jump to navigation

સંકલિત: ‘પરીચય’ ઓગસ્ટ 17, 2007

Posted by ઊર્મિ in કાવ્યો, ગઝલો, મુક્તકો, મુક્તપંચિકા, સંકલિત.
trackback

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ:  તમારો ‘પરિચય’ આપશો? 

* * * 

આપણે પહેલાં આ બે રચનાઓ માણી હતી…

કવિ ‘સૈફ’ પાલનપુરી

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે.

કવિ ‘શૂન્ય’ પાલનપુરી

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.

 * *

હવે આપણે આપણા સૌની રચનાઓ જોઈએ…

*

આટલા પરિચય પછી પણ, શું છે હજુય શંશય?
હૈયાની વાત પણ તમને લાગે છે અભિનય?
પરીચય વિના પણ વસ્યા તમે મુજ હૃદય ..!
હજુય એક આશ છે, થશે આપણો સમન્વય..!

(ચેતના શાહ)

*

તમે આજે મને પૂછી રહ્યા છો , ‘શું પરિચય છે?’
કહું હું શું તમોને આજ ? ના હું જાણતો ખુદને.

ખુદા જાણે કે આ ‘હું’ કોણ છે? રે! ના ખબર મુજને.
તમે પૂછી જુઓ ખુદને, તમે શું જાણો છો ખુદને?

પરિચય કોણ કોનો કઇ રીતે આપે કહો, વારુ?
ખબર ક્યાં કોઇને પડતી કદી, તે જાણે છે ખુદને?

ખુદા ખુદ કોણ છે, ક્યાં રહે છે, તેની ક્યાં ખબર મુજને?
મને શંકા પડે છે કે , ખુદા શું જાણે છે ખુદને? !

પરિચય એટલે ના પૂછશો કદીયે આપ કોઇને.
પહેલાં ‘કોણ છું હું?’ તે જરા પૂછી લિયો ખુદને

(સુરેશ જાની)

*

હજુ પણ તમને જોઈએ છે પરિચય
સઁજોગોના આવન જાવનનુઁ વિનિમય
પાણી ના બુલબુલાનો શો પરિચય
ઉત્તર મળતા પહેલા વિલય

(પ્રવિણા કડકિયા)

*

તમે પુછ્યો છે ‘મારો પરિચય’
આવે મને બળુકી શરમ
હું તો રાજ્જા તારી દિવાની
બસ કર એક પ્રેમભરી નજર્
ગામ આખ્ખુય વાતો કરે
જાણે તુ તો મારો વહાલો સ્વજન્
ઠાલો તુ ન જાણે ને પુછે મને
મારો પરિચય ઓ ભોળા સજન?

(વિજય શાહ)

*

મુક્તપંચિકાઓ

પરિચય શો
આપું તમને
મેઘધનુષ સમ
નીલ ગગને
છવાવું ગમે

સપ્તરંગનાં
રંગો પામવા
સપ્તસુરોના લય
તાલ નાદને
પામવા ગમે

(નીલા કડકિયા)

*

ફુલોનો પ્રાણ છું, ને કળીઓનો જીવ છું
પ્રેમ સાહિત્યમાં હું આદમ અને ઇવ છું

અધર્મનો નાશ કરવા આ કુરુક્ષેત્રમાં
શ્રીકૃષ્ણના વ્હાલા પાર્થનુ ગાંડિવ છું

શબ્દ ઘુંટુ, શબ્દ શ્વસુ, શબ્દમાં વહુ
હા,એજ શબ્દોના સથવારે “રાજીવ” છું

પરિચય એટલોજ કે વાંસળીથી વિખુટો થયેલો સુર છું
છું સદાથી તારો પોતાનો અને આજે તારાથી દુર છું

(રાજીવ ગોહિલ

*

મોંઘો પરિચય મળવો મુશ્કેલ
નેટ ની આ દુનિયા માં
સાચો પરિચય ખોળવો મુશ્કેલ

વિશ્વાસ વગર મળવો એ મુશ્કેલ
હળવાશ વગર ની આ દુનિયામાં
કયાંથી મળશે સાચો પરિચય

નિખાલસતા વગર પરિચય ક્યાંથી
પરિચય વગર મૈત્રી ક્યાંથી
મૈત્રી વગર આત્મીયતા ક્યાંથી

પરિચય વગર ન રહે આ જીવન ‘જીવન’
મારામાં જ હું શોધું છું મને
મળ્યાં પછી હું આપું સાચો પરિચય

(જય ભટ્ટ)

*

ગઝલ

 –હતી પોતાની શું ઓળખ

હતી પોતાની શું ઓળખ, કદી જો વિસરે કોઇ
પછી તો બસ્, બની કાયા, કફનમાં નીકળે કોઈ

કહો કોને ભલા આ આઈનો શોધી રહ્યો આજે
હતું એ કોણ મારામાં? અને આજે રહે કોઈ…

તને દેખાય જે મારી, નથી ઉંચાઈ પોતાની
ઉભો છું હું આ કોના પર? અને મારે ખભે કોઇ…

હતો એ સાથ જીવન માં, હવે બસ યાદ છે મનમાં
કદી પાંપણમાં બેઠાતા, બની યાદો ઝરે કોઇ

મળે માયા થકી ઉર્મી, મળે સપના થકી આશા
બીજું તો શું જુએ ઓ દિલ? જીગરમાં જળહળે કોઈ…

પ્રથમ તારી હયાતી નો પુરાવો માંગશે લોકો
પછી શોધે ફરિશ્તાઓ, કબરમાં સળવળે કોઇ

(હિમાંશુ ભટ્ટ)

*

મુક્તકો

બસ આટલો છે અમારો પરીચય,
તમારા વિના છે અધુરો પરીચય,
ના હો કદી- હો રાધા વિના શ્યામ,
હો રાધેશ્યામ- તો મધુરો પરીચય.

એમ તો કોઇનેય મારો પરિચય નથી આ જગમાં,
તારા સ્મરણોને મારું સરનામું ક્યાંથી મળતું હશે?
અફાટ રણને ગટગટાવી પી રહી છું એજ આશમાં,
એકાદ બુંદ તો એમાં તારી ઊર્મિનુંયે ભળ્યું હશે!

(ઊર્મિસાગર)

*

એજ છે મોટી વાત, કે હું મારી જાતને ઓળખું છું,
મારી સાથેનો મારો પરિચય એટલે વિશ્વનો પરિચય,
માનવથી યે મોટો માનવ થવાની ના કોઇ ઇચ્છા,
માનવ છું, માનવ બની રહું તો ય ઘણું.

(પ્રવિણ એચ. શાહ)

*

અને છેલ્લે…
એમ તો ‘વફા’સાહેબ ગુજરાતીમાં જ ગઝલો/મુક્તકો અહીં મૂકતાં હોય છે
પરંતુ આ વખતે એમણે એક મુક્તક હિન્દીમાં મૂક્યું હતું…

-मेरे वजूद का वाहेमा-

कुछ भी नहीँ हम फीर भी हमारे होने का है वाहेमा,
वक़्त के सांचेमे एक दिन पीस जायेगी सब दास्ताँ.

तु कया तेरी नक़्सी हक़ीक़त का तिलस्म तूट्जायेगा,
राजदार था ये आयेना ,चुपभी रहेगा ये आयेना.

(મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’)

* * *

ટિપ્પણીઓ»

1. Pravin H. Shah - ઓગસ્ટ 18, 2007

ખંજર ચાખી ગયું છે લોહી અમારું
એટલે તો વાર કરે છે વારંવાર
બાકી અમે તો મસ્તીથી સૂતા છિએ કબર મહીં
છતાં ય અમારો પરિચય જોયતો હોય
તો હાથમાં ફૂલ લઇ આવજો અહીં
અમારો પરિચય આપીશું
જિન્દગીની પૂરી દાસ્તાન કહી

2. pravina Avinash - ઓગસ્ટ 19, 2007

પરિચય આપવા બેઠી થયું
પેનનું વજન ભારી થયું

પરિચય કોનો? મનમાં થયું
જે ખુદ ખુદથી અનજાણ તેનું ભાન થયું

3. Bhavna Shukla - ઓગસ્ટ 28, 2007

અહો,
અહી કેટલાય કાળા કીડાઓ કોતર્યા
લો કહુ કે આજ મારો પરિચય તો મનાય શે…
આજ લખ્યુ, કાલ લખ્યુ ને બા હવે તો બહુ લખ્યુ
દાદ નો શો વાદ રાખી રાખો હવે મથાય શે…
અરરર,
કોન્ફરસ કોલ અટેન્ડ ના કર્યા, ઇ-મેઇલ પણ રહ્યા
ક્ષણો x ડોલરો વાળો મોઁઘો પરિચય અપાય શે…
તમે તો ભઇ પત્ર પહેલા લિખિતઁગ જોને વાચશો
અમસ્તી કાઇ લીટીઓને કવિતા કહેવાય શે…

લો કહુ કે આજ મારો પરિચય તો મનાય શે…

4. રાજેન્દ્ર જોષી - સપ્ટેમ્બર 22, 2008

મારો પરિચય શું આપું, હું એક માણસ કે જે જોઇને કોઇની વ્યથા,
થઇ જાય છે ગમગીન, મનમાં કરું એક પ્રાર્થના કે ન મળે કોઇને વ્યથા,
જો મળે કોઇને વ્યથા , તો સાથે મળે વ્યથા સહન કરવાની સહજ શકિત ,
તે સર્વની વ્યથા , જે તબદીલ થાય સહજ આનંદમાં, તો આવવાનું મારું જગમાં થાય યર્થાથ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: