપંચિકાઓ “સહિયારું સર્જન” પર પ્રગટ થઈ […]

10. Shirish Kamdar - August 19, 2007

Kone khabar kon mitra ne kon nahi?

Kone khabar mot etle su?

Jyare jinav etle su tej khabar nathi to mot ni su kam fikar?

Nathi khabar kayre anne kem lakhu?

Na janyu janki nathe savare su thavanu chhe? — Aa pankito to yad j hase…………

Shirish

11. Mohammedali"wafa' - August 19, 2007

કોને ખબર_ મોહંમદ અલી ,વફા,

ખૂન ઈનસાનોનું થશે કોને ખબર.
રાજ શયતાનોનું થશે કોને ખબર.

દીપ માનવતાના ધર્યા કઇં માનવે,
માન હેવાનોનું થશે કોને ખબર.

ફૂલ બાગે ચીરી જિગર મહેકાવ્યા ,
નામ વીરાનાનું થશે કોને ખબર.

નામવરના નામ પર છેદો પડયા,
કામ ગુમનામોનું થશે કોને ખબર.

ફેરવી દીધું પાણી અમારા નામ પર.
ધામ બદનામોનું થશે કોને ખબર.

12. Pravin H.Shah - August 20, 2007

શિખ્યો ચાલતાં, સાચો મારગ મળશે? કોને ખબર?
દોડ્યો, થાક્યો, શું ઝાંઝવાં પાછા વળશે? કોને ખબર?
આશાના આમ વાવું દિલમાં, ફળશે? કોને ખબર?
ખબર આપ્યા વિના જઉં છું, મળશે? કોને ખબર?
દૂધમાં સાકરની જેમ એ, ભળશે? કોને ખબર?
લેણ-દેણ ખૂબ કર્યાં, તાળો મળશે? કોને ખબર?
હારું, રમું ફરી ફરી, ભાગ્ય ફળશે? કોને ખબર?
સો સવાલો, જવાબ એકે ય મળશે? કોને ખબર?
શોધું જેને એ યુગાંતરે ય મળશે? કોને ખબર?

13. jjkishor - August 20, 2007

કાલની કોને ખબર ?
કાળની કોને ખબર ?
પાંદડું આજે ખર્યું આ,
ડાળની કોને ખબર ?

(આ જ ક્ષણે ઉગ્યું તે ઉતારી દીધું છે ! )

14. ઊર્મિ - August 20, 2007

વ્યાખ્યાતા મિત્રતાનાં,
નારા લગાવી મિત્રતાનાં,
છૂપાવીને છૂરી બગલમાં,
મારવાં ખાતર
પીઠ પાછળ
આવશે બની
મિત્ર,
કોને (હતી) ખબર?

15. Bhavna Shukla - August 23, 2007

તારા સ્મ૨ણ નુ પોટલુ ને ગાઠ છોડી આમ તો
વેદના ના દ્વાર ખોલી લે ઉભા કોને ખબર…..
એક અમથી સ્યાહી ને એ પણ સજળ શ્યામળ હતી
રઁગ ની છોળો ઉડી કોણે ભરી કોને ખબર….
વાગશે રે વાગશે એવુ જ કૈક્ થોભી રહી
કઁટક મહી વસઁતનો ટહૂકો સ્ફૂર્યો કોને ખબર….
શાઁત જળવત એક વમળને પ્રીતિ છે એમ પુછીયુ
છેટુ જૈ પાછુ નિરુત્તર શે વળ્યુ કોને ખબર….
એક અવલઁબન મને કરતુ ઇશારો સાનમા
બિઁદુવત અપરાધ માથે જો ચડે કોને ખબર….
જળો જેવી કેટલી કઇ આસથા વળગ્યા કરી
ને કવન એવુ બને કે પ્રાર્થના કોને ખબર….

16. pravinash1 - August 30, 2007

બાળપણ ગયું ને જુવાની ક્યારે આવી
કોને ખબર?
જુવાનીના તોરમાં માથે સફેદી આવી
કોને ખબર?
જીવનની સંધ્યાએ સાન ક્યારે આવી
કોને ખબર?
બસ, હવે તારો સાદ ક્યારે સંભળાશે
કોને ખબર?
wrote it sponteneously.

17. કોને ખબર_ મોહંમદઅલી ‘વફા’ « - September 23, 2007

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: