jump to navigation

અંજલિ જુલાઇ 13, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

નાશવંત શરીર છોડીને જનારા સ્વજનોની પાછળ અમર થઈ જનારા ઘણાં શાશ્વત ગીતો અને યાદગાર કવિતાઓ રચાયાં છે…! 

જેમ કે, કવિશ્રી નરસિંહરાવ દિવેટીયાની આ અમર રચના… જે આવા દુ:ખદ પ્રસંગે કદાચ બધાં જ એને સૌ પ્રથમ ગાય છે…loose-flowers.gif

મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !

કરસનદાસ માણેકની એક અમર રચના…

જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !

બીજું મને ખૂબ જ ગમતું એક અંજલિગીત… પરંતુ એના કવિ વિશે મને કંઇ જ ખબર નથી.

હે નાથ! જોડી હાથ પાયે પ્રેમથી સહુ માંગીએ,
શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ;
જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો,
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો.

મિત્રો… તમને થશે કે આજે તમને આ અંજલિ ગીતો હું કેમ યાદ કરાવું છું?  તો એ એટલા માટે, કે આજનો આપણો કવિતાસર્જનનો વિષય છે, અંજલિ… કોઈકને અંજલિ આપવા માટે આજે આપણે અંજલિકાવ્યો લખીએ… આપણા બધાના જીવનમાં કોઇ ને કોઇ તો એવું હશે જ કે જે હવે આ દુનિયામાં હયાત નહીં હોય, જેની ગેરહાજરી તમને વારે-તહેવારે જરૂર સતાવતી હશે…  કોઇ સ્વજન, કોઇ મિત્ર અથવા નિરાલી જેવું કોઇ એકદમ અજાણ્યું જણ જે આપણા હૃદયને જરૂર ક્યાંક સ્પર્શી ગયું હશે…  તો એ સૌને આપણે આજે કાવ્યાંજલિ આપીએ તો?!    તમે કોઇને માટે લખેલી રચના પણ અહીં મૂકી શકો છો… નહીંતર આપણે તો અહીં કવિતા-સર્જનની પ્રેકટીશ કરવાની જ છે ને… એટલે નવી જ કોઇ રચના લખી દઈએ…

લ્યો, સૌપ્રથમ શરૂઆત આજે હું જ કરું છું… (જો કે મેં થોડું ચીટીંગ તો કર્યુ જ છે… કારણ કે પ્રથમ આ રચના લખી છે અને એના પરથી આ વિષય આપવાની બુદ્ધિ આવી છે… 🙂 )

નિરાલી નાયકને શબ્દાંજલિ આપવા માટે આ રચનાઓ મેં લખી છે… જે નિરાલીનાં પ્રશ્નો અને પ્રભુનાં ઉત્તરરૂપે લખી છે!

નિરાલી પૂછે છે કે…

તારા આંગણની હતી, નાજુક કોમળ-શી કળી,
મારી ડાળથી નાથ મારે, કેમ અલગ થાવું પડ્યું?
 

પ્રભુ ઉત્તર આપે છે કે…

હે સુકોમળ-શી કળી!  ના તેં કર્યા કો’ પાપ છે,
આવિયા’તા સંગ તારી, ગત જનમનાં કર્મ છે.

રીડગુજરાતી પર કમલેશ પટેલની એક રચના આપણા પ્રિય કવિ સ્વ. શ્રી ર.પા. માટે…

ઓ રમેશ ! તે કેવો લીધો છે વેશ !
કોઈને કહ્યા વિના, તેં સ્વર્ગમાં કર્યો પ્રવેશ !

આપણા હરીશકાકાની મુક્તપંચિકાઓ આપણા પ્રિય કવિ સ્વ. શ્રી ર.પા. માટે…

પાન ફરકે
અને સઘળા
પ્રસંગ યાદ આવે!
પણ, રે! હવે
રમેશ નથી!

તો મિત્રો, ચાલો આપણે કાવ્યસર્જન કરી આપણા વ્હાલુડાંઓને આપીએ… અંજલિ… શ્રદ્ધાંજલિ… પ્રેમાંજલિ… શબ્દાંજલિ… કાવ્યાંજલિ… (કે પછી આપણા ચિરાગભાઈની જેમ અંજલિરૂપે આખો બ્લોગ જ-) સ્વરાંજલિ…!!

* * *

ટિપ્પણીઓ»

1. નીલમ દોશી - જુલાઇ 13, 2007

this was wirtten for my father

સમય ની વહેતી વણઝાર માં…,
તસ્વીર બની ને રહી ગયા….,
જીવન તો ઠીક,મ્રુત્યુ યે જીવી ગયા,
ક્ષણ એક માં નિર્મોહી બની ગયા?
”આવજો” કહેવા યે ન રોકાણા?
મ્રુત્યુ માં યે મોહતાજ ન બન્યા કોઇના,
રૂઆબભેર ચિત્રગુપ્ત સામે ઉભા રહી ગયા,
ને ફેકયો પડકાર…..
લે,લઇ લે તારો હિસાબ,..જીવન કે મ્રુત્યુ નો…..
ચોપડા માં એના જમા કરાવ્યા….
દેહદાન ને ચક્ષુદાન.
ને graceful exit કરી ગયા…
અમે તો માનતા રહ્યા ..તમને,,..
જૂનવાણી…orthodex….
બંધ કરાવી સઘળા રીતિ-રિવાજો…
પડકાર અમને ફેંકી…મ્રુત્યુ શીખડાવી ગયા…
ને વસી ગયા અમ સૌના મનમાં
લીલાછમ્મ સ્મરણો બની,
પપ્પા,…ચાલોને પતા રમીએ આખી યે રાત,
તો યે શું તમે ન આવો તસ્વીર માંથી બહાર?

2. Chirag Patel - જુલાઇ 13, 2007

સ્વરાંજલિ – ચિરાગ પટેલ Mar 06, 2007

ક્યાં છે તું ઓ સ્વરાંજલિ? આભાસી બની ગઇ કેમ તું?
થોડા સમયમાં નવી ખુશી આપી, રૂઠી ગઇ કેમ તું?

ઘણાં કષ્ટો વેઠી તને પામ્યાંનો હરખ માતો ન્હોતો ‘ને,
ઝાકળવત સુવાસ પ્રગટાવી અનંતમાં સમાઇ ગઇ જોને.

ચિરાગે પ્રગટાવી પારૂલની પ્રતિકૃતિ સમ અંતરથી ખરી,
વૃન્દનાં સોનેરી સ્વપ્નોની મૂર્તિ, અલબેલી નાની-શી પરી.

માંગી હતી તને જગત્જનની પાસેથી કાલાંવાલાં કરી,
એનો જ અંશ સમ ભાસતી, સમાણી તું એમાં જ ફરી.

નાની હતી મારી અપેક્ષા એક, પામું કન્યાદાનનું પુણ્ય,
મારા અસ્તિત્વના અંશ દ્વારા, નહિ પામું કદીયે એ પુણ્ય.

જન્મ-મૃત્યુ, એ બે સનાતન સત્ય છે પૂરા આ જગમાં,
કેમ મને હરપળ એ સત્યની ઝાંખી કરાવી જીવનમાં.

દરેક આઘાત સહેવાની શક્તિ આપી, આંચકા શાને આપ્યા?
એણે ગણ્યું જે પ્યારું મેં માન્યું પ્યારું, મારી તને આ અંજલિ

3. Rajendra Trivedi, M.D. - જુલાઇ 13, 2007

you always said,

IF I COULD BE TREE ,
I WOULD PROVIDE SHADE FOR ALL THE MANKIND.
IF I COULD BE SEA,
I WOULD BE CALM FOR ALL TO SAIL.
I COULD BE SUN,
I WOULD PROVIDE WORMTH TO LIVING BEING.
IF I COULD BE THE WIND ,
I WOULD BE A COOL BREEZE ON A HOT SUMMER DAY.
I F I COULD BE THE RAIN,
I WOULD KEEP THE LAND GREEN.
BUT..
I F I COULD BE ANYTHING,
I WOULD BE NOTHING MORE THAN ME.

THOUGH YOU LEFT THE WORLD SO SOON,
I DREAM FOR YOU AT TIMES AND THINK FOR YOU..

IF THY COULD KEPT YOU ON EARTH,
YOU KEPT YOUR WISH FOR THE WORLD.

to my friend……MAFAT THAKKER.

4. Rajendra Trivedi, M.D. - જુલાઇ 13, 2007

DEAR NEELAM,

VERY MOVING STORY IN THE POEM.
SAD BUT WITH KEEPING YOUR POEM AND FATHER ALIVE TO DAY.

ORGAN DONATION ONE CAN DO WHILE SIGNING AS A DONNER AND GIVE NEW LIFE WHO NEEDS IT.

5. Harish Dave - જુલાઇ 13, 2007

મુક્તપંચિકાથી અંજલિ:

* * * * * * * * * * *
એક વેળાના
સંગી સાથીઓ,
આજ જે સ્વર્ગે વસ્યા!
હૃદયભીની
મૂક અંજલિ!

* * * * * * * હરીશ દવે અમદાવાદ!

6. જય - જુલાઇ 14, 2007

સ્મરણકુસુમો

વહ્યાં વેગે વર્ષો સાથે વહી ગયાં:
કદી મેલાંઘેલાં, કદીક નીતરાં, શાંત, ઊજળાં;
ઘસ્યાં સ્ત્રોતાકારે ગિરિ ઉપરથી ઘોર ખીણમાં,
વહ્યાં તો કો’ કાળે વિપુલ નદ શાં સૌમ્ય, ગભીરાં.

વહ્યાં વર્ષો તેમાં વિધવિધ દશાઓ અનુભવી,
રસીલી ઊર્મિઓ, વિષમ ઘટનાઓ ઉર ભરી;
મહેચ્છા, આશા કૈં વિફલીત બની ને કંઈ ફળી,
વિષાદે, આનન્દે જીવન-ઝરણી સતત ભમી
પહાડો, મેદાનો, વન્, રણપ્રદેશો ફરી વળી.

વસ્યાં’તાં હૈયે જે સ્વજન-સૃહદો-તે પ્રિય ગયાં;
ચિતામાં પોઢાડ્યાં કઠણ હ્રદયે ને સ્વનયને
નિહાળ્યા જ્વાળામાં ભસમ બનતા દેહ, દૃગથી
વહેતાં વારિથી ભસમ ઢગ ઠારી વીણી લીધાં
ઉરે આજે સંચ્યાં સ્મરણકુસુમો એ જતનથી.

રમણ વકીલની આ રચના ‘માનસરોવરના હંસ’માંથી

7. જય - જુલાઇ 15, 2007

ગાંધીજીને પૂછું છું

ક્રોધને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું,’આ ક્રોધ શા માટે?’

સ્વાર્થને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું, ‘આ સ્વાર્થ શા માટે?’

અહંકારને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું, ‘આ અહંકાર શા માટે?’

તિરસ્કારને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું, ‘આ તિરસ્કાર શા માટે?’

દ્રવ્યલોભને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું, ‘આ દ્રવ્યલોભ શા માટે?’

લાગે છે કે પ્રેમની દુનિયામાં આવી રહી છે ઓટ,
અને લાગે છે કદાચ કે પ્રેમ-શક્તિ મળે ફરી ગાંધી-અંજલિ દ્વારા

8. chetu - જુલાઇ 15, 2007

અર્પણ છે નિરાલી તને આ શ્રદ્ધાંજલી…!
સ્વીકારજે આ મારી આ સ્નેહાંજલી..!
જે બની રહી છે આજે કાવ્યાંજલી..!!!

9. સુરેશ જાની - જુલાઇ 18, 2007

અંજલી
——-
છંદ – સ્રગ્ધરા
ગણ – મ ર ભ ન ય ય ય
માત્રા – ગાગાગાગા લગાગા, લલલલલગા, ગાલગા ગાલગા ગા
રાગ – જીવો ને જીવવા દો, મરણ લગણ આ, જીંદગી ચાર દી’ની
——————————–
જાણે ના કોઇ જેને, નયનસભર હા! ભીંજતી આંખ સૌની,
છેવાડે કો’ ઉભેલો, અણનમ ડગથી, ડારતો હાક પાડી.
શત્રુસેના ભગાવી, ચકમક ઝરતી, બંદુકોના ભડાકે,
છેલ્લા શ્વાસે લડેલા, નમન તુજને, હે! પ્રહરી દેશપ્રેમી!

10. અંજલી « કાવ્ય સુર - જુલાઇ 19, 2007

[…] સર્જન સહીયારું  ‘ પર  તા. 18 જુલાઇ – 2007 ના રોજ પહેલી વખત […]

11. Chirag Patel - જુલાઇ 19, 2007

મરજીવા વિજ્ઞાનીકો, શતશત અંજલિ આ;
જોયું જીવન કષ્ટ છો, વિશાળ દ્રષ્ટિ તવ છે.
—————————–
થોડી છુટ-છટ સાથે અનુષ્ટુપ છંદમાં રચવા પ્રયત્ન કર્યો છે.
8 અક્ષરનાં ચાર ચરણ.
દરેક ચરણમાં 5મો ‘લ’, 6ઠ્ઠો ‘ગા’.
પ્રથમ/ત્રુતિય ચરણમાં 7મો ‘ગા’.
દ્વિતિય/ચતુર્થ ચરણમાં 7મો ‘લ’.

12. pravinash1 - જુલાઇ 31, 2007

તારા વીના શહેરમાં
આવી છું એ નગરમાં
સૂની છે આજ નગરી
પાણી વિનાની ગગરી

સંગે સજાવ્યો માળો
આનંદની ઉડી છોળો
ભૂલી સુહાની પળૉ
શ્રીજી સહારો મળ્યો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: