jump to navigation

લાગણીનો સંબંધ જૂન 29, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

આપણે ત્યાં ભલેને એવું કહેવાતું હોય કે પારકા એ પારકા, પરંતુ લાગણીનો સંબંધ એ લોહીનાં સંબંધ કરતાં પણ વધુ ઘેરો હોય છે એવું મારું માનવું છે.  જો કે આમ તો એ બંને સંબંધોની એકબીજા સાથે કોઈ તુલના થઈ શકે જ નહીં… બંનેના રૂપ અલગ છે, સૂર અને તાલ પણ અલગ છે.  તમને થશે કે આ સંબંધમાં પણ સૂર અને તાલ?  હા, સૂર અને તાલ દરેક સંબંધમાં અને એની અભિવ્યક્તિમાં મોજૂદ હોય જ છે.  અને તો યે આપણે લોહીનાં સંબંધ વગર તો કદાચ જીવી શકીએ, પરંતુ લાગણીનાં સંબંધની જો આપણા જીવનમાંથી બાદબાકી કરવામાં આવે તો પછી જીવનમાં જીવવા જેવું જ શું રહે?  જીવન તો જાણે યંત્રવત બનીને જ રહી જાય ને?!  કોઇ પણ માટે લાગણીનાં સંબંધ વગર જીવવું તો શક્ય જ નથી.  તમારું શું માનવું છે?

આમ તો સૌથી મોટો લાગણીનો સંબંધ એટલે કે પ્રેમનો સંબંધ!  પરંતુ અહીં માત્ર એક સ્ત્રી અને એક પુરુષનાં લાગણીનાં પ્રેમસંબંધની વાત નથી… એ સંબંધ તો હોઇ શકે છે બે મિત્રો વચ્ચેની લાગણીનો સંબંધ, અથવા તો કોઇ પડોશીનાં નાનકડા બાળક સાથે બંધાઇ ગયેલો લાગણીનો સંબંધ, અથવા તો કોઇને ધર્મનાં માતા-પિતા કે ધર્મનાં ભાઇ-બહેન તરીકે થયેલી લાગણીનો સંબંધ… લાગણીનાં સંબંધનું કોઇ પણ રૂપ અને રંગ હોઇ શકે!  પરંતુ એ પણ એટલું સાચું છે કે આ સંબંધ જેટલો ઘેરો હોય છે એટલું જ ઘેરું હોય છે એના તરડાવા કે તૂટવાનું દર્દ પણ!

145pix-giving-flower.jpg

લાગણીનાં સંબંધ વિશે રીડગુજરાતી પર આ બે લેખો ખાસ વાંચવા જેવાં છે…
પોતાનાં-પારકાં -જયવદન પટેલ  અને બે શબ્દોનો સંબંધ – ગિરીશ ગણાત્રા

મિત્રો, તમારે માટે લાગણીનો સંબંધ એટલે શું, એ જરા બતાવશો?  હા, અહીં કાવ્યરૂપે જ તો…!!  અને કાંઇ યાદ ન આવે તો આપણી ગુજરાતી ભાષા સાથે પણ આપણો લાગણીનો જ સંબંધ છે ને?!  અથવા તો આ ‘સહિયારું સર્જન’ સાથેનો તમારી લાગણીનો બંધાયેલો સંબંધ…  🙂 

લાગણીનાં સંબંધ વિશે મિત્ર રાજીવની એક રચના જોઈએ…

આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી
અને આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી
દુનિયામાં લોહીના સંબંધ પણ છળી જાય છે
અને મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી

લાગણીનાં સંબંધ વિશેની ઘણી રચનાઓ આપણે ઘણીવાર બ્લોગ-જગતમાં માણી છે… પરંતુ મને અત્યારે યાદ નથી આવતી.  એટલે શોધવા કરતાં ચાલોને લખવાનું જ શરૂ કરીએ…  🙂 

અને મિત્રો, ભૂલશો નહીં… આપણે લાગણી વિશે નહીં (હા, એ વિષય પણ કો’કવાર આપીશું!) પણ લાગણીનાં સંબંધ વિશે લખવાનું છે હોં!!

* * *

ટિપ્પણીઓ»

1. Jayshree - જૂન 30, 2007

ઊર્મિ, તમે આ લાગણીની અને સંબંધની વાતો કરી, તો મને મારા ઘણા ગમતા બે પુસ્તકો યાદ આવી ગયા :
1) સંબંધોનું મેનેજમેંટ (પ્રેમ એટલે કે ખુલ્લા પરબિડીયામાં મુકેલો સરનામા વિનાનો પત્ર)
2) લાગણીઓનું મેનેજમેંટ (તમારા અંગત ખજાનાની ચાવી કોઇને સોંપતા પહેલા)

બંને પુસ્તકોના લેખક – સૌરભ શાહ.

2. Mohammedali 'wafa' - જુલાઇ 1, 2007

લાગણી ___મોહંમદઅલી’વફા’

બેચાર ભીના શબ્દથી રીઝવી છે લાગણી.
હસ્યાં જરા એ આંખથી પલળી છે લાગણી.

એનો લિબાસે રેશમી ને મિજાઝે રેશમી
આંખો તણા કુંડા મહીં ઉછરી છે લાગણી.

એને કદી કો રીતથી ના જરા છંછેડશો
છે શાહજાદી મનતણી જબરી છે લાગણી..

નારાજગી પાષાણની વજ્ર્તા લઇને ફરે,
ને આમતો ફૂલો જ્યમ નમણી છે લાગણી.

એના સમંદરની ગહનતા કોણ મેળવે ‘વફા’
એતો હ્રદયના સાત કોઠે ઉતરી છે લાગણી.

___મોહંમદઅલી’વફા’

3. જશવંત - જુલાઇ 1, 2007

લાગણીને બાજરીની જેમ લોકો લણતા રહે,
ખેતરોમાં ચાડિયાની જેમ બસ ફરતા રહે.

પાસે આવીને ગલગલિયા કરીને જતાં રહે,
તમે સળવળ્યા કરો ને એ દૂરથી જોતા રહે.

4. Pravin Shah - જુલાઇ 2, 2007

આ ભૂખ્યા દિલની
બસ એક જ માગણી
સદાય મળ્યા કરે
એક તારી જ લાગણી
ઠંડાગાર સંબંધો વચ્ચે
મળે હૂંફ ભરી છાવણી

5. dinesh patel - જુલાઇ 3, 2007

આ સરોવર આખરે ઠલવાયના
વરસાદી લીલાશ પણ સૂકવાયના
લાગણી ઝબકોળી પીધી ઝેરમાં
સંબંધોને વાંસમાં ફૂંકાયના

6. જય - જુલાઇ 12, 2007

સરહદ વિનાના છે લાગણી અને પ્રેમ
સ્વાર્થ વગરના છે લાગણી અને પ્રેમ
મતલબ વિનાના છે લાગણી અને પ્રેમ
ગણતરી વગરના છે લાગણી અને પ્રેમ
દ્વેષ વિનાના છે લાગણી અને પ્રેમ
તિરસ્કાર વગરના છે લાગણી અને પ્રેમ
રોષ વિનાના છે લાગણી અને પ્રેમ
અંતરની ભીનાશ વધારે છે લાગણી અને પ્રેમ
ક્દાચ લોહીના સંબંધ વગરના હોઈ શકે લાગણીના સંબંધો,
ત્યારે માનવતાની મહેક છલકાવે છે લાગણી અને પ્રેમ

7. pradipsinh - ઓગસ્ટ 7, 2007

અભિનંદન, ગુજરાતી ભાષાને સુંદર રીતે કોમ્પુયટર પર રજુ કરવા માટે,


જય ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: