jump to navigation

ધરતી, ધરા, ભૂમિ મે 25, 2007

Posted by સુરેશ in સર્જનક્રિયા.
trackback

આપણે ચન્દ્રની યાત્રા કરી આવ્યા!
પણ આપણી મા જેવી ધરતીને ભૂલી જઇએ તો ?

જુઓ વિવિધ કવિઓ શું કહે છે?

પવન તું , પાણી તું, ભૂમિ તું  ભૂધરા
વૃક્ષ થઇ ફૂલી રહ્યો આકાશે.

– નરસિંહ મહેતા

અમારી ધરતી સોરઠદેશની ઊંચો ગઢ ગિરનાર,
સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નર ને નાર.
– સોરઠી દુહો

ધરા ધણધણે  ભલે,  થરથરે  દિશા,  વ્યોમમાં
પ્રકંપ  પથરાય  છો,  ઉર  ઉરે  ઊઠે  ભીતિનો

– સુંદરમ્

ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ , ન પતન સુધી
અહીં આપણે તો જવું હતું, બસ એકમેકના મન સુધી.

-‘ ગની ‘દહીંવાલા

પ્રથમ તો આ આભ ધરતીના તફાવતને મિટાવી દઉં,
કે ફૂલોને ઉજાસ આપું, સિતારાને સુવાસ આપું.
– ‘બેફામ’ 

“ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.”
– નાઝિર દેખૈયા

બીજ છુપાયું ધરતી નીચે સાવ જ ઓછા કદનું,
તમે  જુઓ  છો ફૂલ, વૃક્ષની ઉપર ઊંચા પદનું.
– ઇન્દ્ર શાહ ( ઓહાયો)

આપણે આ ધરતીના હતા એ પહેલાંથી આ ધરતી આપણી હતી.
આપણે આ ધરતીના થયા એના સૈકા પહેલાથી એ આપણી હતી.

– રોબર્ટ ફ્રોસ્ટ (અનુવાદક ? )

અને આપણા બ્લોગર મિત્રો ……

મોક્ષની વાતો બધા કરતા ફરે
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો?

– હિમાંશુ ભટ્ટ

સરળ ને સાદી બાનીમાં ‘વફા’ કહી દો મરમ,
સુકાયેલી ધરાના બાળ પણ ભણશે ગઝલ.

મોહમ્મદ અલી ભૈડુ ‘ વફા’

તો આ અઠવાડીયે આપણે ધરતી માતાને યાદ કરીશું અને ધરા, ધરતી, ભૂમિ કે દુનિયા શબ્દો વાપરી રચનાઓ બનાવીશું

અથવા ફરી પાછી …..

નવી ખજાના શોધ …

જુઓને! આપણા બધાના પ્રયત્નોથી  ‘ઉર્મી’નો આ ખજાનો કેવો મબલખ થતો જાય છે?
‘અલીબાબા’ ના ખજાનાને પણ ટપે તેવો ………

ટિપ્પણીઓ»

1. Pravi Shah - મે 25, 2007

ધરા પર જે ધુળ છે,
એ પ્રીત કેરા ફૂલ છે,
આ લીલીછમ ધરતી,
ને આસમાની ઝૂલ છે.

2. pravinash1 - મે 25, 2007

ધરાની ધૂળ માથે ચડાવું છું
તુજમાંથી પેદા થઈ
તુજમાં મળીશ
તુજને લાડ લડાવું છું.

3. Pravin Shah - મે 25, 2007

**
ધરતી, તારા સત ફળ્યા છે,
ગગનવાસી દસ દસ વાર
ધરતી પર અવતર્યા છે.
**
ધરા તું સૌનો ભાર ધરે
છતાં તું પોષણ સૌનું કરે.
**

4. Pravin Shah - મે 26, 2007

આવ્યાં છીએ આ ભૂમિ પર તો જીવવું પડશે,
‘વસુધૈવકુટુંબકં’ સમજી રહેવું પડશે.

5. પંચમ શુક્લ - મે 26, 2007

ન ધર સુધી ,ન ગગન સુધી…. ગની દહીંવાલા

6. Pravin Shah - મે 26, 2007

ધરા તું કરે પરિભ્રમણ,
ધરા તું કરે પરિક્રમણ,
જાગૃત-વિશ્વ તારે શરણ,
મા, આ સિર નમે,
તારે ચરણ,
તારે ચરણ.

7. સુરેશ જાની - મે 26, 2007

શાર્દુલવીક્રીડીત
ગણ – મ સ જ સ ત ત ગા
રાગ – ઉગે છે સુરખી ભરી રવી મ્રુદુ , હેમંતનો પુર્વમાં.
—————————————–
પોશ્યાં તેં તરુ, જીવ, જંતુ, ખગ ને જળનાં બધા જીવ સૌ,
હીરા, માણીક, પોખરાજ જનમ્યા માતા તણા ગર્ભમાં.
ફાટીને તુજ અંકમાં ઝીલી લીધી તેં રે! દુખી જાનકી,
ગાવું હું ગુણગાન કેવી રીતથી, તારાં ધરા માવડી.
——————————————

હું આજે સવારે આવું કાંઇક લખવા વીચારમગ્ન થઇ બેઠો હતો ત્યાં મારી દીકરીએ મને પુછ્યું – ‘પપ્પા! કેમ કંઇ ચીંતામાં છો?’
મેં મારી વ્યથા કે પ્રસવવેદના જણાવી !
પછી તે મારી મદદે આવી અને આ રચના અમારા સંયુક્ત પ્રયત્નોથી સર્જાઇ ગઇ!!!

8. Jugalkishor - મે 26, 2007

પોષ્યાં તેં…માં જળ એ બે લઘુ અક્ષરો છે તેને સ્થાને એક ગુરુ જોઈએ. ” પાણીતણાં જીવ સૌ ” એમ કરો તો છંદ જળવાશે. બીજી પંક્તિમાં માતા સામેથી ખસી જાય છે અને કોઈ ત્રીજાને સંબોધન થયું છે. એને બદલે ” તારા જ મા, ગર્ભમાં ”
ત્રીજી પંક્તિમાં ફાટીને શબ્દ નર્યો ગદ્યાળુ અને વાતચીતનો બની રહ્યો છે. કાવ્યમાં રમણીયતા, મધુરતા, વક્રતા, આલંકારિકતા તો જોઈએ જ. …છેલ્લે ગાઉં જોઈએ, ગાવું નહીં. ધરા, માવડી ! એમ ઠીક રહેશે.
અસ્તુ.

9. Jugalkishor - મે 26, 2007

આ પ્રયત્ન એક દિવસ બહુ મોટાં પરિણામો લાવનાર બની રહેશે એમાં શંકા નથી. આને વધુ ને વધુ સઘન રીતે અને સહકારિતાથી ચરિતાર્થ કરીએ. તમારા ભાષા-સાહિત્યના ક્ષેત્રે આ ધખારા સૌને ખુબ જ ઉપયોગી સાબિત થશે.

10. સુરેશ જાની - મે 26, 2007

જુગલભાઇ ,
તમારી ટીપ્પણી માટે આભાર. આમ જ શીખવતા રહેજો. તો જ અમે જાણીશું.

11. ધરા - સુરેશ અને રુચા જાની ! « કાવ્ય સુર - મે 27, 2007

[…] વાર  26, મે, 2007 ના રોજ  ‘ સર્જન સહીયારું’ પર […]

12. Devika Dhruva - મે 27, 2007

નથી માંગ્યુ આભનુ કિસ્મત મને આપો,
ધરાની લાજ ખાતર શિશ તો ઉન્નત મને આપો…

—- સર્જકનુ નામ કોઇ આપશો ?——-

13. પ્રતીક નાયક - મે 29, 2007

ધરતી કે જેના પર આપણે શ્વાસ લઈએ છીએ,
ધરતી કે જે આપણે ને રહેવા નો ઓટલો આપે છે,
ધરતી કે જે આપણે ને જળ અને અન્ન આપે છે.
અને આપણે ‘ધરતી’ છોડી ‘ચંદ્ર’ ની વાટ પકડી છે.

14. Pancham Shukla - મે 29, 2007

ધરતીને જોઈ તો જાણે તરતી,
ખાલી અમથા ખાલીપામાં ચક્કર-ચક્કર ફરતી.

સૂર્ય-ચંદ્રની સંતાકૂકડીઃ ઉગતી ને આથમતી,
ઝીલી લેતી તારાઓની તેજ-પત્તીઓ ખરતી.

દૂર દૂરની અગાશીએથી પતંગ જેને ધારીતી એતો
ગગડી થઈને રંગબિરંગી લખોટડી ચમકંતી.

15. Arjav - મે 30, 2007

કેમછો બધા?

આમ તો ખુબ નાનો છુ એટલે જરુર લાગે તો ટકોર અને ઠપકો આપજો.
હું કાંઇક કે.જી ના નવા નિશાળીયા ની જેમ એક અછાંદસ પંક્તી મુકી રહ્યો છું, આશા છે સ્વીકારશો.

“સ્ત્રીનો સાથ શું હોય એ વિહવળ રામ ને તું પુછ,
ધરાની દિકરી વીના બિચારા એય અધુરા છે.”

16. Arjav - મે 30, 2007

હજુ હૈયે સળવળાટ શમ્યો નથી એટલે બીજી ચોંટાડું છું. આશા છે આ પણ ગમશે.
અછાંદસ છે.

પ્રેમની પોથીમાં છે એક જુની કહાણી,
સાંભળો કહું છુ હું ધરા ને મેઘની વાતો.

શું કામ એ મનસ્વી રિસાયો કાંઇ ખબર નૈ,
એના મને રમી રહી વૈરાગની વાતો.

એને મનાવવા વાહલીના નોહરા તો જુઓ,
પુષ્પો,વલ્કલ ને શીખી આવી શણગારની વાતો.

મારે તો જવું છે,નહીં રોકઉં હું હવે જો;
એ શિશિર પાછળ નિકળેલાના ખુમારની વાતો.

એ શું ગયો આતો, આખેઆખી મરી ગઇ;
સુમસામ,વંટોળે ચડતી ધૂળ-રાખની વાતો.

ગ્રિષ્મના મદમાં,સુર્ય છાનો રહે શું?
સુકા હૈયે,તીરાડે પડેલા ડામની વાતો.

તરત મળવા દોડે,મેઘ આમતો ખરો પ્રેમી;
સાંભળી હવાના મોઢે પ્રીયાના ચિતારની વાતો.

પ્રાયશ્ચીત નું સૌથી પેહલું ટીપું પડે છે એનું,
બીજાએ પ્રેમ ને ત્રીજે યૌવનના ઉન્માદન વાતો.

મારી સખી આ ધરતી,એની પાછળ કેવી ગાંડી!
ભુલી ગઇ ને ‘ના જશો’ ના વાયદાની વાતો?

આજ તો એ મોસમ છે જ્યારે લોકો વગોવે,
મારી વાહલી ધરાના પ્યારની વાતો.

-આર્જવ

17. kapildave - સપ્ટેમ્બર 28, 2007

ભારત ભુમિ નો એક એવો ટુકડો,
એતો છે એક દુજણી ગાય
ભારત ભુમિ નો એક એવો ટુકડો,
જે છે શુર વીરો ની ભુમિ
ભારત ભુમિ નો એક એવો ટુકડો,
જ્યાં લેતા સંતો-મહંતો જનમ
ભારત ભુમિ નો એક એવો ટુકડો,
જ્યાં માતાજી હાજરા હાજુર છે
ભારત ભુમિ નો એક એવો ટુકડો,
જ્યાં વહે છે પવિત્ર નદી નો પ્રવાહ
ભારત ભુમિ નો એક એવો ટુકડો,
જ્યાંની હસ્તકલા જગ પ્રખ્યાત છે
ભારત ભુમિ નો એક એવો ટુકડો,
જ્યાં અહિંસા ને માને દરેક ધર્મ
ભારત ભુમિ નો એક એવો ટુકડો,
જ્યા વસતી ૧૭૦ જેટલી જ્ઞાતિ
ભારત ભુમિ નો એક એવો ટુકડો,
જ્યાં છે હાવજડાની ધાક
ભારત ભુમિ નો એક એવો ટુકડો,
જ્યાં કવિ પાસે આવતા ભગવાન
ભારત ભુમિ નો એક એવો ટુકડો,
જ્યાં ભક્તોની ઘરે કામ કરતા ભગવાન
ભારત ભુમિનો ક્યોં એવો ટુકડો ‘કપિલ’,
એ’તો “આપણું ગુજરાત”, જય જય ગરવિ ગુજરાત.

-કપિલ દવે

18. CHIRAG SOLANKI - જુલાઇ 18, 2008

IT’S REALY AMAZING.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: