jump to navigation

‘વસંત’ ઉપર હાઇકુ અને મુક્તપંચિકા લખીએ… એપ્રિલ 27, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

દેશમાં મિત્રો જ્યારે ઉનાળાનાં પ્રખર તાપથી શેકાઇ રહ્યા છે, ત્યારે અહીં ઉત્તર અમેરીકાનાં ઉત્તર પ્રદેશોમાંથી બર્ફીલો શિયાળો હજુ માંડ માંડ વિદાય લઇ રહ્યો છે… હજુ પૂરેપુરો જવાનું નામ તો લેતો જ નથી.  પણ આપણા વસંતરાજા ય એને કાંઇ કાયમ થોડો ટકવા દેશે?!  એમણે પણ આખરે થોડો પગ પેસારો કરી જ દીધો છે અને પોતાનો જાદુ પાથરવાનું કામ પણ ચાલુ કરી દીધું છે…  અને કુદરત જાણે ફરી હસવા લાગી હોય એમ રંગબેરંગી ફૂલો દેખાવા માંડ્યા છે.   આખે શિયાળે રીસાયેલી કૈકેયી જેવા ભાસતા પર્ણ વગરનાં વૃક્ષોને આખરે વર્ષમાં એકવાર ફૂલોથી લદાઇને વસંતની દુલ્હન બનવાનો લ્હાવો જરૂર મળે છે… ભલેને પછી એ માત્ર થોડા દિવસો માટે જ કેમ ન હોય! પછી તો એનાં પર પાંદડા આવી જ જવાના છે. વળી અહીં ચોમાસા જેવી કોઇ ઋતુ નથી એટલે વર્ષારાણીને પણ વચ્ચે વચ્ચે અમારા ઉપર ક્યારેક ખુબ જ વ્હાલ આવે છે!  (આજે તો જાણે હું કોઇ ગદ્ય-કવિતા કરવા બેસી ગઇ હોઉં એવું લાગે છે નઇં?! 🙂 )

cherry_blossom.jpg

(Cherry blossom, 2004….   NJ, USA)

અહીંના વસંતને પણ આપણે ખુબ પ્રેમથી વધાવીએ….

આજનો વિષય રાખીએ: વસંત…  વસંતઋતુનું વર્ણન કરતાં આજે માત્ર હાઇકુ અને મુક્તપંચિકાઓ લખીએ.

આ કાવ્યપ્રકારોની ફરી યાદ આપી દઉં…

હાઇકુ: 3 પંકિતથી બનેલું…  કુલ 17 અક્ષરોનું… બંધારણ છે- 5,7,5
મુક્તપંચિકા: 5 પંક્તિથી બનેલી… કુલ 27 અક્ષરોનું… બંધારણ છે- 5,5,7,5,5
* કોઇ એક વિચાર કે બનાવને પૂર્ણ રીતે રજૂ કરવો, એ આ કાવ્યપ્રકારોની સાર્થકતા છે! *

તો ચાલો મિત્રો, અમેરીકાના આ વસંતને પણ આપ પણ વધાવશોને? 
જરૂર પડે તો થોડા ફૂલોને સામે જરૂર રાખજો, પ્રેરણા માટે!
(મારે તો આખા બગીચામાં જ જવું પડશે એવું લાગે છે! 🙂 )

* * *

ટિપ્પણીઓ»

1. રાજીવ - એપ્રિલ 27, 2007

વસંત આવી
ઝાડ-પાન ને ફુલ
સંગે હસતા

પ્રથમ વખત હાઈકુ લખવાનો પ્રયત્ન કર્યો છે… ભુલ હોય તો જણાવજો…

-રાજીવ

2. shivshiva - એપ્રિલ 28, 2007

વાંચો વસંત પર મુક્તપંચિકા
http://shivshiva.wordpress.com/2007/03/05/aaro-han-10/

3. nilam doshi - એપ્રિલ 29, 2007

આજે વસંત,
કાલે હો પાનખર
જીવનક્રમ.

મનઝરૂખે
વસંત ટહૂકે ને
છલોછલ હું.

વધામણા છે
આજે વસંત કેરા
ટહુકા રૂડા.

વસંત હો કે
પાનખર,માનવ
નિરાશા શાને?

કોયલ સાદે
સમાચાર મળતા
વસંતના.

ખીલી વસંત
વગડે,જીવનમાં
કરુ પ્રતીક્ષા.

4. nilam doshi - એપ્રિલ 29, 2007

જલ્દી જલ્દી હાઇકુ લખ્યા instant.

5. સુરેશ જાની - એપ્રિલ 29, 2007

જીવન તણો
થનગનાટ
આવી વસંતરાણી
કણકણમાં
જાગ્યો ઉન્માદ.

6. સુરેશ જાની - એપ્રિલ 29, 2007

વસંત આવી
નુતન જીવનની
સોડમ લાવી.

7. Shah Pravin - એપ્રિલ 29, 2007

*****
વસંત આવી
મારે આંગણે આજ
વસંત આવી.
*****
વસંત આવી
નવ પલ્લવ ઓઢી
વસંત આવી.
*****
વસંત આવી
બેસી શીળા સમીરે
આલ્હાદ લાવી.
*****
વસંત આવી
વનવગડે મીઠાં
ટહુકા લાવી.
*****
વસંત આવી
રુમઝુમ રમતા
તડકા લાવી.
*****
વસંત આવી
હર્ષના, ઉમંગના
ફૂલડા લાવી.
*****
વસંત આવી
મનભાવન ગીત-
ગુંજન લાવી.
*****
વસંત આવી
પંચરંગી મોહક
સપના લાવી.
*****
વસંત આવી
મહેકે તનમન,
સ્મરણો લાવી.
*****

8. સુરેશ જાની - એપ્રિલ 29, 2007

પ્રવીણભાઇના બધા હાઇકુ સાથે મુકી દઇએ તો સરસ મજાનું ગીત બની જાય !

9. Mohammedali'wafa' - એપ્રિલ 29, 2007

બહાર_વસંત_મોહંમદઅલી ,વફા’

હાઈકુ:
વસંત કાંધે
બિંદાસ્ત સુતેલ છે
તે પાનખર
_મોહંમદઅલી ,વફા’

વધુ વસંત ના રંગો માટે મળો:
બાગેવફા बागेवफा BAGEWAFA بَاغِ وَفا
http://arzewafa.wordpress.com/

10. વસંત- બે રચના « કાવ્ય સુર - એપ્રિલ 30, 2007

[…] વાર ‘ સર્જન સહીયારું ’  પર તા. 29 એપ્રીલના રોજ […]

11. pravinash1 - મે 3, 2007

જો સખી આજે
વસંતની વધાઈ
સાંભળ સૂર

12. જય - મે 5, 2007

વસંત ગાન
રમણીય વિહાર
પ્રેમ સમય

13. જય - મે 5, 2007

મનભાવન
રૂડી વસંત ગમે
રંગે રંગાવે

14. Harnish Jani - મે 15, 2007

Winter ma Tane Yaad Karu chhu-
Mara Dil ma Vasant Aave Chhe-
Baraf ma Gulab Khile Chhe-

15. Harnish Jani - મે 15, 2007

Baraf ma Gulab Khilya
Winter ma Vasant Aavi-
Tane Jyare Yaad Kari–

This is better then the first one-


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: