jump to navigation

વ્હાલા ‘વરસાદ’ને કવિતામાં ઢાળીયે… June 22, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

બે દિવસ પહેલાંજ એક ટહુકો સંભળાયો ત્યારે જ મને ય ખબર પડી કે ગ્રીષ્માનાં ત્રાસમાંથી સૌને છોડાવવા માટે દેશમાં ક્યાંક ક્યાંક હવે મેહુલીયો મહેરબાન થવા માંડ્યો છે… આમ તો આજ સુધી વરસાદ પર, વરસાદના ઉન્માદ પર, અને વરસાદમાં યાદ આવતા વ્હાલમ પર કેટલાય ગીતો, ગઝલો લખાયા છે, અને લખાતા રહેશે… વરસાદની મૌસમ છે જ એવી, કે કવિતા લખવાનું મન થઇ જાય. ભલે એ ઝીણો ઝરમર વરસાદ હોય, કે પછી સાંબેલાધાર… (આ મુશળધાર વરસાદમાં સાંબેલું ક્યાંથી આવ્યું? તમને ખબર હોય તો કહેજો હોં જરા !! 🙂 )

આપણા એક બ્લોગરમિત્ર પ્રતિક નાયકે તો મુંબઈમાં મેહુલીયાને  કેમેરામાં કેદ કરી લીધો (પણ આપણને બતાવ્યો નથી!)… જો કે, સાથે સાથે એને ય ઘણી યાદો ઘેરી વળી… પણ પ્રિયતમાની નહીં હોં!  સુરતનાં ભજીયા, ચા, અને સુરતી લોચાની…!  🙂

જગજીતસિંગની ઘણીજ પ્રખ્યાત પેલી ગઝલ તો બધાએ સાંભળી જ હશે… वो कागझकी कश्ती, वो बारिश का पानी… નાનપણના એ વરસાદની, અને એ કાગળની હોડીની યાદો તો કાયમ માનસપટ પર એ હોડીની જેમ જ હંમેશા તરતી રહેવાની જ…

તો યુવાનીના વરસાદ સાથે કોણ જાણે કેમ, પણ વ્હાલપને સીધો સંબંધ છે…

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે

vishu_khushu_in_rain.jpg

મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

ભગવતીકુમાર શર્મા તો કહે છે કે – પ્રિયતમા નહીં તો વરસાદ જ નહીં..

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

એમની જ બીજી એક રચનામાં પ્રિયતમ અને વરસાદનો નાતો કંઇક જુદી રીતે દર્શાવ્યો છે.

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ન્હાનાલાલ કવિનાં આ બે ગીતો સાંભળીને તો આપણાથી પણ ઝરમર ઝરમર વરસી જ જવાય છે… 

ઝરમર ઝરમર મેહુલો વરસે આછે નીર :
ઊને આંસુ નયનો ભીંજે,
એવાં એવાં ભીંજે મારા ચીર

અને

ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચૂંદલડી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચૂંદલડી.

આ સાથે ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ભણેલી એક કવિતા યાદ આવે છે…

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે,
કે ઝીણા ઝરમર વરસે મેહ, ગુલાબી…
નહીં જાવાનું વેરણ ચાકરી રે. !!

તો ચાલો મિત્રો, તૈયાર છોને?! આજે આપણે આ વરસાદને સંઘરવા માટે આપણા શબ્દોનો વરસાદ વરસાવીને આ ‘સહિયારું સર્જન’નાં નેવાણાંમાં મુકેલી કવિતાની ડોલમાં ભરીયે…  (સીધેસીધું કહું?  વરસાદની કવિતા લખીએ! 🙂 )

* * *

Advertisements

Comments»

1. Devika Dhruva - June 21, 2007

તને છોને વરસાદ હોય વ્હાલો,પણ
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં,
તને આટલું ચોમાસું વ્હાલુ જો હોય,
તો આંખો ભીંજાય કોની યાદમાં.
આઠે મહેના મને આંખોમાં રાખે,
ને ચોમાસે કહે છે જા છૂ,
મને સાચો જવાબ દઇશ તું
તને વ્હાલો વરસાદ કે હું ??

( મુકેશ જોશી રચિત “કાગળને પ્રથમ તિલક”માંથી સાભાર.)

2. naraj - June 22, 2007

વાદળોની ઘનઘોર ઘટા છે
તુજ ઝુલ્ફની લાગે છટા છે.

વીજનું ચમક્વુ આભમાં કે
તારી ઠેસ મારવાની અદા છે.

ભીંજાય ધરતીનું અંગેઅંગ પછી
કુપળ થઈ ફુટે એશું ખુદા છે?

છત્રીને દઈ દો કોઈ દેશવટો
જાત ઢાંકનારા ઘણા બધા છે.

“નારાજ” કોને હું પેશ કરું
ભીની ગઝલમાં ભીની મજા છે
June 5th, 2007 at 6:27 am

ચોમાસાએ …..શ્રીગણેશ …કરી દીધા …..ગુજરાત….પરથી વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે…ત્યારે…..કાલે જ વાદળ ઘેરાયેલા આભને …ખુલ્લા મેદાનમાં જઈ ખુલ્લા મને જોયું….વાદળ તો થોડું વરસ્યા ના વરસ્યાને ચાલ્યા ગ્યા પણ રુદીયે થી જરુર કશુક વરસી રહયું જે આજે ……આપની સમક્ષ લઈ રજુ થયો છું.

3. naraj - June 22, 2007

ચાલ ….
હું …
તું …
તું….
હું…
ચાલી નીકળેએ
ક્યાંક દુર દુર….
વરસતા વરસાદમાં..
વનરાઈની છાવમાં….
મયુરના ભીના ટહુકા…..
ચીરી નાખે ..
મારી…તારી…
તારી…મારી …
વચ્ચેનું

અંતર…
બીમલ દેસાઈ

4. naraj - June 22, 2007

વીજ ચમકે વાદળ વરસે ગરજે મેહુલો
મહેંક મહેંક બદન ધરાનું શું સ્પર્શે મેહુલો?
હું ભીંજાઉ તું ભીંજાય ભીંજાય હર એક પળ
છાતીમાં લીલ કુંપળ ફુટે એવું વરસે મેહુલો

બીમલ ….

5. sunil Shah - June 22, 2007

મળી હુંફ ધરાને
સુરજના
ઉશ્ણ–પ્રેમની,
દોડયા જળ આકાશે
ઓગળી પ્રેમમહીં.

ને
બંધાયું પારણું
સ્નેહસભર વાદળોથી.

ને
ખુશીની એ પળે
વરસ્યો મેહુલો.

થઈ ધરા તૃપ્ત
સ્નેહથી ભીંજાઈને.

– સુનીલ શાહ

6. Pranav - June 23, 2007

Dear Urmi,

સાઊદી મા પાણી ભરાઈ ગયા.

“Sambela” is a synonym of “Mushal”dhar…Mushal is a thick wood, perhaps, thicker than sambela in diameter.
An u know, impact of sambela is a “sure shot”…todi nakhe evu….and thereofore, heavy rain is compared with “sambeladhar” or “mushaldhar”. Dhar is flow.

Pranav.

7. Jugalkishor - June 23, 2007

આ મેઘરાજ શો નૃત્ય કરે !
જલ-થલ-નભ સૌ એક દીસે, આ અવની પર અમૃત પ્રસરે….આ મેઘરાજ.

વાયુદેવની વીણામાંથી સ્વરલહરી સુરની સંભળાય,
ગગનપટે ગંધર્વ મહા કો ગીત ગહન, ગંભીરાં ગાય;
વીજ-બીજ ચમકે લલાટ, આ તાંડવ શું નટરાજ કરે ?!………આ મેઘરાજ.

નર્તન નયન ભરીને નીરખે પૃથ્વીપટપે સઘળાં લોક;
રંગભુમી પર રંગત જામી હરખે હૈયાં થોક-અશોક;
તૃષા તણા તલસાટ હવે ના, અમીધાર મન તૃપ્ત કરે………..આ મેઘરાજ.

ધરણી જલજલ, ઝરણી છલછલ, પલપલ પલકે પ્રાસ રચે;
જન-મન થનકે, વનવન મહેકે, ટહુક ટહુક મયુરો ટહુકે;
સરસ નૃત્યરસસભર બની માનવ મસ્તક તવ ચરણ ધરે….આ મેઘરાજ.

8. shivshiva - June 23, 2007

મેઘરાજનું
તાંડવનૃત્ય
વીજ સહ વરસે
નભમાં ગાજે
ડમરુ શોર

9. Jugalkishor - June 23, 2007

દરેક વિષયની પ્રસ્તાવના અપાય છે તે ધ્યાન ખેંચે છે. સારો સંગ્રહ તમે આપો છો, બહેન. વર્ષાને તમે પ્રસ્તાવનામાં જ સારી રીતે આવકારી છે.
ગુજરાતીમાં મુસલ / મુશલ / મુશળ શબ્દો છે. ત્રણેયનો અર્થ સાંબેલું છે. મૂસળી નો અર્થ ખાંડણીનો દસ્તો બતાવ્યો છે.

સંસ્કૃતમાં મુશલ= દંડો; મુષલ=સાંબેલું; મુસલ=સાંબેલું અને ગદા તથા ઘંટનું લોલક એવા અર્થો છે. મુષલિન્ = બળરામ; મુસલાયુધ=બલરામ; વગેરે શબ્દાર્થો મળે છે.

મોટીધારે વરસતા વરસાદ માટે વપરાતો આ શબ્દ રહ્યો પણ સાંબેલું તો ગયું ! ખાંડણિયો ય ગયો !

10. Pravin Shah - June 24, 2007

ગરજે વાદળ ચમકે વીજળી ઝુમે હર કોઇ
કે મોસમ છે વરસાદની ભીંજે સૌ કોઇ
ખળ ખળ ખળ ખળ સરિતા વહેતી
ચાલી ગિરી-કંદરાને કહેતી
કે મોસમ છે વરસાદની ભીંજે સૌ કોઇ
કાગ થઇને છત્રિ ઉડે જુએ સૌ તમાશા
પંખિ બેઠા ડાળે ડાળે ગુપચુપ કરે ઇશારા
કે મોસમ છે વરસાદની ભીંજે સૌ કોઇ
આજ મુશળધાર વરસાદે પણ સાજન મારો કોરો
કોઇ તો જઇને એને કહો કે આવ ભીંનો થા થોડો
કે મોસમ છે વરસાદની ભીંજે સૌ કોઇ

11. Pravin Shah - June 24, 2007

મુકેશ જોશી કહે છે:

“છોકરીના હૈયામાં ચોમાસું બેઠું ને
છોકરાના હૈયે લીલોતરી
કૂંપળ ફૂટ્યાની વાત જાણીને છોકરો
છાપે છે મનમાં કંકોતરી”
****

12. Pravin Shah - June 24, 2007

હિતેન આનંદપરા કહે છે:

“વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં
છોકરી જેવી ધરાને બથ ભરે વરસાદમાં”
***

13. Chetan Framewala - June 24, 2007

વરસાદ બોલાવે તને, તું આવશે?
મુજ હાથને શું, હાથ તારો ઝાલશે?

રેઇનકોટી જિંદગી તું જીવતો,
બે ઘડી હું ભીંજવું તો ચાલશે?

તું આમ તો આવે નહીં મારા કને!
લે પ્રેમ નું ઈજન, હવેતો ફાવશે?

કેટલા ચોમાસા કોરા કટ ગયા!
આ સાલ તો એ લાજ તારી રાખશે ?

શાને દુકાળો આવતાં, એ સોચ તું!
સીમેન્ટી ફાગો, જો અહીયાં ફાલશે!

કોંક્રીટના જંગલ મહીં અટવાઉં છું,
ચેતન! હવે તો રાહ કોઈ કાઢજે…

જય ગુર્જરી,
ચેતન ચંદુલાલ ફ્રેમવાલા.

14. પંચમ શુક્લ - June 25, 2007

તડિત પ્રતાડિત ટક્કર અભ્ર ઘોર અતુલિત,
ટિપ ટિપ બાદલ કે બિચ દિવ્ય ક્ષાત્ર સંસ્થિત.

15. sagarika - June 27, 2007

ધરતી ને ભીંજવતા પહેલી વાર આજ વરસાદ અધુરા લગ્યા,
મંઝિલ પામવા પહેલી વાર આજ સપના અધુરા લાગ્યા.
પહોચુ તો કઈ રીતે હુ આપના ઘર ના દ્વાર સુધી?
આપની ગલી ના આજ મને રસ્તા અધુરા લાગ્યા.
મલવાનુ પણ આપનુ બસ થયુ આ રીતે કે,
આપના મીલન માટે આજ જનમ અધુરા લાગ્યા.
સાથ આપનો માંગી ને પણ હુ માંગુ કોની પાસે
આપને માંગવા માટે આજ ભગવાન અધુરા લાગ્યા.
આપની યાદ મા તડપવાનુ હતુ પણ્,
મારી આંખો ના આજ મને આંસુ અધુરા લગ્યા.
-અનામી

16. bagewafa - June 27, 2007

વરસાદ ભીઁજવે*મોહમ્મદ અલી ભૈડુ’વફા’

ગઝલ

શાને કરો ફરિયાદ કે વરસાદ ભીઁજવે
ઉભાઁ હૈયા ફાટ કે વરસાદ ભીઁજવે

આમ સુકાવાની ઉતાવળ તને કયાઁ થઇ
સૂરજ ને દો ન સાદ કે વરસાદ ભીઁજવે

અવસર સદા કયાઁ સાપડે કે ભીઁજતા રહે
ગમતી મળી છે માત કે વરસાદ ભીઁજવે

હૈયાઁ તો મૃદુ રહ્યાઁ ને તન આ ટાઢુ બોડ
ગરમાવો પ્રેમ વાટ કે વરસાદ ભીઁજવે

ચઁપાઈ બે ખગ ગયા કે એક છે જાણે
દિલનો ઉતારો થાક કે વરસાદ ભીઁજવે

પાલવને તે લાજના વળગી પડયાઁ ‘વફા,
માઝમ છે કાળી રાત કે વરસાદ ભીઁજવે

*મોહમ્મદ અલી ભૈડુ’વફા’(23જાન્યુ.2007)

17. Rajiv - June 29, 2007

તુજ યાદના આંસુ પાલવમાં
વરસ્યાના હોય મુજ નયનોથી
એવો કોઈ દિવસ રાત નથી
એવી કોઈ સાંજ સવાર નથી

-Rajiv

18. મેહુલીયો « સહિયારું સર્જન - પદ્ય - September 21, 2007

[…] આગળ મેઘરાજાનાં આગમન વખતે જૂનમાં જ ‘વરસાદ’ વિષય આપ્યો હતો… અને આપણા બધા […]

19. kapildave - September 28, 2007

ચાલ ને હવે પલળીયે વરસાદ છે
ચાલ ને હવે દલડા દઈયે વરસાદ છે
માટીની મીઠી ખુશ્બુ આવે વરસાદ છે
ધરતી એ લીલી ચાદર ઓઢી વરસાદ છે
નદીઓ માં આવ્યા પૂર વરસાદ છે
ચાલ ને તો હવે કરીયે મજા વરસાદ છે
ચાલ ને પ્રેમમાં પલળીયે વરસાદ છે
તું મારા પર વરસાવ પ્રેમ વરસાદ છે
હવે એક મેકના થઈયે વરસાદ છે
વાદળોની ગર્જના આપે સાથ વરસાદ છે
તું દિલ પર વીજળી ન પાડ વરસાદ છે
હવે ‘કપિલ’નાં વરસતા પ્રેમને કબુલ કર વરસાદ છે

-કપિલ દવે

20. yogesh kavishvar - October 7, 2007

haiku
amavasya ne divse shodhu chhu chand ne bramhand mahi kyak to hashe?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: