jump to navigation

સ્વાતંત્ર્ય… આઝાદી… August 10, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

મિત્રો, બુધવારે 15 મી ઑગષ્ટ છે… ભારતનો સ્વાતંત્ર્ય દિવસ. એ માટે સૌ મિત્રોને આગળથી હાર્દિક વધાઈ અને આપણને સૌને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ મંગલ શુભકામનાઓ…!!

india_flag.gif

ગણતંત્ર દિવસ નિમિત્તે આગળ જાન્યુઆરીમાં મેં અહીં દેશભક્તિ અને શહીદી વિષય આપ્યો હતો… પરંતુ, ઘણા મિત્રોને કદાચ “શું લખું?” ની મુંઝવણ થઈ હશે, એટલે માત્ર 2-3 રચનાઓ જ મળી હતી.  કાંઈ વાંધો નઈં… હોતા હૈ, હોતા હૈ…. કાયમ જ કાંઈ કવિતાદેવી આપણા ઉપર થોડા રીઝાઈ જતા હોય?  મારા પર પણ નથી રીઝાતા ઘણીવાર… 

આજે હું દેશભક્તિ અને શહીદી તો નહીં (એ વિષય પર લખવું હોય તો ઉપર આપેલી લિંક પર ક્લિક કરો!) પરંતુ થોડો રીલેટેડ વિષય જ આપું છું…  સ્વાતંત્ર્ય અથવા આઝાદી !!  અને આ આઝાદી કે સ્વાતંત્ર્યતા માત્ર દેશની જ નહીં હોં… કોઈની કે કંઈની પણ હોઈ શકે… વ્યક્તિગત પણ હોઈ શકે અને દેશની પણ હોઈ શકે…

કવિલોકનાં દિલીપભાઈ પટેલ આઝાદી વિશે કહે છે કે…

બહાર ખાદી અંદર ગાદી કાં વદે વાણી ‘હું ગાંધીવાદી’ ?
હીંસક મીજાજી સ્વાર્થ તેજાબી દેખ દાઝી દેશ આઝાદી
 

મિત્ર વિવેકની બે ગઝલોમાંથી આઝાદી શબ્દોનાં ત્રણ શેર મળ્યાં છે, એ મમળાવીએ…

ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?

એક શંકામાં બરફ થઈ જિંદગી થીજી ગઈ,
શક્ય આસ્થાના કિરણમાં બસ હવે આઝાદી છે.

સોયમાં દોરો થઈ આજન્મ સંગાથે રહ્યાં,
કેવું બંધન છે, ખરી જ્યાં બંનેને આઝાદી છે !

તો ચાલો, મિત્રો તૈયાર છો ને?  અને આ વખતે આપણે માત્ર લઘુકાવ્યો જ લખીએ તો..?!! આજે આપણે આઝાદી કે સ્વાતંત્ર્યનાં શબ્દો ઉપર કોઈ પણ શેર, પંક્તિ, મુક્તક, હાઇકુ કે મુક્તપંચિકા જેવા નાના જ કાવ્યો લખીએ…  ગુડ લક (ટુ મી ટુ!)!!

* * *

Advertisements

Comments»

1. Harnish Jani - August 10, 2007

Aazaadi—Hu shu JaaNu–Hu to ParNelo chhu.
What do I know about Aazadi ? I m a married man

2. Pravin H. Shah - August 11, 2007

ગાદી મળી આબાદી મળી ખાદીના નામે
સરવાળે મીંડું મળ્યું આઝાદીના નામે!

3. kavita - August 11, 2007

“જા હવે છૂટ્ટો”
કીધુઁ મે પાપણમાઁ
પૂરીને એને

4. અનામ - August 11, 2007

આકાશ આઝાદીનું
પાંખવિહોણું
પંખી ડચકાતું

અનુશાસન અને દેશભક્તિની પાંખ વગર કબૂતર કેવી રીતે ઊડી શકે?

5. Pravin H. Shah - August 11, 2007

ના ખડગ, ના ખંજર,
અહિંસાની ધારે લૂંટી
બાપુ તેં આઝાદી;
ના રેશમ, ના ટસર,
ખાદી કેરા ધાગે ગૂંથી
ગાંધી તેં આઝાદી.

6. Pravin H. Shah - August 11, 2007

બોલી મીઠાં બોલ બે ભોળવી ગયા
એ, મનની આઝાદી છીનવી ગયા.

7. અનામ - August 11, 2007

ઘણીવાર થાય કે,
જન્મ થયો તે આઝાદી
કે મરણ થયું તે આઝાદી ?
પવન ઝપાટૅ ઊડી જતી રે
સ્વતંત્રતાની શાહજાદી.

8. Pravin H. Shah - August 11, 2007

મા ભોમને ચરણે આપણે ક્યાં
મસ્તક મૂકવું હોય છે,
આપણે તો બસ આઝાદીનું
અમૃત જ પીવું હોય છે!

9. Devika Dhruva - August 11, 2007

” મુક્ત બંધન્ ” વાંચો :

http://devikadhruva.wordpress.com

Archives—May 8 2007.

10. wafa - August 11, 2007

उजड गये गुलशन सभी_मोहम्मदअली भैडु,वफा’

उजड गये गुलशन सभी क्योंकी वतन आझाद है.
उठ गये चिलमन सभी क्योंकी वतन आझाद है.

जीसने चाहा जीस तरफसे लूटनाथा लूट लीया,
फीर भी है मामुन सभी क्योंकी वतन आझाद है.

बे इमां नन्नानवे सब सो मेसे जीते चुनाव
खुश है मर्दो जन सभी क्योंकी वतन आझाद है.

पानी पी सकते नहीँ दरिया,कुएँऔर चशमेका,
बोतल मे है झरन सभी क्योंकी वतन आझाद है.

हमने बहाया खून आझादीके लिये पानी समझ
खुश्क हुए दिलके चमन क्योंकी वतन आझाद है.

कलको ,वफा’ एसा न हो ओक्षीजन लेके फीरेँ,
है हवा मेँ प्रदुशन सभी क्योंकी वतन आझाद है.

_मोहम्मदअली ,वफा’ 10नवे.2006

ચિલમન=પરદો
મામુન = સુરક્ષિત
For more urdu poetry of wafa in Devnagri transliteration pl. click the following URL

http://www.shayri.com/forums/showthread.php?t=43607&page=3

11. Chirag Patel - August 12, 2007

સ્વાતંત્ર્ય કે સ્વતંત્રતા યોગ્ય લાગે છે, સ્વાતંત્ર્યતા નહીં.

એકનું સ્વાતંત્ર્ય બન્યું બીજાનું બોજ;
કેમ ભુલે આતમની પરાધીનતા રોજ?

12. Pravin H. Shah - August 14, 2007

આપણો સ્વતંત્રતા દિવસ આજે,
આનંદ પર્વ છે ચોક્કસ આજે,
પણ ક્યાં એ ગૌરવ ને ઉમંગ આજે,
ક્યાંક તો પાકશે ગાંધી આજે

13. Chetan Framewala - August 16, 2007

આપ સૌ ને 60મા આઝાદી પર્વ ની હાર્દીક શુભકામના……..

રોટી માટે લોકો લડતાં,ચાલો ઉજવો આઝાદી.
બાળક છોને ભુખ્યાં મરતાં,ચાલો ઉજવો આઝાદી.

મત આપીને ખુરશી આપી, આપ્યું ભારત સાચવવા,
નેતા નામે નાગો ડસતાં,ચાલો ઉજવો આઝાદી.

આખો મહિનો કાળી કસરત, બન્ને જણ કરતાં તોયે,
ક્યાં કોઈ દી’ નવડાં મળતાં,ચાલો ઉજવો આઝાદી.

નાના-મોટા કોઈ કામો,ક્યાં સ્હેલાઈથી થાતાં.
ભ્રષ્ટો હર શ્રણ ખીસ્સા ભરતાં, ચાલો ઉજવો આઝાદી.

નાની અમથી ભૂલો માટે વર્ષો વિતતાં જેલોમાં,
અપરાધી સૌ ખૂલ્લાં ફરતાં,ચાલો ઉજવો આઝાદી.

અબળાને સબળા કરવાના જૂઠા વાદા છો થાતાં.
અત્યાચારો રોજે વધતાં,ચાલો ઉજવો આઝાદી.

સચ્ચાઈના મૂલ્યો મોટા,ગાંધીજી તો કઇ ગ્યા’તાં.
સાચ્ચું ક્હેતાં ચેતન ડરતાં,ચાલો ઉજવો આઝાદી.

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.

14. જય - August 17, 2007

આઝાદી તો કહેવાની વાત છે પણ શું ખરેખર એ આઝાદી છે ખરી?
પ્રેમ તો માનવાની વાત છે પણ શું ખરેખર એ પ્રેમ છે ખરો?
લાગણી તો અનુભૂતિની વાત છે પણ શું ખરેખર એ લાગણી છે ખરી?
આઝાદી તો મુક્ત વિનિમયની વાત છે જે લઈ જાય છે લાગણીને સંવેદનાના ભાવવિશ્વમાં


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: