jump to navigation

સંકલિત: દેશભક્તિ અને શહીદી July 11, 2007

Posted by ઊર્મિ in ગીત, તઝમીન, મુક્તકો, સંકલિત.
trackback

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ:  દેશભક્તિ અને શહીદી

* * * 

આપણે આગળ જોઈ હતી એ રચનાઓ… 

કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની ‘છેલ્લી પ્રાર્થના’ કવિતાની પંક્તિ…

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે !

(આખી રચના વાંચો ઊર્મિનો સાગર પર…)

એમની જ બીજી એક કવિતા ‘લાડકવાયો’ ની એક ઝલક….

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

આખી કવિતા માણો… ‘કવિલોક’ પર…

* * *
(આ રચના અહીં મોકલવા બદલ ‘વફા’સાહેબનો આભાર…)

1931માં રાંદેરના પ્રથમ અને ઐતિહાસિક ગુજરાતી મુશાયરામાં જનાબ નિસાર અહમદ શેખ ’શેખચલ્લી’એ રજુ કરેલ આ કાવ્ય એ ગુજરાતીનું રાષ્ટ્રગીત ગણાય છે…

રાષ્ટ્રગીત (નઝમ)

ચમન છે પૂષ્પના કાજે અનેપૂષ્પો ચમન કાજે
વતન મારાજ માટે છે અને હુઁ પણ વતન કાજે
અમારુઁ જીવવુઁ મરવુઁ વતન કેરા જતન કાજે
મરીને પણ વતન માગુઁ કફન કજે, દફન કાજે
અડગ નિશ્ચય કરી એવો જગાડો રાષ્ટ્ર શક્તિને
વિલાસો વૈભવો ત્યાગી ગ્રહો સૌ દેશ ભક્તિને

વધુ માટે નીચેનું url ક્લિક કરો
http://bazmewafa.blogspot.com/2007/01/blog-post_116969480135771214.html

* * *

હવે આપણે જોઈએ… આપણા સૌની રચનાઓ…

*

દૂર બેઠા દર્શન કરીયે આજ વતનને યાદ કરીયે
ભલે રહ્યા દૂર વતનથી, મા! અમે સંતાન તમારા.
આજ વતનને યાદ કરીયે…

સરહદ અમારી સલામત રહે,પ્યારું છે વતન અમારૂં,
ભેદ-ભાવ ભુલી બધા ચાલો દેશનું જતન કરીયે.
આજ વતન ને યાદ કરીયે.

ધર્મ-કર્મ છે દેશ-ભક્તિમાં, બાકી રહે દૂર ગગનમાં,
જગમાં રહે ”ભારત” નામ મોખરે,
આજ વતનને યાદ કરીયે.

હાકલ દેજે, મા તું જો મુશ્કીલમાં,
હાજર થાશું મા તારા ચરણમાં,
આજ વતનને યાદ કરીયે.

(વિશ્વદીપ બારડ)

*

કવિશ્રી ઝવેરચન્દ મેઘાણીની એક પંક્તિ પર (છેલ્લી બે લીટી) એક તઝમીન…
(તઝમીન વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો!)

અમે હાથે ગુલામીની અજબ બેડી જડી છે,
પરાધીન અમ આ આંખો રઝળતી થઇ રડીછે,
હથેળી જાનને લઇ હવે રણમાઁ ચડી છે,
નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે !

(મોહમ્મદાઅલી ભૈડુ’વફા’)

*

-મુક્તક-

સ્નેહનાં એક જ તારે કોણે દેશને લીધો બાંધી?
લાવ્યું કોણ આ સત્ય અને અહિંસાની આંધી?
મારનારા યે ઢળી પડ્યા પ્રથમ જેનાં ચરણોમાં,
બીજો ન હોઇ શકે કો’, એક જ તાત એ ગાંધી!!

(ઊર્મિસાગર)

* * *

Advertisements

Comments»

1. pravina kadakia - July 16, 2007

मेरे भारत का यह हाल इसका कौन है गिम्मेवार
क्या गंगा हिमालयसे निकलती नही
सुरजकी किरण पूरबसे उगती नही
आभसे बरखाकी बौछार
इसका कौन है गिम्मेवार
जागो ऊठो देर करोना सोचो और सुलझाओ
वरना तीर कमान से निकल न गाय
मेरे भारतका यह हाल ईसका कौन है गिम्मेवार

2. સ્વાતંત્ર્યતા… આઝાદી… « સહિયારું સર્જન - પદ્ય - August 10, 2007

[…] નિમિત્તે આગળ જાન્યુઆરીમાં મેં અહીં દેશભક્તિ અને શહીદી વિષય આપ્યો હતો… પરંતુ, ઘણા મિત્રોને […]

3. Ramesh Patel - April 26, 2008

Urmiben,
Dedicated, on the day of Gujarat, First MAY.
યશવંતી ગુજરાત
ગુણીયલ ગુર્જર ગીરા અમારી, ગૌરવવંતા ગાન
સ્નેહ સમર્પણ શૌર્ય શાન્તીના દીધા અમને પાઠ
રાજવી સાક્ષર સંત મહાજન , ધરે રસવંતા થાળ
જય જય યશવંતી ગુજરાત ,શોભે યશચંદ્ર તવ ભાલ

જનમ્યા ગુર્જર દેશ ,સંસ્કૃતિના ખીલ્યા છે ગુલદસ્ત
તવ રંગે સોડ્મે ખીલ્યાં, મઘમઘતાં માનવ પુષ્પ
વિશ્વ પથ દર્શક ગાંધી ગરવો, ગુર્જર સપૂત મહાન
ધન્ય ધન્ય ગુર્જરી માત ,તવ ચરણે મલ્યો અવતાર

રમ્ય ડુંગરા સરિતા મલકે, ધરતી ઘણી રસાળ
ગરબે ઝગમગે જીવન દીપને, જગત જનની નો સાથ
ધરતી મારી કુબેર ભંડારી,ભરશું પ્રગતિ સોપાન
જય જય રંગીલી ગુજરાત, શોભે યશચંદ્ર તવ ભાલ

રત્નાકર ગરજે ગુર્જર દ્વારે, કરે શૌર્ય લલકાર
મૈયા નર્મદા પુનિત દર્શિની, ભરે અન્ન ભંડાર
માત મહિસાગર મહિમાવંતી, તાપી તેજ પ્રતાપ
જય જય રસવંતી ગુજરાત,ધન્ય ધન્ય ગુર્જરી માત

પાવન તીર્થ ,તીર્થંકરની કરુણા,અર્પે ગ્યાન અમાપ
અનુપમ તારી શાખ ઝગમગે,જાણે તારલિયાની ભાત
સહજાનંદ યોગેશ્વર વસે અંતરે,સુખદાતા મીરાં દાતાર
વહાલો વલ્લભ સરદાર ,ગજવે ગગને જય સોમનાથ
ધન્ય ધન્ય ગુર્જરી માત , શોભે યશચંદ્ર તવ ભાલ

ભારતવર્ષે પરમ પ્રકાશે, જાણે હસ્તી પર અંબાડી
સપ્ત સમંદર સવારી અમારી, દરિયા દિલ વિશ્વાસી
ધન્ય ધીંગી ધરા સલૂણી, પુણ્ય પ્રતાપી રંગ
‘આકાશદીપ’ વંદે ગિરા ગુર્જરી છાયો પ્રેમ અનંત
તારે ચરણે નમીએ માત,આશિષ માગે તારાં બાળ
ધન્ય ધન્ય ગુર્જરી માત, શોભે યશચંદ્ર તવ ભાલ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: