jump to navigation

સંકલિત: કેમ છો? જુલાઇ 11, 2007

Posted by ઊર્મિ in ગીત, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.
trackback

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ:  કેમ છો?!

* * * 

બરકત વિરાણી ‘ બેફામ’ ના એક શેરથી શરૂઆત કરી હતી…

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની,
જિંદગીમાં અસર એક તન્હાઇની,
કોઈએ જ્યાં અમસ્તુ પૂછ્યુ : ‘કેમ છો?’
એને આખી કહાણી સુણાવી દીધી.

‘થાય સરખામણી તો ઉતરતા છીએ…’
આ આખી ગઝલ ટહુકા પર વાંચો અને સાંભળો !

*

પહેલાં આપણા સૌની રચનાઓ જોઈએ…

*

સવાલ તમે પુછયો નહિં કે કેમ છો?
જવાબ તો સાંભળી શકો એમ છો..!
આવતાં-જતાં પુછ્યું હોત કે કેમ છો?
જરૂર સામો પડઘો પડત કે કેમ છો?
ને માની લેત અમે કે,
તમે પણ જેમ હતા એમ છો..!!

(ચેતના શાહ)

*

‘કેમ છો?’ થી શરૂ થતી વાત
મૌનને તોડતી વાત
લાગણીઓને વાચા આપતી વાત
શૈશવને સંભારતી વાત
‘કયારે ફરી મળીશું’ સુધી પહોંચતી વાત

(જય ભટ્ટ)

*

તે દિવસે અમથું જ તને મેં પુછ્યું ‘કેમ છો?’
તુરંત મલકીને તેં પણ જવાબ દીધો ‘મઝામાં’
તેં પ્રતિ પ્રશ્ન ના કર્યો અને હસતા હસતા કહ્યું
તમે ખબર લીધી તે પહેલા કોઇ મઝા નહોંતી
પણ તમારા ‘કેમ છો’ માં કંઇક જાદુ જરૂર છે.

તે જાદુ ગુલ કરી દઉ ફરી ‘આવજો’ કહી ?
ને તું હસી અપ્સરા જેવુ સુંદર ને મોહક
તેથી થઇ ગયો હું તારા વિચારે ગુમસુમ
હવે કર કંઇક એવો ઇલાજ કે આવે તરસ્યા
મન અને હ્રદયને તૃપ્તિનો મધુર અહેસાસ.

(વિજય શાહ)

*

આવિર્ભાવ હતો કે પ્રાદુર્ભાવ
કે હતો કોઇ અજાણી ઉર્જાનો પ્રભાવ
ઘડેલું ઘણું મનમાં કહેવા માટે,
પણ આવ્યા ત્યારે નીકળ્યું માત્ર…કેમ છો?
(સર્જિત અમીન)

*

ચાર મળે છતાં મુખડું મલકતું નથી
જાણ્યા છતાં અજાણ્યા શું ચાહો છો
પ્રિતમનાં સ્પર્શમાં ઉમળકો ગાયબ
રોતી મા ભાળી બાળક મૌન
અરે સાદ સુણો
કદીક તો પૂછો ‘કેમ છો?’

(પ્રવિણા કડકીયા)

*

હાય! થેંક્યુ! ના કોરાકટ ઉચ્ચારોથી, ઉબકાયો છું.
કેમ છો? ની ભીની ચોકલેટ, હું મસ્તીથી આરોગું છું.

આખી કવિતા અહીં વાંચો…

– મુક્તક –

ફર્યા ફેરા, દીધા સૌ કોલ, હરદમ સાથ રહેવાના.
ઘૂમ્યા સાથે, મિલાવી હાથ, હૈયું દઇ અરે! સજના.
તજી સૌ બંધનો, ઝૂમ્યા બધાં અંગો કરી ભેગાં.
અરેરે! કેમ છો? તે પણ તમે ના બોલવાના?

(સુરેશ જાની)

*

મુજ ઊર્મિએ શમણાંનો માળો બાંધ્યો,
નયનથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

પાનખરમાં વસંતનું આગમન થયું,
સ્મિતથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

સંગીતના સાત સૂર છેડાયા એકસાથ,
સ્પર્શથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

વિરહમાંયે લાગ્યું કંઇક મિલન જેવું,
ઊર્મિથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

પણ, એજ ઊર્મિએ આજે દમ તોડ્યો,
મુખથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

(ઊર્મિસાગર)

*

કેમ છો કહેવાય કેમ? તમારા વગર રહેવાય કેમ?
આ આખુ આયખુ તમારા વગર જીવાય કેમ?
કૈંક સ્પંદનો એવા અવી જાય છે આ જીવનની ઘટમાળમાં,
કે તારા વગર વિરાન જિંદગીમાં ગીત ગવાય કેમ?

(અર્ચના)

*

હવે આપણે સૌએ સાથે મળીને કરેલી ‘શોધ’ જોઈએ…

*

વર્ષો પહેલા ડો. શરદ ઠાકરની ‘રણમાં ખીલ્યું ગુલાબ’ ની કોઇક વાર્તાના શિર્ષકમાં આવો કંઇ શેર વાંચ્યાનું યાદ છે…

જત જણાવવાનું તને કે ‘કેમ છે?’
હું મજામાં છું એ તારો વ્હેમ છે.

સાથે સાથે નોન-સ્ટોપ ગરબાઓમાં ઘણી વાર સાંભળેલું આ ગીત :

આવતાં જતાં જરા નજર તો નાખતા જજો
બીજું તો કંઇ નહીં પરંતુ ‘કેમ છો ?’ કહેતા જજો.

–જયશ્રી ભક્તા

*

કેટલાં વર્ષે મળી ગ્યાં, કેમ છો?
સાવ કાં ભુલી ગયા’તા, કેમ છો?

મનહર ઉધાસનાં કંઠમાં ઘણીવાર આ ગીત સાંભળ્યું છે,
પણ આખી રચના ખબર નથી…
અને એના કવિ વિશે પણ ખબર નથી…. 


મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને
તમે માત્ર ‘કેમ છો’ એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત;

જયન્ત પાઠકની આ આખી રચના અહીં વાંચો…
http://layastaro.com/?p=607

 –ઊર્મિસાગર

*

જાણી બુઝીને તમે અળગાં ચાલ્યાં ને છતાં,
પાલવ અડક્યાનો મને વ્હેમ છે.
સાવ રે સફાળાં તમે ચોંકી ઊઠ્યાં ને પછી
ઠીક થઇ પૂછ્યું કે ‘કેમ છે?’

આટલા અબોલા પછી આવો સવાલ ?
કહો કેમ કરી ઉતરવું પાનું?
મુંગા રહીએ તો તમે કારણ માંગો,
ને હોઠ ખોલીએ તો બોલવાનું બહાનું
હું તો બોલીશ છતાં માનશો તમે કે હજી
દુનિયા આ મારી હેમખેમ છે.
(કવિ: હરીન્દ્ર દવે)

એક ત્રીજી કડી પણ છે પણ બરાબર શબ્દો ન સમજાયા માટે નથી લખી. કોઇની પાસે આ આખું ગીત હોય તો વાંચવાની મઝા આવે.

આ ગીત પુ. ઉ. એ બહુ તોફાની શૈલીમાં ગાયું છે. આ મોટા ગજાના અને બહુ અર્થ સભર કવિતાઓના સર્જક કવિએ આવું હળવું ગીત પણ લખેલું છે !

જાણીબૂજીને – આ આખું ગીત અહીં વાંચો…  –   http://urmisaagar.com/saagar/?p=336

—-

મારા હૃદયની વાત તને કહી રહ્યો છું આજ,
વર્ષો પછી ફરી મળ્યા તો વહી રહ્યો છું આજ.

નજરૂં ભરી ભરીને મેં હેત ઠાલવ્યું,
સાન્નિધ્ય લઇ સ્મૃતિનું, પછી મૌન જાળવ્યું,
શબ્દોની શેરી સાંકડી, ભેદી રહ્યો છું આજ.
પૂછ્યું તમે કે ‘ કેમ છો? ‘ પીગળી રહ્યો છું આજ. – મારા….
(કવિ: મનોજ મુની)

શ્રી. સોલી કાપડીયાએ બહુ જ સૂરીલા અવાજમાં આ ગીત ગાયું છે.
આલ્બમનું નામ છે – ‘મારા હૃદયની વાત ‘

—-

હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય.
સામે મળી જવાય તો બીજું તો કંઇ નહીં,
પણ ‘કેમ છો?’ કહીને ન પાછા વળી જવાય.
(કવિ: આદિલ મન્સુરી)

–સુરેશ જાની

*

કોઈ મારી પાસે આવી ને પુછે કે કેમ છો
છું જ નહીં કહીને અવગણવાનું મન થઈ જાય છે.

(કવિ: ભરત વિંઝુડા)

આખી રચના અહીં વાંચો…
http://bansinaad.wordpress.com/2007/02/09/bharat-kaavya/

–જય ભટ્ટ

*

ટિપ્પણીઓ»

1. jayshree - જુલાઇ 11, 2007

જાણી બુઝીને તમે અળગાં ચાલ્યાં….
In the voice of Aashit Vyas

http://tahuko.com/?p=371

2. Pravin Shah - જુલાઇ 19, 2007

આમ નજર ચૂકવીને ચાલ્યા જાવ છો,
રસ્તામાં ક્યારેક ‘કેમ છો’ પૂછો તો સારું લાગે.
દ્વાર પર ફૂલ મૂકીને ચાલ્યા જાવ છો,
દરવાજે દસ્તક દઈ ‘કેમ છો’ પૂછો તો સારું લાગે.
આમનેસામને થવું હવે તો એક સ્વપ્ન છે,
સપનામાં ક્યારેક ‘કેમ છો’ પૂછો તો સારું લાગે.
મારી કબરને તમારા આંસું ભીંજવે ને
તમારા હોઠ પૂછે ‘કેમ છો’ તો સારું લાગે?

3. ઊર્મિ - સપ્ટેમ્બર 13, 2007

કેટલા વરસે મળી ગ્યા ‘કેમ છો?’
સાવ બસ ભૂલી ગયા’તા ‘કેમ છો?’

હું ફકત હસતો રહ્યો ઉત્તર રૂપે
એમણે પૂછ્યું’તું હસતાં ‘કેમ છો?’

શહેર છે ઓ દોસ્તો! આ શહેર છે.
કોઇ નહીં પૂછે અહીંયાં, ‘કેમ છો?’

અર્થ એના કેટલા એ કાઢશે?
કોકને પૂછ્યું’તું અમથા, ‘કેમ છો?’

આંખ મેં બારી તરફ માંડી ફકત,
કોઇએ પૂછ્યું કે ઘરમાં ‘કેમ છો?’

– અજ્ઞાત

4. Sangita - સપ્ટેમ્બર 14, 2007

Urmi,

This is really very good. I like it.

મુજ ઊર્મિએ શમણાંનો માળો બાંધ્યો,
નયનથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

પાનખરમાં વસંતનું આગમન થયું,
સ્મિતથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

સંગીતના સાત સૂર છેડાયા એકસાથ,
સ્પર્શથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

વિરહમાંયે લાગ્યું કંઇક મિલન જેવું,
ઊર્મિથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

પણ, એજ ઊર્મિએ આજે દમ તોડ્યો,
મુખથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

(ઊર્મિસાગર)

5. Chetan Framewala - મે 13, 2008

ketala varshe mali gya kem chho
shree kailash pandit ni gazal chhe.

jai gurjari
chetan


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: