jump to navigation

એક પંક્તિ: “આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?” July 20, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

મિત્રો, આજે એક પંક્તિ આપું છું… જેવી રીતે મુશાયરાઓમાં આપવામાં આવે છે ને, બસ એવી જ રીતે… 🙂

પંક્તિ:  “આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?”
છંદ: ગાલગાગા ગાલગાગા ગાલગા 
કાફિયા: ખૂટ્યો, લાગ્યો, તૂટ્યો, જીવ્યો, વગેરે જેવા શબ્દો…
રદીફ: શું કરું?

જે મિત્રો છંદના અભ્યાસુ છે એઓ આ છંદમાં અને આજ રદીફ અને કાફિયાઓ લઇને લખવાનો પ્રયત્ન કરે…!  જેઓને નથી આવડતો એ સૌ છંદને અવગણી એટલીસ્ટ આજ કાફિયા અને રદીફને લઈને ગઝલ, શેર કે મુક્તક લખે… અને જેઓને છંદ શીખવું છે પણ છંદનાં નામથી ડરે છે, એમને હું મારા નિજ અનુભવ પરથી કહું છું કે મિત્રો, એટલું બધું અઘરું પણ નથી આ છંદ શીખવાનું હોં… હા, એકદમ સરળ પણ નથી, પરંતુ મારા હિસાબે પહેલાં ખાસ જરૂરત છે છંદને ગઝલમાંથી ઓળખી શકવાની અને એને માટે આપણા કવિઓની સારી સારી ગઝલોનો અભ્યાસ કરવાની… જે માટેનો મારો અભ્યાસ તો હજી પણ ચાલુ જ છે અને હંમેશા ચાલુ જ રહેવાનો છે… કારણ કે મને જે એક-બે છંદો આવડ્યાં છે એમાં મેં સાચ્ચે જ કોઇ એવી મોટી ધાડ નથી મારી, પરંતુ આટલું આવડવાથી આ છંદ (જે મને એક સમયે એલીયન જેવો લાગતો હતો!) નાં રસ્તે આગળ જવાની ધગશ હજી એવી જ રહી છે જે મારે માટે ઘણી મોટી વાત છે…!!  અને એ માટે મારા છંદ-શિક્ષક-મિત્રોને મારા સ્નેહવંદન…!!

કવિ શ્રી આર.જે. નિમાવતનો એક શેર છે…

લો રહ્યાં અકબંધ સ્વપ્નાં આંખમાં;
આપણો સંબંધ ખૂટ્યો શું કરું !

આ આખી ગઝલ કોઇ પાસે હોય તો અહીં જણાવશો…

આપણા કવિ-મિત્ર વિવેકનું કહેવું છે કે…

જિંદગીનો પથ હજી બાકી હતો,
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?

વિવેકની આ આખી ગઝલ અહીં વાંચો

મિત્ર વિવેકની પાસેથી આ પંક્તિ લઈને મેં પણ એક ગઝલ લખી છે… એ ય પાછી છંદમાં હોં…  🙂

(હા, આ વખતે પણ મેં જરા અંચઈ જ કરી છે… વિષય આપવા પહેલાં જ આ ગઝલ લખી દઈને… )

આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?

મારી આ આખી ગઝલ અહીં વાંચો..

મિત્રો, તૈયાર છો ને તમે?   ભૂલી તો નથી ગયા ને આપણા કાવ્ય-સર્જનની પ્રેક્ટિસ…??

તો ચાલો લખવા માંડો… 
‘શું કરું?’ રદીફ  પરની કોઈ પણ રચના…
બની શકે તો આ જ છંદમાં…
આ જ રદીફ અને કાફિયાઓની સાથે…

* * *

Advertisements

Comments»

1. chetu - July 20, 2007

આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?

લાગતો’તો જે અતૂટ ને જન્મોનો,
આજ જન્મે એ તો તૂટ્યો, શું કરું?

એક્દમ સરસ્…! …અભિનંદન ..!…i couldnt send this comment on urmisagar.com..

2. Rajendra Trivedi, M.D. - July 20, 2007

મુજ ને રાતો સ્વપ્નમાં નીત પુછતી,

ભાનુ ઉગતા મનને મારા પુછતી,

ક્યાં સુંધી તું આ રીતે ઝુરતી રહીશ!

આપણા સંબંધ તુટ્યા છે શું કરું?

3. Kartik Mistry - July 21, 2007

મનમાં કંઇક કંઇક ઉદૂભવી,
પણ મને ગઝલ આવડતી નથી શું કરું?

4. chetna bhagat - July 22, 2007

khubaj saras..આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?

લાગતો’તો જે અતૂટ ને જન્મોનો,
આજ જન્મે એ તો તૂટ્યો, શું કરું? ….khubaj gamyu..actully mare gujrati ma lakhwu hatu..pan fawyuj nahi..plz can u tell me ..? how can i write comment in guj ?

5. Pancham Shukla - July 24, 2007

આપણો સંબંધ ખૂટ્યો , શું કરું?
દાંતીવાળો દોર તૂટ્યો શું કરું,

માત્ર સ્વપ્નોને હવે ચોળી શકું,
અર્ધ જાગ્યો, અર્ધ ઊઠ્યો, શું કરું?

રાખ ચોળી, રાફડે જઇને ઉભો,
રૂખડો ધર્રાર રૂઠ્યો, શું કરું? (નોંધઃ રૂખડબાવાની કથા તરફ સંદર્ભ છે.)

6. Pravin Shah - July 26, 2007

છંદ: ગાલગાગા ગાલગાગા ગાલગા

શું કરું?

હાથમાંનો જામ છૂટ્યો, શું કરું?
એક તારો સાથ છૂટ્યો, શું કરું?
સૂરમાં ગાવા ચહું બેસૂર હું,
એક્તારે તાર તૂટ્યો, શું કરું?
રોજરોજ્જે દાવ જીતી શું મળ્યું?
આખરી હું દાવ ભૂલ્યો, શું કરું?
એકલો આવ્યો જવાનો એકલો,
આપણો સંબંધ તૂટ્યો, શું કરું?

7. શું લખું? « સહિયારું સર્જન - પદ્ય - July 27, 2007

[…] શુક્રવારે મેં એક પંક્તિ આપી હતી…  “આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?”… એ જ છંદ, કાફિયા અને ‘શું કરુ?’ […]

8. digisha - July 29, 2007

thanks 4 visiting my blog..and thanks 4 yr comment..and inviting me to participate..but i can not give such a time..as well i have lots of work..so whenever i got chance joined yr blog..and u r doing such a nice work..good keep it up”..
frm: digisha sheth parekh,
divya-bhaav

9. vijayshah - July 30, 2007

શું કરુ?

આપણે ચાલ્યા લગારે સાથે ના
વ્હાલ તેથી તો ઘટ્યાં રે શું કરું?
સાચવ્યા ના વ્હાલનાં સંભારણાં
પ્રેમ દોરો છેક તુટ્યો રે શું કરુ?

10. ધૈવત શુક્લ - July 30, 2007

A Note from the author –
“This is just an exercise and EXPERIMENT – with words, concepts and meter. The author himself has no claims about this Ghazal reaching to a great height… for the reasons of quality control and judicious use of resources of Gujarati Language…. Kindly read it in this light !”

ગઝલને ભણવી ગમે તે શું કરે?
છંદથી છણવી ગમે તે શું કરે?

ઘૂસ મારે બ્લોગની ખેતી મહીં
દાદ પણ લણવી ગમે તે શું કરે?

ગાલગાગા ગાલગાગા છંદમા
વારતા વણવી ગમે તે શું કરે ?

હો ભલે સચ્ચાઈ એના શબ્દમા,
વારતા વણવી ગમે તે શું કરે ?

જે ગયાં તે, જ્યાં ગયાં, સારું થયુ.
ભીંત જો ચણવી ગમે તે શું કરે ?

ઊર્મિની ગાગર ભલે સાગર બને,
ગઝલને જણવી ગમે તે શું કરે ?

શાંત સમદર મુળ તોફાની જ છે !
ચૂંટલી ખણવી ગમે તે શું કરે ?

જો ફરીથી બોલતા ગા ગાલગા
ઉક્તિઓ ગણવી ગમે તે શું કરે?

ચણ હવે આખી ગઝલની શ્ક્યતા
પંખી જ્યમ ચણવી ગમે તે શું કરે ?

ચણ હવે મક્તા,રદિફ ને કાફીયા,
બ્લોગ પર ચણવી ગમે તે શું કરે?

છે હવે તોફાન એની આંખમા
ચૂંટલી ખણવી ગમે તે શું કરે ?

કુંખ પણ ગિરનારની હોવી ઘટે !
ગઝલને જણવી ગમે તે શું કરે ?

આ અડીખમ કેસરી શોભી રહ્યો,
ડણકને ડણવી ગમે તે શું કરે ?

હો ગઝલની ને પ્રતિષ્ઠા ગાનની,
ના કદી હણવી ગમે તે શું કરે ?

મસ્ત છે કરતાલધારી ગાનમાં,
ખનકને ખનવી ગમે તે શું કરે?

ગઝલનું છે પોત અપરંપારનું,
વ્હાલથી વણવી ગમે તે શું કરે ?

લખ હવે તું, ઊપડી જો ખણ તને,
લેખણે ખણવી ગમે તે શું કરે ?

Dhaivat Shukla
30.07.2007.

11. pravinash1 - July 31, 2007

હાથમાં કલમ છે અને સામે કોરો કાગળ
બસ તમારા ખ્યાલમાં ખોવાઈ છું શું લખું

તમને મળવાની આશા પુર્ણ થઈ
હૈયાના ભાવ દર્શાવવા શું લખું

12. Atul Vaidya - September 19, 2008

Congratulations!
I read about yr website totally in guj, I got the addss from it and I tried it and I found the web fully in gujarati. It is all about mostly about guj literature and anybody from the family and even children can visit it any time without any hesitation. Keep the trend I am really proud of u. Thanks!!!———Atul Vaidya, Atlantic City NJ 08401.
U.S.A.

13. bhagavati - September 22, 2008

thank you very much for what ever you doing for gujrati i am from kenya and very proud of you please keep it up

14. Amit Patel - November 26, 2008

ઊર્મિબહેન, ખૂબ ખૂબ આભાર સહિયારુ સર્જન શરુ કરવા માટે! કોણ જાણે કેમ, મારા ધ્યાનમાં આટલુ બધુ એક્ટીવ વેબ-જગત આવ્યુ જ નહીં…ને એક સરસ દહાડે મને એક પછી એક લિન્ક મળતી ગઈઃ તમે, વિવેકભાઈ, સુનિલભાઈ, જુગલકિશોરભાઈ ને પછી તો કમેન્ટસ વાંચતો ગયો એમ ખબર પડતી ગઈ કે આ તો એકદમ સરસ રીતે ગુંથાયેલુ વેબ છે.

બધા એક્બીજાને વાંચે છે, મઠારે છેઃ કોણ કોના ઉસ્તાદ થાય એ ખબર પણ નથી પડતી. સાચ્ચે જ ફ્લેટ વર્લ્ડ! મજા આવી ગઈ તમને સહુને ડિસ્કવર કરીને! કેટલુ શિખવા મળશે, કેટલુ માણવા મળશે! વાહ!!!

આ સહિયારુ સર્જનના નિયમો તો ખબર નથી. માની ને ચાલુ છુ કે જે પોસ્ટમાં રસ પડે એને જીવતી રાખી શકાય અને કોઈ ક્લોઝીંગ ડેટ નથી, ખરું? હમણા હમણા છંદ શિખવાની મથામણ ચાલુ કરી છે. બહૂ અઘરુ પડે છે. પણ લાગે છે કે શિખવા જ જોઈએ.

તમારી આ પોસ્ટ શું કરું? ગમી ગઈ પણ બહુ અઘરો રદ્દીફ છે. એક મહિના ઉપર ચાર દિવસે આ ગઝલ પુરી થઈ. કદાચ કાવ્યતત્વ ઓછુ પડશે, પણ છંદમાં લખ્યાનો આનંદ છે!

દ્રોપદીનો પાલવ મૂક્યો, શું કરું?
આખરી એ દાવ ચૂક્યો, શું કરું?

છે જ ક્યાં મારા કહ્યાંમાં તન હવે!
જામ લેવા હાથ ઊઠ્યો, શું કરું?

વારતા આખી સુણાવી તો ખરી,
પણ કથાનો સાર ચૂક્યો, શું કરું?

આશ જે થોડી હતી ડૂબી ગઈ,
મધસમંદર જ સઢ ફાટ્યો, શું કરું?

કાફિયા ખૂટ્યા પહેલા ઓ ગઝલ!
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?

15. jeet - March 24, 2009

khub j sundar


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: